Information technology - Peak at the WORLD in Gujarati Science by Yash Vaghela books and stories PDF | ઇન્ફોર્મેશન ટેક્નોલોજી  - વિશ્વ ફલક પર ડોકિયું

Featured Books
Categories
Share

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી  - વિશ્વ ફલક પર ડોકિયું

લોકડાઉન તથા અનલોક જેવા અનેક તબક્કાઓ વચ્ચે પકડમ-પટ્ટીની હરીફાઈમાથી પસાર થઈ આજે લગભગ વિશ્વના ૮૦ થી ૮૫% કાર્યો ONLINE તરફ વળ્યા છે. વિશ્વમાં મોટાભાગના લોકો તથા કંપનીઓ WORK FROM HOME” નામક નવા કાર્યક્ષેત્ર સાથે કામ કરી રહ્યા છે. સમયની ગતિ એટલી નિરાલી છે કે જે સ્વપ્ન ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના સધિયારે આવનાર ૮ થી ૧૦ વર્ષો પછીનું હતું તે વૈશ્વિક મહામારીની આફતને કારણે અવસરમાં ફેરવાઇ ગયું છે. આ અણધાર્યો અવસર જ્યારે આપની સામે છે ત્યારે આજે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે જે સૌથી વધુ પ્રચલિત છે તેવા ટ્રેંડ્ઝ તરફ એક નજર કરીએ તો હાલના સમયમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે અલગ અલગ ૦૮ ટ્રેંડ્ઝ સૌથી વધુ લોકપ્રિય છે. જે વિષે શ્રેણીબદ્ધ માહિતી પ્રસ્તુત કરવાના પ્રથમ મણકામાં આજે જે શબ્દ જનસામાન્ય બનવા તરફ અગ્રેસર છે તેવા "Artificial Intelligence" વિષય પર થોડું અવલોકન કરીએ.

સામાન્ય શબ્દોમાં સમજીએ તો “Artificial Intelligence એટલે કમ્પ્યુટર પોતાની રીતે નિર્ણયો કરી તેને સોંપવામાં આવેલ કાર્ય માનવીય સહાયતા વિના કરી શકે તેવી ટેક્નોલોજી.” વર્ષોથી એક પ્રથા પ્રચલિત છે કે કમ્પ્યુટર પાસે મગજ નથી. માણસ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી કમ્પ્યુટર પાસે પોતાનું કાર્ય કરાવે છે. Artificial Intelligence વિષે લોકજાગૃતિ આવતા હવે વિશ્વ પ્રથાને માન્યતા તરફ વાળવા અગ્રેસર છે. Artificial Intelligence, જે હાલ સમગ્ર વિશ્વ માટે નવો ટ્રેન્ડ છે તે વિષે ખરેખર તો વર્ષ ૧૯૫૬માં વિશ્વ કક્ષાની કોન્ફરન્સ પણ થઈ ચૂકી છે. કદાચ પ્રચાર-પ્રસાર કે પછી જરૂરી મહત્વતાના અભાવે Artificial Intelligence આજે ૨૧મી સદીમાં વરદાન બની રહ્યું છે. Artificial Intelligence ના વ્યાપ વિષે જાણીએ તો આજે કોઈપણ ક્ષેત્ર બાકી નહીં હોય જે ક્ષેત્રમાં Artificial Intelligence ઉપયોગમાં નહીં હોય. Artificial Intelligence ને આપણી રોજબરોજની પ્રક્રિયામાં સાંકળીએ તો માત્ર એક વાર કોઈપણ વસ્તુ કે વિષય વિષે ઓનલાઇન સર્ચ કરવામાં આવે તો તે વસ્તુ કે વિષયને અનુરૂપ જાહેરાતો આપણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અવારનવાર ઉડીને આંખે વડગતી દેખાય છે. આ સુવિધા Artificial Intelligence ની દેણ છે. બેંકિંગ ક્ષેત્રે વાત કરીએ તો બેંકિંગમાં થતી તમામ પ્રક્રિયાઓ વિષે બેંક આપણને અલગ અલગ માધ્યમો જેવા કે SMS, Email, નોટિફિકેશન વગેરેથી માહિતગાર કરે છે જે Artificial Intelligence ની દેણ છે. Map ની ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરનારા લોકો માટે જે જગ્યાએ જવું છે તે રસ્તાના ટ્રાફિકની માહીતી થી માંડીને નજીકમાં આવતી સુવિધાઓ વિષેની માહિતી સર્ચ કર્યા વિના યુઝરને દર્શાવવામાં આવે છે. આ સુવિધા Artificial Intelligence ની દેણ છે. આ સિવાય મોટાભાગના e-mail કે SMS સુવિધાઓનો વપરાશ કરનાર વર્ગ માટે તમામ ઓનલાઇન ઈમેલ સુવિધા આપતા પ્લેટફોર્મ્સ તથા SMS Inbox પ્રાપ્ત થતા ઈમેલનું તથા SMSનું ખુબ જ સુંદર તથા જરૂરી વર્ગીકરણ કરી યુઝરને જરૂરિયાત મુજબ ગોઠવી આપે છે. આ સુવિધા પણ Artificial Intelligenceની દેણ છે. આપણી આજુબાજુ આઠેય દિશાઓ તથા ધરતી અને આકાશ તરફ નજર દોડાવતા જે દ્રશ્યમાન થાય તેની સાથે Artificial Intelligence જોડાયેલુ છે તેવું સ્વીકારવું હવે સાહજીક છે.

Artificial Intelligence વિષેની પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ વિશે Artificial Intelligence વિષેના વિચારોનું બીજ અચૂક આપના મનસ્પટલ પર રોપાયું હશે. સાથે સાથે Artificial Intelligence શું છે? Artificial Intelligence ક્ષેત્રે આગળ વધવા શું કરવું? Artificial Intelligence માં કામ કરવા કયા સોફ્ટવેર કે ટૂલની જરૂરિયાત છે? આવા તમામ યક્ષ પ્રશ્નો નો જન્મ આપના માનસ્પટલ પર થયો છે તેના પ્રત્યુત્તર રૂપે પગદંડી ચિંધવા ગૂગલમંથન એક રસ્તો છે. ગૂગલમંથન કરતાં Artificial Intelligence વિશે અતઃ થી ઈતિ સુધીની સંપૂર્ણ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે. તદુપરાંત હાલના તબ્બકે ઘણી ઓનલાઇન વેબસાઇટ તથા ઓનલાઇન લર્નિંગ પોર્ટલ Artificial Intelligence વિષય પર ઓનલાઇન કોર્સિસ ઉપલબ્ધ કરાવે છે. ઇન્ટરનેટના મધ્યમ દ્વારા વિશ્વનું સર્વોત્તમ શિક્ષણ કોઈપણ આડંબર કે અવરોધ વિના આપણાં સુધી ઉપલબ્ધ બન્યું છે. આ પરિસ્થિતિમાં ઘર આંગણે ગંગા વહે છે ત્યારે જરા પણ મોડું કર્યા વિના યા હોમ કરવાનો સમય આવી ગયો છે. બસ આ ઇન્ટરનેટ રૂપી ગંગામાં ડૂબકી લગાવી જ્ઞાનરૂપી ગંગાજળથી પવિત્ર થઈએ એવી જ આશા સાથે..