-: અપર-મા=૮
હું અને મારી કારનો ડ્રાઇવર અમે બંને પરત આવતાં હતાં ડ્રાઇવરે જણાવેલ સાહેબ સરકીટ હાઉસ લઇ લઉ ? ના પહેલાં સેકટર-૨૯ માં લઇ લો.
રસ્તામાં ડ્રાઇવરની સાથે વાત કરતાં કહ્યું તને ખબર છે ? પહેલાંની પત્ની હોય તો તે માનીતી હોય અને બીજી પત્ની હોય તો અણમાનીતી હોય ? પહેલી પત્ની સાથે જે પ્રેમ, ઉત્સાહ, ઉમંગ હોય તે બીજી પત્ની સાથે ન રહે પહેલાં જેવાના સંબંધમાં ઓટ આવે ?
હા હોય તે બરાબર બીજી જે અણમાનીતી હોય તેને પણ તેનું સુખ દુઃખ જેની પાસે રજુ કરી શકે એવી વ્યકિતની જરૂરત તો હોય ને ? જો તેમ ન બને તો તેની જીંદગી તો નર્ક જેવી બની જાય તેમાં કોઇ બે મત નથી.
ડ્રાઇવર થોડું ઘણું ભણેલો હતો અને મારી પત્રકારની કામગીરીમાં તે મારી સાથે દસ વર્ષથી કામ કરી રહેલ હતો તેથી સારા નરસાથી ઘડાયેલ પણ હતો. તેણે ધીમે રહીને મને કહ્યું સાહેબ,આપણે રાજપૂત સાહેબના ઘરે ગયેલ તેમને ત્યાંની તો વાત નથી ને ?
હા...ડામોર તારી વાત બીલકુલ સાચી છે તેમને ત્યાંની જ વાત છે. તેમણે ફરથી બીજા લગ્ન કરેલ છે. પરંતુ બીજા લગ્ન ફક્ત ને ફક્ત તેમની પહેલી પત્નીને આપેલ વચન ખાતર જ કરેલ તેમ તેમનું કહેવું છે. તેઓ તેને પરણીને ઘરમાં તો લાવ્યા પરંતુ તેને પત્ની તરીકેના જે હક્ક આપવા જોઇએ તે આજદીન સુધી ન આપ્યા. એક રીતે જો જોવા જઇએ તો તેના જેવી બીજી કોઇ ખાનદાન સ્ત્રી કયારેય કોઇને ન મળે. તેને પારૂલબા જેવી નાની ઢીંગલીને આટલી મોટી સંદર બનાવી તેનું જતન કર્યુ તો કર્યુ પરંતુ સાથે તેને તેની જીંદગીમાં જે માતૃત્વ મેળવવાનો હકક હતો તે હકક તો તેણે અર્પણ કરી દીધો ને ! એક રીતે જોઇએ તો તેને તેની જીંદગીનું બલીદાન આપ્યું કહીએ તો તે અસ્થાને ન લેખાય.
વાત પુરી થતાં થતાં કાર રાજપૂત સાહેબના સેકટર-૨૯ ના બંગલાના ઝાંપા આગળ આવી ઉભી રહેવાનો અવાજ સંભળાતા જ બંગલાના મકાનની અંદરની લાઇટો ચાલુ થયાનું દેખાયું, જયાં અંધકાર હતો ત્યાં રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો. બંગલાનો દરવાજો ખોલીને જોયું તો તે મારી કાર જોઇને ત્યાં ને ત્યાં જ દરવાજા પાસે તેને અઢેલીને જ ઉભી રહી.
હું એક પત્રકાર તરીકેના દીલથી ખરા અંતઃકરણથી તેમને મળવા આવેલ પરંતુ તેણીના ચહેરા પર જે ઉદાસીનતાના ભાવ પથરાયેલાં હતાં તે જોઇને મને કારમાં નીચે ઉતરવા ઘણોજ પ્રયત્ન કરેલ પરંતુ કાશ ! હું ન તે ન ઉતરી શક્યો. મારા પગ પર કોઇ મોટો ભારે વજન બાંધેલ હોય તેવો મને અહેસાસ થતો હતો. બારણાના સહારે તેને અઢેલીની ઉભી રહેલ તે નિઃસહાય સ્ત્રીની ચહેરા પરની વેદના કે જે આ ભવમાં કયારેય કોઇ સંજોગોમાં પુરી થઇ શકવાની નથી. તેના ચહેરા પરના આ ભાવ જોઇને હં ઘણો પ્રયત્ન કરવા છતાં નીચે ન ઉતરી શક્યો.
ડ્રાઇવરને મેં કહ્યું..........ડામોર ચાલ કાર સ્ટાર્ટ કર.........સરકીટ હાઉસ લઇ લે.
મારી કાર જેવી ઊપડી ત્યારે મારી નજર પડી તો તે જયાં દરવાજા આગળ ઉભી હતી ત્યાંથી દોટ મુકીને બહારના મુખ્ય ઝાંપા સુધી દોડતી દોડતી આવી ગઇ હતી. તે કંઇક બોલી પણ ખરી તેવું મને લાગ્યું કારણ હું કાચમાંથી તેનો ચહેરો જોઇ શકતો હતો. પરંતુ કારના અવાજ અને ગ્લાસ બંધ હોવાને કારણે તે શું બોલી તે હું સાંભળી ન શક્યો. તેનો અગાઉનો ચહેરો..........અને હાલનો ચહેરો.........જોઇ પાછું મારૂ મન ચકરાવવા માંડ્યું હતું......
શું ખરેખર આ સ્ત્રીને અપરમા..........અપરમા...........અપરમા.....કેવી રીતે આપણે કહી શકીએ..............? જેણે એક નાની બાળકીને મોટી કરવા માટે તેના માતૃત્વનું નો બલીદાન આપ્યું ને!!
........સંપૂર્ણ.......
દિપક એમ. ચિટણીસ
dchitnis3@gmail.com