આ એક એવી વાર્તા છે જેના જીવન નો કોઈ પ્રકાર નથી...
તો ચાલુ કરીયે આ વાર્તા ..
કાન્તિદાદા કેમ છો
બસ સારું હો તમને કેમ છે સારું ને..
હા એકદમ ,
( કોઈ આવે છે સમાચાર લઈ ને )
દાદા તમારા નાના ભાઈ ની વહુ ની તબિયત ખરાબ છે તમને જલ્દી બોલાવે છે..
હા ભાઈ ,હા ...જાવ જ છું...
પ્રકાશ તારી બા ક્યાં છે ..
જી બાપુજી ..
બા તો કાકી જોડે છે ..
તું જલ્દી જા ને std ( પેલા મોબાઇલ નતા ત્યારે બધા std માં કોલ કરવા જતાં) થી તારા કાકા ને કોલ કરી ને બોલાવી લે...
હા બાપુજી હમણા જ જાવ છુ..
પ્રકાશ ફોન કરવા માટે જાય છે..
ટ્રીન ટ્રીન ટ્રીન ... હેલો કાકા હું પ્રકાશ બોલુ..
પ્રકાશ બોલ કાકા મારા કાકી ની તબિયત નથી સારી તો તમે અહીં આવી જાવ..
હા આજે રાત ની બસ માં જ નીકળી જાવ છું..
પ્રકાશ ઘરે આવે છે ..
બાપુજી ..હા બોલ સુ કીધું કાકા એ
કાકા કાલે આવે જ છે , આજ રાત ની બસ માં બેસી જશે તો કાલે આવી જસે..
ત્યાં જ કોઈ અવાજ આવ્યો..
બાપુજી ..સુ થૈયું પ્રકાશ ની બા ..
ત્યાં જ કોઈ બાળકી ના રોવાનો અવાજ આવ્યો..
બધા ખુશ હતા..
ખૂબ ખૂબ અભિનંદન તમારે ત્યાં લક્ષ્મીજી નો અવતાર થયો છે..
દીકરી આવી છે ..દીકરી..
સુ દીકરી...
બધાં ની આંખ માં આસું હતા ..પણ એ આસું દુઃખ ના નહીં ખુશી ના હતા..
3 દીકરા ને ઉપર એક દીકરી ..
ભગવાને કદાચ એમની સાંભળી લીધી ..
પ્રકાશ ના બાપુજી આપણે ત્યાં દીકરી આવી ..
ત્યાં જ બાપુજી જલ્દી ફરી ફૉન કરવા જાય છે..
ટ્રીન ટ્રીન... મનુ
હા બોલો મોટા ભાઈ બધું સારું તો છે ને..
હા મનું ..બધું જ સારું છે..
એક ખુશ ખબરી છે ..
ખુશ ખબરી સેની પણ..
તારે ત્યાં દિકરી નો જન્મ થયો..
મનું પણ ખૂબ જ ખુશ થયો ને બોવ બધા પેંડા લેવા ગયો ને શેરી માં બધા ને વેચીયા..
એ જ રાતે બસ માં બેસી ગામડે આવી ગયો..
બીજા દિવસે બધા દીકરી નું નામ પડવાનું વિચારી યુ..
કોઈ કે મમતા,મનીષા,ગુડી,ઉર્વશી,ઉર્મિલા,છેલ્લે ગુડી નામ થી બોલાવી...
મનું એ આખા ગામ માં પેંડા વેચીયા ને ફરી એ અમદાવાદ જવા નીકળી ગયો..
5 દિવસ ની ગુડી થઈ ને 6 દીવસે ગુડી ની મમી ભગવાન ને પ્યારી થઈ ગઈ..
એક બાજુ ખુશી પણ ..બીજી બાજુ હતો માતમ..
કોઈ કઈ સમજી પણ ના સકિયું કે આ કોની નજર લાગી ..
આ પરિવાર ને..
મનું ને આ વાત ની જાણ થઈ ..એ જરા પણ હોસ માં નતો ને ગુડી ને મમ્મી ને બધા પરિવાર એ અંતીમ વિદાય આપી..
આ બધું પૂરું થયું..
ત્યાં જ એક સવાલ દરેક ના મન માં કે આ મમી વગર ની 6 દિવસ ની છોડી નું સુ..
કોન સાચવશે..
ત્યાં જ મનું ના મમી ને પાપા હતા એ તરત જ બોલિયાં કે આજ થી ગુડી અમારી દીકરી છે..
ગુડી ની મમી 4 બાળકો ને મૂકી ને સંસાર છોડી ને ભગવાન ના ઘરે ગઈ..પણ (સાચી કસોટી તો હવે ચાલુ થઈ.. )
મનું એ બીજા લગ્ન કરિયા છોકરાઓ માટે પણ કહેવાય છે ને
.
માં તે માં..
બીજા બધા વગડા ના વા..
ગુડી તો અહીં જ હતી એના દાદા દાદી પાસે પન એના બીજા ભાઈ બોવ જ હેરાન હતા એની નવી મમી ..નતી સારી..
ગુડી થોડી મોટી થઈ ,દાદા દાદી હવે ગુડી 5 મહિના ની થઈ ગઇ હવે એને એના મમી પાપા પાસે મૂકી આવિયે..
દાદા ને દાદી અમદાવાદ જાય છે..
મનું કેમ છો બા
કેમ છો બાપુજી..
બસ સારું છે બધું ..
અમે તારી ગુડી ને મુકવા આવીયા છે..
ત્યાં જ અંદર થી અવાજ આવીયો ..
નરેશ ના પાપા સાંભળો છો ..
હા બોલ..
હું આ ગુડી ને નઈ રાખું ..
આમ પણ 3 ને તો સાચવું છું ..એમ બીજી 1 ને ..
ના ભઈ ના ..
એને તો તમે જ સાચવો..
બિચારા દાદા ને દાદી પણ સુ કરે..
થોડા દિવસ રહી ને પાછા ગામડે ગુડી ને લઈ ને આવી ગયા..
ગુડી ને મોટી કરવા માટે અમદાવાદ થી એના પાપા દૂધ નો પાવડર મોકલતા એ જ પી ને મોટી થઈ..
પછી દાદા એ બકરી નું દૂધ ગુડી ને પીવડાવા નું ચાલુ કરી યુ એ પણ માફક આવી ગયું..
દાદા એ મારા માટે બકરી પણ લઈ લીધી..
થોડા સમય માં દાદા ખૂબ જ બીમાર પડી ગયા ને એ પણ ભગવાન ના ઘરે ગયા..
બાપુજુ ની મોટી દીકરી..
દયા ના લગ્ન નકી થયા એ પન સાસરે ગઈ..
આખું ઘર ધીરે ધીરે ખાલી થવા લાગીયું..
પ્રકાશ પણ હોસ્ટેલ માં ..
ખાલી હોવી દાદી..
બાપુજી ,બા,દીદી,ને ભાઈ જ હતા..
થોડા દિવસ પછી ખબર મળી કે મનું એ ગુડી ના પાપા એ એની નવી મમી ને છૂટું આપી દીધું..
એ છોકરા ને ખાવા નતું આપતી બધું કામ કરાવતી..
એક દિવસ
દીદી ચાલ ગુડી તને માથું ઓળી દવ
ગુડી..પણ દીદી મારે તો તમારા જેવું જ માથું ઓળવું છે..
દીદી ..પણ ગુડી એના માટે લાંબા વાળ જોયે ને તારે તો બોય કટ છે..
મને તો કંઈપણ થઈ 2 ચોટલા જ વળવા હતા મેં એ દિવસે દીદી ને બોવ જ હેરાન કરિયા..
બા ને પણ હું બોવ હેરાન કરતી ..
રોજેરોજ દાદા ની દુકાને જાવ 1 રૂપિયો લેવાનો ને ભાગ ખાવાનો..
બપોરે ઉનાળામાં રોજેરોજ વરિયાળી નું સરબત એ પણ બાપુજી બનાવી ને આપે તો જ પીવાનું..
બાપુજી કેરીનો રસ કાઢવા બેસ ત્યારે ગોટલા ચુસવા માટે દીદી જોડે જગડવાનું..
શિયાળામાં બાપુજી ના હાથ નો આખો ગુંદ ખાવાનો ..
ચોમાસામાં બા ના હાથ ની ભાજી ખાવાની..
અને દર 7 દિવસે ખાટા ઢોકળા બા એ મારા માટે તો બનાવા ના જ.
આટલી તોફાની હું..
પણ આ તોફાન વધુ ના ટકીયું મારું..
પાપા ને ખબર હતી કે હું ગામડે રહીશ તો વધુ બગડી જઈશ..
એટલે એ મને ત્યાં બોલવાનું વિચારી જ રહિયા હતા..
એક દિવસ પ્રકાશભાઈ અમદાવાદમાં કઈ કામ હતું તો જતા હતા..
મને કીધું ગુડી ચાલ આવું છે ..તને કાંકરિયા ફરવા લઈ જઈશ..પછી 2 દિવસ માં આપણે પાછા આવી જાસૂ..
મેં કીધું સારું ભાઈ..
હું ને ભાઈ તૈયારીઓ કરતા હતા..
પણ દાદી ની ઈચ્છા નહતી મને મોકલાવની
મેં દાદી ને કીધું સુ દાદી હું તો 2 દિવસ માં પાછી આવી જઈશ..
તમે ચિન્તા ના કરો હું જલ્દી આવીશ ભાઈ સાથે..
ઓક જલ્દી આવજો..
હું ને ભાઈ બસ માં ગયા
સવારે અમદાવાદમાં પહોંચી ગયા..
ભાઈ મને પાપા ને ઘરે લઈ ગયો ને જો ગુડી આ તારું ઘર છે..
મેં કીધુ ના આ નિય આપણું તો ગામડે ઘર છે..
ભાઇ એ કીધું..
ગુડી હું મારે થોડું કામ છે તો બહાર જાવ છું.. તું અહીં રે જે ..
મેં કીધું સારું ભાઈ
ભાઈ રાતે આવે છે ને જમી ને સુય જાયે..
બીજા દિવસે ભાઈ મને કાંકરીયા ફરવા લઈ જાય છે..
એ જ દિવસે રાતે ગામડે જવાની ટિકિટ પન હોય છે..
ભાઈ કાકા અમે આજ રાત ની ટિકિટ છે તો આજે રાતે જાયે છે ઘરે..
કાકા એ કીધું સારું પણ
પણ સુ કાકા ..ગુડી હવે અહીં જ રેસ..
પણ કાકા ગુડી અહીં કેમ રેસે એની એને ખબર પણ નથી ગામડે બધાં એની રાહ જોઈ ને બેઠા છે..
એના વગર કેમ રેસે બધા ને બધા ની જવાદો..
ગુડી કેમ રેસે ..
એને તો દાદી વગર ઉંઘ જ નઈ આવતી..
પણ ગુડી ના પાપા માનિયા જ નહીં
....
પછી પ્રકાશ ફૉન કરવા ગયો ને બાપુજી ને બધું કીધું ..
બાપુજી ફરી ફૉન કરિયો ..
મનુ તું આ સુ કે છે..કે ગુડી ત્યાં રેસે ..
હા મોટા ભાઈ ત્યાં કોઈ સ્કૂલ સારી નથી પણ અહીં આવશે તો કઈ શીખસે..
હા સારું
.
...પણ આ વાત ગુડી ને ખબર હોતી નથી ..
રાત પડી ગુડી તો જાવા રેડી હતી..
ત્યાંજ પ્રકાશભાઈ આયા ગુડી તારે અહી રેવાનું છે..
ગુડી..પણ કેમ
પ્રકાશભાઈ..હું અત્યારે કામ છે તો મારે બહાર જવું પડશે તું ખાલી એક રાત જ છે પછી કાલે હું પાછો આવી જઈશ..
ગુડી ..પણ ભાઈ મને ઉંઘ કેમ આવશે..
રાત્રે મને વાર્તા કોન કેસે..
પ્રકાશભાઈ..આંખ માં આંસુ હતા ..
ગુડી..અરે ભાઈ કેમ સુ થયું કેમ રડો છો..
પ્રકાશભાઈ ..કઈ નઈ એતો આંખ માં કચરો હતો ..
ગુડી ...ના ભાઈ કઈ તો છે..
કોને મને.
પ્રકાશભાઇ..ગુડી કદાચ મને આવતા બોવ બધા દિવસ થયા તો ..તું રડીસ નહિ ને અને જમી લઈસ ને
ઓહ હો આટલી વાત માં રોવાનું..
હું થોડી સાસરે જાવ છું..
મેં તમને કીધું છે ને કે હું સાસરે નહિ જાવ પણ સમાં વાળા છોકરા ને મારા ઘરે સાસરે આવું પડશે..
પ્રકાશભાઈ ..ગુડી હું જાવ છું ..
ને ગુડી ભાઈ જલ્દી આવજો ને મને ખબર છે તમે કાલ તો આવીજ જાસો..
પ્રકાશભાઈ કંઈપણ બોલિયાં વગર બસ માં બેસી જાય છે..
ગામડે ખાલી બાપુજી ને જ ખબર હોય છે કે હવે ગુડી પછી નથી આવની
.
એમના દિલ નો ટુકડો હવે ત્યાં જ રેવાનો છે...
પ્રકાસભાઈ..ગામડે ઘરે પોચીયા..
હાસ સારું થિયું તું આવી ગયો અમને કોઈ ને ગુડી વગર ગમતું જ ન તું
કોઈ જમવાનું પણ જંમતું નથી..
રાતે પણ બધા ચુપચાપ સુઈ જતા..
પ્રકાશ કેમ સુ થઈયુ
ગુડી કયા છે..
અચ્છા સંતાઈ ગઈ છે
બોવ તોફાની છે..
ગુડી એ ગુડી જલ્દી આવ બાપા..
થોડીવાર થઈ કોઈ જવાબ નહિ..
ત્યાંજ પ્રકાશભાઇ રોવા લગિયા..
એ કેમ રોવે છે તું..
બાપુજી પણ સુ થિયું
કઈ તો કો ક્યાં છે મારી ગુડી..
ત્યાંજ બાપુજી બોલિયાં કે એના બાપે એને પછી ના આવવા દીધી..
બા..
કેમ ના આવવા દીધી..
પન એ કેમ એકલી રેસે..
એ બીમાર પડી જશે..
કોઈ તો સમજાવો ..મારી દીકરી ને કોઈ તો પાછી લઈ આવો..
કેમ જીવસુ એના વગર..
કોણ હેરાન કરશે અમને ..
4...5.. દિવસ કોઈ કંઈપણ બોલે જ નહીં ને જમેં પણ નઈ જાણે ઘર માંથી કોઈ હમેશ માટે જતું રહીયું હોય..
અને આ વાત સાંભળી ને દાદી ને બોવ જ આઘાત લાગે છે..ને બીમાર પણ થઇ જાય છે..
થોડા દિવસ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે..
બીજી બાજુ ગુડી..
2 ..3.. દિવસ થઈયા ને પછી ચૂપ ચૂપ રેવા લાગી એનો મોટો ભાઈ કઈ પૂછે તો ખાલી રડે કઈ બોલે નઈ..
ધીરે ધીરે એની હાલત પણ ખરાબ થવા લાગી..
કેમ કે ગુડી એના પાપા થી બોવ જ ડરતી..
એને તાવ ને ઉલટી ચાલુ થઈ ગઈ..
ત્યાં બાપુજી ને ખબર પડી..
એ તાત્કાલીક બધું કામ મૂકી ને અમદાવાદમાં આવે છે.. ભાઈ ને સમજવા કે એના વગર અમે નઈ જીવી શકીએ..
પણ ભાઈ કોઈ ની નથી સાંભળતો..
ને બાપુજી ગુડી ને હોસ્પિટલમાં દૂર થી જોય ને જ જતા રેસે..
આગળ.....
ભાગ 2
(આગળ આપણે જોયું કે ગુડી ની જાણ પણ નથી કે હવે તે ગામડે નહિ પણ અમદાવાદમાં જ એના પાપા જોડે રેવાની છે )
થોડા દિવસ પછી ગુડી ની તબીયત માં કોઈ સુધાર થાતો નથી
.બાપુજી પણ ખુજ ઉદાસ હતા.
પણ કહેવાય છે ને કે ભગવાન હઝી પણ છે..
થોડા દિવસ પછી પાપા એ બાપુજી ને ફોન કરિયો ..
ટ્રીન ટ્રીન ...હેલો ...કોણ..હું મનું બોલું છું..
હા બોલ કઈ કામ હતું , અને હવે કેમ છે ગુડી ને
મનુ..એના માટે જ ફોન કરિયો
હા હા..બોલ.
મોટા ભાઇ તમે બા ને અહીં મોકલી દો રહેવા..
તો ગુડી પણ સચવાઇ જાય..
મોટા ભાઈ..સારું બા ને પૂછી ને કવ..
સારું ફૉન મુકું..
બાપુજુ. ઘરે આવે છે..
બા ..મનું નો ફોન હતો એને તમને અમદાવાદ તેડાવીયાં છે..
સારું તો હું જાવ ..
મારી આજે જ ટિકિટ કરાવી દે..
મને ગુડી વગર નથી ગમતું..
બાપુજુ હા બા આજની રાત ની 8 વાગ્યા ની ટિકિટ બુક કરાવી દવ..
સારું..
દાદી એમના કપડાં પેક કરે છે ને સાથે મારા જે કપડાં ત્યાં હતા એ પણ લઈ જાય છે..
દાદી અમદાવાદ આવે છે એ વાત થી હું બોવ જ ખુશ હતી..
દાદી આવી ને મને પેલા તો ગળે લગાવી ને બોવ જ રડે છે..
ગુડી મારી ,ઢીંગલી ક્યાં જતી રહી તિ તું ..
કેમ ય કરી ને મેં આટલા દિવસો કાઢીયા હસે તારા વગર..
હવે તને મૂકી ને ક્યાંય નહીં જાવ..
ત્યા જ પાપા આવે છે અરે બા તમે આવી ગયા..
હા દીકરા આવુજ પડે ને મારી દીકરી ને તે ઘરે ના મોકલી એલટે મારે એના ઘરે એવું પડીયું..
પાપા..સારૂ સારું..
બા ચાલો ને હું તમને મારા રમકડાં બતાવું..
બા હા હાલ ..
બા..ગુડી તું કેમ સાવ આવી થઇ ગઇ કઈ ખાય પીવે છે કે નઈ..
સુ બા તમને ખબર છે મેં તો કાલે પકોડી ખાધી તી..
ને યમ્સ પણ ખાધું તું..
બા ..ગુડી આ યમ્સ કેવું હોય..
મેં કુધુ બા એક કોન જોય એમ આઈસક્રીમ નાખેલો હોય એને યમ્સ કેવાય..
હે ભગવાન આ કેવું ખાવનું ખાય છે..
સુ દાદી આવું જ મજા આવે તમે ખાવ તો ખબર પડે..
મારી ને દાદી ની વાતો બોવ ચાલી..
દાદી બોવ થાકી ગયા હતા એટલે વેલા સુય ગયા..
સવાર ના પાપા ચા બનાવતા હતા ..ત્યાંજ દાદી આયા..
એ મનું લાવ હું ચા બનાવું..
ને દાદી એ ચા ને ભાખરી બનાવી..
પાછું કપડાં,વાસણ,કચરા પોતા બધું કામ દાદી જ કરતા..
થોડા દિવસ બધું સારું ચાલિયુ..
પણ દાદી ની પણ ઉંમર હતી એલે એ બોવ કામ કરી શકતાં નહિ..
થોડા દિવસ પછી દાદી ની તબિયત ખરાબ થવા લાગી ત્યારે પાપા એ બાપુજી ને ફોન કરી ને દીદી ને મોકલવા કીધું..
દીદી ભણતાં હતા મારા લીધે ખાલી મારા લીધે એમને એમનું બાળપણ છોડી ને ,ભણવાનું છોડી ને આવું પડીયું..
મારા પાપા બોવ જ ગુસ્સો કરતા ,બધા એમના થી ડરતા ..
હું તો એમની સામે જ જતી નહિ..
દીદી એ કંઈપણ વિચારીયું નહિ ને બધું મૂકી ને મારા માટે અમદાવાદ આવી ગઈ..
દીદી ને જોય ને હું બોવ જ ખુશ થઈ..
પણ પાપા એમના પર બોવ જ ગુસ્સો કરતા..
સવાર ના દિદી એ ચા બનાવી પણ પાપા ને ના ભાવિ તો પાપા એ છૂટી રકાબી બાર ફેંકી દીધી..
હું તો આ જોય ને રડવા જ લાગી..
ને દીદી પણ..
પાપા જ્યારે પણ ગુસ્સો કરતા ..બધા ડરી જતા ને ભાઈ ને તો બધું છૂટું મારતા. ..
આ બધું દાદી જોય સકતા નહિ એટલે દાદી એ કીધું મનું..
મારા થી આ બધું નથી જોવાતું..
તું બધા ને આમ મારે ને ગુસે થાય..
પાપા બોલિતા જો બા હું તો આવો જ છું
તમને પોછાંય યો રહેજો..
દાદી ને બોવ જ ખરાબ લાગે છે અને વળી એમાં મારા ઘરે એક બેન કામ કરતા એ પાપા ને બોવ જ પસંદ કરતાં અને પાપા પણ અને મારા ઘર માં એમનું જ ચાલતું. ..
અને આ વાત દાદી ને પસંદ નતી પણ દાદી નું સાંભળે કોણ
દીદી ને પણ પાપા રોજ કઈ ન કઈ બોલતા ..
બધા ભાઈ ને પણ બોવ જ ગુસ્સો કરતા ને વાંક હોય તો મારતા પણ આ બધું દાદી સહન કરી શકતા નહિ..
દાદી એ મારા પાપા ને કીધું કે જો મનુ હું ગુડી ને લઈ ને જાવ છું ગામડે હવે મારાથી આવું સહન નહિ થાય..
તું કા તો પેલી કામ વળી ને રાખ કા તો મને
પાપા એ કઈ દીધું કસો વાંધો નહિ બા આજ રાત ની તમારી ટિકિટ કરી આપું પણ ગુડી ત્યાં નહિ આવે..
ને દાદી ની આંખ માંથી આંસુ ની ધાર વહેવા માંડી..
પાપા બોલિયાં એ મારી દીકરી છે મારે કયા રાખવી એ મારે જોવાનું..તમારે જાવું હોય તો જાવ..
પણ દાદી હવે કરે પણ સુ..
ને એમનો સમાન પેક કરે છે..
પોતાના દિલ ના ટુકડા ને મૂકી ને જતા જીવ તો ચાલતો નથી પણ રોજ ના ઝગડા પણ ગમતા નહિ..
ગુડી ને આ વાત ની ખબર પડે છે ને એ કઈ બોલતી નથી કેમ કે એ એના પાપા થી બોવ જ ડરતી..
દાદી જાય છે ને ગુડી એટલી ડરેલી કે દાદી ને મળવા પણ જાતિ નથી..
ને બોવ જ દૂર ઉભા રહી રડે છે..
ત્યાં જ પાપા બોલિયાં ..ખીજાય ને સુ રડે છે બન થા ..
ને હું ચૂપ થઈ ગઈ પણ એ ડર કાયમ નો રહી ગયો..
( આગળ ગુડી નું સુ થાય છે એ જોવા માટે વાંચતા રહો જીવન ની નાની એવી સ્ટોરી..) અને ગમે તો plz પ્રતિભાવ અવસ્ય આપશો..