"આસ્તિક"
એક ઇચ્છાધારી લડવૈયા
અધ્યાય-5
મહર્ષિ જરાત્કારુ પાતાળલોક ગયાં ત્યાં વાસુકીનાગ ત્થા અન્ય નાગદેવતાઓએ મહર્ષિ જરાત્કારુનું ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યુ. મહર્ષિ જરાત્કારુ ખુબ આનંદ પામ્યા. અને બધી વ્યવસ્થા તથા સુશોભનનાં વખાણ કરતાં કહ્યું "વાસુકીજી આટલો ભવ્ય સત્કાર કર્યો. હું ખૂબ ખુશ અને સંતુષ્ટ છું પરંતુ હું તો બ્રહ્મચારી સાધુ જીવ મને આ શૃંગાર શા ખપનાં ?
વાસુકી નાગે કહ્યું "ભગવાન હવે તો આપ પ્રભુતામાં પગલાં માંડવા જઇ રહ્યાં છો હવે તો શૃંગાર અને ભાંગ તમારે ભોગવવાં રહ્યાં આપતો ખૂબ જ્ઞાની છો અમે તમારાં લગ્નજીવનની માત્ર શુભેચ્છા પાઠવી રહ્યાં છીએ. આપ મહેલનાં રાણીવાસમાં પધારો ત્યાં બહેન જરાત્કારુ સાથે આપની મુલાકાત કરાવું....
મહર્ષિ જરાત્કારુ સાદગી અને ત્યાગનાં પ્રહરી હવે સંસાર માંડવા જઇ રહ્યાં હતાં એમણે સ્વીકાર કર્યો અને મહર્ષિને વાસુકી નાગ વાજતે ગાજતે રાણીવાસમાં લઇ ગયાં.
મહર્ષિનું ત્યાં પગ ધોઇને સ્વાગત કરાયું ખૂબ આરામદાયક બેઠકમાં બેસાડી એમનું પૂજન કરાવ્યું પછી બધાં નાગદેવ એ ખંડમાંથી નીકળી ગયાં. બે સુંદર નાગ કન્યા રાજકુમારી જરાત્કારુએ લઇને જ્યાં મહર્ષિ બેઠાં હતાં એ ખંડમાં લાવ્યા અને પછી બહાર નીકળી ગઇ.
મહર્ષિ જરાત્કારુ રાજકુમારી જરાત્કારુ સામે જોઇ રહેલાં અપલક નયને બસ જોતાંજ રહી ગયાં. આખા તપસ્વી જીવન દરમ્યાન આવું સુંદર રૂપ સ્વરૂપ કદી જોયું નહોતું રાજકુમારી જરાત્કારુએ એમને નમસ્કાર કરી કહ્યું "ભગવાન આપનું સ્વાગત છે. આપનાં ચરણોમાં રહી આપની સેવા કરવા માટે હું તત્પર છું.
મહર્ષિએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું દેવી તમે ખૂબજ સુંદર છો મને ખૂબ પસંદ આવ્યાં છો વળી મારી ઇચ્છા પ્રમાણેનું નામ પણ, મારું નામ જેવું છે બાકીની શરતો તમને વાસુકીજીએ કહી હશે. એ માન્ય થયે આપનો હું સ્વીકાર કરીશ.
રાજકુમારી જરાત્કારુએ કહ્યું "ભગવાન આપની બધીજ શરતો મને શિરોમાન્ય છે આપની કોઇ આજ્ઞા હું નહીં ઉવેખું આપનાં ચરણોમાં રહી આપની ખૂબ સેવા કરીશ. ખૂબ આનંદ આપીશ જે મારી ફરજ અને મારી પસંદગી છે આપનો હું બધીજ શરતો સાથે સ્વીકાર કરું છું મારું અહોભાગ્ય છે કે મને આપનાં જેવાં ભગવાન પતિ સ્વરૂપે મળી રહ્યાં છે હું ક્યારેય આપને દુઃખ પહોંચે કે ખોટું લાગે એવું કામ કે વર્તન નહીં કરુ બસ સદાય આપની મારાં ઉપર કૃપા અને પ્રેમ બની રહે.
મહર્ષિ જરાત્કારુએ કહ્યું તમને મળ્યાં પછી મને પૂર્ણ સંતોષ છે આ બ્રહ્મચારીનું દીલ તમે આજે જીતી લીધું છે અને તમને મેળવીને હું પણ ધન્ય થઇશ. ખૂબ સુખી રહો.
આમ બંન્ને જરાત્કારુ બેલ્ડીની સફળ મુલાકાત થયાં બાદ એમનાં તાત્કાલીક લગ્ન લેવાનું નક્કી થયું.
વાસુકી નાગે મહર્ષિ જરાત્કારુને મહેલમાં ઉતારો આવ્યો એમની સેવામાં સેવકો અને નાગ ને દિવસ રાત મૂકી દીધાં. અન્ય નાગદેવ જેવા કે તક્ષક, કાળીયા, અનંત, કંબલાય જેવા અનેક નાગ ભગવાન જરાત્કારુની સેવામાં લાગી ગયાં.
મહર્ષિ નાગદેવ પર સવારી કરીને પાતાળ લોકમાં વિહાર કરતાં. આખી સોનાની અને હીરા માણેક જડીત નગરી જોઇને ખૂબ આનંદ પામ્યા. આખાં પાતાળ લોકમાં દ્રવ્યો. સોનું ચાંદી, હીરા, માણેક ઝવેરાતની ખાણો હતી. હીરા એવાં પાણીદાર અને કિંમતી હતાં કે એનાંથી આખાં પાતાળલોકમાં રોશની અને તેજ ફેલાવી રહેલાં. ના ગરમી કે ઠડી એટલું સુંદર વાતાવરણ કે બસ આ જગ્યા છોડવી ના ગમે.
આખી નગરીમાં અવનવા અદભૂત છોડ, વૃક્ષો પુષ્ય હતાં જે ક્યારેય પૃથ્વી પર જોયાં નહોતાં. પક્ષી-પ્રાણી બધાં કોઇક અલૌકિક જ હતાં. મહર્ષિને થતું કે આખાં પાંતાળલોકમાં સુખ આનંદ છે સાચાં હીરાં માણેક મોતીનાં ઝુમ્મરો છે કેવાં સુંદર રંગબેરંગી ફુવારા છે અદભૂત મહેલોનું જંડતર અને ઘડતર કામ કેવા કેવા નંગ, હીરા એનો પર જડેલાં હતાં.
મહર્ષિ ખૂબ ખુશ થઇ ગયાં. લગ્નની તિથિ નજીક આવતી જતી હતી બધાં નાગલોકમાં ખૂબ ઉત્સાહ અને આનંદની છોળો ઉડતી હતી બધાં ખૂબ ખુશ હતાં. મહેલ-નગરી-રસ્તા-બાગ બગીચા બધેજ શણગાર સજી રહ્યાં હતાં. નગરી એક અદભૂત અલૌકીક સુંદર રૂપ લઇ રહી હતી ક્યાંય ના થયા હોય એવાં લગ્નની તડામાર તૈયારી થઇ રહી હતી.
નાગજાતિ આ લગ્ન માટે થનગની રહી હતી આજે એક રાજકુમારી જરાત્કારુનાં લગ્ન લેવાનાં છે.
આજે લગ્નનો દિવસ આવી ગયો. બધી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી. લગ્ન માટેની ચોરી, બેઠક વ્યવસ્થા, મંડપ, એવો શણગાર્યો હતો કે વર્ણન કેવી રીતે કરવું ? મંડપમાં અને લગ્નદેવીની આસપાસ રંગબેરંગી ફુવારા અદભૂત અલંકારીક સુંગંધી ઝૂલોનાં શણગાર, હીરા મોતીના ઝુમ્મરો અનેક સેવકોનાં હાથમાં સ્વાગત માટે ઝાલર, વિધાન બ્રાહ્મણોનાં મુખારવિધથી પવિત્ર શ્લોક સ્તવન, ઘંટનાદ, શંખનાદ આજે જાણે સાક્ષાત વિષ્ણુ સ્વર્ગમાં પરણવા બેઠાં હોય એવું લાગતું હતું.
ભગવાન જરાત્કારુનો પ્રભાવશાળી તેજોમય ચહેરોં ખૂબ આનંદીત હતો. રાજા મહારાજાથી વિશેષ શોભતાં હતાં અને નાનાં મોટાં નાગ સેવામાં હાજર હતાં. નીલ, નીલમ નામની નાગ બેલડી સુંદર વાંસળી અને શહનાઇ વાદન કરી રહી હતી. સંગીતનો નાદ બધાને ડોલાવી રહેલો. પરણાવવા માટે નાગ દેવ-દેવી ખૂબ બેઠાં હતાં. જરાત્કારુ ભગવાન ચોરીમાં આવી ગયાં હતાં. બધાની નજર મહર્ષિ તરફ હતી. એમનાં તેજોમય સુંદર સ્વરૂપ જાણે બધાને મોહાંધ કરી રહેલાં.
રાજકુમારી જરાત્કારુને આવો સુંદર પતિ મળ્યો બધાં ખૂબ ખુશ હતાં. બ્રાહ્મણોનાં શ્લોકો અને લગ્ન પછીનાં ઉચ્ચારોથી વાતાવરણ અને ગગન પવિત્ર થઇ રહેલું એણે આજે કોઇ બ્રહ્માંડનો શુભ અવસર હતો.
બ્રાહ્મણોએ વિધી ચાલુ કરી હતી ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી,માતા પાર્વતી મહાદેવ , બ્રહ્માજી સાક્ષાત બોલાવ્યાં હતાં. આરાધ્ય દેવોને આરાધની કરીને બોલાવેલાં નાગકુળનાં કુળદેવી કુળદેવતાં સાક્ષાત હાજર હતાં એમની પુત્રી રાજકુમારી જરાત્કારુને આશીર્વાદ આપવા તત્પર હતાં. બધાંજ દેવી દેવતાઓને આમંત્રણ આપીને તેડાવ્યાં હતાં જાણે પ્રભુનો દરબાર સજાવ્યો હોય એમની હાજરીમાં જરાત્કારુનાં લગ્ન સંપન્ન થઇ રહેલાં.
બ્રહ્મણોએ વિધી દરમ્યાન જરાત્કારુ રાજકુમારીને ચોરીનાં બોલાવવા માટે કહ્યું અને તક્ષકનાગ મામાની વહાલી રાજકુમારી જરાત્કારુને લઇને આવી રહ્યાં હતાં.
નાજુક, નમણી અને અતિસુંદર રાજકુમારી જરાત્કારુ હાથમાં ગુલાબ અને લીલીનો મહાખૂલો હાર લઇને ધીમે પગલે લજવાતી ચોરીમાં પ્રવેશ કરી રહી હતી. હાર ગુલાબનો હતાં પણ ખૂબ અમૂલ્ય હતો. હારમાં એવાં અમૂલ્ય અને ખાસ ગુલાબ હતાં જેની સુગંધ ચારે બાજુ ફેલાઇ ગઇ હતી અને ખાસ લગ્ન માટે એકત્ર કરાયાં હતાં રાજકુમારી જરાત્કારુ ચોરીમાં પધાર્યા અને બ્રાહ્મણોએ સુતરાઉ કાપડ વચ્ચે રાખી મંત્રોચ્ચાર ભણ્યાં.
ભગવાન જરાત્કારુ રાજકુમારી જરાત્કારુને જોવા માટે તલસી રહેલાં અને એક નજર ચહેરા પર કરવા ઇચ્છી રહેલાં. આર્શીવચન અનં મંત્રોચ્ચાર વચ્ચે કપડાની આડશ દૂર થઇ અને બંન્ને જરાત્કારુની ચાર આંખો એકજ થઇ ગઇ એવા તેજોમ્ય ચમકારો થયો બધાં હાજર રહેલાની આંખો અંજાઈ ગઇ. જરાત્કારુદેવે એવું સ્મિત કરીને રાજકુમારીને આવકાર્યા બંન્ને જણાં ખૂબ આનંદીત થઇ ગયાં.
આમ રંગેચંગે ખૂબ સરસ રીતે શાસ્ત્રીય વેદાંકત વિધી સાથે લગ્ન સંપન્ન થયાં. નાગલોકમાં પાતાળલોકમાં આનંદ છવાઇ ગયો બધે પુષ્પ, અંત્તરનો છંટકાવ થયો આખું પાતાળલોક આનંદનાં હિલોળે ચઢ્યું.
લગ્ન સંપન્ન થયુ બધાંજ દેવોએ બંન્ને દંપતી બનેલાં જરાત્કારુને ખૂબ આશીર્વાદ અને ભેટ સોગાદથી નવાજ્યાં. બધાં નાગલોકમાં નાગ ખૂબ ખુશ હતાં એક પહેલું પગથિયું સંપન્ન થયું હતું નાગલોકમાં બચાવ માટે જરાત્કારુનું જરાત્કારુને પરણવું જરૂરી હતું.
જરાત્કારુ દંપતી લક્ષ્મી વિષ્ણુની જેમ શોભી રહેલાં લક્ષ્મીનારાયણનાં દર્શન કરતાં હોય એમ બધાં એમનાં દર્શન કરીને આશીર્વાદ ભેટ સોગાદ આપી રહેલાં.
આખાં પાતાળલોકમાં આજે લગ્નોત્સવ ઉજવાઇ રહ્યો હતો બધાને હીરા, માણેક, સોનુ ચાંદી, મીઠાઇનું વિતરણ થઇ રહ્યું હતું. આજનો આ પાવન દિવસ જાણે વીતીના જાય એનાં જ આનંદમાં રચ્યા પચ્યા રહેવા માંગતાં હતાં.
ભગવાન જરાત્કારુને રાજકુમારી જરાત્કારુ પગે સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. ભગવાન જરાત્કારુ એટલે આશીર્વાદ વચન આપતાં કહે છે. "દેવી સદાય સુખ આનંદમાં રહો જે ઇચ્છા હોય એ માંગો હું તમને આપવા બધાયો છું બ્રહ્મચર્ય તપ છોડીને માત્ર તમારો સ્વીકાર્ય કર્યો છે....
વધુ આવતા અંકે ---- અધ્યાય-6