આગળના ભાગમાં ઝંખના ઝબકીને જાગી જાય છે, ત્યારબાદ તે બાલ્કનીમાં જઈને ફ્લાવર વાસ અને સ્ટ્રીટ લાઈટ નીચે જોઈ છે. લગભગ પોણા ત્રણ વાગ્યાનું સપનું હતું, તેને ઊંઘ આવી રહી નહોતી, તેથી તેણે ગાયત્રી માતા સાધના કરવાનું વિચાર્યું, આખરે સપનાનું રહસ્ય શું છે!? તે જાણવા માટે તે લાઇબ્રેરીમાં જઈ મંત્ર સાધના કરવા લાગી, પરંતુ ત્યાં તેને સોહમે આવીને અટકાવી, તેનું વર્ષો જૂનું રહસ્ય જાણે આંખોની સામે આવી ગયું, તેથી સોહમે તેને સાધના કરવાની ના કહી, તેની જીદ અને પ્રેમ આગળ તે નમી ગઈ, પરંતુ લાયબ્રેરીમાં થયેલી વાતો ગુંજન સાંભળી ગઈ, વર્ષોથી માસીના રહસ્યને અમિતથી શા માટે છૂપાવ્યું.!? એવા ઘણા બધા સવાલોથી તેનું મગજ વિચારે ચડ્યું, તેથી તેનું માથું દુખવા લાગ્યું, તે બામ લગાવી ચાદર ઓઢી તે સૂઈ જાય છે. હવે આગળ..
******************
વરસોથી મનમાં છૂપી આ વાત કેવી છે.!?
સમય બની કરે પ્રહાર આ સંવેદના કેવી છે.!?
દુભાઈ લાગણીઓથી ભીતર આ માયા કેવી છે.!?
વેદનાઓ વિસ્તારી અસહ્ય છુપી આ સંવેદના કેવી.!?
ઝંખનાને સોહમના આલિંગનમાં ઊંઘ આવી જાય છે. વરસો જૂના રહસ્યની ગુંજનને ખબર પડી ગઈ છે, "આ વાતથી બંને અજાણ હોય છે." અચાનક, મળસ્કે ચાર વાગ્યે સોહમની ઊંઘ ઉડી જાય છે.. તે પથારીમાં પડખા ફરે છે, છતાં સૂઈ શકતો નથી, માટે ઝંખનાને ચાદર ઓઢાડી, બાલ્કનીમાં હીંચકા પર બેસી સિગારેટ સળગાવે છે, તેની આંખોની સામે ગૌરીનો ચહેરો રમવા માટે છે. લાઇટર બંધ-ચાલુ,બંધ-ચાલુ કરતા બે ત્રણ દમ મારી, તેના ભૂતકાળમાં પહોંચી જાય છે.
હું જ્યારે તાપી નદીના કિનારે ગુપ્તેશ્વર મહાદેવ ના મંદિરે જ્યારે તે શિવ અભિષેક કરતો.. અને શિવ તાંડવ સ્ત્રોત બોલતો, "ત્યારે દેવાલયમાં આવેલા ભક્તો પણ મહાદેવની આ સ્તુતિમાં ખોવાઈ જતા.." અને મહાદેવની ભક્તિમાં લીન થઈ જતા. જે સમયે તે શિવજીને જળ અભિષેક કરતો, એ જ સમયે પાત્રમાં ગૌરી પણ શિવજીને જળ અભિષેક કરતી.. આ અમારા બંનેનો નિત્યક્રમ હતો.
અમે બાળપણથી જ સાથે રમતા, ભણતા અને મોટા થયા. ગૌરી મને મનોમન પ્રેમ કરતી હતી, પરંતુ તેણે આ વાત ક્યારે પણ મને કહી નહોતી, જ્યારે હું તો ગૌરીને એક મિત્રથી વધુ ક્યારેય પણ માન્યું નહોતુ, ગૌરી તેની બાળપણની મિત્ર છે, તેના માટે મને ખૂબ જ માન હતું.. અને (હોય પણ કેમ નહીં.!?) ગૌરી મારી નાની નાની વાતોનું ધ્યાન રાખતી તેની કાળજી દરકાર મને પણ ખૂબ ગમતી હતી, ગૌરી જેવી મિત્ર પામી હું પોતાને નસીબદાર માનતો, તેના એક તરફી પ્રેમની મને ક્યારેય ખબર પડી જ નહીં.. મારી જિંદગીમાં તો ઝંખના ક્યારે આવી તેની મને ખબર પડી જ નહીં.! અને આ વાત મેં ગૌરીને કીધી નહોંતી.!
કોલેજમાં ઝંખના ને જોતા જ હું તેની તરફ આકર્ષાયો હતો. ધીરે ધીરે અમારા વચ્ચે દોસ્તી થઈ અને દોસ્તી પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ તે ખબર જ નહીં પડી.. અમે બંને એ સાથે જ ગ્રેજ્યુએશન કમ્પલેટ કર્યું હતું..
ભણ્યા પછી તરત જ અમને બંનેને જોબ પણ મળી ગઈ..એક દિવસ અચાનક તેણે મને કહ્યુ: "સોહમ છેલ્લા ત્રણ વર્ષથી આપણે એકબીજાને ઓળખીએ છીએ.." (પ્રેમ કરીએ છીએ,) "શું આપણા ઘરવાળા આપણા લગ્ન માટે મંજૂરી આપશે.!?"
કેમ નહીં.! "મારા મમ્મી પપ્પા માટે મારી ખુશી જ માન્ય છે.." તારા જેવી વહુ મેળવી તેઓ પણ ખૂબ ખુશ થશે.! તું ભણેલી ગણેલી સંસ્કારી કુટુંબની છે.. તુ શું કામ ચિંતા કરે છે.!?
તારી મારી ન્યાત એક નથી,! બસ," મને આ એક જ ચિંતા છે.!?" તું (બ્રાહમણ) અને હું (ક્ષત્રિય) આપણા બંને ના કુળ અલગ છે.. વળી, "મને મારા મમ્મી પપ્પાને કહેવાની હિંમત નથી.!" તેઓએ મારા જન્માક્ષર મેળવવાનું શરૂ કરી દીધું છે.!
મને બીક છે, હું તને ખોવા નથી માગતી.! પ્લીઝ, "તું કંઇક કર.!!"
પ્રેમ કર્યો છે, તો હિંમત તો કરવી જ પડશે.!આવતી કાલે મહા શિવરાત્રી છે, હું કાલે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે જળ અભિષેક કરીશ, તું પણ ત્યાં આવી જશે.. આપણે સાથે અભિષેક કરીશું.. હું સવારે આઠ વાગ્યે મંદિરે તારી વાર જોઈશ, ત્યાંથી હું તને મારા ઘરે લઈ જઈશ,
સાચું, "તારા અને મારા ઘરમાં બધા માની જશે ને..!?"
હા, "મને ભગવાન પર પૂરો ભરોસો છે." અને "તું પણ રાખ.." આવતી કાલે શિવ મંદિરે આવવાનું ભૂલતી નહી.. એમ કહી તેઓ છૂટા પડયા..
બીજે દિવસે ઝંખના શિવ મંદિરે આવી, તેને આવતા પંદર મિનિટ મોડું થયું, આથી તે નિરાશ થઈ મદિરમાં જઈ રહ્યો હતો.
ત્યાં તો પાછળથી બૂમ સંભળાઈ સોહમ..., સોહમ...,
હું ઉભો રહ્યો, મેં ખુશ થઈ પાછળ ફરી જોયું.. તો ગૌરી હતી, અને અચાનક મારી નજર થોડી દૂર ઝંખના પર પડી.
ગૌરીએ કહ્યું: "આજે મારી રાહ જોઈ રહ્યો હતો.!" મને આવતા થોડું મોડું થઈ ગયું.. તે મારા વગર અભિષેક નથી કર્યો...
ના, ના, એવું કંઈ નથી, હું તો કોઈની રાહ જોઈ રહ્યો છું, બસ, જો તે આવી જ ગઈ છે.. "આજે અમે બંને સાથે અભિષેક કરવાના છે.."
આવી જ ગઈ છે.! કોણ? હું જાણું છું... મારે આવતાં મોડું થયું છે, તું મારી જ વાર જોતો હતો.
ના, તું નથી, કોઈ બીજું છે. તું જઈ અભિષેક કરી લે , "હું આવું છું.."
ખુબ મજાક થયો, હવે, ચાલ.. "અભિષેક કરી લઈએ."
"હું મજાક નથી કરતો.."
અચાનક સોહમ પાસે ઝંખનાએ આવી કહ્યું: સોરી, "આવતા મોડું થયું.! તે અભિષેક કરી લીધો હશે.!"
ના, "હું તારી જ રાહ જોઉં છું.." તને આવતા કેમ મોડું થયું.!?
ગૌરી, " હું જેની રાહ જોઈ રહ્યો હતો, એ (ઝંખના) છે.
ઝંખના, આ મારી બાળપણની મિત્ર (ગૌરી) છે..
ઝંખનાનો હાથ પકડી હું તેને શિવાલયમાં લઈ ગયો. મે તેને કળશ ભરી આપ્યો, અને તેને પાત્રમાં પાણીથી અભિષેક કરવા કહ્યું.. પછી મેં શિવ તાંડવ સ્ત્રોત ગાવાનું શરૂ કર્યું, એ દિવસે (મે તેને અને એણે મને) શિવજી પાસે માંગી લીધા.
હું તેણે મારા ઘરે લઈ ગયો. (મમ્મી પપ્પાને) અમારા વિશે બધુ જ જણાવી દીધું.
પપ્પા કુંડલીમાં ખુબ જ માનતા હતા, તેથી તેના જન્માક્ષર મેળવવા..અને તેના મમ્મી પપ્પાને મળવા જવા કહ્યું...
મમ્મીને તો ઝંખુ પહેલી નજરે જ ગમી ગઈ.! મારા મમ્મી પપ્પાની રજા મળી ગઈ. એટલે અડધું ટેન્શન થયું. મેં તેને મારું ઘર બતાવ્યું, પણ મારી ખુશીમાં હું ગૌરીને તો ભૂલી જ ગયો. મારી બેસ્ટ ફ્રેંડને તો હું ભૂલી જ ગયો..તેની મરજી શું છે, એને પણ આ વાત કહેવાની રહી ગઈ.. તે મારા માટે શું વિચારી રહી હશે?! કંઈ નહિ આવતી કાલે જ્યારે તે મને મંદિરે મળશે, ત્યારે હું તેને કહી દઈશ..
***********
ગૌરી શું કહેશે.?
તે તેના પ્રેમની કબૂલાત કરશે.!?
કે તેઓ આજીવન એકબીજાથી અલગ થઈ જશે.!?
(વધુ આવતા અંકે..)
An untoward incident (અનન્યા), દર મંગળવારે માતૃભારતી પર વાંચતા રહો..
🙏જય શ્રી કૃષ્ણ🙏
🌺🌺રાધે રાધે🌺🌺