*લઘુકથા માળા* ૨૬-૬-૨૦૨૦ શુક્રવાર..
૧ ) *એકલતા સફળતા ની*. લઘુકથા... ૨૫-૬-૨૦૨૦ ગુરુવાર...
એક નાનાં શહેરમાં રેહતો મધયમ વર્ગ પરિવાર એમાં રેખા લેખિકા હતી એનાં પતિ સંજીવ અને દિકરો અરુણ અને દિકરાની વહું ગૌરી હતાં....
બધાં જ સભ્યો નોકરિયાત હતાં...
રેખા ને નાનપણથી જ લખવાનો અને વાંચવાનો ખુબ જ શોખ હતો...
રેખા જ્યારે જયારે સમય મળે એ ટૂંકીવાર્તા અને કવિતા લખતી એને જાણકારી મળી કે વિવધ એપ માં રચનાઓ મૂકી શકાય છે એણે એપ માં રચનાઓ મૂકવાની ચાલું કરી ધીમે ધીમે એનું નામ અને ઓળખ થવા લાગી...
એણે વાર્તા સ્પર્ધા અને કવિતા સ્પર્ધામાં પણ ભાગ લીધો અને એને એક થી દસ માં નંબર આવતાં પ્રમાણ પત્ર આપવામાં આવ્યું...
ઘરમાં એણે ઈમેલ દ્વારા આવેલું પ્રમાણ પત્ર બતાવ્યું પણ એની સફળતા માં કોઈ ખુશ થયું નહીં ઉપરથી એમ કહ્યું કે આમાં શું નવાઈ કરી ખાલી લખવાથી ટાઈમ જ બગાડે છે...
રેખા પોતાને સફળતા મળી તો પણ એકલતા અનુભવી રહી...
કોઈએ નાં અભિનંદન આપ્યા કે નાં ખુશી વ્યક્ત કરી..
રેખા પોતાનાં અંતરના દર્દને કલમ દ્વારા ઉતારી રહી ...
એની માઈક્રો ફિક્શન વાર્તા ઓ ન્યુઝ પેપરમાં છપાઈ રહી...
એની આ સફળતા માં પણ કોઈ સહભાગી થયું નહીં ..
બધાં પોતપોતાની દુનિયામાં વ્યસ્ત અને મસ્ત હતા એમને રેખા ની ગતિવિધિ માં કોઈ રસ લેતા નહોતા કે નહોતાં રેખા ને કોઈ પ્રોત્સાહન આપતાં ...
જેમ જેમ રેખા નું બહારની દુનિયામાં નામ થતું હતું એમ એમ એ ઘરમાં સાવ એકલી થતી ગઈ...
ભાવના ભટ્ટ અમદાવાદ.....
૨ ) *મંથન* લઘુકથા.. ૧૫-૬-૨૦૨૦
એક મધ્યમવર્ગીય પરિવારનો પણ સાચો ભક્ત રાજુ..
એકદમ ભોળો અને નિર્દોષ વ્યક્તિ... બધાને સતત મદદરૂપ બને...
બધાં જ રાજુ નિસ્વાર્થ ભાવના ની હાંસી ઉડાવે અને પોતાનો સ્વાર્થ સાધી લે...
અચાનક આખાં વિશ્વમાં કોરોના
મહામારી, દેશમાં તીડ નાં ટોળા, ભૂકંપ, અને વરસાદ, વાવાઝોડું
આ બધું જોઈને ભોળા રાજુ એ ભગવાન ની સામે હઠ કરી કે હે ભગવાન તમે આ કુદરતી આફતોથી માનવ ની રક્ષા કરો હું અત્યારથી જ અન્ન, જળ નો ત્યાગ કરું છું મારી આટલી પ્રાર્થના સાંભળો ...
એમ કહીને રાજુ ઘરનાં મંદિરમાં આસન લગાવીને આંખો બંધ કરીને જપ કરવા લાગ્યો...
મધરાતે ભગવાન આવ્યા સપનાં માં કહે વત્સ આ કળિયુગમાં બધાં માણસો એ મંથન કરવાની જરૂર છે..
હું આટ આટલી આફતો મોકલું છું પણ માણસ પોતાના આચાર વિચાર પર અને વર્તન પર મંથન કરતો જ નથી...
માણસ જો મંથન કરીને સારાં કર્મો કરશે અને મારાં શરણે રહેશે અને નિડર બનીને સત્ય નાં માર્ગે ચાલશે એ જ આ આફતોથી બચશે...
માટે ખોટી હઠ છોડી દે વત્સ અને મારાં આધિન રહે ..
રાજુ બેબાકળો જાગી ગયો અને એણે ઘરમાં બધાં ને વાત કરી..
કે બધાએ પોતાની આત્મા મંથન કરવું અને ભગવાન ને આધિન રહેવું...
ભાવના ભટ્ટ અમદાવાદ....
૩ )*વરસાદ* લઘુકથા... ૧૧-૬-૨૦૨૦
અનવી ને આજે સવારથી જ દુખાવો ઉપડયો હતો એ મા બનવાની હતી અને છેલ્લા દિવસો જતાં હતાં.. દેવાંગ એને ગાયનેક ડોક્ટર સંગીતા બહેન ને ત્યાં લઈ ગયો..
અનવી ને સિઝેરીયન કરવું પડ્યું એક દિકરો અને એક દિકરી એમ બે જોડીયા બાળકો જન્મ્યા..
બન્ને બાળકો અઢી અઢી કિલો વજન ધરાવતાં હતાં...
અનવી હજુ બેભાન હાલતમાં હતી અને બન્ને બાળકો ને અત્યારની પરિસ્થિતિ અનુસાર કાચની પેટીમાં રાખવામાં આવ્યા...
હજુ તો અનવી એ બાળકોનાં મો પણ નહોતાં જોયાં...
એક અઠવાડિયું થઈ ગયું અનવી ને સિઝેરીયન હોવાથી એ તો બાળકો ની હોસ્પિટલમાં જઈ જ નાં શકી..
અચાનક દિકરી ની તબિયત બગડતાં એને બોટલ ચઢાવા નસ પકડવા કોશિશ કરી પણ નસ નાં પકડાતાં પંચર પડ્યું તો પગની નસ પકડવા ત્યાં સોય ખોસી અને એ દિકરી એ એક ડચકાં સાથે માથું ઢાળી દીધું..
આ સમાચાર અનવી ને મળ્યા ત્યારે આખાં અમદાવાદમાં વરસાદ હતો અને અનવી અને દેવાંગ ની આંખોમાં થી અનાધાર વરસાદ વરસ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ...
૪ )*સખી*. લઘુકથા.. ૧૧-૬-૨૦૨૦
એક મહિલા વોટ્સએપ ગ્રુપમાં મળ્યા કેતકી અને સંજના ...
રોજબરોજ વાતો કરતાં એકદમ પાક્કી સખી બની ગયા..
કેતકી ભરૂચ રહેતી હતી અને સંજના અમદાવાદમાં રેહતી હતી..
કેતકી ને એક કામસર અમદાવાદ આવવાનું થયું એણે સંજના ને વાત કરી સંજના તો ખુબ ખુશ થઈ ગઈ અને એણે તો પોતાની પ્રિય સખી માટે તૈયારી શરૂ કરી દીધી..
કેતકી જે દિવસે આવવાની હતી એ દિવસે સખી નાં સ્વાગતમાં ઘરને સજાવ્યું અને કેતકી માટે વિવિધ પકવાન બનાવ્યા અને કેતકી ને લેવા એ રેલ્વે સ્ટેશન ગઈ ..
એકબીજા નાં ફોટા ની આપલે વોટ્સએપ થઈલે એટલે સંજના કેતકી ને ઓળખી ગઈ અને ત્યાં જ પ્લેટફોર્મ પર પોતાની સખી ને ભેટી પડી અને બહેનપણી નો સંબંધ સોસયલ મિડિયા દ્વારા મળેલો એ એકદમ ગહેરો થયો...
ભાવના ભટ્ટ અમદાવાદ...
૫ )*એ નારંગી કેન્ડી*. લઘુકથા.. ૯-૬-૨૦૨૦
એક નાનાં ગામડાંમાં એક ફળિયામાં સાથે રહેતાં નીતા,જીતેશ,ગીતા, મોહન,સીમા, રીટા,દીપ,હીના,મીના,રવિ વિગેરે...
બધાને એકબીજા સાથે ખુબ જ પાક્કી દોસ્તી હતી..
ગામમાં પંચરંગી વસ્તી હતી..
રવિ અને હિના ને નાનપણથી જ એકબીજા સાથે વધુ ફાવતું હતું..
રવિ ને ઘરમાં થી વાપરવા રૂપિયા મળે એટલે એ ગામમાં આવેલી અબ્દુલ કાકા ની દુકાને થી રંગબેરંગી કેન્ડી ( લોલીપોપ ) લઈ આવે અને પહેલા હિનાને નારંગી કેન્ડી આપે જે હિના ને ખુબ જ ભાવતી હતી..
થોડાં મોટાં થયાં ત્યાં તો રવિ નાં પપ્પા ની બદલી બીજા ગામમાં થઈ એટલે હવે હિના ઉદાસ રહેતી..
એ અબ્દુલ કાકા ની દુકાને જતી અને એ નારંગી કેન્ડી લાવતી પણ ખાતી નહીં બસ રવિને યાદ કરતી અને એ નારંગી કેન્ડી ફળિયાનાં એનાથી નાનાં છોકરાંને વહેંચી દેતી..
સમય જતાં એનાં લગ્ન થઈ ગયાં પણ એ રવિને કે એ નારંગી કેન્ડી ને ભૂલી શકી નહીં..
હિના અને એનાં પતિ સંજીવ એક દિવસ પિક્ચર જોવા ગયા ત્યાં અચાનક રવિ એની પત્ની મીરાં સાથે મળી જાય છે અને ખિસ્સામાંથી એ નારંગી કેન્ડી કાઢીને હિનાને આપે છે આ જોઈ સંજીવ પૂછપરછ કરે છે અને નાનપણની હિનાની આદત જાણીને એ પણ હસે છે..
ભાવના ભટ્ટ અમદાવાદ..