LOVE BYTES - 11 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-11

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-11

લવ બાઇટ્સ
પ્રકરણ-11
સ્તુતિ એનાં મા પાપા સામેજ એ લોકોને સમજાય નહીં એવું બોલી રહી હતી એ મને મળવા આવેલો મને એની સાથે જવા દો મારે જવું છે અને અચાનક ઘડામ દઇને નીચે પડી ગઇ. વામનરાવ અને તરુણીબેન મોં વકાસીને જોઇ રહ્યાં. ગભરાઇ ગયાં હતાં. કે આનુ શું કરવું ? કોણ છે અને મળવા આવે છે ? ભૂત છે પલીત છે કે કોઇ પ્રેત સમજાતુ નથી તરુણીબહેને કહ્યું "સ્વાતીનાં પાપા તમે કંઇક કરો મારી છોકરીની જીંદગી ધૂળધાણી થઇ જશે. ત્યાંજ સ્તુતિ ઉભી થઇને બોલી "માં-પાપા તમે અહીં કેમ બેઠાં છો ? અને હું અહીંયા ક્યાંથી ?
વામનરાવે કહ્યું તને કંઇ યાદજ નથી ? થોડી ક્ષણો પહેલાં તો તું .... પછી ચૂપ થઇ ગયાં અને બોલ્યા કંઇ નહીં દીકરા ચલ તારાં રૂમમાં જઇને સૂઇ જા અમે પણ ત્યાંજ સૂઇ જઇએ છીએ. ત્રણે જણાં સ્તુતિનાં રૂમમાં જઇને સૂઇ ગયાં.
પ્રહર ઉપર પ્રહર પસાર થઇ રહેલાં સવાર પડતાંજ વામનરાવ પૂજાપાઠ પરવારીને અઘોરનાથજીને મળવા ફરી નીકળી ગયાં અને તરુણીબહેનને બધી સૂચના આપતાં ગયાં.
***************
સ્તવન જોબ પરથી પાછો આવી ગયો હતો એણે આવીને લલિતાબહેને કહ્યું "આન્ટી હું ઘરે ફોન કરુ છું માં ને તમારી સાથે વાત કરવી હતી...લલિતાબેન કહ્યું હાં દીકરા લગાવ મારે વાત કરે ખબર નહીં કેટલો સમય થઇ ગયો. લગાવ ફોન હું વાત કરું છું સ્તવને ફોન લગાવીને આંટી સાથે વાત કરાવી. લલિતાબહેને ફોન લઇને કહ્યું હાં ભંવરીદેવી કેમ છો ? હું લલિતા વાત કરુ છું કેમ છો તમે ? સ્તવનની માં એ આનંદ વ્યક્ત કરતાં કહ્યું, કેટલા સમયે આજે વાત કરું છું તમારો ઉપકાર કે મારાં દીકરાને તમે દીકરા જેવો સાચવો છો. તમને હેરાન ગતી પડતી હશે. લલિતાબહેને કહ્યું "અરે હેરાનગતી શું ? કેમ અમે તમારાં કામનાં આવી શકીએ ? અને સ્તવન તો ખૂબ ડાહ્યો છે મેં એનાં કાકાને કહ્યું ઘર શોધવાની ઉતાવળ ના કરશો ભલે આપણી સાથેજ રહેતો. અમને પણ સારું લાગે છે ઘર ભર્યું ભર્યું લાગે છે.
સ્તવને બંન્નેની વાતો સાંભળીને લાગ્યું એમને વાત કરવા દઊં અને એ ફ્રેશ થવા એનાં રૂમમાં જતો રહ્યો.
લલિતાબહેને કહ્યું તમે ક્યારે આવો છો જયપુર ? તમારાં દિકરાને મળવા ? તમે કોઇ સંકોચ ના રાખશો આવો તમે જરૂરથી આમેય તમારે આવ્યે વરસો થઇ ગયાં. અને આપને બીજી એક ખાસ વાત કરવી હતી.
ભંવરીદેવીએ કહ્યું હાં હાં જણાવોને શું વાત છે ? લલિતાબહેન કહ્યું સ્તવન હવે સેટ છે અને પરણવા લાયક થયો છે તમે પણ એનાં માટે કન્યા શોધતાજ હશો આપણાં રીવાજ પ્રમાણે એની ઊંમર થઇ ગઇ કહેવાય.
ભંવરીદેવીએ કહ્યું હાં અમે વાત કરીએ કોઇને એ પહેલાંજ માંગા આવવા ચાલુ થઇ ગયાં છે પણ સ્તવન હમણાં નહીં મને સેટ થવા દો હજીવાર છે એમજ કહ્યાં કરે છે. તમારાં ધ્યાનમાં કોઇ છોકરી છે ?
લલિતાબહેનને કહ્યું "એક છોકરી ધ્યાનમાં છે ખૂબ સુંદર ભણેલી કોલેજનાં છેલ્લા વર્ષમાં છે અને ખાસ જાણીતી બધીજ રીતે તૈયાર છે રસોઇ કળામાં પણ માહીર છે. ગુણીયલ ખૂબજ સુખી ઘર છે બધાંજ વટવ્યવહાર ભરપુર કરશે વાતમાં મોણ નાખ્યા વિના સ્પષ્ટજ કહું છું મારી સગીબહેનની દીકરી રૂપા રૂપરૂપનાં અંબાર છે અને ખૂબ સુખી સમૃધ્ધ છે. તમે કહો તો વાત ચલાવુ પછી છોકરાઓનાં નસીબ.
ભંવરીદેવીએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું "ઓહો તો વાત ચલાવો તમે છોકરી બતાવો એમાં જોવાનું ના હોય સ્તવન તો ત્યાંજ છે અને એવુ લાગે કે સ્તવન હા પાડે તો સ્તવનનાં બાપુ સાથે અમે લોકો આવી જઇશુ શુભકામમાં વિલંબ શા માટે ? લો તમે મારો ભાર ઉતારી દીધો.
લલિતાબહેન કહે એમાં ભાર શું. તમારો દીકરો રાજકુમાર જેવો છે અને તમારું સુખી સંસ્કારી કુટુંબ છે એ સારી નોકરીએ લાગેલો છે હું આજે એનાં કાકા સાથે વાત કરીને પછી આનાં અંગે વાત આગળ વધારીશ.
ત્યાંજ સ્તવન ફ્રેશ થઇને આવ્યો. કેમ કાકી કોનાં સંબંધની વાતો કરો છો ? મારી માં સાથે ? લલિતાબહેન કહ્યું દીકરા તારી જસ્તો.
સ્તવને કહ્યું અરે કાકી મારે તો હજી વાર છે. માં પણ તમને આવી વાતો કરવા લાગી? મેં એને ના પાડી છે તો પણ.. લલિતાબહેને કહ્યું તારી મંમીએ તો લીલીઝંડી આપી દીધી છે તું સા માટે ચિંતા કરે છે પછી ફોન સ્તવનને આપતાં કહ્યું લે તું એમની સાથે વાત કરીલે.
સ્તવને ફોન લેતાંજ માં ને કહ્યું "માં શેની ઉતાવળ છે ? મેં તમને ના તો પાડી હતી. ભંવરીદેવીએ કહ્યું "દીકરા હવે શેની વાર છે ? તારું નક્કી થાય તો પાછળ તારી બહેનનું અમારે વિચારવાનું છે આપણાંમાં તો લગ્ન જલ્દી થઇ જાય તમે નવાં જમાનાનાં છો એટલે આવી વાતો કરો છે. તારી બહેનનો તો વિચાર કર.
સ્તવન કંઇ બોલ્યો નહીં એણે મૂક સંમતિ આપી હોય એમ ફોન પાછો લલિતાબહેનને આપી દીધો અને ડ્રોઇંગ રૂમમાં જતો રહ્યો લલિતાબહેને કહ્યું "બોલો વાત કરી દઊંને ?
ભંવરીદેવી બોલ્યાં મેં સમજાવી દીધો છે તમતમારે વાત આગળ વધારો મારે મારી મીહીકાનુ પણ વિચારવાનું છે ને ? લલિતાબહેન કહે એ વાત સાચી કંઇ નહી હવે મારાં પર છોડો હું વાત થયે ફરીથી ફોન કરીશ મીહીકાને મારી યાદ આપજો આપે જ એનાં કાકા આવે વાત કરીશ અને પછી મારી બહેન સાથે વાત કરીને તમને જણાવીશ. ભલે ફોન મૂકુ છું કહી ફોન બંધ કર્યો.
****************
વામનરાવ અઘોરનાથ પાસે પહોચ્યા અને એમની સાથે બેઠાં અને ગઇ રાતનાં થયેલી ઘટના સવિસ્તાર જણાવીને કહ્યું બાપુ મારી ગૂઢ વિદ્યા અને જયોતિષ બધી રીતે વિચાર કર્યો ચોક્કસ કોઇ આત્માની કે ગત જન્મની વાત લાગે મને આમ તો મારી દીકરી ગાંડી થઇ જશે તમે કોઇ ઉકેલ બતાવો હવે રાહ જોવાય એમ નથી. અઘોરનાથ વિચારમાં પડી ગયાં પછી આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયાં.
થોડીવાર પછી એમણે કહ્યું વામનરાવ તમારી વાત સાચી છે કોઇ એવો અઘૂરો સંબંધ છે જેની આ પીડા અને ગત જન્મની યાદ છે ક્યાંક કોઇ અધૂરી કથા છે કોઇ પીપાસા છે અને એનુંજ આ પરિણામ છે. તમે તો કુંડળીનાં જાણકાર છો એનાં ગત જન્મનાં અધૂરા સંબંધ અને પિપાસા સંતોષવાનાં પ્રયત્નો છે આનો કોઇ રસ્તો કાઢવો પડશે. એમજ કોઇને આવાં અનુભવ નથી થતાં. એની કુંડલી લાવ્યા છો ? તમે શું અભ્યાસમાં તારણ કાઢ્યું ? નહીંતર પછી તાંત્રિક વિધીજ છેલ્લો ઉપાય છે. તમે કહો એમ આગળ વધીએ. ફરીથી થાય તો તમે દીકરીને અહીં લઇ આવજો હું તાંત્રિક વિધાથી બધુજ એનાં મોઢે બોલાવી દઇશ.
વામનરાવે કહ્યું અત્યારે કુંડળી લઇને નથી આવ્યો પણ મારા અભ્યાસ પ્રમાણે કોઇ અધૂરી વાસના છે કે કોઇ પ્રેમ છે અને કોઇ શક્તિ કામ કરી રહી છે જેનો મને ઉકેલ નથી મળતો મારી રીતે જય ધ્યાન કરુ છું તમારો આપેલો કાળો દોરો પણ બાંધ્યો છે પણ છતાં અગોચર અનુભવ ચાલુ છે ગતરાતની વાત બધુ ભયાનક હતી હું પણ ડરી ગયેલો મને લાગે મારું જ્ઞાન કે ભક્તિ પણ કામ નથી કરી રહી.
હું ફરીથી એની કુંડળી અને મારી દીકરીને લઇનેજ આવીશ કારણ કે મારી પત્નિ પણ ખૂબ ચિંતા કરે છે મને વિજ્ઞાન કરતાં શાસ્ત્રોક વિધી પર વધારે વિશ્વાસ છે. ડોક્ટરો તો દાવાકરી આશ્વાસન આપી વિદાય કરે છે બસ ધેનની દવાઓ મળે છે ઉકેલ નહીં હવે તંત્ર મંત્ર કરીને નિવારણ લાવવું પડશે. વામનરાવ ચર્ચા કરી અને ભગ્ન હૃદયે ઘરે પાછાં આવી ગયાં.
************
લલિતાબહેને રાજમલસિંહ આવ્યા દુકાનેથી અને તરતજ ભંવરીદેવી સાથે બધીજ વાતો કરી હતી એ કહી સંભળાવી અને કહ્યું હું મારી બહેન વીણાને વાત કરું છું આશા માટે આ છોકરો છે જોઇએ જો એની ઇચ્છા હોય તો એને રૂબરૂ મળી આવીશું બંન્ને ઘર સારાં છે મારી બહેનને તો ઘણું સુખ છે એકની એક દીકરી છે ધીક્તો ધંધો છે કોઇ વાતે ખોટ નથી વળી જયપુરમાં ને જયપુરમાં છે. તમે ફોન કરીને મારાં બનેવી સાથે વાત કરી લો તો આગળ વધાય.
રાજમલસિંહે સંમતિ આપતાં કહ્યું "હું હમણાંજ ફોન કરુ છું યુવરાજ સિંહને પછી માણેકસિંહ સાથે પણ વાત કરી લઊં છું આ બંન્ને કુટુંબ એક થાય આપણાં માટે આનંદનો વિષય છે બંન્ને જાણીતા -વિશ્વાસુ અને સંસ્કારી છે. બંન્ને છોકરાની જોડી જામશેજ અને એમણે ફોન જોડયો.
વધુ આવતા અંકે - પ્રકરણ -12