The Corporate Evil - 49 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-49

Featured Books
Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-49

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-49
નીલાંગ નીલાંગીને એનાં ઘરે ડ્રોપ કરી કંઇજ બોલ્યા વિના ત્યાંથી ઘરે જવા નીકળી ગયો. નીલાંગીનાં મન હૃદયમાં તોફાન જાગ્યું હતું અને શું હું બધુંજ જુઠુ બોલી રહી છું હું કેમ આવું કરું છું ? નીલાંગનાં પ્રશ્નનો જવાબ ના આપી સકી સમ ખાધાં હતાં છતા... ભીની આંખે નીલાંગને જતો જોઇ રહી ઘરમાં આઇ સાથે વાતના કરીના પ્રશ્નોના ઉત્તર આપ્યાં અને એનાં રૂમમાં જઇ રૂમ બંધ કરીને પલંગ પર ફસડાઇ પડી એને નશો હતો અને હૃદયમાં પીડા.. ત્યાંજ એનાં ફોનમાં મેસેજનો ટોન આવ્યો.
એણે માંડ ફોન ઉચક્યો અને મેસેજ જોયો નીલાંગનો હતો. નીલાંગે લખેલું કે તું હોટલમાં બીયર પીવા બેસી ગઇ મારાં આવતાં પહેલાંજ હું આવ્યો તે મને કીસ કરી ત્યારે બીયર સિવાયની ખાસ ગંધ તારાં મોઢામાંથી આવતી હતી મેં પારખી લીધી હતી આજે તેં મારી સાથે જુઠૂ બોલીને મારું હૃદય તોડી નાંખ્યુ છે તે પાત્રતા ગુમાવી છે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે... મેં એટલેજ તને છેલ્લો પ્રશ્ન પુછેલો કે તેં બીજા કોઇ સાથે ડ્રીંક લીધું છે ? મારે સાચો જવાબ જોઇતો હતો તેં મને સતી સાવિત્રીની જેમ સમ આપી સાચું કહેવા કીધુ હતું પણ તું... તું.. મારે હવે કોઇ પ્રશ્ન નથી કોઇ જવાબ જોઇતાં નથી બાય...
નીલાંગીએ એનાં આખો મેસેજ વાંચ્યો એનું આખું શરીર પાણીપાણી થઇ ગયું આખું અંગ ધ્રુજી ગયું હું છુપાવવા ગઇ પણ પકડાઇ ગઇ છું હવે એને મોં કેવી રીતે બતાવીશ ? હું શું કરીશ ? એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી એની આંખો વરસતી જ રહી ખૂબ અફસોસ હતો પણ હવે ઉપાય નહોતો.
એ સૂતા સૂતા બધુંજ ફીલ્મની જેમ યાદ કરી રહી કે નીલાંગ એની કેટલી કેર લે છે મેં એને સાચેજ દગો દીધો... અમોલ જે સાંભળ્યુ હતું એવો નથી લાગતો સારો માણસ છે મે... મારે એની શેમ્પેઇનની ઓફર નહોતી સ્વીકારવાની મારી ભૂલ થઇ છે હું નીલાંગની માફી માંગી લઇશ ખોટું બોલી છું એ છૂપાવવા ખોટુંજ બોલવું પડશે એક ખોટા સામે હજાર ખોટાં જવાબ આપવા પડશે નહીંતર હું નીલાંગને ગુમાવી બેસીશ એ મનોમન ઇશ્વરને પ્રાર્થના કરવા લાગી મને માફ કરો મારી પાસે ખોટું બોલ્યા સિવાય કોઇ રસ્તોજ નથી અમોલનું તો નામ નહીં લેવાય.. હું કહી દઇશ ઓફીસમાં પાર્ટી હતી મેં થોડું લીધેલું પણ તરત નીકળીગઇ હતી તને ફોન કરી બોલાવી લીધેલો.
નીલાંગી હજી પોતાનાં મનને મનાવી રહી હતી જૂઠું બોલી એનો પ્રેમ બચાવવા પ્રયત્ન કરવાની તૈયારી કરી રહી હતી એને થયુ હુ સામો મેસેજ કરુ ? એ બેસી થઇ અને રડતાં રડતાં મેસેજ ટાઇપ કરી દીધો નીલાંગ સોરી.. ઓફીસમાં પાર્ટી હતી નવા પ્રોજકેટની મેં એકજ સીપ લીધી કોઇને ખરાબ ના લાગે એટલે પણ પછી ઓફીસથી નીકળી ગઇ હતી મને માફ કરી દે... પણ મારે તને હર્ટ નહોતો કરવો મારાં બોસને ખરાબ નહોતું લગાડવું આઇ એમ સોરી.. આટલો મેસેજ ટાઇપ કરી થોડીવાર બેસી રહી ક્યાંય સુધી ટાઇપ કરેલો મેસેજ વાંચી રહી સામે નીલાંગ ઓનલાઇન દેખાઇ રહેલો... એને બીજો વિચાર આવ્યો એટલીવારમાં એ ઘરે પહોચી ગયો ? કે હજી રસ્તામાં કયાંક રોકાઇને લખ્યો મેસેજ એણે ?
પછી મેસેજ સેન્ડ કરીને ફોન સ્વીચ ઓફ કરી દીધો. અને એ રડતી બેડ પર સૂઇ રહી. રડતાં રડતાં ક્યારે એને ઊંઘ આવી ગઇ ખબર ના પડી... થાક માનસિક હતો અને જૂઠૂ બોલ્યાની ગીલ્ટ ઉપરથી દારૂનો નશો એ સૂઇ ગઇ.
************
નીલાંગ નીલાંગીને ડ્રોપ કરીને ઘર તરફ જવા નીકળ્યો પણ એનું મન શાંત નહોતું નીલાંગી જૂઠું બોલી છે એને ખબર પડી ગઇ હતી એને ઉદ્વેગ અને ગુસ્સો બંન્ને હતો એને ચેન નહોતું એણે ઘર આવે પહેલાં હાઇવે પરનાં રૂપા બાર એન્ડ રેસ્ટોરેન્ટમાં રોકાયો વ્હીસ્કીનાં બે લાર્જ પેગ પીધાં.
એને ગુસ્સામાં નશો ચઢી નહોતો રહ્યો એણે દારૂની બોટલ હાફ લીધી અને અને ઘરે આવવા નીકળ્યો ઘરે પહોચ્યો આઇ એ કહ્યું. કેમ દિકરા લેટ થયો ? એનો ચહેરો જોઇને પૂછ્યું કંઇ થયું છે ?
નીલાંગે કહ્યું આઇ કંઇ નહીં આવું બધું ચાલ્યા કરે કાલે સવારે શાંતિથી વાત કરીશું હું ખૂબજ થાક્યો છું કહી એ પણ એનાં રૂમમાં જતો રહ્યો. આઇ જોતીજ રહી એમને ડાઉટ પડ્યો કંઇક તો થયું છે પણ બોલતો નથી કંઇ નહીં સવારે વાત એમ કહી એ સૂવા જતાં રહ્યાં.
થોડીવાર પછી નીલાંગ રૂમની બહાર આવી ફ્રીઝમાંથી સોડા બોટલ-ગ્લાસ બધુ લઇને રૂમમાં જતો રહ્યો. રૂમ બંધ કરી વોશરૂમ જઇને ફ્રેશ થઇ કપડાં બદલીને એનાં ટેબલ પર લખવા માટે બેઠો પણ એને રીપોર્ટ લખવા મન નહોતું કંઇ સ્ફૂરી રહ્યું નહોતું એણે બોટલ કાઢી પેગ બનાવ્યો. પીવાનું ચાલુ કર્યું એનાં મનમાં વિચાર વંટોળ ચાલુ હતો નીલાંગી એવા ક્યાં કામ કરે ખબર નથી ક્યો પ્રોજેક્ટ મળ્યો કે એની ઓફીસમાં પાર્ટી હતી ? નીલાંગીનો મેસેજ વાંચી ડીસ્ટર્બ વધારે થઇ ગયો તો એનામાં સાચું બોલવાની હિંમત નહોતી ? તો સમ શા માટે ખાધા ? કહે છે ઓફીસથી તરત નીકળી ગઇ હતી એને ખબર નથી કે બોસ કે ક્લીગ પીવરાવીને પછી... આગળ કલ્પના કરવાની હિંમત ના ચાલી... એણે મારી સાથે જૂઠૂ બોલીને મારો વિશ્વાસ તોડ્યો છે. હવે મારે એનું મોઢુંજ જોવું નથી... રેસ્ટોરન્ટમાં બીયર એકલી પીવાનું ચાલુ કર્યું હું પહોચું પહેલાં એમાંજ મને વ્હેમ પડી ગયો હતો કે ચોક્કસ કઈ કાળુ કારણ છે મારી કંપની વિના શા માટે પીએ ?
અને હવે વધારે ને વધારે અવિશ્વાસ આવી રહેલો કે એની પાત્રતા સાચવી છે કે કેમ ? હું એની સાથે સંબંધ રાખુ કે કેમ ? એને ગંદી કલ્પનાઓ આવવા માંડી.......
એનાં બોસ પાર્ટી રાખી હશે પછી નીલાંગી ચેમ્બરમાં બોલાવી ડ્રીંક ઓફર કર્યું હશે એનાં પર્સમાં ઘણાં પૈસા હતાં તો એણે શું કેવુ કોઓપરેટ કર્યુ હશે ? બોસ હોય તો શું ? ના ન પાડી શકાય ? કઇ ગરજ એને હતી ?
ડ્રીંક પીધા પછી એનાં બોસે છુટછાટ લીધી હશે ? એને કીસ કરી બાહોમાં લીધી હશે ? શું કર્યુ હશે ? કહે છે તરત ઓફીસમાંથી નીકળી ગઇ હતી ? શા માટે શેનો ડર હતો. એની ગીલ્ટ મને ફોન કરવા મજબૂર કરીને મને બોલાવ્યો બીયર પીવરાવીને એનાં મનનું સમાધાન કરતી હતી ? જૂઠૂ બોલી છે શું નું શું થયું હશે ? મારાથી આ સહન નહીં થાય હું એની સાથે બ્રેકઅપ કરીશ અને છૂટી કરી દઇશ એને જે કરવું હોય એ કરે દારૂ પીવે કે શરીર વેચે મારે કોઇજ લેવા દેવા નથી.
પણ એક વાત નક્કી છે હવે એનાં બોસને કે કોઇને છોડીશ નહીં એવી બાતમીઓ કઢાવીને બરબાદ કરી નાંખીશ પછી વિચાર આવ્યો મને શું ? બધા એમની મેંતેજ બરબાદ થશે નીલાંગીને ખાડામાં પડવુંજ છે તો પડવા દઇશ હવે મારે શું ?
આમ અનેક કલ્પનાઓ સાચી ખોટી કરીને વધારે વ્યગ્ર થયો અને એક સાથે બે મોટા પેગ નીટ પી ગયો એને ઉધરસ આવી ગઇ આંખોમાંથી પાણી નીકળી ગયાં. મગજ ઉપર ગુસ્સો સવાર હતો એને નીલાંગીનાં છેલ્લી મુલાકાતોનાં સંવાદ યાદ આવી ગયાં. તું તારી ઓફીસમાં કામ કરે છે એમ હું કરુ છું તારું હું જોવા આવુ છું તને પ્રશ્ન કરું છું ? મને મારી જાત સાચવતા આવડે છે મારે પૈસાની જરૂર છે હું કામ કરવાનીજ એનો ગુસ્સો એનો રોબ કેવો હતો ? હવે એને જે કરવું હોય એ કરે મારે હવે કોઇ સંબંધ નથી રાખવો. એણે કબુલી જ લીધું ઓફીસની પાર્ટીમાં ડ્રીંક લીધેલું.. બીજુ શું નહીં થયું હોય એની શી ખાત્રી ? આમ પણ એનાં બોસ માટે એને બહુ અભિમાન છે ખૂબ મહેનત કરીને આગળ આવ્યાં છે મને ખૂબ સાચવે છે વગેરે...
એને ક્યાં ખબર છે કે એણે સારપનાં મ્હોરાં પાછળ એ લોકોની મેલી મુરાદ હોય છે તારાં જેવી કેટલીયે એ લોકો વાપરીને ફેકી દેતા હોય છે પણ તને નહીં સમજાય તારાં મનમાં તારોજ નશો છે. પૈસા પેલાએ શું ફેંક્યા આણે બધીજ નીતી ભૂલાવી દીધી સરન્ડર થઇ ગઇ બોસને ખરાબ ના લાગે એટલે પીવુ વાહ અને મારી પાસે જૂઠૂ બોલી હર્ટ કર્યો એનું શું ? એનો એને ફરક નથી પડતો. મને જાણ થઇ ગઇ જાણ્યા પછી મારી માફી માંગે છે... ચલ હટ.. માફી માય ફુટ....
ગુસ્સામાં બબડતો વિચાર કરતો બેડ પર આવ્યો સૂવા પ્રયત્ન કર્યો પણ ગુસ્સા અને સાચી ખોટી કલ્પનાઓને કારણે વધારે હર્ટ થઇ રહેલો એને નીંદરજ ના આવી અને સવાર પડે કામ પર જાય કામનાં એટલો ઇન્વોલ થઇ જાય કે એ કોઇ યાદ ના આવે... એની આંખમાં હર્ટ થયાનાં આંસુ અને ગુસ્સાથી પગ પછાડતો પડ્યો રહ્યો.
એને એવું લાગ્યું કે જેને સંપૂર્ણ સમર્પિત હતો જેની ખૂબ લાગણીથી કેર લેતો એજ બેવફા નીકળી... એની કબૂલાતમાં પણ કેટલાં જૂઠું ફરેબ હશે કોને ખબર ? મધ્યમ વર્ગની છોકરીએ પહેલીવાર પૈસો જોયો... બાદશાહી જોઇ પૈસા સાથે મોજ મજા જોઇ છે હવે એ નહીં છોડી શકે હું મારી જાત સાચવીશ કહેનારી એક સેકન્ડમાં વેચાઇ ગઇ મારો વિચાર ના કર્યો જેને મારી કદર નથી મને વિશ્વાસમાં નથી રાખતી એનાં માટે હું જીવ બાળું છું ? હવે પતી ગયું હું એ હજાર માફી માંગશે તોય માફ નહીં જ કરું એ એનાં રસ્તે હું મારાં એવો નિર્ણય કરી સૂવા પ્રયત્ન કરવા લાગ્યો.....
વધુ આવતાં અંક - પ્રકરણ-50