Blooming buds - 12 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | ખીલતી કળીઓ - 12

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ખીલતી કળીઓ - 12

ખીલતી કળીઓ - ૧૨


અનય અને નમાયાનાં લગ્નની તૈયારીઓ ચાલુ થઈ જાય છે.

આખાં કોલેજમાં અનય અને નમાયાનાં લગ્નની જ ચર્ચા ચાલતી હોય છે. બધાનાં મનમાં એક જ સવાલ હોય છે કે અનય અને નમાયા આટલી જલ્દી કેમ લગ્ન કરતાં હશે? બધા અનયનાં દોસ્તોને પૂછતાં હોય છે પણ તેઓ કોઈને સાચું કારણ નથી જણાવતાં..!

અનય અને નમાયાં તેમનાં સંગીત માટે નાનકડો ડાન્સ તૈયાર કરે છે. અનય અલગથી પણ તેનો ડાન્સ રાખે છે. કરન, નમિત, મનન, કેયા અને જીયાએ પણ તેમનો અલગ ડાન્સ અને ગ્રૂપ ડાન્સ તૈયાર કર્યો હોય છે.

અઠવાડિયા બાદ લગ્નની વિધીઓ શરૂ થઈ જાય છે. બધી વિધી પાર્ટી-પ્લોટમાં હોય છે.

સૌથી પહેલા મહેંદી ફંક્શન હોય છે. મહેંદી માટે સ્પેશિયલ ડોકેરેશન કરવાંમાં આવ્યું હોય છે. નમાયાને બેસવા માટે સ્પેશિયલ કમ્ફર્ટબલ કાઉચ મૂકવાનાં આવ્યું હોય છે. શહેરની જાણીતી મહેંદી આર્ટીસ્ટને બોલાવામાં આવી હોય છે. ડોક્ટરનાં કહેવા પ્રમાણે નમાયાની હથેળીમાં જ ફક્ત મહેંદી મૂકવામાં આવે છે એ પણ ઘરે પીસેલી મહેંદી.... અનિતાબેન, જીયા, કેયા પણ મહેંદી મૂકાવે છે. બીજા નજીકનાં સગાં મહેંદી ફંક્શનમાં હાજર હોય છે. અનય પણ તેના હાથમાં નમાયાનું નામ લખાવે છે.

મહેંદી પત્યા બાદ સાંજે પીઠી (હલ્દી) રાખી હોય છે. પીઠી માટે અલગથી સજાવટ કરી હોય છે. પીળા કલરનાં પડદાંઓથી મંડપ જેવું બાંધ્યુ હોય છે સાથે પીળા ફૂલોથી સેર બનાવી તેને સજાવ્યું હોય છે. અનય અને નમાયાનાં બેસવાં માટે વચ્ચે રજવાડી પાટલાં મૂક્યાં હોય છે. પાછળની સાઈડ બેકગ્રાઉન્ડમાં આખો પીળા કલરનાં ફૂલોથી પડદો બનાવ્યો હોય છે જેમાં લાલ ગુલાબથી એ અને એન લખ્યું હોય છે.

અનય નમાયાનો હાથ પકડી તેને તે મંડપમાં લઈ આવે છે. અનયે વ્હાઈટ કલરનો કૂર્તો અને પાયજામો પહેર્યો હોય છે. નમાયાએ પીળા કલરનું સ્લીવલેસ ક્રોપ ટોપ અને ગેરવાળો રફલ ચણીયો પહોર્યો હોય છે. આછો મેકઅપ કર્યો હોય છે, હેરને હાફ પીનઅપ કર્યુ હોય છે અને એમાં જીણાં વ્હાઈટ અને યલો ફ્લાવર લગાવ્યાં હોય છે. આઉટફીટનાં મેચીંગનાં તાજાં ફૂલોનો ગળામાં હાર, બુટ્ટી, ટીક્કો, હાથમાં બ્રેસલેટ જેવું નમાયાએ પહેર્યુ હોય છે. નમાયા ખૂબ જ સુંદર લાગી રહી હોય છે. અનિતાબેન સૌથી પહેલા નમાયાની નજર ઉતારે છેઅને અનયની પણ.. ત્યારબાદ બંનેને પાટલાં પર બેસવાં કહે છે.

નૈનેશભાઈ તેની દિકરીને જોઈ ખુશ થાય છે અને થોડા ઢીલા પણ પડી જાય છે. અનિષભાઈ નૈનેશભાઈ સાથે જ રહેતા.. તેઓ નૈનેશભાઈને કહે છે, તમે ચિંતા નહીં કરતાં... નમાયા મારી દિકરી જ છે... મારી આ દિકરીની હું છેલ્લે સુધી સાચવીશ..! નૈનેશભાઈ તેમના આંસુ લૂછી ખુશીમાં સામેલ થઈ જાય છે.

સૌથી પહેલા અનિતાબેન અને અનિષભાઈ ગણપતિજીની પૂજા કરી અનય અને નમાયાને પીઠી લગાવે છે, ત્યારબાદ નૈનેશભાઈ નમાયા અને અનયને પીઠી લગાવે છે. બધા અનય અને નમાયાને પીઠી લગાવે છે. છેલ્લે નમિત, કરન અને મનન અનયને આખો પીઠી વાળો કરી દે છે. અનય પણ તેમને ખૂબ પીઠી લગાવે છે. બધા ખૂબ જ મસ્તી કરે છે.

કેયા અને જીયા નમાયાને ન્હાવા માટે લઈ જાય છે. અનય પણ નાહ્વા જાય છે. સાંજે બધા જમીને છૂટા પડે છે.

બીજા દિવસે સાંજે સંગીત અને નાની પાર્ટી જેવું હોય છે. સવારે અનય નમાયાને ફોન કરી સાંજ સુધી આરામ કરવાં કહે છે. અનય સાથે વાત કરી ફોન મૂકે છે અને નૈનેશભાઈ નમાયાને મળવાં તેની રૂમમાં આવે છે. નૈનેશભાઈ નમાયા સાથે બેસે છે અને પૂછે છે, બેટા તું ખુશ તો છેને?

નમાયા- ખુશ તો બહુ જ છું પપ્પા... પણ ભગવાન આ ખુશી બહુ દિવસ નથી રાખવાનાં.... જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી જ ને..! જ્યારે મને ખબર પડી કે મને બ્લ્ડ કેન્સર છે ત્યારે હું બધાથી દૂર રહેતી... મારી લાઈફમાં તમારા સિવાય કોઈ જ નહોતું... હવે આટલાં બધા લોકો મળ્યાં ત્યારે હુ જતી રહીશ..!

નૈનેશભાઈ- આવું શું કરવા બોલે છે બેટા?

નમાયા- પપ્પા તમે જ શીખવ્યું છે કે સત્યથી દૂરના ભાગવું જોઈએ... અને હવે તમે જ આવું કહો છો... મને ખબર છે મારી પાસે હવે ત્રણ મહિના જ છે...!

નૈનેશભાઈ- તને કેમની ખબર પડી?

નમાયા- પહેલા જે ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ ચાલતી હતીને તેમની પાસે હું ગઈ હતી.. જૂના રિપોર્ટ્સ લેવા.. ત્યારે અનયના પપ્પા તે ડોક્ટર સાથે ફોન પર મારા કેસ વિશે જ ચર્ચા કરતાં હતા તો.... ત્યારે જ મેં સાંભળ્યું હતું....!

નૈનેશભાઈ નમાયાને ગળે લગાવી ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડે છે. નમાયા પણ પહેલી વખત દિલ ખોલીને તેના પપ્પા આગળ રડી પડે છે.

થોડીવાર બાદ બંને શાંત થાય છે. નૈનેશભાઈ કહે છે, આજે તારી મમ્મી હોત તો બહુ જ ખુશ હોત.. તેની છોકરીને આમ લગ્ન કરતાં જોઈ...

નૈનેશભાઈ નમાયાને ગળે લગાવી તેને આરામ કરવાંનું કહી નીચે જાઈ છે.

નૈનેશભાઈનાં ગયા બાદ નમાયા તેના કબાટમાંથી બે આલ્બમ કાઢે છે. એક તેના મમ્મી- પપ્પાનાં મેરેજનો હોય છે અને બીજો તેના બાળપણનો... તે જોઈ તે તેની જૂની યાદોમાં ખોવાય જાય છે.

બપોરે કેયા અને જીયા બંને નમાયાનાં ઘરે આવે છે તેને તૈયાર કરવાં પાર્લરમાં લઈ જાય છે. નૈનેશભાઈ પણ ઘર લોક કરી પાર્ટી-પ્લોટ પર જાય છે.

બધા સંગીત માટે તૈયાર થઈ જાય છે. સૌથી પહેલા મોટી એલ.ઈ.ડી સ્ક્રીન પર અનય અને નમાયાએ કરાવેલ પ્રી-વેડીંગ નો વિડીયો ચલાવવામાં આવે છે. જેમાં મેરે સોન્હયા સોન્હયા વે સોંગ પર વિડીયો લેવામાં આવ્યો છે. વિડીયોમાં અનય અને નમાયાની કેમેસ્ટ્રી ખૂબ જ સરસ લાગતી હોય છે.

પહેલું જ પરર્ફોમન્સ નમાયા અને અનયનું હોય છે. બે-ત્રણ સોંગ્સને મિક્ષ કરી તેમનું પરર્ફોમન્સ બનાવ્યું હોય છે.

અનય લાઈટ સી ગ્રીન કલરની શેરવાનીમાં હેન્ડસમ લાગતો હોય છે અને નમાયા પણ લાઈટ સી ગ્રીન કલરની ચણિયાચોળીમાં ખૂબ જ સુંદર લાગતી હોય છે.

સોંગ ચાલુ થાય છે. અનય તેનો હાથ આગળ કરી નમાયાને સ્ટેજ પર બોલાવે છે.


હોશ મેં રહૂ ક્યુ આજ મેં..

તુ મેરી બાહો મેં સીમટી હૈં

મૂજ મેં સમાઈ હૈ યુ...

જીસ તરહ તુ કોઈ હો નદી..

તું મેરે સીનેમેં છૂપતી હૈ..

સાગર તુમ્હારા મેં હુ....

અનય તેના ઘૂંટણ પર બેસી તેનો હાથ આગળ કરી નમાયા સામે ધરે છે અને નમાયા પણ તેનો હાથ અનયનાં હાથમાં આપી દે છે.

શાયદ કભી ના કેહ શકુ મેં તુમકો..

કહે બીના સમજ લો તુમ શાયદ...

જો તુમ ના હો રહેગેં હમ નહીં...

જો તુમ ના હો રહેંગે હમ નહીં..

ના ચાહીયે કુછ તુમસે જ્યાદા

તુમસે કમ નહીં...

જો તુમ ના હો હમ ભી હમ નહીં..

જો તુમ ના હો હમ ભી હમ નહીં...

ના ચાહીયે કુછ તુમસે જ્યાદા

તુમસે કમ નહીં....


હવે નમાયા અનયને હગ કરીને ઊભી રહી જાય છે અને તરત સોંગ વાગે છે અને સાથે ઊપરથી ગુલાબની પાંખડીઓનો અનય અને નમાયા પર વરસાદ થાય છે.


સીને સે તેરે સર કો લગાકે

સૂનતી મેં રહૂ નામ અપના

સીને સે તેરે સર કો લગાકે

સુનતી મેં રહૂ નામ અપના..

ઓ લીખદી તેરે ના જીંદની જાનીયે..

બસ રહેના તેરે નાલ વે ઝૂરીયે

રહેના તું પલ પલ દિલ કે પાસ

જુડી રહે તૂજસે હર એક સાંસ..

સીને સે તેરે સર કો લગાકે..

સૂનતા મેં રહૂ નામ અપના...

હો નામ અપના...


સોંગ અને ડાન્સ પતતા જ બધા જ તાળીઓથી અને ચિચયારીઓ કરી બંનેને વધાવી લે છે.

ત્યારબાદ નમિત, કરન, મનન, જીયા અને કેયા વારાફરતી ડાન્સ કરે છે.

એના પછી બધા ગ્રૂપ ડાન્સ કરે છે. જીયા અને કેયા પણ બંને સાથે પરર્ફોમન્સ આપે છે.

છેલ્લે અનય સ્ટેજ પર આવે છે તે નમાયા માટે અનાઉસમેન્ટ કરે છે. નમાયા માટે નાનકડી સ્પીચ આપે છે અને તેનો ડાન્સ ચાલુ કરે છે.

ધીરે ધીરે સે તેરા હુઆ..

હોલે હોલે સે તેરા હુઆ..

રફ્તા રફ્તા તેરા હુઆ..

તેરે બિન મેં હુ બે-નિસા...

સમજો જરાં સમજો ઈશારા..

તેરા હુ મેં સારા કા સારા..

જૈસે મુજે તુમસે હુઆ હૈ..

યે પ્યારનાં હોગા દોબારા...


તુમ આ ગયે બાઝુઓ મેં મેરે..

સો સવેરે લિયે..

સો સવેરે લિયે...

હા બાદલો સે ઉતારા ગયા...

તુમકો મેરે લિયે..

સિર્ફ મેરે લિયે...

જબ તક મેરી ઉંગલીયા

તેરે બાલે સેં કુછ કહેના લે..

જબ તક તેરી લહેર મેં..

ખ્વાહીશે મેરી બેહ ના લે..

હા મેરે પાસ તુમ રહો..

જાને કી બાત ના કરો...

મેરે સાથ તુમ રહો

જાને કી બાત ના કરો....


ડાન્સ પતે છે અને નમાયા ઊભી થઈ જોરથી જોરથી તાળી પાડે છે અને નીચેથી જ અનયને ફ્લાઈંગ કીસ આપે છે.

સંગીત પત્યા બાદ નમાયાના પપ્પા નમાયા માટે નાનકડી સ્પીચ આપે છે જે સાંભળી બધાનાં આંખમાં આંસુ આવી જાય છે.

અનય નમાયાનો હાથ પકડીને તેની પાસે જ બેસી રહે છે. અનિતાબેન અને અનિષભાઈ પણ સ્પીચ આપે છે. છેલ્લે નમાયા સ્પીચ આપે છે. નમાયા બધાનો આભાર માને છે. તેના ફ્રેન્ડસ, પપ્પા, અનયનાં મોમ-ડેડ અને ખાસ અનયને થેન્ક યુ કહે છે.

કેયા માઈક લઈને બધાને પાર્ટી માટે કપડાં ચેન્જ કરીને અંદર હોલમાં આવવા કહે છે.

બધા કપડાં ચેન્જ કરી હોલમાં ભેગા થાય છે.

સૌથી પહેલા કેયા તેના બધા ફ્રેન્ડસ વતી અનય અને નમાયા માટે નાનકડી સ્પીચ આપે છે અને બધા તાળીઓથી વધાવી લે છે.

ત્યારબાદ અનયનાં ફ્રેન્ડસે એક નાનકડી ગેમ રાખી હોય છે. જે બધા જ રમી શકે એવી હોય છે. બે ટીમ નક્કી કરે છે, લડકેવાલે અને લડકી વાલે...! છોકરીવાળા એક હીરોની કે હીરોઈનની એક્શન કરશે.. સામે વાળી ટીમએ તે હીરો કે હીરોઈનનું નામ કહેવાનું અને કયું મૂવી છે તે પણ જણાવવાનું.. અને જો ખોટું પડે કે ઓળખી ન શકે તો તે ટીમ માંથી કોઈએ સોંગ ગાવાનું...!

ગેમ શરૂ થાય છે.. બધા ખૂબ જ મસ્તી અને ધમાલ કરે છે. ગેમ પત્યા બાદ બધા જમીને છૂટા પડે છે.


આવતો ભાગ આ નવલકથાનો છેલ્લો ભાગ હશે.. જેમાં અનય અને નમાયાનાં મેરેજ થશે.

વાંચતા રહો આગળનો ભાગ- ૧૩