ડેનિમ તેમની આલીશાન ચેમ્બર માં પ્રવેશ કરે છે પરંતુ ડેનિમ ની ઉદાસીનતા થી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેઓ હજુ પણ પ્રેસિડેન્ટની ઈર્દગિર્દ ફરવા વાળા તેમના પર્સનલ સેક્રેટરી બની ને જ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. કારણ કે તેમાં જ તેમને દેશની વધુ સુરક્ષા દેખાઈ રહી છે. પરંતુ મિસ્ટર christ ની ઓલ્ડ એન્ડ વેલનોન હેબીટ ને કારણે ડેનિમ જાણતા હતા કે તેમને વાત કરવી વ્યર્થ છે.
બપોરના બાર વગી ગયા છેઅને હજુ પણ ડેનિમે તેમના ટેબલ પર ના પેપર માંથી માથું બહાર નથી કાઢયુ .અને થોડીવાર પછી ડેનિમ એન્ડ કંપની નો એક ઓફિસર આવી ને ડેેનિમ ને ઇન્ફોર્મ કરે છે કે ફેમિલી કોકપિટમાં મીલીના અને પ્રેસિડેન્ટ બંને અડધો કલાક માટેે એકલા બેઠા હતા.
આ સાંભળીનેે ડેેેેનિમ ના પગ નીચેથી ધરતી સરકી જાય છે અને તેઓ હિંમત કરીને બોલવા જાય છે ઈટ્સ્ ઓલ ઓવર. પરંતુ બીજીી જ સેકન્ડે ડેનિમ પાછા સાવધાન થઈ જાય છે.અને પેલા ઓફિસરને બેસવાનું કહેે છ અનેે કહે છે મને આખી વાત વિગતવાર કરી સંભળાવ.
પેલા ઓફિસરે નો'તી તો ગૌતમ ની લાઈવ સ્પીચ સાંભળી કે નહોતું તો તેણે લાઈવ ટીવી જોયું .તેમ છતાં પણ આખી આઈટનરરી કહી સંભળાવી. અને ડેનિમ તેનાથી ઈમ્પ્રેસ પણ થયા.
પેલા ઓફિસરે થોડાક ભાવથી ડેનિમ ને પ્રશ્ન કર્યો વૉટ નાવ સર!
ડેનિમ એક જ શબ્દ માં બોલ્યા થેંક્યુ વેરી મચ. અને એ ઓફિસર ઉભો થઈને ચેમ્બરની બહાર નીકળી ગયો.એ ઓફિસર ના બહાર ગયા પછી ડેનિમે નિશ્ચય કરી લીધો કે હવે મારે મીના સાથે થોડીક સખતી થી પેશ આવવું જ પડશે. જે અંગે મીલીના પણ પહેલેથી જ તૈયારી કરીને બેઠી હતી.
મીલીના જાણતી હતી કે મિસ્ટર જેકસન ને જ્યારે એ વાતની જાણ થશે ત્યારેેેે તેઓ મારી સામેેેેેે સખતિ થી પેશ આવવાના જ.અને એટલે જ મીલીનાએ પ્રેસિડેન્ટ પાવર ને સિલ્ટર બનાવીને ડેનિમ થી બચવાની તૈયારી કરી જ લીધી હતી.
ડેનિમ નું તેજ દિમાગ એ વાતને પણ ભલીભાતી જાણતું હતું કે વ્હાઈટ હાઉસના કેટલાક નબીરાઓ પણ આમાં સામેલ હશે જ. પરંતુ જ્યારે જ્યારે ડેનિમ વ્હાઇટ હાઉસમાં દૂર દૂર સુધી નજર નાખતા હતા ત્યારે ત્યારે તેમને બધા જ ચહેરો એક સરખા જ લાગતા હતા. એટલે કે રૂટીન કેઝ્યુલ કોલ્ડ એન્ડ ઝિરો એક્સપ્રેશન વાળા. એટલે કોણ દોષિત છે અને કોણ નિર્દોષ છે તે નક્કી કરવું ડેનિમ માટે પણ કઠિન થઈ પડતું હતું. એટલે જ ડેનિમ દરેક વખતે મીલીના ઉપર જ નિશાન સાધતા હતા.
ડેનિમે તેમનો ફોન ઉઠાવ્યો અને મીલીનાને કહ્યું , મિસ લેવેન્સકિ તમે થોડીવાર માટે મારી ચેમ્બર માં આવશો?
મીલીનાએ ફોન મૂકતાં મૂકતાં જ કહ્યું just કમિંગ સર.
મીલીના ઉતાવળા પગે તેની ઓફિસની બહાર નીકળી અને ડેનિમ બાજુ ચાલવા લાગી. મીલીનાએ ડેનિમ ની ચેમ્બરનો door open કરીને પૂછ્યું મેં આઈ કમિન સર.
ડેનિમે પ્યોર ઈન્ટેલીજન્સલી કહ્યું યા come in પ્લીઝ. અને હા નો ઈશારો કરીને તેને બેસવાનું કહ્યું.
પોતાની કેબીન થી ડેનિમ ના ચેમ્બર સુધી મીલીના એ મહદ અંશ અંદાજો લગાવી દીધો હતો કે મી ડેનિમે મને શેના માટે બોલાવી હશે? અને આ અંદાજ નો આત્મવિશ્વાસ પણ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ડેનિમે કહ્યું miss levinsky તમે જાપાનીઝ એમ્બેસેડરીગ ટૂર પર ગયા હતા. રાઈટ? અને તે પણ એરફોર્સ વનમાં.
મીલીના એ હકાર કરતાં થોડુંક સ્માઈલ આપ્યું, અને ડેનિમે તેમની વાત આગળ વધારી.
ડેનિમે કહ્યું ,miss levinsky મારી વાતને સાંભળ્યા પછી મારા અધિકારો ના દાયરા ને માપવાની કોશિશ ના કરતા. બલકે તેના પર ધ્યાન આપશો તો જ તમારા માટે તે બેટર રહેશે.