Zindagi pyar ka geet hai - 3 in Gujarati Film Reviews by Pritesh Hirpara books and stories PDF | ઝીંદગી પ્યાર કા ગીત હૈ - 3

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ઝીંદગી પ્યાર કા ગીત હૈ - 3

नाराज सवेरा है

સંઘર્ષ એ જીવનનું બીજું નામ છે. સંઘર્ષ વગર જીવનનું અસ્તિત્વ શક્ય ખરું ? જન્મ લેવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. માણસ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી તેના જીવનમા તે સંઘર્ષ કરતો રહે છે. કોઈ પણ કામ હોય સંઘર્ષ જરૂરી છે. માણસ જ નહીં પણ આ પૃથ્વી પરની દરેક પ્રજાતિએ જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે. 1991 માં આવેલી , પ્રીતિ ઝિન્ટા અને અક્ષય કુમાર અભિનીત ફિલ્મ સંઘર્ષમાં પણ એવી જ વાત છે. આ ફિલ્મ વિશે લખવાની લાલચ હું રોકી નથી શકતો. આ ફિલ્મ અક્ષય કુમારની બેસ્ટ ફિલ્મોમાની એક ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે તેની ખેલાડી ઇમેજથી બિલકુલ વિપરીત એક ખૂંખાર કેદી નું પાત્ર ભજવ્યું છે. અને એની એક્ટિંગ પણ લાજવાબ છે. પ્રીતિ ઝિન્ટા એ પણ આ ફિલ્મમાં તેના પપ્પા પર લાગેલા કલંકને દૂર કરવા માટે સંઘર્ષ કરતી યુવતીના પાત્રમાં વખાણવા લાયક એક્ટિંગ કરેલી છે. આશુતોષ રાણાની આ ફિલ્મ એના જીવનની બેસ્ટ ફિલ્મોમાની એક છે. પણ આ ફિલ્મના સહુથી બેસ્ટ પાસાઓ હોય તો આ ફિલ્મની સ્ટોરી અને આશુતોષ રાણાંની વિલનના પાત્રમાં લાજવાબ એક્ટિંગ છે. આ ફિલ્મ એક વખત તો અચૂક જોવી જોઈએ.

नाराज़ सवेरा है हर ओर अंधेरा है
कोई किरन तो आए कहीं से आए आए

આ ફિલ્મમાં અક્ષય કુમાર એક ખૂંખાર ગુંડો હોય છે કે જે જેલમાં કેદ છે અનેં પ્રીતિ ઝિન્ટા તેને મળવા જાય છે ત્યારે આ ગીત આવે છે. આ ગીતમાં જેલમાં કેદ એક વ્યક્તિને આઝાદીની જે ઝંખના હોય છે તેનું બઉ સરસ શબ્દોમાં વર્ણન કરેલું છે. જેલમાં કેદ વ્યક્તિ કે જેને આજીવન કેદ થયેલી હોય તેની મનોસ્થિતિ માટે અંધારાથી સારો કોઈ શબ્દ હોઈ જ ન શકે. એટલે તો અહીં નાયક કહે છે કે અંજવાળું એનાથી રિસાઈ ગયું છે. બસ ક્યાંકથી એક કિરણ આવી જાય. અહીં કિરણ શબ્દને આશા ના રૂપમાં લીધું છે. તેને હજી પણ આશા છે કે તે આ અંધારી કાળ કોટડીમાંથી બહાર નીકળી શકશે , તેને આઝાદીની ઝંખના છે.

ज़िंदगी तन्हाईयों का कर्ज़ है नाम है
हर खुशी ढलती हुई दुख भरी शाम है
साँसों के खज़ानों का ये वक़्त लुटेरा है
कोई किरन तो .....

જેલમાં કેદ વ્યક્તિ માટે તેની તન્હાઇ એટલે કે એકાંતનો જ તેને સાથ મળે છે. એટલે તે અહીં કહે છે કે મારા જીવન પર આ એકાંતનો ઉપકાર છે, મારા જીવનનું બીજું નામ જ એકાંત છે . અહીં હું એકલો છુ. મારી જોડે કોઈ જ નથી. અહીં બીજી લાઈનમાં નાયક કહે છે કે મારા જીવનમાં અત્યારે કોઈ પણ ખુશી મારા માટે એ ઢળતી દુઃખી રાત છે. કેવી હાલત છે અહીં કેદીને તેંની દરેક ખુશી કે જે વીતી ચુકી છે અથવા તેના જીવનમાં આવવાની છે તે તેને ખુશ નથી કરી શકતી. કોઈ પણ કેદ કે ગુલામ વ્યક્તિ માટે તેની સહુથી મોટી ખુશી તેની આઝાદી હોય છે . આઝાદી જ તેને ખુશ કરી શકે છે. નાયક અહીં શ્વાસ એટલે કે જીવનને તેનો સહુથી મોટો ખજાનો ગણે છે. તેની એક એક પળ કિંમતી છે. પણ આ જે મારો આ સમય છે તેને આ ચોરી લે છે. મારા જીવનની કિમતી પળો આ કેદ સમયમાં બરબાદ થઈ રહી છે. કાશ ક્યાંક થી કોઈ આશાની કિરણ તેના જીવનમાં આવે .

रात की खामोशियों में अनसुना शोर है
खींचती बांधे बिना ही कौन सी ये डोर है
बेजान सलाखों ने मेरी रूह को घेरा है
कोई किरन तो ...

અહીં રાત એટલી ખામોશ એટલે કે વિરાન છે કે કદી સાંભળ્યો ના હોય તેવો ઘોંઘાટ છે. અહીં ઘોંઘાટ એટલે કે અકળામણ . જેલમાં કેદ નાયકને એટલી અકળામણ થાય છે કે તેને આ રાતમાં અહીં એકદમ શાંતિમાં પણ ઘોંઘાટ હોય તેવું લાગે છે. એવી કઈ બેડી કે ઝંજીર છે કે જેણે તેને બાંધ્યો ના હોવા છતાં પણ અહીં ખેંચી રાખે છે? અહીંથી બહાર નીકળવું છે પણ તે નીકળી નથી શકતો. આ નિર્જીવ જેલના સળિયાએ તેની આત્માને કેદ કરી છે. આ જેલના સળિયા નિર્જીવ હોય એટલે એક જીવિત વ્યક્તિની વાત કે વેદનાને તો કેવી રીતે સમજી શકે, એની મનોદશાને તો તે કેવી રીતે જાણી શકે?

वो मेरे बचपन का मौसम वो ज़माना खो गया
मौत के साए में रह के बेजुबां मैं हो गया
ज़ख्मों की ज़मीनों पे ज़ुल्मों का बसेरा है
कोई किरन तो ...

જેલમાં કેદ વ્યક્તિ હંમેશા તેના જીવનની સારી પળો ને યાદ કરતો હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે તેનો સહુથી સારો સમય તેનું બાળપણ હોય છે. બાળપણથી સુંદર માણસના જીવનમાં કઈ જ ના હોઈ શકે. અહીં નાયક તેના વીતી ગયેલા બાળપણને યાદ કરે છે. તેને એવું લાગે છે કે આ કેદમાં તેના બાળપણનો સમય ક્યાંક ખોવાઈ ગયો છે. આ સતત મોતના ડર ના ઓછાયા હેઠળ રહીને નાયક જાણે કે ચૂપ થઈ ગયો છે . કોઈ પણ માણસ ગુનેગાર બને તેની પાછળ કોઈક કારણ હોય છે. મોટે ભાગે બદલો અથવા તેની સાથે કોઈકે ખોટું કર્યું હોય. અહીં નાયક પણ એટલે જ ગુનેગાર બન્યો છે. તેને જમાનાએ ભૂલી ના શકાય એવુ આ દર્દ આપ્યું છે. તેના જીવનની આ દર્દ ભરી જમીન પણ ગુનાનો ઓછાયો છે. અહીં નાયક મનથી સારો જ છે પણ જમાનાએ તેના પર અત્યાચાર કર્યા છે. અને તે અત્યાચારોએ જ તેને ગુનેગાર બનાવ્યો છે. પણ આ ગુનાના લીધે તેનું જીવન આ અત્યારે આ જેલમાં કેદ છે. બસ હવે તે રાહમાં છે કોઈ આશાનું કિરણ તેના જીવનમાં આવે . તે આ કેદમાંથી છૂટે.

આ ગીતમાં કાનને વારંવાર સાંભળવુ ગમે તેવું સંગીત આપ્યું છે બોલિવડની પ્રખ્યાત સંગીતકાર જોડી જતીન લલિતે. એક કેદીની મનોસ્થિતિ ને ખૂબ સારી રીતે સમજીને શબ્દોમાં ઉતાર્યા છે બોલિવડના પ્રખાત ગીતકાર સમીરે. અને આ ગીતને અવાજ આપ્યો કિશોરકુમાર ની છાંટ ધરાવતા કુમાર શાનુંએ. આ ગીતમાં ગિટાર, વાંસળી, પિયાનો જેવા ઇન્સ્ટ્રુમેન્ટનો સારી રીતે ઉપયોગ કરાવ્યો છે. આ ગીતમાં વધારે ઉતાર ચઢાવ નથી. આ ગીતમાં કુમાર શાનુંનો અવાજ પ્રાણ પુરે છે. નાયકનું દર્દ તમે કુમાર શાનુંના અવાજમાં અનુભવી શકો છો. બીજું કે આ ગીતમાં સંગીત આ ફિલ્મના સિન પ્રમાણે ડરામણું છે. આ ગીતનું એક બીજું વર્જન પણ છે જે ફિલ્મના અંતે આવે છે.

✍ પ્રિતેશ હિરપરા "મિત્ર"