Asamanjas... - 1 in Gujarati Love Stories by Rohiniba Raahi books and stories PDF | અસમંજસ... - 1

Featured Books
Categories
Share

અસમંજસ... - 1

આ જગતના લોકો મિથ્યા, આ જગતમાં સંબંધો મિથ્યા,
દેખાડાનો ભાવ રાખી પ્રેમ જતાવે એ મિથ્યા સૌના નેહ છે...

રાહી જગતને ક્યાં તું બતાવે છે સાચી પ્રીતની પરિભાષા,
નામનાની આડમાં ઘણાં સંબંધોમાં પણ જ્યાં કુનેહ છે.

●●●●●

કુંજનપુર. નામ જેટલું સુંદર એથી વધારે ગામની સુંદરતા. એકવાર નજર પડે તો નજર જરાય ન હટે. ખેતરોની લીલીછમ્મ હરિયાળી, ખળખળ વહેતી નદીની ધારા, દુ...ર...છેટે આચ્છા ને રળિયામણા દેખાતા ડુંગરાઓ, કાને પડતા શ્રી રાધાક્રિષ્નાના મંદિરના ઘંટનો મનોહર રણકાર જે આખો દિવસ પવનના આચ્છા આચ્છા લહેરકાથી અથડાઈને સંભળાયા કરતો, ગામવાસીઓની અવરજવર, નાના બાળકોની રમતમાં કોઈ નિર્દોષ એવી મસ્તી. એક એક દ્રશ્ય આંખોને બસ ટગર ટગર જોવા જાણે ખેંચ્યા કરે.

" કનક...કનક...." - નિર્મલાબેન ખૂબ ઉતાવળમાં હોય એમ કનકને બૂમ પડતા હતા.

" કનકના બાપુ! તમે કનકને ક્યાંય જોઈ છે?" - સવાર સવારમાં છાપું વાંચતા જગદીશભાઈને નિર્મલાબેન આવીને પૂછવા લાગ્યા.

" ના તો " - ટૂંકમાં જવાબ આપી જગદીશભાઈ ફરી છાપામાં પરોવાયા.

" પણ આજે સવારે સવારે કનક ક્યાં ગઈ હશે? " વિચાર કરતા કરતા નિર્મલાબેન પોતે પણ ચાનાસ્તો કરવા રસોડામાં ગયા.

" મમ્મી...ચા લાવ. આજે તો જલ્દી જવું છે." - ઉતાવળે નાહીને બુટ પહેરતા પહેરતા નરેન બોલે છે. " ફ્રેંડસ રાહ જોતા છે. ક્યારના કોલ પર કોલ કરે છે જોને."

" લે. અને તને ખબર છે કે કનક ક્યાં ગઈ.?" - નિર્મલાબેન નરેનને પૂછે છે.

" ના હું ઉઠ્યો ત્યારની એ ઘરે જ નથી. મેં જોઈ જ નથી." - ચાના ઘૂંટડા ભરતો નરેન વચ્ચે વચ્ચે થોભીને જવાબ આપ્યો.

" સારું. આજે રજા છે ને."

" હા."

" તો ક્યાં જાય છે ભાઈ?"

" મમ્મી.... કીધું હતું ને કે જવાનું છે. મિત્રો જોડે ફિલ્મ જોવા."

" સારું. ક્યારે પાછો આવીશ.?


" હજી તો થિયેટરમાં નથી પહોંચ્યા. ત્યાં જઈશું થોડા ફોટો પાડશું, સેલ્ફી લેશું, પછી અંદર એન્ટર થશું. અને ત્રણ કલાકની ફિલ્મમાં વચ્ચે પંદર મિનિટ ઈન્ટરવેલ આવશે."

" એટલે તું સાંજે જ આવીશ એમ ને."

" હા. કેમ શું કઈ કામ હતું."

" ના. આ તો આજે રજા હતી તો થયું કે કનક અને તારી સાથે અહીં નજીકના મીરાપુર ગામમાં આવેલા કાન્હાના મંદિર જઈ આવું."

" સારું ચાલ હું લઈ જાવ ત્યાં. તૈયાર થઈ જા."

" અને કનક?"

" એ આવી જશે."

બન્ને માઁદીકરો તૈયાર થયા અને નીકળતા હતા કે પાછળથી અવાજ આવ્યો..

" ક્યાં ચાલી માઁદીકરાની સવારી.?" મસ્તી ને ગેલ સાથે જગદીશભાઈ બોલે છે.

" પપ્પા... તમે પણ ચાલો. આ બાજુના મીરાપુર ગામના કૃષ્ણ મંદિર લઈ જાવ છું મમ્મીને."

" લે. ચાલ આવું. હું તો તૈયાર જ છું."

કુંજનપુરની પાદર વટાવીને હજી બે ડગ પણ નહીં ભર્યા હોય અને નિર્મલાબેન, જગદીશભાઈ ને નરેનને કાને કોઈ મધુર સ્વર સંભળાય છે.


" ઓ રે..કાન્હા.... નૈનન કો નાહી ચેન, નૈનન કો નાહી..ચેન,
ભોર તકત હૈ રાહ તિહારી, ભોર તકત હૈ રાહ તિહારી,
જાગે ના સોવે રેન...નૈનન કો નાહી ચેન...."

સુંદર ભજનના સુર કોણ રેલાવે છે એ જાણવાની ઘેલછામાં નિર્મલાબેન રાધાકૃષ્ણના મંદિર તરફ આગળ વધે છે. અને ધૂંનના સ્વરથી એ મન્ત્રમુગ્ધ થઈ જાય છે.

" કનક" સ્વરની દિશામાં કનકને જોતા નિર્મલાબેન હર્ષભરી આંખે કનકનું નામ લઈ એક નજર જોયા કરે છે.

ક્રમશઃ.....

આગળ જોઈશું કનકના જીવનનો સફર ને એક સામાન્ય કથા. જેમાં ઘણા ઉતાર ચડાવ આવશે.

નોંધ :- દર્શાવેલ પાત્ર, સ્થાન અને ઘટના કાલ્પનિક છે.

🙏જય શ્રી કૃષ્ણ...🌹 રાધે રાધે....🙏