ભાગ - 8
પ્રિયા તો,
જીદ સાથે મોલના આઈસ્ક્રીમ પાર્લર પાસે બેસી ગઈ છે.
આજે ગમેે તે થાય,
મોલ રાત્રે બંધ થાય, ત્યાં સુધી મારે અહી બેસવું પડે તો પણ હું બેસીશ.
પરંતુ
આજે રાજને મળ્યા પહેલા, કે જોયા વગર હું અહીંથી નહીં જાઉં.
એમાનેએમા રાતના અગીયાર વાગવા આવે છે, મોલની બધી દુકાનો એક પછી એક બંધ થઈ રહી છે.
આઈસ્ક્રીમ પાર્લર પર પણ, ભીડ ઓછી થઈ ગઈ છે.
બધા કપલ પોતાના બાળકોને મિકીમાઉસ બતાવી ઘરે જઈ રહ્યા છે.
પ્રિયાની ફ્રેન્ડ્સ અંદરો અંદર કંઈક ગુસપુસ કરી રહી છે.
બધી ફ્રેન્ડ્સ વિચારી રહી છે કે, આ વાત પ્રિયાને કહેવી કે નહીં ?
રાજ પ્રિયાનો જિદ્દી સ્વભાવ જાણતો હોવાથી, ના-છુટકે રાજ પ્રિયાની સામેજ મિકીમાઉસનો ગેટપ ઉતારે છે.
હા મિત્રો, પ્રિયાને કે તેની ફ્રેન્ડ્સને આખા મોલમાં શોધવા છતાં રાજ મળ્યો નહીં, તેનુ એજ કારણ હતુ કે, રાજ મિકીમાઉસના ગેટઅપમાં હતો.
રાજનો ગેટપ ઉતરતાજ, પ્રિયાની એક ફ્રેન્ડ, જે હમણાં સુધી મૂંઝવણમાં હતી, ને બાકીની ફ્રેન્ડ્સ સાથે ચર્ચા કરી રહી હતી કે એક વાત
જે મોબાઈલમાં રાજનો ફોટો જોઈને પ્રિયાને કહેવા માંગતી હતી, તે રાજનો ગેટઅપ ઉતરતાજ પ્રિયાને કહે છે કે, પ્રિયા આ તો રોજ સવારે અમારે ત્યાં, ન્યૂઝ પેપર નાખવા આવે છે.
પ્રિયાને એક ઝટકો તો રાજે તેની સામે ગેટઅપ ઉતાર્યો હતો ત્યારેજ લાગ્યો હતો,
અને
બીજો ઝટકો અત્યારે તેની ફ્રેન્ડે આપ્યો કે, આતો રોજ સવારે અમારે ત્યાં, પેપર નાખવા આવે છે.
પ્રિયા કંઈ બોલે એ પહેલા
અત્યારે પૂરેપૂરો ધુન્ધવાયેલ રાજ, આક્રોશ સાથે પ્રિયાને બોલવાનું ને ન બોલવાનું ચાલુ કરી દે છે.
અને રાજને અત્યારે ગુસ્સો કેમ ન આવે ?
અત્યારે રાજનું ગુસ્સે થઈ, પ્રિયાને ન બોલવાનું બોલવું એકદમ વ્યાજબી હતુ.
એક તો તે પહેલેથી પ્રિયાને, એનાં ઘમંડી સ્વભાવને કારણે દુરી બનાવતો આવ્યો છે.
અને અત્યારના રાજના ગુસ્સાનું બીજુ મોટુ કારણ એ હતુ કે, રાજ પોતે કોલેજ કરતો નથી, પરંતુ એ કોલેજ ને બહાને સવારે પેપર નાખવાનું કામ કરે છે ને સાંજે એક્ષટ્રાં કલાસને બહાને મોલમાં મિકીમાઉસ બની બાળકોનું મનોરંજન કરે છે.
હા, પણ આ રીતે રાજ તો તેના ઘરમાં આર્થીક મદદ કરવાજ માંગતો હોય છે.
પરંતુ આજે રાજનું સિક્રેટ ખુલી ગયુ હતું.
અને એ પણ, પ્રિયા સામે, રાજ સારી રીતે જાણે છે કે, પ્રિયા એનાં સ્વભાવ પ્રમાણે, આ વાત, તેના અને મારા ઘરે કહી દેશે તો ?
એટલે આજે રાજ હંમેશ માટે પ્રિયા રાજનું નામજ ન લે, કે તે રાજને હંમેશ માટે ભૂલી જાય, માટે રાજ ઊંચા અવાજે પ્રિયાને કહે છે કે,
મેડમ, તમારી અને અમારી વચ્ચે ઘણું અંતર છે.
તમે એ ઊંચાઈએ છો, કે એ ઊંચાઈથી તમે નીચે નહીં ઉતરી શકો, અને કદાચ ઉતરશો તો પણ, આ નીચે વાળા માણસ તમને સેટ નહીં થાય. અને હું તમારા લેવલ સુધી આવુ શકું તેમ નથી.
મેડમ તમે જેમ રોજ ભગવાનને પ્રાથના કરો છો ને,
કે તમારી જાહોજલાલી ટકી રહે, એમ અમે પણ પ્રાથના કરીએ છીએ કે, અમે અમારી ગરીબીમાં ટકી શકીએ.
અમારે 10 રૂપિયાની ચા પીવા 10 વાર વિચાર કરવો પડે છે મેડમ, અને તમે 50 કે 100 રૂપિયાની કોફી એમજ શોખ માટે પી નાંખો છો.
અને
એમાંય અડધી કોફી તો તમે લોકો ગ્લાસમાં એંઠી છોડી દો છો.
પાછું એ કોફી પીવા 100 કે 200 રૂપિયાનું ગાડીમાં પેટ્રોલ બાળતા પણ તમારાં પેટનું પાણી હલતું નથી.
અમે એજ 100 કે 200 કમાવા રોજ સવારે કોલેજને બહાને પેપર નાખવા, ને સાંજે એક્ષટ્રા કલાસને બહાને આ બાળકોનું મનોરંજન કરીએ છીએ.
એટલે મારી આ પહેલી અને છેલ્લી વાત કાન ખોલી સાંભળી લો સમજી લો, કે તમારો ને મારો મેળ કોઈ કાળે શકય નથી.
મારી આ વાત પ્રેમથી સમજો તો પ્રેમથી, અને ગુસ્સાથી સમજવી હોય તો ગુસ્સાથી, કે પછી આને મારી વિનંતી સમજવી હોય તો વિનંતી ને ચેતવણી સમજવી હોય તો ચેતવણી.
બાકી આજ પછી મારે તમારુ કે તમારે મારુ મોઢું જોવું પડે એવી કોશિશ કે પ્રયાસ નહીં કરતા.
તમે પૈસા વાળા છો તમને મારાથી પણ સારુ પાત્ર મળી રહેશે.
ભગવાન તમને ખુશ રાખે.
આટલુ કહી રાજ ત્યાંથી નીકળી જાય છે.
આગળ વધું ભાગ - 9 માં