Garoli in Gujarati Short Stories by Shesha Rana Mankad books and stories PDF | ગરોળી

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ગરોળી

"આમ તો આ ગરોળી આખા ઘરમાં બિન્દાસ્ત ફરતી હોય છે, પણ આપણા ઘરમાં એક હથું રાજ ચલાવતી ઘરની મહરણીઓની નજરે પડે તો વગર ધરતી કંપે આખું ઘર ધ્રુજી જાય છે. અને મારા જેવા પતિઓએ સાવરણી લઇ ગરોળી ભગાઓ આંદોલન કરવું પડે, દેખાતી ગરોળીઓતો ભાગી જાશે પણ,?"

"સાંભળો છો ?! ઉઠો આખી રાત મોબાઈલ પર ગેમ રમ્યા કરવી અને સવારે મોડા ઊઠવું. ઉઠો હવે, સવારના સાત વાગી ગયા, મારે હજી આખા ઘરનું કામ પડ્યું છે. બધાં માટે હજી ચાય નાસ્તો બનાવવાના છે." મારી પત્ની રમ્યાના વાકબાણથી પ્રેરાઈ પલંગ છોડી નીત્યક્રમમાં પ્રેરાઈ ગયો. સાથે સાથે રમ્યાની વાતોને એક કાનથી સાંભળી બીજેથી બહાર કાઢી નાખતો હતો.

"આખા ઘરનું કામ મારે એકલાએ જ કરવું. તમને તો બધી વસ્તુઓ બસ તૈયાર જ જોઈએ પણ એ બધું કરવાની પળોજણ બસ મારે એકલાએ જ કરવાની. જાવ જલ્દી દૂધ અને બ્રેડ લઈ આવો મારે છોકરાંઓ માટે સેન્ડવીચ બનાવવાની છે. તમનેતો ઘરની કઈ પડી જ નથી ગીતા કેતિતી કે ત્રણ નંબર વાળા ભાઈ પોતાની પત્નીની બધી જ મદદ કરે છે. કાલે જ એના માટે નવી જોડી કુર્તાની લાવ્યા અને હોટેલમાં જમવા લઈ ગયા. અને પેલા બર નંબર વાળા કિશોરભાઈ પોતાની પત્નીનું કેટલું બધું ધ્યાન રાખે છે, એ કિશોરભાઈ લગ્નની એનીવર્સરીના સોનાનો હાર ભેટમાં આપ્યો. ગીતા કેતિતી કે એ ની પત્ની વર્ષા બધાને હાર બતાવતી ફરે છે. અને એક તમે છો ક્યારેય ખોટો હાર પણ ભેટમાં નથી આપ્યો ઇ તો ઠીક પણ ક્યારેય કોઈ કામમાં મદદ કરવાનું નામ નઈ." રમ્યા પુરાણ તો બસ અસ્ખલિત ચાલું જ હતું.

ગીતા અને સૂરજ બેય અમારા ઘરે કામ કરે છે અને કાચા કાનની રમ્યાને સોસાયટીના બુલેટિન સંભળાવ્યા કરે છે. બીજાનું સાંભળીને તેં લઘુતાગ્રંથિ અનુભવતી હતી. રમ્યા આખી દુનિયાનો ભાર પોતાને માથે લઇ ફર્યા કરતી. મનેતો સમજાતું નહિ ઘરમાં બે બે કામવાળી કપડાં, વાસણ અને સાફ સફાઈ માટે. બાળકોને ભણાવવા માટે ઘરે જ ટ્યુશન ટીચર આવતી. રમ્યા માટે કામમાં માત્ર નાસ્તો અને બે ટાઈમનું જમવાનું આવતું હતું. ઘર બહારનાં બધા કામ હું કરતો. એક સારી સરકારી કંપનીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર ક્લાસ એક ઓફિસર હતો. પાછું માતા પિતા તરફથી પણ ઘણી પ્રોપર્ટી મળી હતી. એટલે રૂપિયા પેસાની કોઈ ચિંતા હતી નહિ. પણ ખામી ગણવી એ રમ્યાનો સ્વભાવ થઈ ગયો હતો, પહેલાં એ એવી જરા પણ ન હતી, દરેક કામ પોતાને હાથે કરતી અને છતાં પણ ખુશ જ રહેતી.

રમ્યાનો એકધારું બોલવાનું ચાલુ હતું. અને હું ઓફિસ જવાની તૈયારીમાં લાગી ગયો. તે પણ રમ્યાએ આપેલાં કામો પૂરા કરીને ઓફિસ જવાની તૈયારીમાં બાઈક સ્ટાર્ટ કરતો હતો ત્યાં જ ચીસા ચીસનો અવાજ સાંભળ્યો અને હું ઘરમાં દોડી આવ્યો. સોફા પર ચડી બૂમો પાડતી મારી પત્ની દરવાજા સામે ગભરાઇ ને જોતી હતી. આ દ્રશ્ય જોઈ હું પણ ગભરાઈ ગયો. પરિસ્થિતિ ન સમજાતાં એક બાજુ ઊભો રહી ગયો.સોફા પર ચડી બૂમો પાડતી મારી પત્ની જે દિશામાં જોતી હતી તે બાજુ મે પણ જોયું અને ત્યાં
મે દિવાલ પર લટકતી મોટી ગરોળી જોઈ, ગરોળી જોઈ મારાથી હસી પડાયું. મારા અંદરના વિચારકથી રમ્યા ને કહેવાઈ ગયું "દુનિયાની મોટાભાગની મહિલાઓ આ ગરોળી જેવા નિર્દોષ અને પર્યાવરણીય જીવથી શા માટે બિતા હશે તે મને ક્યારેય સમજાણું નથી." અને એણે જોરથી બુમ પાડી "પણ અત્યારે આ ચર્ચા જરૂરી છે કે તમે આને ભગાડશો." હાથમાં જે આવ્યું એ લઈ રસોડાની બારી માંથી બહાર ભગાડી દીધી. રમ્યાપુરાણ વધારે સાંભળવું ન પડે એટલે હું પણ ગરોળીની જેમ ઘરની બહાર નીકળી ગયો

હું જરા વિચારે ચડી ગયો અને ખૂબ ખુશ પણ થયો, આ ગરોળી એ પહેલી વાર જ દર્શન આપ્યાં અને મને ખબર પડી કે હું જેનાથી ડરું છું એ પણ કોઈક થી ડરે છે. આમતો અમારા ઘરમાં દિવસમાં બે વાર કામવાળી સફાઈ કરે છે. અને તેમ છતાં ગરોળીએ દર્શન દીધાં હતાં. જોકે મને આ કામવાળીની કામગીરી પર જ શંકા હતી, તે ઘરનો કચરો બહાર અને આજુબાજુની પંચાતનો કચરો રમ્યા ના મનમાં ઠાલવતી હોય છે.

ઘરમાં દર્શન દેનારી ગરોળીનો સૌથી વધુ લાભ મારા બને બાળકોએ લીધો. તેમણે પોતાની માં ને રબ્બરની ગરોળીથી ડરાવવાની શરૂઆત કરી દીધી. અને રમ્યાનો ગુસ્સો પણ ગરોળી જેવો પિચપિચિયો થઈ ગયો. રોજ સવારથી સાંજ સુધીમાં આરોપનામું સભળવું પડતું. આ બધામાં બાળકોને ખૂબ મજા પડવા લાગી. આખરે મમ્મીને સતાવવાનું અને ભણવામાંથી ભાગવાનું સાધન મળી ગયું હતું.

એક દિવસ તો હદ જ થઈ ઑફિસમાં હતો અને રમ્યાનો ફોન આવ્યો. અવાજ પરથી તે ખૂબ ગભરાયેલી લાગી સાભળો જલદી ઘરે આવો, ઘરમાં મને ખૂબ બીક લાગે છે. પ્લીઝ જલદી ઘરે આવો હું ઘરની બહાર જ બેઠી છું. ઘરમાં ગરોળી છે. મને એમ કે બાળકોએ કોઈ મસ્તી કરી હશે પણ એવું નહોતું આ ટાઈમે એ તો સ્કૂલે ગયાં હશે. એક ગરોળી કાઢવા રજા લેવી, શું થાય રજા લેવી તો પડશે જ નહીતો ઘરે જમવાનું નહિ મળે. રમ્યા પહેલાં મનમોજી હતી એને વાતે વાતે મજાક મસ્તી કરવાની ટેવ હતી, પણ ત્યારે હું એની આ આદત પર ચિડાઈ જતો અને આજે એનો સ્વભાવ બદલાઈ ગયો હતો. કદાચ એના આ સ્વભાવ પરિવર્તનનું કારણ હું સમજી નહોતો શકતો.

મારતી ગાડીએ ઘરે આવ્યો. રમ્યા રડતી રડતી બહાર જ બેઠી હતી. બે ચાર પડોશના બહેનો પણ બેઠાં હતાં. સારું હતું કે રમ્યાએ મને પહેલેથી જ ફોન પર ગરોળી વિશે વાત કરી હતી, નહીતો ઘરની બહાર લાગેલો જામેલો જોઈ હું તો ગભરાઈ જ ગયો હોત. ઘરે પહોંચીને સીધો જ અંદર જઇ ગરોળી શોધવાનું શરૂ કર્યું. પણ એ થોડી મારી રાહ જોઈ બેસી રહેવાની હતી. "બારી માંથી બહાર ભાગી ગઈ" મે જોરથી બુમ પાડી રમ્યાને તો એમજ કહી દીધું, થોડો અવાજ કર્યો અને બારી બંધ કરી દીધી. હવે એ ઘરમાં હિંમત કરીને આવી ચારે બાજુ જોઈ આરામ થી બેઠી.પડોશના બહેનો પણ વિખેરાઈ ગયાં. રમ્યાનો બીક પણ જતી રહી "આજે તમે ઘરે છો તો ઘરમાં સફાઈ કરવામાં મદદ કરશો?" ભોળા ભાવે તેણે મને પૂછ્યું. તારી બને કામવાળી ને કામે લગાડ જે આમેય પેસા એ કામ કરવાના જ લે છે." સામેથી કોઈ જવાબ ન મળ્યો એટલે હૂતો આરામ કરવા જતો રહ્યો.
રાત્રે ફરી પાછી ગરોળી દર્શન થયાં જેમ તેમ કરી તેને બહાર ભગાડી દીધી. એટલે રમ્યાની ગોરી કથા ચાલુ થઈ ગઈ "ગોરી કેતીતી કે જીતુ ભાઈએ ઘરમાં પેસ્ટ કંટ્રોલ કરાવ્યું છે તો આપણે પણ પેસ્ટ કંટ્રોલ કરાવી લઈએ? મને જરા એના પર ચીડ ચડી " રમ્યા હજી બે જ મહિના થયા છે પેસ્ટ કંટ્રોલ કરાવે, તું તારી બે હેલપરને કહે ગામ આખાની વાતો કરવા કરતાં કામ ઉપર ધ્યાન આપે" કહી હું તો પડખું ફરી શુઈ ગયો. સવારે તો અબોલ યુદ્ધ શરૂ થઈ ગયું હતું શાંત રહેવા પ્રયત્ન કરતો રહ્યો. જોકે તેણે વાત કરવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો હતો "મને ઑફિસમાં કામ છે હું જાઉં છું. કહી હું નીકળી ગયો મારા આવા વર્તનથી એ થોડી અકળાઈ ગઈ. મને ખબર હતી સાંજે ચોકસ મહાભારત થવાનું જ.

અને થયું પણ એવું જ બાળકોના હાથમાંની રબ્બરની ગરોળી તેણે જોઈ લીધી. અને એક ઉપર એક ફ્રી ની સ્કીમની જેમ આરોપો પીરસતી ગઈ, "તમે ઇચ્છતાં જ નથી કે હું શાંતિથી રહું મને ગરોળી ની સુગ છે તો પણ બાળકો સાથે ભળીને મારી સામે કાવતરું કર્યું? તમે શરમ કરો, ક્યારેય મારી લાગણીઓનો વિચાર કર્યો?, બાજુવાળા ગીરીશભાઈ અને આપણી સોસાયટીના ભાઈઓ ને જોવો એ પોતાના પરિવાર માટે બધું કરી છૂટે છે. ગીતા અને સુરજ મને બધાની વાત કરતી જ હોય છે. બધા પોતાની પત્નીની ઇચ્છાઓ પૂરી કરે છે. અને હું અહી તમારા બધા માટે દુખી થાઉં છું તો પણ તમને મારી કદર નથી. ગીતા અને સરોજ… એ એ એ… આ આ આ… અસ્ખલિત વાક પ્રવાહ વચ્ચે અચાનક રમ્યા બુમાં બુમ કરવા લાગી દિવાલની સામે જોઈ બીકથી ધ્રુજવા લાગી. રમ્યાની તુલનાત્મક વાતોથી હું ખૂબ ગુસ્સામાં હતો અને સામે રહેલી ગરોળી મને જાણે પોતાની બહાદુરી બતાવી ચિડવતી હોય એવું લાગ્યું. પૂરા જુનુન થી સાવરણી લઈ ગરોળી કાઢવા લાગી ગયો, આજે હું નહિ કાં આ ગરોળી નહિ, અને આ તમાસો મારા બાળકોને હસાવવા માટે પૂરતો હતો. ગરોળી ભગાડવા માટે એક સાવરણી લઈને આખા ઘરમાં ભાગવા લાગ્યો અને આ કામમાં મારા બંને બાળકો મારી મદદમાં રહ્યાં. ખાસ તો મારી દીકરી.

આખરે અમે જંગ જીત્યા પાડોશીના ઘરે ગરોળીને ભગાડી અમે ખુશ થતાં ઘરમાં વીર યોદ્ધાની જેમ પાછા ફર્યાં. બેઠકમાં પહોચ્યાં ત્યાતો રમ્યાની કેસેટ પાછી ચાલુ થઈ ગઈ. "સાચું બોલજો ગરોળી ભગાડી કે ખાલી એમ જ મને બતાવવા સારું આવજો કરતા હતા." રમ્યા બીકની મારી હજી એક જ જગ્યાએ ઊભી હતી. પણ એની વાકધારા ચાલુ જ થઈ ગઈ હતી, "તમને તો બસ મને તકલીફ આપવામાં મજા આવે છે, મારી તો જિંદગી બરબાદ થઇ ગઈ. ગીતા અને સરોજ મને હમેશા કે છે" રમ્યા આગળ વધારે બોલે એ પહેલાં મારો ગુસ્સો જ્વાળા મુખીની જેમ ફાટી નીકળ્યો.

"બસ રમ્યા બહુ થયું." હવે
હવે બોલવાનો વારો મારો હતો અને લગ્નના ઘણા વર્ષો બાદ બોલવાની હિંમત ઓલી ગરોળી આપતી ગઈ હતી. મારો ગુસ્સો જોઈ રમ્યા ગભરાઈને મારી સામે જોતી જ રહી ગઈ. બસ રમ્યા થોડું પોતાની સામે જો આ ગરોળી મે નથી રાખી ક્યાંક થી આવી ગઈ છે, અને બાળકોની આ રબરની ગરોળી બાળકો રમવા માટે લઈ આવ્યા એમાં પણ મારો કે બાળકોનો ખોટો ઈરાદો નથી. તને બધી વાતમાં દોષ જોવાની ટેવ પડી છે. અને તારી પેલી બે ગરોળી ગીતા અને સરોજ જે તારા મગજમાં રાત દિવસ ફરે છે અને બીજાના ઘરોની વાત ઓક્યા કરે છે, એને પૂછ જે આ આખી સોસાયટીમાં કોના ઘરે બે કામવાળી છે. ખાલી નાસ્તો અને બે વખતનું જમવાનું તું બનાવે છે અને એમાં પણ તને ગીતા મદદ માટે છે, કપડાં ધોવા મશીન છે પણ કપડાં ધોવા તારી ઇચ્છાથી કામવાળી છે. તે ક્યારેય પણ એમની વાતો સિવાય એમના કામ પર ધ્યાન આપ્યું છે. આપણા ઘર ઉપરાંત બીજા પાંચ ઘરમાં કામ કરે છે. ઉતાવળે કામ પતાવીને બીજે ભાગી જાય છે. એમનું કામ બરોબર હોતતો આ ગરોળીને ખાવા ઘરમાં જીવાત ન મળત. તારા મારા કરતાં આ બે ગરોળીઓ બમણું કામ કરે છે. હવે વિચાર દુખી કોણ છે, તું, હું કે આ તારી ગરોળીઓ. જરા વિચાર બસ આટલું જ બોલી શક્યો, અને ગુસ્સામાં દરવાજો પછાડતો બહાર ચાલ્યો ગયો, બાળકો પણ ક્યારનાં પોતાના રૂમમાં જઈ બેઠા હતાં. ઘરમાંથી નીકળ્યો ત્યારે પાછળ રીએકશન જોવાનો વિચાર પણ નહોતો આવ્યો. અને એક લાંબો ચકર લગાવી શહેરમાં આમ તેમ ભટકી ઘરે આવ્યો ત્યારે બાળકો અને રમ્યા નિંદ્રા દેવીને આધીન થઈ ગયાં હતાં. અને હું પણ નિદ્રાનો મોહ છોડી ન શક્યો.

સવાર પડી ઘર એકદમ શાંત હતું. જોકે આમાં કોઈ નવાઇ જેવું નહોતું, છાશવારે આવા અબોલા આવતા રહેતા. પણ બડબડાટ ચાલુ રહેતો હું અને બાળકો આ આદતથી ટેવાઈ ગયા હતાં. પણ આજે કઈક અલગ હતું. શાંતિમાં બબડાટ નહિ પણ ધીમું ગીત સંભળાતું હતું. હું નાસ્તો કરવા આવ્યો તો નાસ્તાના ટેબલ પર બને બાળકો મસ્તીના મૂડમાં હતાં. મારી દીકરી ગીતો ગાતી હતી. થોડું નવું જ વાતાવરણ મને લાગ્યું. રમ્યા પણ આજે અમારી સાથે જ નાસ્તો કરવા બેઠી. ત્યાં જ મારા દીકરાએ રમકડાંની ગરોળી ટેબલ પર મૂકી, હું એને રોકવા જાઉં તે પહેલાં જ રમ્યા એ ગરોળી હાથમાં લઇ બોલી. આ રમકડાંની ગરોળીનું ઘરમાં સ્વાગત છે. અને પેલી બે ગરોળીને ઘર અને મન બેય જગ્યાએથી બહાર કાઢી નાખી છે. હું તો બસ તેને જોતો જ રહી ગયો હતો પણ બાળકો તેના આ અંદાજ થી હસવા માંડ્યાં. આ હસવાની જુગલ બંધિમાં મે અને રમ્યાએ પણ સાથ પુરાવ્યો અમે ઘણે વખતે સાથે મળીને હસ્યાં.

હજી અમે પેટભરીને નાસ્તો અને વાતો કરતાં હતાં ત્યાં, અમારા પાડોશીના ઘરમાંથી ચીસાચીસ થવા લાગી. આ અવાજો સાંભળી મે કહ્યું "ત્યાં ગરોળીએ ઘરને સુધારવા દર્શન દઈ દીધા લાગે છે." મારી વાત સાંભળીને અમે ખૂબ હસ્યાં, મારા કાનને શાંતિ મળી ગઈ. આખરે ગરોળી પર્યાવરણનો ઉતમ જીવ છે.

સમાપ્ત

story by _ shesha Rana (Mankad)