Strange story of Priya ..... 12 in Gujarati Fiction Stories by Parul books and stories PDF | અજીબ કહાની પ્રિયા ની.....12

The Author
Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

અજીબ કહાની પ્રિયા ની.....12

"ચાલ પ્રિયા હવે હું જાઉં છું. ઘણું જ મોડું થઈ રહ્યું છે. મારે હજી ઓફિસનાં બે- ત્રણ કામ પતાવવાના છે ને પછી ઘરે પહોંચીશ."

"હા.. બસ...હવે..જા.. મેં તને ક્યારનો રોકીને રાખ્યો છે, નઈ."

"આવજો.... માયાભાભી..., બાય પ્રિયા.."

"આવજો...લલિતભાઈ .." માયાએ કીધું.

"બાય...લલિત...બીજીવાર આવી જ રીતે આવી જજે..."

"એ...હા...".કહી લલિત ત્યાંથી રવાના થઈ ગયો.

લલિત આવીને મળી ગયો પછી પ્રિયાને થોડું સારું લાગવા માંડ્યું હતું. પહેલાં કરતાં થોડી સ્વસ્થ રહેવાં લાગી હતી. સુશીલનાં દુબઈ ગયાં પછી અઠવાડિયે એનો ફોન આવ્યો. એ વખતે મોબાઈલ ફોન નહોતાં.

"પ્રિયા...ઓ...પ્રિયા..." કમલેશે પ્રિયાને અવાજ આપ્યો.

"હં...મોટાભાઈ..."

"જલ્દીથી બહાર આવ ...સુશીલકુમારનો આઈ. એસ. ડી. કૉલ છે."

આ સાંભળી પ્રિયા તરત જ રૂમમાંથી બહાર આવી ગઈ. ને સુશીલ સાથે ફોન પર વાત કરવાં લાગી. બે જણ વચ્ચે ઘણી લાંબી વાત ચાલી. પ્રિયા હસી - હસીને સુશીલ સાથે વાત કરી રહી હતી. અડધો કલાક સુધી બંને વચ્ચે વાત ચાલી. આવતે અઠવાડિયે ફરીથી ફોન કરશે એમ કહી સુશીલે ફોન મૂકી દીધો. આવી જ રીતે એક વર્ષ સુધી અઠવાડિયામાં એક વાર સુશીલ પ્રિયા સાથ વાત કરી લેતો.

આમ ને આમ એક વર્ષ વીતી ગયું ને કંપની સાથેનો બે વર્ષ માટે દુબઈમાં રહી કામ કરવાનો સુશીલનો કરાર પૂરો થઈ ગયો હતો. ને એ દુબઈથી ઈન્ડિયા આવવા માટે ત્યાંથી રવાના થઈ ગયો. એ જ કંપની માટે તેણે હવે ઈન્ડિયામાં રહીને કામ કરવાનું હતું. એ ઈન્ડિયા પાછો આવી ગયો એ ખુશીમાં એક પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં શહેરનાં અનેક જાણીતાં લોકો શામેલ હતાં. કમલેશ, માયા અને પ્રિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પાર્ટીનાં દિવસે સાંજે સુશીલે ત્રણેયને લેવા માટે ગાડી મોકલાવી હતી. ત્રણેય પહોંચ્યાં પાર્ટીમાં. પાર્ટીની રોનક જોઈને ત્રણેયની આંખ પહોળી રહી ગઈ. સુંદર સજાવટ, શહેરનાં અગ્રણી લોકો, ખાવાં - પીવાંની અનેક - વિધ આઈટમ્સ, લાઈવ મ્યૂઝિક , ...આવી લેવિશ પાર્ટી એ લોકોએ પોતાનાં જીવનમાં પહેલી જ વાર જોઈ હતી. બધાં જ લોકો પાર્ટીને ખૂબ જ એન્જોય કરી રહ્યાં હતાં. કમલેશ અને માયાને પણ મજા આવી રહી હતી. પાર્ટીમાં એવાં પણ થોડાંક લોકો હતાં જેમની સાથે તેઓને ફાવી ગયું હતું. પ્રિયા સુશીલ સાથે હતી.

"ભાભી આમારી જોડે રહોને...થોડી વાર. અમને તમારાં વિશે જાણવું છે. તમારી પસંદ , નાપસંદ વિશે સાંભળવું છે." સુશીલની કેટલીક કઝીન બહેનોએ પ્રિયાને કીધું.

એ લોકોની વાત સાંભળી પ્રિયાએ સુશીલ સામે જોયું. સુશીલે આંખનાં ઈશારે પ્રિયાને એ લોકો સાથે રહેવાની હા પાડી ને પોતે ફ્રેન્ડ્સ સાથે બીઝી થઈ ગયો. પ્રિયા એની નણંદો સાથે વાતો કરવાં લાગી. થોડીક વાતો અને થોડીક મજા - મસ્તી એ લોકો સાથે કરી પ્રિયા સુશીલ પાસે ગઈ.

"સુશીલ..."

"હા..., બોલ પ્રિયા.. "

"હવે અમે જઈએ છીએ. બહુ મોડું થઈ ગયું છે.."

"પણ હજી પાર્ટી પતી નથી .., "

"હા...., પણ અમને હજી ઘરે પહોંચતાં કલાક થશે ને પછી મોટાંભાઈને સવારે વહેલાં ઓફિસ પણ જવાનું છે તો..."

"સારું.., સારું..."

સુશીલ પ્રિયા જોડે કમલેશ અને માયાને મળવાં જાય છે. ને પછી ચારેય સુશીલનાં માતા - પિતાને મળવાં માટે ગયાં. એ લોકોને આવજો કરી સુશીલ એ લોકોને જમવા માટે લઈ ગયો. જમીને એ લોકો સુશીલની ગાડીમાં ઘરે જવાં માટે નીકળી ગયાં.

"મજા આવી ગઈ. ખૂબ જ સરસ પાર્ટી હતી." માયા બોલી.

"હા...તો..." કમલેશે હામી ભરી.

"પ્રિયાબહેનને તો એની નણંદો છોડતી જ નહોતી. વાતો કર્યે જ રાખતી હતી. ભાભી..., ભાભી...કર્યા કરતી હતી."

"બરાબર છે..."

કમલેશ અને માયા વાતો કરતાં હતાં. પણ પ્રિયા ચૂપ હતી. એ આ લોકોની વાતો પર થોડું સ્મિત કરતી ને પછી બારીની બહાર જોયે રાખતી હતી.

ઘરે આવી કમલેશ અને માયા પોતાનાં રૂમમાં જતાં રહ્યાં ને પ્રિયા પોતાની રૂમમાં જતી રહી. ફ્રેશ થઈ બેડ પર આડી પડી. સૂતાં - સૂતાં એ કંઈક વિચાર કરી રહી હતી.

આટલી સરસ પાર્ટી હતી, સુશીલે એને સારી રીતે રાખી હતી, એનાં ઘરનાં લોકોએ પણ એની સાથે સરસ વર્તન કર્યું હતું છતાં પ્રિયાનાં મોઢાં પર ખુશી દેખાવાને બદલે ઉદાસી છવાઈ ગઈ હતી. કંઈ અજુગતું જ એ મહેસૂસ કરી રહી હતી. એને પોતાને પણ એ ખબર નહોતી પડતી કે પાર્ટીમાં જઈને આવ્યાં પછી ખુશ થવાને બદલે એ ઉદાસ કેમ હતી?

(ક્રમશ:)