Speaking of a child's mind in Gujarati Motivational Stories by Siddharth Maniyar books and stories PDF | એક સંતાનના મનની વાત

Featured Books
  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

Categories
Share

એક સંતાનના મનની વાત

ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને મારા વંદન અને જે પણ કઈ પરિણામ આવે તેના માટે અભિનંદન
આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે આજે મારા આટલા વર્ષના અનુભવ સાથે મારી કેટલીક લાગણીઓ વ્યક્ત કરવાનો એક પ્રયાસ કરવો મને જરૂરી લાગી રહ્યું છે. આજના સમયમાં ભણતર જ્ઞાન માટે નહીં પરંતુ સ્પર્ધા માટે જ થઈ રહ્યું છે. (હવે, આ વાંચીને એમ ના કહેતા કે થ્રી ઈડિયટની વાત છે. અમને બધાને ખબર છે.)

આપના દાદા અને પરદાદા ના સમયમાં ભણતર મેળવવું જ અગત્યનું હતું. તે જમાનામાં વ્યક્તિ થોડું પણ ભણેલો હોય તો તેને ઘરમાં અને સમાજમાં માનથી બોલાવતો હતો. પરંતુ જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ તેની ઝડપ પણ વધી રહી છે. હું ભણતો હતો ત્યારે (એટલે, તારક મહેતાના ઉલટા ચશ્માંમાં ભીડે ભાઈ કહે છે એમ હમારે જમાણેને) ભણતરનું મહત્વ હતું. તમારા કેટલા ટકા આવીયા એવાત મહત્વની હતી પણ તેની સાથે જો દીકરો કે દીકરી માત્ર પાસ પણ થાય પરિવારના સભ્યો મીઠાઈ વેંચતા હતા. આજે એવું નથી રહીયું.

આજના સમયના વાલીઓ પોતે જ્યારે ભણતા હતા (હું જેમના સંતાનો 10 કે 12ની પરીક્ષા આપવાના છે તેમની જ વાત કરું છું) ત્યારે કેટલા ટકાનું શુ મહત્વ હતું તે તો તેમને ખબર જ હશે. મને ખબર છે કે આજે તે સમયની ટકાવારી અને આજની ટકાવારીમાં આભ જમીનનો ફરક છે પણ સાથે સાથે બાળકો માટે અનેક નવા માર્ગો ઓર ખુલ્યા છે. હું જ્યારે ધોરણ 10માં સારા ટકા સાતજે ઓએ થયો એન્જીનીયરીંગ કરવાની ઘણી ઈચ્છા હતી પણ થોડાક માર્ક માટે કોમર્સમાં પ્રવેશ લીધો. ત્યારબાદ ધોરણ 12માં જેટલા ટકા આવ્યા એમાતો બીકોમ જ થાય તેમ હતું છતાં બીસીએમાં પ્રવેશ લીધો અને આજે કઈક જુદી જ જગ્યાએ મારા મનને આંનદ મળે તેવું કામ કરી રહીયો છું.

મારા પરિવારમાંથી મને કે મારા ભાઈને આટલા ટકા તો લાવવાજ પડશે એવું દબાણ ક્યારે પણ થયું નથી. છતાં આજે અમારી મહેનતે અમે બન્ને ભાઈ સારી જગ્યાએ સેટલ છીએ. (હું પત્રકારીત્વ કરું છું તો મારો ભાઈ ઓસ્ટ્રેલિયામાં સીટીઝન છે અને એક રેસોરેન્ટનો માલિક છે.) અમે બન્ને ભાઈ ઘણા સુખી છીએ.

હું જ્યારે પણ કોઈ વાલીને તેમના સંતાનને આટલા ટકા તો લાવવાજ ઓળશે નહીં તો તું કશું નહીં કરી શકે, લોકો તને ડફોળ કહેશે, તને સારી નોકરી નહીં મળે આવું કહેતા સાંભળુંને ત્યારે એટલું જ કહેવાનું મન થાય છે કે તમારા વાલીએ તમને આવું નહોતું કહ્યું છતાં તમે તમારી જગ્યાએ સફળ છો. તો પછી શું કામ તમારા સંતાનને તમે બળજબરી કરો છો. બાળક જ્યારે પોતાના મનથી કઈક ઓન કરે છે તે તેનું ઉત્તમ જ આપવાનો પ્રયાસ કરે છે પણ દરેક બાળક જુદું જુદું છે. તે એકબીજા સાથે સ્પર્ધા કરવા માટેનું સાધન નથી.

આજના સ્પર્ધાત્મક યુગમાં બાળક વચ્ચે નહીં પરંતુ તેમના વાલી વક્સહે સ્પર્ધા થાય છે કે મારા બાળકને આટલા ટકા આવીયા છે તમારા બાળક કરતા આટલા વધારે છે. તેને અહીંયા એડમિશન મળ્યું છે. બસ આટલા માટે જ વાલીઓ દ્વારા બાળક પર સતત દબાવ ઊભો કરવામાં આવે છે. અનેક બાળકો આ દવાવ સહન કરી શકે છે, પણ કેટલાક આ દબાવ સહન નથી કરી શકતા અને અનેક ઘટનાઓ બનતી હોય છે.

આ સ્પર્ધાત્મક યુગનો અંત લાવવા માટે દરેક વાલીએ સંતાનો પર દબાણ ન લાવી તેમને મુક્ત મને ભણવાની છૂટ આપવી જોઈએ જેથી આપના દેશના ભવિષ્ય સમા આ નાના ભૂલકાઓ દરેક કેડી પોતાની જાતે કંડારી શકે અને પોતાની માટે, પરિવાર માટે, સમાજ માટે અને દેશ માટે કંઈક કરી શકે.

આટલું જ કહીને મારી વાણીને વિરમું છું.

સમજાય તો ઘણું બાકી જય શ્રી રામ