અનેરી...અનેરી...
નામ પ્રમાણે જ અનેરી છે ચિંતનભાઈ બબડ્યા.
"લ્યો વળી તમે તો બનાવવા માંગતા હતા તમારી લાડકીને 'અનેરી'" શિલ્પાબેન હસતા હસતા બોલ્યા.
"તું પણ આખરે તો અનેરીની જ મમ્મીને' ચિંતનભાઈ બોલતા બોલતા ભૂતકાળમાં સરી ગયા...
અનેરીના જન્મ વખતે બધા નવા નવા નામ વિચારતા હતા પરંતુ ચિંતનભાઈ અડગ જ હતા.તેમના મતે જેવું નામ તેવું વ્યક્તિત્વ સર્જાય એટલે નામ તો અનેરું, ઉત્સાહપ્રેરક જ હોવું જોઇએ.ચિંતનભાઈ આખરે અનેરી નામ પાડીને જ રહ્યા.
આવી ગઈ અ..... ને......રી...
અને ચિંતનભાઈ ફરી પાછા વર્તમાનમાં આવી ગયા.
મમ્મી પપ્પાને પોતાને કેન્દ્રમાં રાખી ને થયેલો મીઠો સંવાદ સાંભળતી,હરખાતી,કૂદતી મમ્મીનાં ગળામાં હાથ પરોવી પપ્પાને ઇશારો કરી મનાવા લાગી.
એની આંખોનું આ જ હાસ્ય પપ્પાને પીગળાવી નાખતું.
"અનેરી દીકરા.. તને ખબર છે ને હું તારી મમ્મી જેમ ખીજાય તેમ ખીજાય નથી શકતો,પણ ક્યારેક ડાહી દીકરી બની વહેલું ઉઠી જવાય."
"પપ્પા પ્રતિક્ષા કરો પ્રતિક્ષા ક્યારેક તમારી આ ઈચ્છા પણ ઓચિંતી ફળી જશે,અને જો વહેલી ફળી જશે તો તમે મને વઢશો ક્યાં બહાને?"
અને ચિંતનભાઈ ફરી અનેરીની વાતને વિચારતાં વિચારતાં કામસર નીકળી ગયા.
દુનિયા જેમ વિચારે તેવું જ વિચારે તો અનેરી કેમ કહેવાય? નાનપણથી જ અનેરી વિચારે અનેરું, વાણી અનેરી, ને વર્તન પાછું અનેરું.. મમ્મી પપ્પા કાયરેક હરખાય કયારેક વિચારે પણ ચડી જાય પરંતુ અનેરી પ્રત્યક્ષ થાય એટલે બધા વિચારો અનેરીની વાતોથી શ્વાસોને ગમતી સુગંધમાં ફેરવાઈ જાય.
અનેરીના મનની સૌથી નજીક એટલે તેનો નાનપણનો મિત્ર.અનેરીના અનોખા વ્યક્તિત્વ થી અંજયેલો છતાં હંમેશા સલાહ આપતો 'કવન'
કવનના પિતા એક સારા કવિ ને વ્યવસાયે શિક્ષક તેથી અનેરીના રસરુચિ ને અનુરૂપ વાતાવરણ મળી જતું કવનના ઘરે.
સાંજે કાનમાં sadsong રેલાતું હતું અને આંખો અનેરું સ્વપ્ન જોતી હતી ત્યાં કવન ની એન્ટ્રી થઈ. બે ઘડી તેને અપલક જોતો રહ્યો ત્યાતો અનેરી એ ચપટી વગાડી.
અને દર વખતની જેમ સલાહથી શરૂ થયેલી વાતચીત દલીલબાજી સુધી પહોંચી ગઈ.
"એ અનેરી બંધ કર ને આ રોતલા ગીત સાંભળવાનું"
"એ કવનીયા આ રોતલું ગીત જ મને હસાવે છે"
"પણ બીજાને રડાવે તેનું શું?"
"બીજા રડે તો તેની મરજી"
"ઓ madam આ બીજા એટલે મોટાભાગની દુનિયા"
"આ તારી મોટાભાગની દુનિયા આવી છે એટલે જ મને નથી ગમતી dear 😃"
" હવે તુ કૃપા કરી જણાવીશ આટલા સુંદર સાંજના વાતાવરણમાં આવા ગીતો સાંભળવા નું કઈ ખાસ કારણ?"
"મને છેને ઘણીવાર વિચાર આવે કે uncle એ તારું નામ કવન કેમ રાખ્યું? પ્રશ્નેષ રાખવાની જરૂર હતી.હા...હા.."
"bad joke"
"તેમાં પણ અનેરિની સાયકોલોજી કામ કરે છે.હવે તુ મને એક વાતનો જવાબ આપ કે તું જ્યારે ખુશ હોય ત્યારે તને બીક લાગે કે નહિ આ ખુશી ચાલી જસે તો?"
"હા લાગે"
"અને જ્યારે તું ઉદાસ હોય ત્યારે ખુશીને ઝંખે કે નહિ?"
"હા"
"off course આ જ વાત તને સમજાવવા માંગુ છું કવનિયા.."
"તમે જે ઇચ્છો તે વાતાવરણ કુદરત તૈયાર કરે, હું જ્યારે પણ sad song સાંભળું એટલે આખું હ્રદય આનંદથી છલકાઈ જાય.આ ગીતો સાંભળી મને દૂર દૂર દેખાતી ખુશીના પગલાં સંભળાય અને આ જ ખુશીની ઝંખના મને આ જગતનું અંતિમ સત્ય અને સનાતન સત્ય લાગે છે..."
"અને હું એવું માનું કે જેવું બોલો તેવું થાય.એટલે જ મારે તારા શું કહેવાય? હા દૂરદૂરના ખુશીના પગલાં નથી સાંભળવા. હું ઝડપથી વાત કરી નીકળી જવાનો હતો ત્યાં તારી આવી ફિલીસોફી માં મને ગૂંચવી નાંખ્યો .હું એક વીક માટે બહાર જવું છું bye.."
અને પ્રકૃતિ જાણે બંનેની વાત સાંભળતી હોય તેમ તે માટેનું વાતાવરણ તૈયાર કરવા સજ્જ બની...
અનેરી ના કાનમાં ગીત ગુંજી રહ્યું..
શામ સે આંખમે નમી સી હૈ...
(ક્રમશ)