// नियतं कुरु कमँ त्वं कमँ ज्यायो ह्चिकमँण: ।
शरीरयात्रापि च ते न प्रसिद्धेयदकमँण: ।। //
(“તું તારું નિયત કતઁવ્ય-કમઁ કર, કારણ કે કમઁ નહીં કરવા કરતાં કમઁ કરવું વધુ સારું છે. કામ/કમઁ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિવાઁહ પણ કરી શકતો નથી.’’)
ભગવદ્ ગીતા
અધ્યાય-૩ // કર્મયોગ // શ્ર્લોક-૫ //
પરમાત્મા દ્વારા માનવ જીવનની જે અર્પણ કરવામાં આવેલ છે. તે માનવ જીવનને સાર્થક કરવા સારું માનવી માનવતાની મહેકને વિસ્તારવી જરૂરી છે. માનવીએ માનવીય માનવ જીવન દરમ્યાન માનવતા અને મહેકી ઉઠે તેવા કર્મ કરવા જોઈએ. માનવ જીવન દરમ્યાન માનવીને કર્મકરવા માટે નો હોદ્દો-આસન મળેલ છે. તેને પૂરતું સન્માન પ્રાપ્ત થાય તે મુજબ તેણે કર્મ કરવું જોઈએ. સમયાતંરે જ્યારે અને જે સમયે જીવનનો બદલાવ આવશે ત્યારે તેના કરેલા કર્મો જ તેની સાથે રહેવાના છે. અને પરમાત્માએ માનવીને જે પ્રકારનો હોય તો આ હોદૃો-આસન કર્મ કરવા ના સ્વરૂપમાં આપેલ છે તે કર્મમાં માનવીએ તેની માનવતાને અકબંધ સાચવીને જાળવી રાખવાની તાતી જરૂર છે.
જીવનમાં દરેક જીવ કોઇ ને કોઇ પ્રકારની સમસ્યાથી ઘેરાયેલો જ હોય છે. જેમાં માનવ જીવ નો પણ સમાવેશ થઈ જાય છે. આથી જ માનવ જીવન દરમિયાન તેના ભાગમાં જે કર્મ આવેલ છે તે કોઈ પણ પ્રકારનું હોય તે શ્રમયોગી થી માંડીને મિલમાલિક સુધી હોય કે નાના પટાવાળાથી માંડીને મોટા કમિશ્નર કે તેનાથી પણ ઊંચો હોદૃા સુધીનું કર્મ હોય પરંતુ તે દરેક કર્મને દરેક માનવીએ પોતાની સભાન અવસ્થામાં સોંપેલ જવાબદારીની ખંત, ઉત્સાહ, પ્રમાણિકતાથી બજાવીને તેને સોંપેલ મૂલ્યોનું જતન કરવું તે અત્યંત જરૂરી અને આવશ્યક છે. આવીજ એક ‘‘માનવતાની મહેંક’’ને આપની સમક્ષ રજુ કરી રહેલ છું.
"આણંદ-અમદાવાદ મેમુ ટ્રેન ? " એક પંચાવન વર્ષ ના બેંક મેનેજરશ્રી બોરીયાવી ગામના રેલ્વેસ્ટેશન પર આવી, આજુબાજુ નજર કરી સ્વાભાવિક પ્રશ્ન કર્યો.
સાંજના સાડા સાત વાગ્યા નો સમય હતો, એટલે રેલ્વે સ્ટેશન પર કોઈ ભીડ વધુ ન હતી, ફક્ત બાજુમાં બેઠેલા સુથારી ભારેખમ હથિયાર માત્ર નો અવાજ આવતો હતો. સુથાર તો પોતાના લાકડાને આકાર આપવામાં વ્યસ્ત હતો, એ તો ઉંધા મોઢે લાકડાનો ટુકડો આકાર પામે એમ તેને ફેરવે જતો હતો અને સાથે સાથે રંધો ખેંચવામાં તેની દસ બાર વર્ષની દિકરી ને " શાબાશ... ! હજું જોરથી ! હજું જોરથી..! બરાબર...! બરાબર...! " એવા એવા શબ્દો દ્વારા પોરસ ચડાવતો હતો. અને આમ બન્ને બાપ દીકરી પોતાની રોજી માં મસ્ત હતા.
બેંક મેનેજર સાહેબ મુંઝાયા હોય એમ નિરાશ વદને મેમુ ટ્રેન આવવાની રાહ જોતાં રેલ્વે સ્ટેશનની બહારની બાજુ નજર કરી ઊભા રહ્યા. એટલાં માં પેલી સુથારની દિકરી બોલી ; " સાહેબ ! તમે રોજ જાઓ છો, એ ટ્રેન (ગાડી) હજુ સુધી ગઇ નથી કદાચ ! આજે મોડી પડી હશે."
મેનેજર સાહેબ ને આ ગામમાં આવ્યે ત્રણ માસ માંડ થયાં હતાં, એટલે આ સુથાર બાજુ આજ લગી એમનું ધ્યાન ગયું નહોતું. પોતે અમદાવાદમાં બાળકોના અભક્ષ્યાસને કારણે સ્થાયી થયેલા હોવાથી રોજ ટ્રેનમાં અપ ડાઉન કરતાં હતાં. સુથારની દિકરી નો ઝીણો અવાજ સાંભળી સાહેબ અંતરમાં ઉમળકો અને આંખોમાં હેત ઉભરાવતા પાછળ ફર્યા, જોયું તો છોકરી તો એટલું બોલી ફરી પાછી પોતાના કામમાં મગન થઈ ગઈ હતી. તેઓ કરૂણા મયી ચાર ડગલાં આગળ વધી સહેજ નીચે નમી ઉચ્ચાર્યું ; " અરે વાહ દિકરી ! તને ખબર છે, કે હું રોજ સાંજે આ જ ટ્રેનમાં જાઉં છું ? " સુથારની દિકરી રંધો ખેંચતા ખેંચતા એમ જ અટકી પડી, જાણે પોતે થોડી લાચાર થઇ હતી ! પણ સાહેબ નું મર્માળુ સ્મિત જોઇ તે ક્ષણવારમાં સ્વસ્થ થતાં બોલી ; " હા ! સાહેબ તમે દરરોજ સવારે સાડા નવ વાગે પેલી મેમુટ્રેનમાં આવો છો, અને રોજ સાંજે સાડા સાત વાગ્યા વાળી ટ્રેનમાં પાછાં જાઓ છો."
.....ક્રમશ:....