વાવનો અનુભવ
અંજના અને આકાશ બંને પોતાના બંગલામાં સોફા પર બેઠા હતા. અને વાતો કરી રહ્યા હતા.
અંજના - આકાશ આજે સન્ડે છે તો તમે ફ્રી જ છો ને કે કઈ કામ છે?
આકાશ - ના ફ્રી જ છું બોલને શુ થયું?
અંજના - ના થયું કઈ નથી બસ મારે...
આકાશ - બોલને શુ થયું? શુ કહેવું છે તારે?
અંજના - મારો વિચાર છે કે આજે સન્ડે છે તો ક્યાંક ફરવા જઈએ. હમણાં આપણે બંને ઓફિસમાં બીઝી હતા એટલે ફરવા નથી ગયા સો આઈ થિન્ક કે આજે ફરવા જઈએ.
આકાશ - વેરી નાઇસ થિન્ક ડીઅર મારે પણ ફરવા જવાની ખુબ ઈચ્છા હતી. હું તો તને સામેથી પૂછવાનો હતો કે સાંજે ક્યા ફરવા જશુ?
અંજના - હું વિચારું છું કે અડાલજની વાવ જોવા જઈએ. એટલે ફરવાનું પણ થઈ જાય અને એક પ્રકૃતિ ભર્યું સ્થળ જોઈએ.
આકાશ - પાકું સાંજે 4:00 વાગ્યે જશુ. ત્યા સુધીમાં મારું તમામ ઓફિસ વર્ક પુરુ થઈ જશે. ઓકે
અંજના - ઓકે તો હું ઝડપથી ઘરનું કામકાજ પુરુ કરી આપણા બંને માટે જમવાનું બનાવી લઉં છું.
આકાશ - હા
અંજના - ઝડપથી ઘરના કામકાજ પૂર્ણ કરી જમવાનું તૈયાર કરે છે. જમવાનું તૈયાર થતા તે આકાશને જમવા બોલાવે છે.
આકાશ - હા આવુ છું અને આકાશ પણ પોતાનું કામ પુરુ કરી લેપટોપ ચાર્જિંગમાં મૂકી અને જમવા આવે છે. આજે તે બહુ જ ખુશ છે.
અંજના - થૅન્ક્સ આકાશ
આકાશ - કેમ મેં શુ કર્યું યાર?
અંજના - મને ફરવા જવાની ઈચ્છા હતી. અને તમે તે માટે હા પાડી એ માટે.
આકાશ - એમા શુ થયું તું મારું ઘ્યાન રાખે છે. ઘરની સાર- સંભાળ લે છે. અને આટલું કામ કરે છે. તું આરામ પણ કરતી નથી. બધી જોબમાં હોલી ડે આવતા હોય છે. પણ એક લેડી જે પોતાની ચિંતા કર્યા વિના, પોતાના વિશે વિચાર કર્યા વિના ઘરની, ઘરના સભ્યોની અને અન્ય બાબતોની કાળજી લે છે. અને કદી પણ ફરિયાદ કરતી નથી. કોઈ દિવસ એમ કહેતી નથી કે હું થાકી જાવ છું. રાત્રે ભલે તું મોડી સુવે છે. છતાં પણ સવારે વહેલી ઉઠી જાય છે. અને મારો બ્રેકફાસ્ટ અને ટિફિન રેડી કરે છે. સાચું કહું તો ખરેખર મારે તને થૅન્ક્સ કહેવું જોઈએ. આજથી એક નવો રુલ કરીએ કે સન્ડે તારા માટે સ્પેશ્યલ હશે. અને હું સન્ડેના દિવસે તું જેમ કહીશ તેમજ થશે. પાકું. ચાલ હવે સામે શુ જુએ છે. જલ્દી જમવાનું પુરુ કર એટલે ફરવા જઈએ. ચાલ ચાલ હજી તો તૈયાર થવામાં પણ વાર લાગશે. વધારે તો તું જ વાર લગાડીશ તૈયાર થવામાં.
પછી અંજના ઝડપથી ઘરનું કામકાજ પુરુ કરે છે. અને તે અને આકાશ તૈયાર થઈ જાય છે.
આકાશ - સોં બ્યુટીફૂલ અને અંજના સામે જોઈને આકાશ આષ્ચર્યમાં પડી જાય છે.
અંજના - આકાશ, આકાશ... એમ બે ત્રણ વખત બોલે છે. પણ આકાશ તો અંજનાના સૌંદર્યના પ્રકાશથી અંજાય ગયો છે. અંજના ચપટી વગાડે છે. અને બોલે છે કે ચાલો હવે જવામાં મોડું થાય છે.
પછી બંને ગાડીમાં બેસીને જાય છે. બંને રસ્તામાં વાતો કરતા કરતા ફરવા જાય છે. પણ આજે તેમના નસીબના પાનામાં ઈશ્વર કંઈક જુદું જ લખવાં ઈચ્છે છે.
આ બાજુ અંજના અને આકાશ વાતો કરતા કરતા અડાલજની વાવ પહોંચી જાય છે. બંને ગાડીમાંથી ઉતરે છે.
અંજના - ઉતરે છે ત્યારે તેના ડ્રેસનો એક છેડો ગાડીના દરવાજામાં ફસાય જાય છે. અને તે પાડવાની હોય છે. ત્યારે જ આકાશ તેને પકડી લે છે.
આકાશ - ધ્યાન રાખ હમણાં તું પડી જવાની હતી.
અંજના - તમે તો મને ન પડવા દીધીને. તમે સાથે છો પછી મારે ડર ન જ હોયને.
આકાશ - અંજુ આજે મને થોડું ગભરામણ જેવું લાગે છે.
અંજના - એવુ તો મને પણ થાય છે મનમાં કહે છે. એટલે શુ થાય છે તમને.
આકાશ - કોણ જાણે પણ કાં તો કંઈક ન થવા જેવું થયું છે. અને કાં તો થશે.
અંજના - એવુ શુ કામ બોલો છો? એવુ કઈ જ નહિ થાય. ચાલો ભગવાન પર વિશ્વાસ રાખો.
પછી આકાશ અને અંજના અડાલજની વાવ જોવા જાય છે. ત્યારે પણ અંજનાનો પગ પગથિયાં પર અચકાય જાય છે. અને આકાશ તેને સાંભળે છે.
આકાશ - હે ભગવાન ઘ્યાન રાખજે.
અંજના - મને ભલે જે થવું હોય તે થઈ જાય પણ ભગવાન પ્લીઝ આકાશને કઈ થવું ન જોઈએ.
અને પછી બંને બહાર આવે છે. અને હોટેલમાં નાસ્તો કરવા જાય છે.
આકાશ - અંજનાનો હાથ પકડે છે અને કહે છે અંજના.
અંજના - હા બોલો
આકાશ - પાકુંને આપણી સાથે કઈ ખોટું થશે નહિ ને બધું ઠીક j થશેને મને બહુ ટેન્શન થાય છે.
અંજના - બધું ઠીક થશે. પ્લીઝ ચિંતા ન કરશો.
પછી નાસ્તો કરીને બંને રસ્તા પર થોડી વાર ફરવા નીકળે છે. ત્યારે પણ આ બંનેને અમુક ખરાબ આભાસો થતા હોય છે. અને જાણે કે કુદરત આ બંનેના પ્રેમના તોરણથી શણગારેલા મહેલને તોડવા માંગે છે. તેવી રીતે....
આકાશ - અંજના હવે મને લાગે છે કે હવે આપણે રિટર્ન થઈ જવું જોઈએ.
અંજના - હા હવે આમ પણ સાંજ થવા આવી છે. ચાલો.
બંને પાછા પોતાની ગાડી તરફ જતા હોય છે. અચાનક એક ટ્રક આવે છે. જે આકાશ જોઈ જાય છે. અને તેનાથી રાડ પડી જાય છે અંજના.....
અંજના - હ એટલું બોલે છે.. ત્યા તો ટ્રક તેની નજીક આવી પહોંચે છે આકાશ તેને જોરથી ધક્કો મારે છે. અને અંજના રોડની પેલી તરફ જઈ પડી જાય છે.
અને આકાશને પેલો ટ્રક દુર સુધી ઢસડી અને પછાડીને ચાલ્યો જાય છે. લોકોની ભીડ જમા થઈ જાય છે. અને એમ્બ્યુલન્સમાં અંજના અને આકાશને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. અંજના થોડી સારવાર બાદ ભાનમાં આવે છે. તેની આંખો ખુલે છે. અને આંખો ખોલતા જ તે જુએ છે તો તેની સામે તેના સાસુ અને તેના મમ્મી ટેબલ પર બેઠા હોય છે. અને અંજના થોડા ધીમા અવાજે કહે છે. મમ્મી આકાશ ક્યા છે. તે ઠીક છે ને
અંજનાના મમ્મી અને સાસુ કઈ જ બોલતા નથી.
અંજના - તમે કેમ કઈ બોલતા નથી?
સાધના બહેન ( અંજનાના મમ્મી ) - હા હા આકાશ ઠીક છે.
રમા બહેન ( અંજનાના સાસુ ) - હા હા અમે સાંભળ્યું નહતું તે ઠીક છે. તું આરામ કર બેટા.
અંજના - બેડ પરથી ઉભી થઈ જાય છે. ના મને તેમની પાસે લઈ જાવ અને તે કઈ સાંભળ્યા વગર બહાર નીકળી જાય છે. ડોક્ટરને પૂછે છે કે આકાશ ઠીક છે ને ડોક્ટર પણ ડોક્ટર કઈ જવાબ આપતા નથી. તે નર્સને પૂછે છે કે મારાં હસબેંડ આકાશ ઠીક છે પણ તે કઈ જવાબ આપતી નથી તે માત્ર એટલું કહે છે કે તમારા હસબેંડ આઈ. સી. યુ. માં છે.
ત્યાબાદ તે આઈ. સી. યુ. વોર્ડની બહાર ઉભી જાય છે. અને થોડીવારમાં ડોક્ટર બહાર આવે છે. અને કહે છે કે મિસ્ટર આકાશ આહુજાના રિલેટિવ કોણ છે?
અંજના - ડોક્ટર હું એમની વાઈફ છું. શુ થયું છે મને કહો?
ડોક્ટર - તેમની પાસે હવે ગણતરીના ક્ષણો જ બાકી રહ્યા છે. તેમને જઈને મળીલો. અંજના ખુબ જ ડરી જાય છે. અને તેના હ્રદય પર ધ્રાસ્કો પડે છે. અને તે પોતાની સાસુ અને મમ્મીને બોલાવે છે. અને કહે છે આપણા આકાશ પાસે હવે થોડો સમય બાકી છે. ડૉક્ટર એવુ કહે છે. બધા રડતા રડતા આઈ. સી. યુ. વોર્ડમાં જાય છે.
આકાશ સૂતો છે. તે કહે છે અંજુ તું ઠીક છે ને
અંજના - તેના ગળે વળગી પડે છે.
સાધનબહેન અને રમાબહેન આકાશ પાસે આવે છે અને આકાશ કહે છે તમે બંને અંજુનું ધ્યાન રાખજો. સાંભળજો. અને ખુદને પણ સાંભળજો.
અંજુ મેં તને કહ્યું હતું ને કે હું તને કઈ થવા દઈશ નહિ. હું જાવ છું. જો જરાય રડતી નહિ. અને જો મારાં કારણે તને તકલીફ પહોંચી હોય તો મને માફ કરી દેજે. ચાલ અંજુ હું જાવ છું આવતા જન્મમાં ફરી નવા રૂપ અને નવા નામ સાથે ફરી મળીશું. બાય બાય અને આકાશનો હાથ અંજનાના હાથમાંથી ધ્રુજારી સાથે છૂટી જાય છે.
સાધનાબહેન ડૉક્ટરને બોલાવે છે. અને ડૉક્ટર આવે છે. અને આકાશનો હાથ પકડી ટેથોસ્કોપ વડે આકાશની તપાસ કરે છે અને કહે છે 'આઈ એમ સોરી હી ઇઝ નો મોર'....
આ સાંભળી સૌના પગ નીચેની જમીન ખસવા લાગે છે. અને અંજના તો કકળાટ કરી મૂકે છે. તેનું રુદન અને પીડા એવા હતા કે ભલભલાના હ્રદય કંપી જાય સૌ આ કાળી કાળલીલા જુએ છે.
સૌ ભીની અને ભાવુક લાગણી સાથે આકાશના અગ્નિ સંસ્કારની વિધિ પૂર્ણ કરે છે. પણ અંજનાનો ઈશ્વર પ્રત્યેનો રોષ વ્યક્ત થાય છે. મેં ફરવા જવાનુ કહ્યું ન હોત તો આવુ કઈ ન થાત. પણ મારી ભૂલથી આજે એક મા એ પોતાનો દીકરો ખોઈ નાખ્યો. એક મા એ પોતાની દીકરીના 'કાળચક્ર રૂપી કૂવાના છીછરા પાણીમાં ડૂબેલા' સંસારનું દ્રશ્ય જોવું પડ્યું. આ બરાબર નથી. ભગવાન તે આ ખોટું કર્યું છે. મારો 'વાવનો અનુભવ' તે બગાડી દીધો. હું તને માફી નહિ આપીશ. તેની અંદરથી એક ધગતા અંગારા ઉભા થાય છે. અને તેનામાં સમાય જાય છે. અને તૂટતાં હૃદય સાથે બંનેની પ્રેમકથા અંત પામે છે.
લેખન - જય પંડ્યા