The Ghost House - 7 in Gujarati Horror Stories by Dhaval Limbani books and stories PDF | ધ ઘોસ્ટ હાઉસ - 7

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ધ ઘોસ્ટ હાઉસ - 7

☠️ધ ઘોસ્ટ હાઉસ - ૭ ☠️



બીજા દિવસની સવાર થાય છે. સૂર્ય ધીમે ધીમે આકાશ પર ચડી રહ્યો છે. થોડી જ વારમાં ગામના લોકોને જાણ થાય છે કે ગામની બહાર એક ગાડીમાં એક સળગેલી લાશ મળી છે. ગામ લોકો ત્યાં પહોંચીને બધી વસ્તુઓ જુએ છે.પોલીસ અને હોસ્પિટલવાળા એનું કામ કરી રહ્યા છે. હોસ્પિટલવાળા ગાડી બહારના અને ગાડી અંદરના સેમ્પલ લે છે ને ત્યાંથી જતા રહે છે.

આ બાજુ મીના અને એના મમ્મી પપ્પા રાહુલની શોધખોળમાં લાગી જાય છે અને બધા ને પૂછપરછ કરવા લાગે છે. થોડીવાર બાદ ગામમાંથી એમને જાણ થાય છે કે ગાડીમાં એક બળેલી લાશ મળી હતી અને તને હોસ્પિટલમાં લઇ ગયા છે. લાશ પૂરેપૂરી બળી ગયેલી હતી જેથી કોણ છે એની જાણ થતી ન હતી.તેથી મીના અને એના મમ્મી પપ્પા જાણવા માટે હોસ્પિટલ પર જાય છે. ત્યા જઈને બધી વાતચીત કરે છે.

થોડા દિવસો બાદ એ લાશનો રિપોર્ટ આવે છે અને તે લાશ રાહુલની હોય એવું સાબિત થાય છે. રાહુલના ઘરે જાણ કરવામાં આવે છે. રાહુલનો પરિવાર શોકમાં જતો રહે છે.

આવી ને આવી બે ઘટનાઓ બનતા ગામના લોકોમાં ડરનો માહોલ પેદા થઈ જાય છે. ગામ આંખું ચિંતિત થઈ જાય છે તેથી ગામની પંચાયત બોલાવવામાં આવે છે. પંચાયતમાં આખા ગામને બોલાવવામાં આવે છે તેથી આંખું ગામ ભેગું થાય છે. ગામ લોકો પંચાયત સામે પોતપોતાની વાતો રાખે છે જેથી ગામની પંચાયતો અમુક નિર્ણયો લે છે.જેમાં ગામના લોકો રાત્રે કોઈ મુસાફરી નહીં કરે, ગામના લોકો રાત્રે ગામની બહાર નહીં જાય, ગામના લોકો હવેલીની આસપાસ પણ જશે નહીં એવા અનેક નિર્ણયો લેવામાં આવે છે.

આમ આવું બધું થવાથી ગામના બધા લોકો રાત્રે ઘરની બહાર નીકળતા નથી, કોઈ ગામની બહાર જતું નથી અને ના તો કોઈ હવેલીની આસપાસ જાય છે. આમ ને આમ દસથી બાર દિવસો જતા રહે છે ને ફરી ગામમાં જેવું હતું એવું ફરી થઈ જાય છે. ગામના લોકો ફરી પહેલાની જેમ જ કામ કરવા લાગે છે અને ગામની બહાર જવા લાગે છે.

" બેટા ક્યાં જાય છે તૈયાર થઈને ? ( રોનકના બા પૂછ્યું )

" અરે બા ક્યાંય જતો નથી."

" ના...ના...ક્યાંય તો જાય જ છે. બાકી તું એટલો બધો તૈયાર થઈને તો ક્યાંય જતો ન હોય."

" અરે મારી બા...! હું તો બસ મારા મિત્રો સાથે બાજુના ગામમાં જાવ છું. ત્યાં સાતમ આઠમનો મેળો જમ્યો છે ને એટલે .!"

" હા તો...! તે મને એમ કેમ કહ્યું કે ક્યાંય જતો નથી એમ .!?

" અરે ....! સારું ચાલો. હવે તો મેં કહી દીધું ને કે હું ક્યાં જાવ છું એમ !"

" હા ... સારું તું જા પણ તારું ધ્યાન રાખજે અને ઘરે વહેલા પાછો આવજે હો."

" હા બા. તમે ચિંતા ન કરતા."

રોનક એક એવો છોકરો જે ક્યારેય સાચું ન બોલતો. હંમેશા બધાની સાથે ખોટું બોલે અને જેમ ફાવે તેમ વર્તન કરે પણ નવાઈની વાત એવી હતી કે બાજુના ગામની એક છોકરી સાથે રોનકને પ્રેમ હતો. એ ગામમાં રોનક દરરોજ એ છોકરીને જોવા માટે જતો. એની સામે જતો, બોલાવવાની કોશિશ કરતો પણ સામે છોકરી કઈ પણ પ્રકારનો જવાબ ન આપતી. છોકરીને રોનકની બધી જ બાબતો વિશે ખબર હતી.

રોનકએ ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી નાખી હતી. કેટલીય છોકરીઓ સાથે પ્રેમના ખોટા નાટકો અને સપનાઓ દેખાડી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને કેટલીય છોકરીઓને દગો દીધો હતો. રોનક જોવામાં એક દમ આકર્ષક અને સુંદર યુવાન હતો. રોનકની ચાલ અને ઠાઠ પાટ એવા હતા કે કોઈ પણ છોકરી એની જાળમાં ફસાઈ શકે. મીઠી મીઠી વાતો કરે અને રંગીન રંગીન સપનાઓ દેખાડે. બસ આજ કારણથી છોકરીઓ રોનકની જાળમાં ફસાતી હતી.

રોનક અને એના મિત્રો મેળામાં પહોંચે છે. ત્યાં પહોંચતા જ રોનક પેલી છોકરીને શોધવા લાગે છે. એ છોકરી દેખાતા જ રોનક એની પાછળ પાછળ ચાલવા લાગે છે.છોકરી જ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ જતો રહે છે. છોકરી ચકડોળમાં બેસે તો રોનક ત્યાં બેસે, છોકરી કોઈ દુકાનમાં ખરીદી કરવા જાય તો ત્યાં રોનક પણ ખરીદી કરવા માટે પહોંચી જાય.

આખરે આ બધી વસ્તુથી હેરાન થતા એ છોકરી રોનકની પાસે આવે છે અને રોનકને પાછળ પાછળ ન આવવા કહે છે. છતાં પણ રોનક એની પાછળ પાછળ જ જાય છે. થોડીવાર બાદ એ છોકરી ઘરે જતી રહે છે અને સાથે જ રોનક અને એના મિત્રો પણ ઘરે જતા રહે છે. રોનક રાત્રે જમી ગામમાં ફરવા માટે નીકળે છે. એટલામાં જ એને મેળા વાળી છોકરી દેખાય છે. રોનક એને જોઈને ખુશ થઈ જાય છે.

સુમસામ અને અંધારા વાળા રસ્તામાં તે છોકરી આગળ આગળ ચાલી જાય છે અને રોનક એની પાછળ પાછળ. છોકરી ક્યારેક ક્યારેક પાછું ફરી રોનકને ખૂબ જ પ્રેમ ભર્યું સ્મિત આપતી જાય છે. આ બધું જોઈ રોનક વધુ આકર્ષિત થાય છે અને એ ક્યાં જાય છે એ બધું ન વિચારી છોકરી પાછળ પાછળ ચાલ્યો જાય છે.

થોડીવારમાં પેલી છોકરી હવેલીના મેઈન દરવાજા પાસે પહોંચે છે. દરવાજો ખોલી એ છોકરી હાથના ઈશારે રોનકને અંદર આવવાનું કહી ચાલતી ચાલતી હવેલીના દરવાજા પાસે ચાલી જાય છે.રોનક ફટાફટ દોડતો દોડતો હવેલીના મેઈન દરવાજા પાસે ઉભો રહી જાય છે. ફરી પેલી છોકરી પાછું ફરી રોનકને આકર્ષવા માટે પોતાના હોઠ વડે રોનકને ઉડતું ચુંબન મોકલે છે. આ જોઈ રોનક ફટાફટ એની પાસે આવવા માટે ફટાફટ ચાલ્યો જાય છે અને છોકરી હવેલીની અંદર ચાલી જાય છે.

રોનક ફટાફટ ચાલી હવેલીની અંદર પહોંચે છે. હવેલીની અંદર પહોંચતા જ રોનક એ છોકરીને જુએ છે. એક દમ મસ્ત ખુલ્લા વાળ, નશીલી આંખો, હોઠ પર હલકી ગુલાબી લિપસ્ટિક, મસ્ત મઝાનો ડ્રેસ જોઈ રોનકની આંખોમાં એ છોકરીનો નશો ચડી જાય છે. પેલી છોકરી ધીરે ધીરે પગથિયાં ચડી ઉપરના રૂમમાં જતી હોય છે અને રોનક પણ એમની પાછળ પાછળ જતો હોય છે. રૂમમાં પહોંચતા જ રોનકને એ છોકરી બેડ પર બેઠેલી દેખાય છે. એ છોકરીએ માથા પર ચૂંદડી ઓઢેલી હોય છે. રોનક એની પાસે જઈને બેસે છે અને પોતાના હાથ વડે એ ચૂંદડી ઉંચી કરે છે. ચૂંદડી ઊંચી કરતા જ રોનકને ખૂબ જ ભયાનક ચહેરો દેખાય છે. એ ચહેરો જોતા જ રોનક ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે પણ પેલી સ્ત્રી પોતાની શક્તિ વડે રૂમનો દરવાજો બંધ કરી દે છે. રોનક મોટે મોટે થી "મને બચાવો " , " મને બચાઓ " એવી બુમો પાડવા લાગે છે.

સ્ત્રી પોતાની શક્તિ વડે રોનકને એની પાસે ખેંચે છે. પાસે પહોંચતા જ રોનકને જોરથી ગાલ પર એ સ્ત્રી તમાચો મારે છે. તમાચો પડતા જ રોનક સામે પડેલા ટેબલ પર અથડાઈ છે. એ સ્ત્રી બેડ પરથી ઉભી થઈ રોનક પાસે આવે છે. રોનકની સામે ઉભી રહી રોનકને હવામાં ઉછાળે છે અને આ દીવાલથી પેલી દીવાલમાં અથડાવે છે. રોનક જોર જોરથી બુમો પાડે છે. સફેદ સાડી પહેરેલી, લોહિયાળ ચહેરો ધરાવતી અને ખુલ્લા ભયાનક વાળ વાળી સ્ત્રીને જોઈને રોનક ખૂબ જ ડરી જાય છે.

રોનકના ડરવાથી એ સ્ત્રી રોનકના શરીરમાં પ્રવેશી લે છે. શરીરમાં પ્રવેશતા જ રોનક ( સ્ત્રી ) બારણું ખોલી સીડી પરથી નીચો આવે છે. રસોડામાં જઇ ધારદાર ચાકુ ઉપાડે છે.એ ચાકુ વડે પોતાના શરીર પર ચિરાઓ પાડે છે.હાથ , પગ , પેટ , છાતી અને મોઢા પર કેટકેટલાય ચિરાઓ પાડે છે. સ્ત્રી રોનકના શરીરમાંથી બહાર આવે છે અને રોનક સામે ઉભી રહી જાય છે. રોનક દર્દથી બેહાલ થઈ જમીન પર પડ્યો પડ્યો ચીસો પાડતો હોય છે. સ્ત્રી રોનક સામે ઉભી ઉભી હસતી હોય છે.

સ્ત્રી રસોડામાં જઈ મીઠું લઇ આવે છે અને એ મીઠું રોનકના શરીર પર છાંટે છે. મીઠું રોનકના શરીર પર પડતા રોનકને અસહ્ય દર્દ થાય છે. દર્દ એટલું બધું થતું હોય છે કે રોનક રડતા રડતા આમ તેમ જમીન પર આળટતો હોય છે અને ચીસો પાડતો હોય છે.

સ્ત્રી ફરી રોનકના શરીરમાં પ્રવેશ કરે છે અને પોતાના જ શરીર પરના ઘા ઉપર મીઠું લગાવે છે.રોનકના શરીરમાંથી લોહી નીકળતું નીકળતું જમીન પર પડતું હોય છે. રોનકનું આખું શરીર લોહી લોહી થઈ ગયેલું હોય છે. રોનક ફરી ચાકુ હાથમાં લઈ પોતાનું ગુપ્ત અંગ ચાકુ વડે કાપી નાખે છે. સ્ત્રી ફરી રોનકના શરીર માંથી બહાર આવી બોલે છે,

" કયુ .... ! ક્યાં હુઆ....?
તુમ્હે હી ઔરત કી ઈજ્જત સે ખેલ ને કા શોખ થા ના....!
અબ ખૈલો.....!"

" તુમ ને ના જાને કિતની લડકીયો કી જિંદગી બિગાડી હૈ..!

કૈસા લગ રહા હૈ આજ તુમ્હે ?"

રોનક ખૂબ મોટે મોટે થી રડતો અને દર્દથી બુમો પાડતો હોય છે. રોનક એક પણ પ્રકારના જવાબ આપવા માટે હોશમાં હોતો નથી. બસ એ પોતાના દર્દમાં જઝુમી રહ્યો હોય છે.

સ્ત્રી રોનકનો પગ પકડીને પેલા ફોટા પાસે લઈ જાય છે.ત્યાં પહોંચી રોનકનું લોહી હાથમાં લે છે અને ફોટા સામે હાથમાંથી ટીપાં પાડતી પાડતી બોલે છે.

"દેખ લો યે ખૂન .. ! ઇસી કા ઇંતજાર થા ના ..?
તો લિજીએ... એ બદલા ભી પુરા હુઆ."
થોડીવાર ફોટા સામે જોઇને ફરી રોનક પાસે જાય છે. રોનકના બે પગ કાપે છે. હવેલીની બહાર જઈ અગ્નિ પ્રેટાવે છે અને એ જ અગ્નિમાં રોનકના પગ અને એનું ગુપ્ત અંગ સળગાવી દે છે.

આકાશમાં ચારેબાજુ કાળા વાદળો છવાઈ જાય છે. કડકડતી વીજળી થવા લાગે છે અને જોર જોરથી પવન પણ ફૂંકાવા લાગે છે. કુતરાઓ મોટે મોટે થી ભસવા લાગે છે અને સ્ત્રી જોર જોરથી હસવા લાગે છે.

સવાર પડતા ગામના સ્મશાનમાં એક વ્યક્તિને કોઈ બળતું હોય એવું દેખાય છે. ( સ્ત્રી વહેલી સવારમાં સ્મશાનમાં આવી રોનકની લાશને બાળી દે છે ) એ વ્યક્તિ ગામ લોકોને બોલાવે છે અને ત્યાં પહોંચે છે. ગામ લોકો થોડી તપાસ કરે છે ત્યાં એમને રોનકનું પાકીટ મળી આવે છે. બોવ જ બધી તપાસ બાદ આખરે ગામ લોકોને જાણ થાય છે કે બળવા વાળી વ્યક્તિ રોનક હોય છે.


ક્રમશઃ


હવે શું કરશે આ સ્ત્રી ?
હવે ગામના ક્યાં વ્યક્તિને મારવાની છે ?
આ બધું તે શા માટે કરતી હતી ?
આ બધા ના જવાબ મળશે " ધ ઘોસ્ટ હાઉસ "માં તો વાંચવાનું ના ભૂલતા અને હા વાંચ્યા પછી કમેન્ટ કરવાનું ન ભૂલતા..

For more updates follow me in instagram
@dhaval_limbani_official