WILD FLOWER - 26 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-26

Featured Books
Categories
Share

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-26

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-26
મસ્કીતો કબીરની વાતો સાંભળી ચમકી ગયેલો એણે પૂછ્યું તે રેક્ટરને ફરિયાદ કરવા કીધુ તો એણે શું જવાબ આપ્યો ? કબીર કહે એને અસરજ નહોતી મને કહે ઠીક છે હવે અહીં નહીં 40 માંજ પડ્યો રહીશ આવતા સેમેસ્ટરમાં રૂમ ચેઇન્જ કરી દઇશ તારે રેક્ટરને જે કહેવું હોય એ કહેજે ફરિયાદ કરજે પણ યાદ રાખજે વધુ ડાહ્યો થયો તો રેક્ટરજ તારી... મારશે. ધ્યાન રાખજે અહીના ઘણાં રૂમમાં આવું ચાલે છે.
મસ્કીતો સાંભળીજ રહ્યો. એ કહે સાલાઓ બધાં હોસ્ટેલમાં રહીને કૌભાંડજ કરતા લાગે છો. મને ઇન્ટરેસ્ટ પડ્યો છે યાર આમાં...
કબીર કહે એય તું પણ હોમો છે ? ગે છે તને શેનો ઇન્ટરેસ્ટ પડ્યો છે ? મસ્કી કહે ના હવે તું પણ શું ? મને તો નવી નવી કુમળી છોકરીઓમાંજ રસ છે આમ લઠ્ઠાઓ પ્રેમ કરે એમાં બીજો રસ છે પછી કહીશ મારી એક પ્રોડક્ટ છે એ લોકોને મજા આવશે એમ કહીને સીગરેટ બતાવી.
કબીર કહે સાલા અત્યારે હું પીવું છું સીગરેટ એમાં પણ ગરબડ છે બોલ છે ને ? મસ્કી કહે અરે એમાજ મજા છે આતો ઊમર છે બધાં ટેસ્ટ કરવાની આપણે દમણ જઇએ છીએ ત્યાં મારી હોટલમાં તને એવાં જલ્સા કરાવીશ કે તને જન્નતમાં હોય એવું લાગશે.
કબીરે કહ્યું સાચેજ ? તુંતો સાલા શેતાન છે. મસ્કીએ કહ્યું શેતાન જ મજા કરાવે બાકી બધાં લુખ્ખાજ છે. બંન્ને જણાં હોસ્ટેલની વાતો કરતાં રહ્યાં.
*************
રીહર્સલ અને પ્રેમ પરવારી અભી અને સ્વાતી સાથેજ ઘરે જવા નીકળી ગયાં. સુરેખાએ કહ્યું સુરેખ મારાં જે પેપર્સ જોઇએ હું આપી જઇશ. ટ્રસ્ટમાં અમારી બંન્ને બહેનો માટે સ્કોલરશીપ ની અરજી કરી દેજો ભલે લોન લેવી પડે પણ પાપાને રાહત થઇ જશે. સુરેખે એને વ્હાલ કરતાં કહ્યું તારે કહેવુ પડે ? હું બધું જાણીને તને કહીશ મને આપી જ્જે બે ત્રણ દિવસમાંજ હું બધુ કરી દઇશ.
બંન્ને જણાં ક્યાંય સુધી પ્રેમ કરતાં બેસી રહ્યાં પછી સુરેખાએ કહ્યું હું જઊં ઘરે આન્ટી પણ આવી જશે હમણાં એમને થશે બધાં ગયા હું કેમ બેઠી છું અને પાપા પછી રાહ જોતા હશે. સુરેખે કહ્યું ઓકે પણ જલ્દી મળીશું અને રાત્રે ફોન કરીશ. અને સુરેખા ભારે હૈયે ઘરે જવા માટે ઉઠી.
સુરેખે કહ્યું આમ તને જવા દેવી પણ ગમતું નથી પણ હજી ધીરજ રાખવી પડશે. અને રીહર્સલતો ચાલશેજ આપણાં એમ કહીને લુચ્ચુ હસ્યો અને આગળ બોલ્યો આવી રીતે તો કોમ્પ્રોમાઇઝ કરી લીધુ છે. એમાંય મઝા છે પછી આખું જીવન પડ્યુ છે સુરેખા શરમાઈ ગઇ અને ફરીથી કુર્તીનાં હૂંફ સરખા કરી ચકાસી ઘરે જવા નીકળી ગઇ.
*************
દમણ આવી ગયું મસ્કી અને કબીર બંન્ને હોટલ પર આવી ગયાં. કબીરનાં હોટલ અને મસ્કીનો રોબ જોઇને અંજાઇ ગયો. એણે મસ્કીને કહ્યું આવડી મોટી હોટલ ? વાહ કહેવું પડે સાલા તું નસીબ લઇને આપ્યો છે. કોન્ગ્રેચ્યુલેશન ડીયર.
મસ્કીએ કહ્યું આ વરસ પુરુ થાય પછી હું અહીંજ રહેવા આવી જવાનો દમણની કોઇ કોલેજમાં એડમીશન લઇ લઇશ આટલું વરસ પુરુ કરી લઊં પણ અહીં આવતો જતો રહીશ ત્યાં સુધી અહીં મેનેજર છે મેકવાન સર એ સંભાળશે એમનો દમણમાં દમામ છે બધીજ ઓળખણો છે એટલે વાંધો નથી ચાલ એમને પહેલાં મળીએ ઓફીસમાંજ હશે.
મસ્કી હોટલની શાનદાર ઓફીસમાં કબીરને લઇને ગયો અને ઓફીસમાં મેકવાન સર સાથે બે માણસો બેઠાં હતાં મસ્કીને જોઇને મેકવાને કહ્યું "ઓહ યંગ બોય તું આવી ગયો ? તને રસ્તામાં તકલીફ નથી પડીને ? અને પેલાં બે જણાં બેઠાં હતાં એમને કહ્યું આપણે પછી ફરી મળીશું હમણાં તમે જઇ શકો છો. એમ કહી બે જણાને વિદાય આપી.
મેકવાન સર રીટાયર્ડ કર્નલ હતાં. અહીં દમણમાં હુકમ નો સિક્કો હતો બધાં ગર્વમેન્ટ અને ખાનગી બધાં મોટાં માથાઓ સાથે સંબંધ હતાં આગળનાં હોટલનાં ઓવનરે મેકવાન સરને અહીં મેનેજમેન્ટ માટે રાખવા મસ્કીનાં ફાધરને ભલામણ કરી હતી પહેલેથીજ એ હોટલ સંભાળતાં.
મસ્કીનાં પિતાએ મેકવાન સરને મળીને તરતજ સંમતિ આપી હતી કે તમે જ સંભાળજો ભલે હોટલની ઓનરશીપ બદલાઈ ગઇ હોય અને મેકવાન સર ફ્રેન્ચ દાઢી રાખતાં લગભગ 50-55 ની ઊંમર હશે કાયમ મોઢામાં ચીરુરનાં દમ મારતાં રહેતાં. પર્સનાલીટી એવી હતી કે કોઇપણ એમનાં પ્રભાવમાં આવી જાય.
મસ્કીને કહ્યું જા તું તારાં રૂમમાં અને તારાં મિત્રને લઇજા તારો રૂમ તૈયાર જ છે ફ્રેશ થઇને આવ પછી આગળ પ્રોગ્રામ કરીએ હમણાં તારાં ફાધર સાથે વાત પણ કરી લઊં છું અને કાલે તને હોટલની બધી વિગતો સમજાવીશ અને સાંજે આપણે સાથે ડ્રીંક અને ડીનર લઇશું એમ કહીને આંખ મારી ઇશારો કર્યો.
મસ્કીએ કીધુ ઓકે સર.. એમ કહીને એનાં રૂમમાં જવા ઓફીસથી નીકળ્યો. એનાં રૂમ સર્વિસ બોય એ એમનો સામાન લઇ લીધો અને બંન્ને જણાં રૂમમાં પહોચ્યાં.
રૂમમાં પહોચી કબીરે કહ્યું વાહ શું રૂમ છે આતો કોઇ લકઝરીયસ ... મસ્કી એ કહ્યું આ મારો રહેવાનો સ્યુટ છે એમાં બધીજ વ્યવસ્થા છે મ્યુઝીકથી માંડી બધી મજા છે તું તારે અહીં એશ કર.. એમ કહીને એ ફ્રેશ થવાં વોશરૂમમાં ઘૂસ્યો.
કબીર બારીમાંથી બહાર જોઇ રહેલો ત્યાં દમણીનો સાગર હીલોળા લેતો હતો ચારેબાજુ ઝીનરી હતી અને એતો વિચારમાં પડી ગયો કે આનાં કેવા નસીબ છે. બાપ ઘનવાન તો બેટા સિંકદરજ હોયને અને ત્યાં મસ્કી બહાર આવ્યો અને કહ્યું જા તું ફ્રેશ થઇને ચેઇન્જ કરી લે પછી નીચે રેસ્ટોરન્ટમાં જઇએ મને તો ખૂબ ભૂખ લાગી છે જા પરવારીને આવ.
કબીર ફ્રેશ થઇને આવ્યો બંન્ને જણાં નીચે બાર એન્ડ રેસ્ટોરન્ટ હોટલનીજ હતી એમાં ગયાં. મેકવાન સરે બધે સૂચના આપી હોય એવું જણાઇ આવતું હતું બેરાએ મસ્કી અને કબીરને એક ખાસ રીઝવર્ડ ટેબલ પર બેસાડ્યાં. મસ્કીએ કહ્યું બોલ શું પીશ ? હાર્ડડ્રીંક કે બીયર ?
કબીરે કહ્યું તારે જે મંગાવવું હોય એ મંગાવ અહીં ક્યાં ચિંતા છે એશજ છે ને ? મસ્કીએ બેરાને બોલ્યા અને બ્લેકલેબલનાં પેગ લાર્જ ઓર્ડર કર્યા અને સાથે સ્નેકસ મંગાવ્યાં.
મસ્કીએ હવે કબીર સાથે બધી જાળ બીછાવવી ચાલુ કરી એનાં મનમાં રીવેન્જનો કીડો સળવળતો હતો. પૂરા પ્લાન સાથે કબીરને સાથે લાવેલો. બે પેગ પીવાયા પછી લાગ્યુ કે કબીર હવે પૂરો મોજમાં છે એટલે એણે કહ્યું કબીર ધારે તો તું પણ તગડી આવક હોસ્ટેલ બેઠા કરી શકે.
કબીરે આભારવશ આંખે મસ્કીને પૂછ્યું "કેમ એવું તો શું કરું હું ? તગડી રકમ મળતી હોય તો તારી સાથે ભાગીદારી કરવા તૈયાર છું તારો સાથે હોયતો હું કંઇ પણ કરી શકીશ.
મસ્કીએ દાવ મારતાં કહ્યું કબીર તેં જે રીતે હોસ્ટેલમાં જે ચાલે છે બધુ કીધુ હું પણ બધુ આવું ત્યારે જોઊં છું જો આપણી કોલેજમાં બધાં યંગસ્ટર છે બધાને કોઇને કોઇ શોખ હોય મારી એક જગ્યાએ ભાગીદારી છે ત્યાંથી તને સીગરેટ જે ખાસ હોય છે એ તને આપું તારે એ બધાને વેચવાની હું સ્ટોક મોકલતો રહીશ બોલ છે મંજૂર ?
કબીર થોડીવાર મસ્કીની સામે જોઇ રહ્યો પછી બોલ્યો એમાં કોઇ જોખમ તો નથી ને ? પૈસા મળે તો કોને ના ગમે ? મસ્કી કહે અરે કોઇ જોખમ નથી હું બેઠો છું ને ? તું આ બધાં ચોખલીયાઓ સાથે બેસી બેસીને ડરપોક થઇ ગયો છે કોઇ બીકા રાખ મારી જવાબદારી બસ ?
કબીરે તાનમાં આવીને કહ્યું "ડન.. મને મંજૂર છે. મસ્કીને ખ્યાલ આવી ગયો કે આ હવે મારાં તાળામાં છે એનેજ હું એવો રવાડે ચઢાવીને મારાં કાબૂમાં કરીશ કે મને કદી ના જ નહીં પાડી શકે. પછી હું મારો અને વંદનાનો અસલ પ્લાન અમલમાં મૂકીશ એનાં શૈતાની મગજે કોઇક નિર્ણય કર્યો પછી સીગરેટ ઘરતાં કહ્યું "લે આ લગાવ પેગ સાથે મજા આવશે.
કબીરે સીપ લઇને સીગરેટ લીધી અને દમ મારવા માંડ્યો બે નશાનાં સમીકરણો એને સાવ કાબૂ વિનાનો શિથિલ કરી નાંખ્યો હવે એને ભાનજ નહોતું પૂરો નશામાં આવી ગયો. મસ્કીએ એને જોઇને પોતાનો મોબાઇલ હાથમાં લીધો અને રીંગ મારી... આપણો પ્લાન સફળ છે હવે કાલે આખી રૂપરેખા તૈયાર કરી દઇશ અને હાં ખાસ વાત...
વધુ આવતા અંકે - પ્રકરણ-27