આગળના ભાગમાં જોયું કે મયંક અવની પર જરાય વિશ્વાસ નથી કરતો અને અવની સાથેના તમામ બંધન તોડી નાખે છે અને કહે છે કે તું મારી માટે મારી ગઈ છો.... આ બધું સાંભળ્યા પછી અવની એના મમ્મી પપ્પાની રજા લઈ બહુ દૂર એક શહેરમાં આવી જાય છે....
હવે આગળ......
મયંકએ અવની સાથે બ્રેકઅપ તો કરી લીધું હતું ગુસ્સામાં આવીને પણ અવની વગર એ જરાય રહી શકતો નથી.... , પણ એને એવો વિશ્વાસ હતો કે અવની મારી પાસે જરૂર પાછી આવશે... એટલે મયંક સામેથી અવનીને કોલ કે મેસેજ નથી કરતો ..
આ બાજુ અવની પોતાના ભણતર માટે હોસ્ટેલમાં આવી જાય છે... ત્યાં મોબાઈલ રાખવા પર પણ સખત મનાઈ હતી..... અવની સ્ટડીમાં ધ્યાન આપવા તો લાગી હતી પણ ક્યાંક ને ક્યાંક મયંકની યાદો એને અંદરથી જ કોરી ખાય છે... એ છ મહિના માં એક એવો દિવસ નહિ ગયો હોય જ્યાં અવની મયંક સાથે વીતાવેલી પળો ને યાદ કરી રોઈ ના હોય... આ દરેકની અસર અવની પર થઈ રહી હતી.... જે હતું એકલતા...
અવની ને એકલતાથી પ્રેમ થઈ ગયો હતો...ક્લાસ પુરા કરીને જ્યારે હોસ્ટેલ આવતી ત્યારે બસ એક બાલ્કની પકડી બેસી રહેતી.... અને કલાકો સુધી બસ વિચારોમાં જ ખોવાયેલી રહેતી.....
અવની હોસ્ટેલમાં ગઈ એ વાતની જાણ મયંકને થઈ જાય છે, અને પોતાની વાત અને ગુસ્સા પર બહુ પસ્તાવો થાય છે,,. બહુ કોલ અને મેસેજ કર્યા અવનીને પણ કોણ જવાબ આપે...જે અવનીને એણે છોડી હતી એ સમય સાથે એકદમ મજબૂત થઈ ગઈ હતી... ના રોવાનું કોઈ માટે કે ના તડપ માનો તો એક લાશ જોઈ લ્યો એક જીવતી લાશ....
સમય જતાં અવની એકદમ ફીલિંગલેસ થઈ ગઈ હતી કલાસના ઘણા બોયસ એને બોલાવવા માંગતા પણ એ તો એની જ ધૂન માં મસ્ત હતી... એની એકલતામાં...
મયંક અવનીના ગામમાં બહુ આંટા મારતો કે અવની સાથે એક વાર વાત થઈ જાય... પણ છેલ્લા ત્રણ વર્ષથી ના તો એક બીજાને જોયા કે ના કોઈએ એક બીજાનો અવાજ પણ સાંભળ્યો...
અવનીની બેચરલ સ્ટડી પુરી થઈ ગઈ હતી.... એટલે પીનાબહેન હવે સગાઈ માટે ઉતાવળ કરવા લાગ્યા.....અને એ જ સમય એ અવની માટે એક સારું માંગુ આવે છે..., મમ્મી પપ્પાને ગમતું હતું એટલે અવની હા કહી દે છે કાઈ જાણ્યા સમજ્યા વગર.....
અવની એક માત્ર સંતાન હતું એટલે બહુ ધામધૂમથી અવનીની સગાઈ થાય છે યુવરાજ સાથે...
નામ પ્રમાણે એનો લુક પણ એવો જ હતો.... જે કોઈ જોવે બસ ગમી જાય.... યુવરાજ પણ એક જ સંતાન હતો એના માતા પિતાનો...
સગાઈ બપોરે પુરી થઈ બધા જમી કરી મહેમાન ઘરે જતા રહે છે.... એ રાતે અવની પોતાનું જૂનું સિમ ઓન કરે છે.... અને પહેલો જ મેસેજ મયંકનો આવે છે.... અને અવનીને સગાઈ માટે અભિનંદન પાઠવે છે. અને જવાબમાં અવની થેન્ક્સ બસ એટલું જ કહે છે.....
ત્યાંજ પાછો મયંક અવનીને મેસેજ કરે છે કે જો હું તો મારી નવી ગર્લફ્રેન્ડ પાસે છુ.. જે તે મને કોઈ દિવસ કરવા ના આપ્યું એ જ હું આની સાથે કરી રહ્યો છું... બિચારી પાણી લેવા ગઈ છે મારી માટે....
અવની મયંકના મેસેજનો કાંઈ જ જવાબ નથી આપતી અને મયંક બસ રોવાનું શરૂ કરી દે છે... બહુ વર્ષો પછી અવની આ રીતે રડી રહી હતી જેને કાઈ ફીલિંગ જ રહી ન હતી... અને સાથે બહુ ગુસ્સો આવતો હતો કે મેં આવા માણસને પ્રેમ કર્યો??? આવા માણસ માટે મારા મા-બાપનો વિશ્વાસ તોડ્યો?આ વ્યકિતના લીધે મેં મારી જિંદગી જીવવાની છોડી???
આ માણસના લીધે હું એકલતાને પ્રેમ કરતી રહી અને બધા સાગા સબંધી અને માતા પિતાથી દૂર રહેતી થઈ ગઈ????
અવની ગુસ્સા સાથે રડી રહી હતી ત્યાંજ સામે મુકેલી મયંકની આપેલી વસ્તુ પર નજર જાય છે.. અને દરેક વસ્તુને લઈ અવની છત પર જાય છે..અને જોરથી નીચે નાખી દે છે...બધી તોડી નાખે છે.... અને તરત પોતાના રૂમમાં આવી ડ્રોવરમાં સંતાડી રાખેલા મયંકના લેટર શોધે છે અને સળગાવી મૂકે છે....
એ કાગળ સાથે અવનીનો પ્રેમ સળગી રહ્યો હતો અને લાવાની જગ્યાએ માત્ર નફતર જન્મ લઈ રહી હતી....
અવની અને યુવરાજ એક નવા સંબંધમાં હતા પણ અવની માત્ર નામ ખાતર યુવરાજ સાથે હતી ક્યારે એને યુવરાજથી પ્રેમ ના થયો... સગાઇના છ મહિના પછી અવની અને યુવરાજના લગ્ન થઈ જાય છે... અવની યુવરાજને પ્રેમ તો ન્હોતી કરતી પણ એકદમ વફાદાર હતી એ સંબંધને લઈ અને દરેક જવાબદારી સાથે ઘરનું નાનું મોટું બધું કામ કરતી.....
માત્ર લગ્નના ચાર દિવસ બાદ જ અવનીને ખબર પડે છે કે યુવરાજ બીજી ત્રણ યુવતી સાથે સંબંધમાં છે એ તો માત્ર આ ઘરનું કામ કરવા માટે અને એની વાસના જ સંતોષવા માટે હતી..... જ્યારે આ વાત નો વિરોધ અવની કરે છે ત્યારે ઘરના દરેક સભ્ય પોતાનો સાચો ચહેરો બતાવી દે છે... અને શરૂ થાય છે અવની પર અત્યાચાર.... મેન્ટલી, ફિઝિકલી હેરાનગતિ થવા લાગી...અને યુવરાજ તો અવનીને ક્યારેક મારતો તો ક્યારેક એની સાથે બળજબરી પૂર્વક શારીરિક શૉષણ કરતો.... પણ અવની ક્યારે એનો સામનો ના કરી શકતી...
અવની પાસે રહેલો મોબાઇલ પણ યુવરાજ લઈ લે છે જેથી એના મમ્મી પપ્પાને વાત ન કરી શકે જ્યારે પણ અવનીના મમ્મી પપ્પાનો કોલ યુવરાજના ફોન પર આવે ત્યારે અવની વાત કરે પણ યુવરાજ સામે હોવાથી કાઈ બોલી નથી શકતી.....
( હવે આગળ શું થશે અવનીની લાઈફમાં.....? )
* ક્રમશ....