કેટલી મજા આવતી હોય છે ને જ્યારે કોઈ આપનો સાથી બની જાય! એવું જ વિશી સાથે થયું હતું! હંમેશા એના લેપટોપ માં જ ખોવાયેલ રહેતા વીશી સાથે એક દિવસ કંઇક એવું થયું જેણે એની આખી લાઈફને બદલી જ નાંખી!
એક દિવસ રોજની જ જેમ વીશી રાત્રે એના લેપટોપ માં ચેટ કરી રહ્યો હતો. દોસ્તોના મેસેજ પર મેસેજ આવી રહ્યા હતા. ત્યારે જ એની નજર એક અજાણ્યા એકાઉન્ટ થી આવેલ મેસેજ પર ગઈ! એની પ્રોફાઈલ પર બસ એક લેપટોપ નો ફોટો હતો.
"હાઈ!" અજાણ્યા એકાઉન્ટ થી એણે મેસેજ આવ્યો!
"હેલ્લો!" વિશીએ પણ રિપ્લાય આપ્યો.
"નામ?!" સામેથી એ અજાણ્યા એકાઉન્ટ થી મેસેજ આવ્યો તો વીશી એ એનું નામ કહી એનું નામ પૂછ્યું.
"સીમા..." સામેથી એણે મેસેજ કર્યો.
એ પછી તો બંને રોજ વાતો કરવા લાગ્યા! રોજ રાત્રે બંને ખુબ વાતો કરતા. કોઈને કોઈના સાથની જરૂર તો હોય છે જ પણ જ્યારે એ સાથી મળી જાય ત્યારે બીજી કોઈ વસ્તુની જરૂર જ નહિ રહેતી!
એક એવી જ રાતે વીશી એ સીમાને મેસેજ માં કહ્યું - "મને કોઈ સાથે પ્યાર થઈ ગયો છે!"
"ઓહ પ્યાર તો કરવાનો જ નહિ યાર, ધોખો જ મળે છે!" સીમા એ પણ મેસેજ માં એણે કહ્યું.
"અરે યાર, બધા કઈ એક જેવા થોડી હોય! કોઈ તો એટલા પણ પાગલ હોય છે ને કે કોઈને બસ જોયા વિના જ પ્યાર કરવા લાગે છે!" વીશી એ એણે મેસેજ કર્યો.
"અરે, આ દુનિયા બહુ જ ખરાબ છે!" સીમાએ મેસેજ કર્યો.
"એક કામ છે તારું, સૂરજને ઓળખે છે ને તું?!" સીમા એ વીશી ની સાથે કોલેજ કરતા સૂરજ વિશે પૂછ્યું તો વીશી ને તો એક સેકન્ડ માટે એવું જ લાગ્યું જાણે કે એ સીમા એ એની જ કોલેજની પેલી સીમા જ ના હોય! પણ એ સીમાએ તો સ્યુસાઇડ કરી હતી ને! એ તો ના જ હોય શકે.
"હા... સૂરજ ને?! શું કઈ કામ છે?!" વીશી એ પૂછ્યું તો એણે એક વીડિયો સીમા એ મોકલ્યો. જેમાં સૂરજ એણે કહેતો હોય છે કે જો તુંયે વીશી ને પ્યાર કર્યો છે તો એ એણે રેપ કરીને મારી દેશે! અને સૂરજ કેટલો હરામી છે એ તો આખુંય કોલેજ જાણે છે!
"મતલબ સીમાએ સ્યુસાઈડ નહિ કરી?!" વીશી એ સીમાને મેસેજ કર્યો! એના આ સવાલનો જવાબ સીમાએ મોકલેલ બીજા વીડિયોમાં હતો!
બીજા વીડિયોમાં સૂરજ બહુ જ નિર્દયતા થી સીમા ના ગળાને દબાવી રહ્યો હોય છે અને સાથે કહી ઓન રહ્યો હોય છે - "ના કહેલું ને મેં તને તો કેમ તે વીશી ને લવ કર્યો?! તું બસ મારી જ છું! મારી જ નહિતર કોઈની પણ નહીં!" વીડિયોમાં એ પછી એણે પંખા પર પણ એણે જ એની ઓઢણી નો ગળાફાંસો કરી લગાવી દીધી!
🔵🔵🔵🔵🔵
"આપની સાથે કોલેજ કરતો હતો એ સૂરજ એ સૂરજ આજે જ એક કાર એક્સીડન્ટ માં મરી ગયો!" કોલેજના જ બીજા કોઈ ફ્રેન્ડ એ વીશી ને કોલ પર આ સમાચાર આપ્યા તો ખરેખર તો આટલું ખરાબ કરનાર સાથે બરાબર જ થયું એમ એણે વિચાર્યું!
રાત્રે રોજના સમયે જ વીશી ઓનલાઇન થયો. એણે સામે જ લેપટોપની સ્ક્રીન પર સીમાના મેસેજ જોયા.
"વીશી, હું સીમા છું! આ વસ્તુઓ તારા માટે જાણવી બહુ જ જરૂરી હતી. કેમ કે આઇ લવ યુ!" એના છેલ્લાં આ બે મેસેજ આવ્યા અને અચાનક જ વીશી ના આશ્ચર્ય વચ્ચે જ એનું એકાઉન્ટ આપોઆપ જ ધીમે ધીમે ગાયબ થઈ ગયું!
વીશી એ એના એ એકાઉન્ટ ને બહુ જ શોધ્યું પણ ના તો એણે એ એકાઉન્ટ મળ્યું, ના એમના મેસેજ કે ના એમની ચેટ! એક ભયાનક ડર સાથે વીશી ને હવે વધુ જ સમજાય ગયું હતું!