Visiting Ahmedabad ... in Gujarati Comedy stories by Afjal Vasaya ( Pagal ) books and stories PDF | અમમમદાવાદની મુલાકતે...

Featured Books
Categories
Share

અમમમદાવાદની મુલાકતે...

આજે તારીખ :- ૧૮/૦૧/૨૦૨૧ અને સોમવાર. આજની તારીખ હમેશા યાદ રહેશે. શા માટે ? શું આજની તારીખે કોઈનો જન્મદિવસ છે ? ના. શુ લગ્નની વર્ષગાંઠ છે ? ના. (આમ પણ પુરુષોને લગ્નની તારીખ ક્યારેય યાદ રહી છે કે આજે રહે ? હે ! ) એટલે એનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તો વળી આજે એવું તો શું છે કે હશે કે થયું ? કે જેથી આજનો દિવસ યાદગાર બની રહેશે ? તો ચાલો એક અઘટિત ઘટનાનું વર્ણન કરું.
તો વાત કંઈક એમ છે કે આજથી લગભગ એક વર્ષ અગાઉ અમારા એક સહકર્મીએ મને માહિતી આપી કે PGVCL માં વિદ્યુત સહાયકની ભરતી છે, સાયબ, તમે ફોર્મ ભરો લગભગ (મારો બેટો આપણને પમ્પ પણ મારતો જાય અને 'લગભગ' શબ્દનો ઉપયોગ કરીને મારા બુદ્ધિકૌશલ્યને પડકાર પણ ફેંકતો જાય ) તમે પાસ થઈ જશો અને સરકારી નોકરી મળી જશે અને..... પછી તો ઘણા સપના દેખાડ્યા કે આમ થશે ને તેમ થશે, તમે સુખી સુખી થઈ જશો. હવે સુખી તો કોને ન થવું હોય ? સરકારી નોકરી તો સૌને જોઈતી હોય એટલે મેં તો 'ફૉર્મ'માં આવીને એપ્લિકેશન ફોર્મ ભરી નાખ્યું, ૫૦૦ રૂપિયા પુરા તો એની ફી ભરી હો ! ભલા માણહ !.
અને પછી તો એ પરીક્ષાનો સિલેબસ જોયો, લગતા વળગતા સાહિત્ય ભેગા કર્યા, અને બસ મનમાં એક દ્રઢ નિશ્ચય કરી લીધો કે હવે તો લાગી જ જવું છે સરકારીમાં....
.
.
.
.
.
.
પરંતુ આપણી સરકારી ભરતી પ્રક્રિયાની ગોકળ ગતિ તો જુઓ કે એ વાતને લગભગ એક વર્ષ જેવું થવા આવ્યું પણ ના તો કોઈ પરીક્ષાની તારીખ આવે કે ના કોઈ એના સમાચાર. એટલે સમય સાથે ચારઘતંકીય વ્યસ્ત પ્રમાણની રીતે (સાયન્સનો શિક્ષક છું એવો દેખાડો તો કરવો પડે ને😜) તૈયારી કરવાનો ઉત્સાહ ઓસરવા લાગ્યો, મોટા ભાગે આવું જ થાય છે અને યુવાધન નોકરીથી વંચિત રહી જાય છે.એટલે ધીરે ધીરે સે મેરી ઝીંદગી મેં 'જા... ના...' વાક્યનું શબ્દસહ પાલન કરતી એ તૈયારી ક્યાં ચાલી ગઈ ખબર ન પડી અને સમય જતાં તો એ પણ ભુલાય ગયું કે મેં PGVCL ની કોઈ ભરતી માટે ફોર્મ ભર્યું છે, અને ફરી પાછો યંત્રવત જીવનની દોડધામમાં લાગી ગયો..
.
.
.
.
.
.
.
.
.
.
૨ જાન્યુઆરી એ મારા મોબાઇલની ડિસ્પ્લે પર અચાનક જ એક મેસેજ ચમક્યો. મને એમ કે હું ઘણા સમયથી જે મેસેજની રાહ જોવ છું એ હશે પણ alas !!! (અહીં થોડીવાર દુઃખી થવાનો ભાવ લાવવાનો છે 😝😝😝) મારી આશા નિરાશામાં ફરી વળી. હું જેની રાહે હતો એ મેસેજ નહતો પરંતુ જે મને ભુલાય ગયું તું એવી PGVCL નો મેસેજ હતો
*** તમારું એડમિટ કાર્ડ "બોલે તો ફરફરિયું" આવી ગયું છે ડાઉનલોડ કરી લેજો.***
ત્યારે બધી જૂની યાદો તાજી થઈ એટલે કે આવું કાંઈક ફોર્મ ભર્યું હતું એ બધું હો ...
.
.
.
સારું. તો મેં કીધું ચાલો, હવે પૈસા ભર્યા છે તો એક્ઝામ આપી આવીએ. બીજા લોકો તૈયારી કરીને એકઝામ આપે અને હું આમનામ આપીશ તો પણ 'લગભગ' પાસ થઈ જઈશ. (અહીં પેલા સહકર્મીની વાત એ જુસ્સો અપાવ્યો ) એટલે ઘરે જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધું. એક્ઝામ સેન્ટર અમદાવાદ હતું. એક્ઝામ તારીખ જોઈ લીધી કે 18 તારીખે નીકળવું પડશે. અને બરાબર 17 તારીખે (ગઈકાલે) ઘરે મહેમાન આવ્યા એમની આગતા સ્વાગતા કરીને ટિકિટ બુક કરાવવા માટે ગયો તો બધી જ S T બસ ફૂલ થઈ ગયેલી, પેલો ટિકિટ બુક કરવાવાળો (મારુ ફિમેલ અટરેક્શન તો જુઓ અહીં પણ 'વાળો' હતો 'વાળી' નહિ) મને કે આજની ટિકિટ તો નહીં મળે, કહો તો આવતીકાલની કરી આપું. હું તો ઘડીક એને ખીજાય ગયો અને જેઠીયા ની ઇસટાયલ માં કહી દીધું કે "એ અક્કલ વગરના ડોબા, તેરેમેં કુછ અક્કલ વકકલ હૈ કે નહિ. નોન્સેન્સ !" (મનમાં ને મનમાં) હું પરીક્ષા દેવા જાવ છું રખડવા માટે નહીં. સમય પર પહોંચવાનું હોય એટલે પ્રાઇવેટ બસમાં બુકીંગ કરાવવા ગયો ત્યાં પણ મારા બેટાવ ગરજ બતાવે 400 વાળો સોફો 500 માં આપ્યો. પછી તો શું 500 ના પરાણે કાકા... આમ બે વખત 500 નો ખર્ચો થયો છતાં કાઈ વાંધો નહિ ગયા ભેગા ગયા એમ વિચારીને ચાલી નીકળ્યો અંમમમમદાવાદ....
18/01/2021 સવારના 7 વાગ્યામાં રસ્તા પર ધુમ્મસને લીધે કાઈ દેખાય નહિ ને એવી ઠંડીમાં એક્ઝામ સેન્ટર પર પહોંચ્યો. અને ભૂતને પીપળા મળી રહે એમ મારી જેવા જ બધા ભેગા થયા તા, ટાયઢનો કાંઈક તો રસ્તો કરવો એટલે આજુબાજુમાંથી કાંટા,લાકડા ને કાગળિયા ને બધું ભેગું કર્યું અને ત્યાંના પટ્ટાવાળા પાસેથી માચીસ લઈને તાપણું કર્યું. અડધી કલાક રહીને ગેટ પર સીટ નંબરનું લિસ્ટ લાગ્યું એટલે મેં કીધું લાવ જોઈ લઈએ મારે કયો રૂમ નમ્બર છે ?
.
.
.
.
પણ આ શું ? પહેલેથી લઈને છેલ્લે સુધી જોઈ લીધું પણ મારો સીટ નંબર જ લિસ્ટમાં નહોતો. થોડીવાર માટે તો બેસૂઝ થઈ ગયો. પછી મેં મારા એડમિટ કાર્ડમાં જોયું તો એક્ઝામની તારીખ હતી 19/01/2021. અને હું 18 તારીખે જ પહોંચી ગયો. (બંદે કી લગન દેખ રહે હો, એક્ઝામ દેને કી)
.
.
.
.
હવે AMTS ની બસમાં ગીત સાંભળતો સાંભળતો જાવ છું. "મૈં ઢુંઢને કો ઝમાને મેં જબ જહાં નિકલા, પતા ચલા કે એક દી વેલા નિકળા...."😂😂😂😂😂