Major Nagpal - 6 in Gujarati Detective stories by Mittal Shah books and stories PDF | મેજર નાગપાલ - 6

Featured Books
Categories
Share

મેજર નાગપાલ - 6



"ખબર નથી પડતી રાણા કે એવી તો શું વાત છે કે ટીના કોઈપણ પ્રકારના જવાબ નથી આપતી. અને ટોમી પણ ટીના વિશે કંઈ જણાવવા તૈયાર નથી. પછી કેસ સોલ્વ કરવો કેવી રીતે?"મેજર બોલ્યા."ખેર જવા દે, ટોમી જે કહ્યું છે તે જણાવ."

"હા, મેજર." રાણા એ કહીને વાત ચાલુ કરી.
" માઈકલ નામનો એક બિઝનેસમેન હતો. તેને 'ક્રેઝી ફોર' નામની ટોયઝ બનાવતી કંપની હતી. તેને ત્રણ દિકરીઓ હતી. કેથરીન સૌથી મોટી અને સોફિયા ને કિલોપેટ્રિયા બંને ટિવન્સ હતી.

કેથરીન સુંદર જરાય નહોતી જયારે સોફિયા અને કિલોપેટ્રિયા ખૂબ સુંદર હતી. નાક નકશે કદમ એકદમ સેઈમ લાગતી હતી. નાજુક, નમણી ને હાથ લાગે તો પણ મેલી થઈ જાય એટલી રૂપસુંદરી હતી.

કેથરીન ના મનમાં એ બંને માટે ભારોભાર ઈર્ષા હતી. કેથરીન ના મેરેજ અનાથ જહોન સાથે થયા ને જહોન ને માઈકલે ઘરજમાઈ બનાવી ને રાખી લીધો. જહોને સસરા ની કંપની સાંભળી લીધી.

સોફિયા ને વિલિયમ જોડે કોલેજમાં પ્રેમ થઈ જતાં ભાગીને મેરેજ કરી લીધા. સોફિયા ને વિલિયમ નો એક દીકરો એ આ ટોમી. શરૂઆત માં બધું બરાબર ચાલતું હતું પણ માઈકલે કેથરીન ને બાળકો ના હોવાથી ટોમીને વારસદાર બનાવ્યો. માઈકલ ના મર્યા પછી વિલિયમ ના મનમાં આ સંપત્તિ પર અધિકાર કે ભાગ જોઈતો હતો. જહોન તો સીધો સાદો માણસ હોવાથી તે આપી દેવા તૈયાર હતો પણ કેથરીન તૈયાર નહોતી.

વળી, કેથરીન ના મનમાં સોફિયા પ્રત્યે જે ભારોભાર ઈર્ષાનાં લીધે સોફિયા પાસેથી વિલિયમ ને છીનવી લેવા માંગતી હતી. ઈર્ષા ને લાલચ ના લીધે એક એક કરીને સોફિયા ને જહોન ની હત્યા થઈ ગઈ.

સમાજ માં દેખાડો કરવા માટે મને દત્તક લઈ ફેકટરી ને ઘરમાં મજૂર બનાવી રાખ્યો. અંદરખાને કેથરીન ને વિલિયમ લીવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા."

રાણા ની વાત પૂરી થતાં મેજરે પૂછયું કે "તો કેથરીનની હત્યા કેવી રીતે થઈ?"

"એ તો ટોમી નથી બોલ્યો પણ એણે કહ્યું કે કેથરીનમાં ઘણા અવગુણ હતાં. તે લોભી, લાલચુ પણ ખૂબ હતી. જહોન ના ગયા પછી ડ્રગ્સની સપ્લાય, કોલગર્લ ની સપ્લાય ફેકટરીમાં થી થતી હતી.

સ્ત્રીઓની તસ્કરી માટે વિલિયમ પણ સંડોવાયેલા હતો. તે દિલ્હીમાં રહી ને કામ આપવાને બહાને ગરીબ ને અનાથ છોકરીઓ ને ફસાવીને ગોવા મોકલતો. અહીં તેમને ડ્રગ્સ સપ્લાય કેસમાં કે ચોરી ના કેસમાં આરોપી સાબિત કરી દેતાં. બચાવવા ના નામે તે છોકરીઓ ને કોલગર્લ બનાવાતા અથવા સાઉદી અરેબિયા માં અમીરો ને સપ્લાય કરતાં. આ બધાં માટે ની એક મોટી ચેનલ છે." ઈ.રાણા બોલી રહ્યા.

"શાહજી ને કિલોપેટ્રિયા વિશે કંઈપણ કહ્યું?" મેજરે પૂછ્યું.

"ના, યાર આ વિશે પૂછતાં જ તેણે ચૂપી સાધી લીધી. મારી રીતે તપાસ પણ કરી. મને હજી સુધી કંઈ જાણવા નથી મળ્યું." રાણા બોલ્યાં.

મેજર નિરાશ થઈને બોલ્યા કે, "રાણા કિલોપેટ્રિયા ને શાહજી વિશે તપાસ કરવી પડશે. મોહનને શાહજી ના ધંધાઓ વિશેની માહિતી છે. પણ તે ટીનાને, ટોમીના સાથે કેવી રીતે કન્કટેડ કેવી રીતે છે? તે ખબર નથી પડતી. પણ શાહજી ને ગમે તે ભોગે આ ટીના જોઈતી હતી એટલું તો નક્કી છે."

ગુડ નાઈટ વિશ કરી મેજર ને રાણા છૂટા પડ્યા.
* * *

રાણા ઘરે જવા નીકળ્યા. પણ રસ્તામાં પોલીસ સ્ટેશન આવતા મનમાં થયું કે, 'લાવ એકવાર જોઈને નીકળું કે બધું બરાબર છે કે નહીં?' એવો વિચાર આવતા ઈ.રાણાએ સ્કૂટર પોલીસ સ્ટેશન તરફ વાળ્યું.

પોલીસ સ્ટેશનમાં જોયું તો બે ગુન્ડાઓ એ બે કોન્સ્ટેબલ ને ખુરશીમાં બંધાયેલા હતા.બંને ઘવાયેલા પણ હતા. તેઓ ટોમી ને જેલમાંથી બહાર કાઢી રહ્યા હતા. આ જોઈ ઈ.રાણા એ પિસ્તોલ કાઢીને બંનેને ડરાવીને પકડી લીધા. લોકઅપમાં પૂરી ને કોન્સ્ટેબલ ને છોડયા.

રાણા એ પછી પૂછયું કે "રાજન કયાં ગયો?"

એક કોન્સ્ટેબલ બોલ્યો કે "રાજન સરની પત્ની ને લેબર પેઈન ચાલુ થઈ જતાં તેમનો ફોન આવ્યો. તેમનો ફોન આવતાં જ તમને ફોન રાજન સરે ટ્રાય કર્યો પણ તમારો ફોન નોટ અવેલેબલ આવતો હતો. આખરે રાજન સરે કહ્યું કે હું તેને હોસ્પિટલ પહોચાડી ને પાછો આવું છું. ત્યાં સુધી તમે રાણા સરનો ફોન કરી આ સિચ્યુએશન જણાવવાનો પ્રયત્ન કરજો."

બીજો કોન્સ્ટેબલ બોલ્યો કે "અમને એમ કે એટલી વાર માં અમે સંભાળી લઈશું. ખાસ કંઈ કામ નહોતું તો અમે પણ રિલેક્સ મૂડમાં ને મૂડમાં જ અમારી આંખ લાગી ગઈ. ખબર નહીં કયાંથી આ બંને જણા આવ્યા ને અમને મારવા લાગ્યા. અમે પ્રતિકાર કર્યો પણ એ બંનેએ બીજા બે માણસો બોલાવ્યા ને અમને પકડીને બાન્ધી દીધા.પછી ની તો તમને ખબર છે."

રાણા એ વાત સાંભળીને પહેલાં તો ધમકાવી દીધાં, "આ પોલીસથાણામાં ઉઘવાની હિંમત કેવી રીતે થઈ? ખબરદાર જો હવે ફરીથી થશે તો તમને બંનેને મેમો આપી દઈશ. જાઓ પેલા બંને જણની પૂછતાછ બરાબર કરો. કોને મોકલ્યા ને કેમ ટોમીને છોડવવા માંગતા હતાં તે પૂછો."

ઈ.રાણા એ પછી રાજન ને ફોન લગાવ્યો તો રાજને ઉપાડીને બોલ્યો કે "સોરી સર, હું તમને ફોન કર્યો તો પણ ફોન લાગ્યો નહોતો ને વાઈફ એકલી હોવાથી તેને મારે હોસ્પિટલ પહોંચાડવી પણ જરૂરી હતું. એટલે હું હોસ્પિટલ આવ્યો છું. હમણાં જ ફરજ પર હાજર થઈ જવું છું."

રાણા બોલ્યા કે "રિલેક્સ રાજન, ભાભીજી ને કેવું છે?"

રાજન બોલ્યો કે "સર, સારું છે. બેબી નો જન્મ હમણાં જ થયો. મારી મમ્મી પણ આવી ગયા છે."

ઈ.રાણા એ ખુશી થી બોલી ઉઠયાં કે "ક્રોન્ગ્રેચ્યુલેશન રાજન. હું તો દિકરી ના જન્મ પર પેન્ડા ખાઈશ. અને હા, પોલીસથાણા માં ના આવતો. હું આવી ગયો છું. તું કાલે ફરજ પર આવી જજે. સો ડોન્ટ વરી. એન્જોય વીથ યોર ડૉટર."

"થેન્ક યુ સર," રાજન બોલી ને ફોન મૂકયો. એ જેવો પાછળ વળ્યો ત્યાં જ એક માણસ સાથે ભટકતા રહી ગયો.

એને પૂછયું કે "એસ.પી.રાજન શર્મા તમે છો?"

રાજને હા પાડતાં. તે માણસ બોલ્યો કે "દિકરી નો જન્મ મુબારક સર. તમારી દિકરી લક્ષ્મી નો અવતાર છે. તમારા માટે એક સારી ઓફર છે."

રાજન સર ને ધ્યાનથી સવાર સાંભળતા જોઈ તે બોલ્યો કે, "જો તમે અમારું એક કામ કરી આપશો તો એના માટે અમે તમને સારી એવી રકમ આપીશું."

રાજને પૂછયું કે "કયું કામ કરવાનું છે?"

"બસ ખાલી ટોમીના કોટડી ના દરવાજા ખોલીને ભગાડી દેવાનો છે. એ પણ ના કરવું હોય તો કોટડી ના દરવાજા ની ચાવી અમને આપી દો. એના બદલામાં દસ લાખ રૂપિયા તમારા." તે બોલ્યો.

"આ કામ ના કરું તો," રાજન બોલ્યો.

"તો પછી શાહજી નો કોપ તમારા પર ઉતરશે સમજયા. તે બોલ્યો. વળી આ કામ કરી ને દિકરી ના ફ્યુચર માટે પૈસા સેવ કરી લો."તે થોડા જુસ્સા માં બોલી પડયો.

"હું મારી દિકરી ને ફ્યુચર માં કોઈ ગદાર ની દિકરી કહે એવું જ ઈચ્છતો નથી સમજયો. નાઉ ગેટ લોસ્ટ." રાજન ગુસ્સામાં બોલી ઉઠયો.

"તો પછી શાહજી ના કોપ સહન કરવા તૈયાર રહેજો. જો અમારી વાત માનશો તો ફાયદો થશે તમને. માટે જ કહું છું કે વિચાર કરી ને જવાબ આપજો, સર હું કાલ સુધી ફોનની રાહ જોઈશ એસ.પી.રાજન શર્મા." તે બોલ્યો ને ફોન નંબર ને એક કાગળમાં લખીને રાજન ના ખીસામાં મૂકીને ચાલતો થયો.

એસ.પી. રાજન શર્મા શાહજી ની વાત માની ને ટોમીને છોડી દેશે?
પોલીસે પકડેલા બંને ગુન્ડાઓ પાસેથી માહિતી મેળવી શકશે?
શાહજી ને કિલોપેટ્રિયા ની માહિતી મળશે કે નહીં?

જાણવા માટે ફોલો કરતાં રહો.

કોમેન્ટ અવશ્ય કરજો.