The Ghost House - 4 in Gujarati Horror Stories by Dhaval Limbani books and stories PDF | ધ ઘોસ્ટ હાઉસ - 4

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ધ ઘોસ્ટ હાઉસ - 4

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૪ ☠️



ત્રણેય મિત્રો તાળું તૂટે એવી વસ્તુ શોધવામાં લાગી જાય છે. હવેલીમાં આગળ જતાં જ અવધને લોખંડનો એક પાઇપ મળે છે. એ પાઇપ લઈ અવધ એ બારણાં પાસે આવી તાળું તોડવા લાગે છે. એક ઘા , બે ઘા , ત્રણ ઘા અને ચોથો ઘા મારતા જ તાળું તૂટી જાય છે. તાળું તૂટતા જ રૂમની અંદરથી જોરદાર અવાઝ આવે છે. એક કાળો પડછાયો રૂમની અંદર આમ તેમ ફરવા લાગે છે. અવધ ધીરે ધીરે બારણાંનો આંકડીયો ખોલી ધીરેથી બારણું ખોલે છે. બારણું ખોલતા જ અચાનક જોરદાર અવાઝ સાથે એ કાળો પડછાયો રૂમની બહાર આવે છે, હવેલીની તમામ લાઈટો શરૂ બંધ શરૂ બંધ થવા લાગે છે, હવેલીના તમામ બારી અને બારણાં ધડાકા ભેર બંધ થઈ જાય છે, હવેલીની બહાર કુતરાઓ જોર જોરથી ભસવા લાગે છે, આકાશમાં કાળા વાદળો સીધી દિશામાં ગતિ કરવા લાગે છે અને સાથે જ ધડાકાભેર વીજળીના ચમકારા હવેલીની આસપાસ થવા લાગે છે.

" એ....એ ...... અ......અવધ્યાં. મેં તને કીધું હતું ને કંઈક થવાનું છે. તો પણ તું મારી વાત ન માન્યો."

" એલ્યા પણ મ....મ.....મને થોડી ખબર હતી કે આવું ક....કંઈક થશે ઉદયા."

" તમે બંને હવે બ....બ....બ...બંધ થાવ.જયદીપે કહ્યું."

" એલા....અવધ્યાં.મને ખુબ જ ડર લાગે છે. તું...તું કંઈક કર ને યા...ર.."

" પણ હું શું...શુ કરું?"

એટલામાં જ એક કાળો પડછાયો આ ત્રણેય મિત્રોની સામે આવી જાય છે. જેમ ધુમાડાના ગોટા હવામાં ઉડતા હોય એવો આ પડછાયો લાગતો હતો.

" એલ્યા.............અવધ્યાં......સા......સા......સા....સામે....જો.
....જો.... ભુ....ભુ.....ભૂત.."

" હું એ...એ....એ....જ જોવ છું ઉદયા."

" હવે તો પાકું આપણે ત્રણેય મ....મ.... મારવાના છીએ."

" એ જયલા ! એવું ન...ન... ન બોલ યાર. હજુ તો મારા લ...લ..લગ્નભી નથી થયા."

"હા.... તો મારા પણ ક્યાં થ....થઈ ગયા છે."

" એલ્યા તમારું તો ઠીક છે ઠીક છે. મારે તો ગર્લફ્રેન્ડ છે. એનું તો વિચારો."

અચાનક જ એ પડછાયો ધીરે ધીરે એક સ્ત્રીનું રૂપ લેવા લાગે છે. એ સ્ત્રીએ સફેદ કલરની સાડી પહેરેલી હોય છે, મોઢા અને હાથ પર લોહીના નિશાન હોય છે. માથા પર ખુલ્લા વાળ લહેરાતા હોય છે, આંખો જ્વાળામુખીની જેમ લાલ થઈ ગયેલી હોય છે. આંખમાં આંખનો ડોળો એક દમ મોટો અને કાળો હોય છે.

" મેં ના.... ના....ના.... પાડી હતી કે અંદર નથી જવું તો પણ તું....તું...તું અહીં અમને લઈ આવ્યો અવધ્યાં "

" એલ્યા હવે એ મુક ને..ને... અને સામે જો ભુ......ભુ......ભૂત."

" કે...કેમ થયું અવધા. તા...તારી પણ ફાટી ને હા..હા...હાથમાં આવતી રહીને ? "

અચાનક એ સ્ત્રી મોટા ડરામણા અવાજે બોલે છે " કૌન હો ......... ઔર યહાઁ પે કયું આયે હો..... ? "

ત્રણેય મિત્રો એક દમ ચૂપચાપ ઉભા રહી જાય છે. એક પણ ના મોઢામાંથી એક પણ જાતનો શબ્દ નીકળતો નથી.

" મેં ને પુછા. કૌન હો....... ઔર કયું આયે હો યહાઁ ....."

ત્રણેય મિત્રો એટલા બધા ડરી જાય છે કે એક પણ ના મોઢા માંથી શબ્દ નીકળતો નથી. એટલામાં જ ઉદય એટલો બધો ડરી જાય છે કે એનું પેન્ટ ભીનું થઈ જાય છે.

" ( એક દમ ધીમા અવાઝે ) એલ્યા ઉદયા મને પાછળ કંઈક ભીનું ભીનું લાગે છે "

" એ હવે ભીનું જ રહેશે અવધા "

" કેમ ભીનું ? "

" અરે આપણા આ ભાઈનું પેન્ટમાં જ નીકળી ગયું છે "

" છી.....છી.....ઉદયા.. તું થોડીવાર પેલા તો ગયો હતો ને પાછો ?"

" એલ્યા અવધા. ઉદયાની પૂરેપૂરી લાગી ગઈ છે. હવે તું વધારે ના બોલ બાકી બીજું પણ નીકળી જશે."

" એ..એ..ના... ના...હો."

એવામાં ફરી એ સ્ત્રી બોલે છે " કયું આયે હો યહાઁ ? "

અવધ ડરતા ડરતા જવાબ આપે છે. હ..હ...હમને કુછ નહીં કિયા. હ...હ...હમ લોગ તો યહાઁ સે ગુઝર રહે થે ઓર અચાનક ટાયર પંચર હો ગયા. ઇસ લિયે યહાઁ પે રુકે તો..

" મુજે પતા હૈ વો. પર આપ લોગ યહાઁ અંદર કયું આયે ? "

" અરે હમ લોગ તો સિર્ફ યહાઁ આપકો બ...બ... બચા ને આયે થે. હમને આપકી અવાઝ સુની ઇસ લીએ આપકો બચાને આ ગએ."

" ચુપચાપ યહાઁ સે નિકલ જાઓ ઓર દોબારા યહાઁ પે આને કી કોશિશ ભી મત કરના.એ સ્ત્રી એ જોરદાર અવાઝે કહ્યું."

આમ આટલું બોલતા જ ત્રણેય મિત્રો એટલી ઝડપથી ભાગે છે કે એ લોકોને ખબર જ નથી રહેતી કે ક્યારે તે લોકો ગાડી પાસે પહોંચી જાય છે. ફક્ત ખાલી "ભૂત , ભૂત " બોલતા બોલતા દોડતા જાય છે. અવધ ફટાફટ ગાડી ચાલુ કરે છે અને ફટાફટ ત્યાંથી નીકળી જાય છે.

આ બાજુ એ સ્ત્રી હોલમાં આવે છે અને ધીરે ધીરે ચાલતા ચાલતા હેવલીની એક દીવાલ સામે ઉભી રહી જાય છે. તે દીવાલ પર લાગેલા એક ફોટા ને જુએ છે અને બોલે છે.
" મેં બદલા લૂંગી ,
મેં સબકો માર ડાલૂંગી,
મેં કિસી કો નહીં છોડુંગી ,
મેં આ રહી હું."

આમ આટલું બોલતા જ એ સ્ત્રી એક પડછાયાનું રૂપ લઈ હવેલીની બહાર જતી રહે છે. હવેલીનો દરવાજો બંધ થઈ જાય છે, તમામ લાઈટો પણ બંધ થઈ જાય છે. વતાવરણ એક દમ શાંત બની જાય છે.


ક્રમશઃ


કોણ હતી એ સ્ત્રી ?
કયો બદલો લેવાની હતી ?
અને કોને મારવાની હતી ?
અને ક્યાં ગઈ તે સ્ત્રી ?

આ બધા જ સવાલ ના જવાબ મળશે " ધ ઘોસ્ટ હાઉસ -૫" માં તો વાંચવાનું ના ભૂલતા.

For More Updates Follow me in Instagram
@dhaval_limbani_official