નરોતમ એની વિધિ પુરી કરી વાતનો હલ લાવે છે.. ત્યાં જ ફોનની રીંગ વાગે છે બા ઘરની અંદર વાત કરવા જાય છે...હવે આગળ.....
રચના દિક્ષા પાસે બેસે છે ઝુલા પર...અને દિક્ષા પણ એક ઊંડી લાગણીથી રચનાના હાથ પર હાથ મુકીને સહાનુભૂતિ દર્શાવે છે. રચના બોલી "બા એ તને જે કહ્યું એ વાત મને આજ ખબર પડી.! મને કયારેય કોઈએ આ વાતની લેશમાત્ર જાણ નથી થવા દીધી..આવો સમજુ પતિ અને પ્રેમાળ સાસુ હોય ત્યાં મારા જેવા નમાલા ન શોભે..( આમ કહી નિઃસાસો નાંખે છે.)
રચના થોડીવાર શાંત થઈ પછી કહે છે "તે એક જ બાજુની વાત સાંભળી હવે મારી વાત પણ સાંભળ.. મેં શું વેઠ્યું એ હું પણ આજ કહીશ તને..."
દિક્ષાએ વિચાર્યું 'જે હિંમતવાળી રચના પહેલાની હતી એની બાળપણની સખી એ કેવી આજ નિર્માલ્યપણે જીવે છે..એ બહું દુઃખ અનુભવે છે. ' પછી પોતાના આંસુ લુછતા કહે છે.." બોલ, હું તારા માટે જ આવી છું..જો મને ખબર હોત કે તું આવી પરિસ્થિતિમાં છો તો હું......પણ ક્યાંક મદદ કરત..". આમ કહી બેય એકબીજાને સાંત્વના આપતા ભેટી પડે છે..
રચના કહે છે "દિક્ષા મને રોજ ઝાડપાન સાથે સમય વિતાવવો ગમે છે એ તને ખબર જ છે.. હું પાછળના બગીચામાં પાણી પીવડાવુ કે સફાઈકામ કરૂં કે એ બદામડી પાસેની જમીન તપતી હોય એવી લાગે. એક દિવસ હું ત્યાં ખુરશી નાંખીને વાંચન કરતી હતી ને મારા ભાઈનો ફોન આવ્યો...કે મારા ભાભીને બાર વર્ષે દિકરો આવ્યો છે.. પણ એ શિશુની તબિયત બહું નાજુક છે તું વહેલી સવારે અમદાવાદ હોસ્પિટલમાં પહોંચી જા."
મેં વિનય સાથે વાત કરી. હું સવારની તૈયારી કરવા લાગી. પણ એ જ રાતે મેં આટલા વર્ષે મારી ભાભીને સંતાનનું મોં જોવા મળ્યું છે તો હવે એ સંતાન ગુમાવવાનો વારો આવે તો ભાઈ-ભાભીની શું દશા થશે..? એ વિચારે મેં બહું મનોમંથન કર્યું.. છેલ્લે તો ભગવાનને કહ્યું પણ ખરા કે "મારો જીવ લઈ લે પણ એ માસુમને બક્ષી દે......"
એ રાતે જ મારી તબિયત બગડી .. ખરૂં કહું , ' હું આ દુનિયામાં હતી જ નહીં.. હું જે દુનિયામાં હતી ત્યાં બાળકો જ હતા..એવા બાળકો જેની ચામડી જ નહોતી.. પાણીના પરપોટા સમાન શરીર જેવા.. એ બધા મને ઘેરી પોતાની નવી જીંદગીની કામના કરતા હોય એવા..એના પર એક હુકમ ચલાવનાર વિકરાળ દાંત અને ચહેરાવાળો દસેક વર્ષનો બાળક... મનચાહે એ રૂપ ધારણ કરનારો...એ મને પણ કાબુમાં કરવા જુલ્મ ગુજારતો પણ મેં મારા ભાઈના સંતાનને બચાવવાની પ્રાર્થના ત્યાં પણ ચાલું જ રાખી..
એ વિકરાળ દાંતવાળા બાળકનું નામ બાલાસુર હતું..એણે મને એક શરતે એ નવજાત શિશુને બચાવવા માટે સહમત કરી. આ મારા ઘરનાં આંગણામાં એનું શબ દાટ્યું છે એ લેવા આવ્યો હતો એ મારા શરીરમાં.. મેં આ શરત મંજુર રાખી ભાઈની ખુશી માટે...એણે જે હરકતો કરી એ મને ખબર નથી પણ એ એટલો ક્રુર હતો કે ત્યાં પણ એણે મને દુધની ધગતી દેગમાં બેસાડી હતી.. એના નિશાન હજી મારા શરીર પર છે.. હું એ દેગમાં મીણની જેમ ઓગળવા માંડુ પરંતુ, અહીં કોઈ પ્રાર્થના કરે કે હું મારા રૂપમાં આવું અને અહીં મને સુવડાવે ત્યારે હું ફરી એ જલતી દેગમાં બફાવ...
મેં હિંમત નહોતી હારી. મેં ત્યાં પણ મનોમન
ભાઈ- ભાભી માટે સારૂં વિચાર્યું હશે.. એટલે અહીંનું જીવન મને પાછું બોલાવતું હશે..પણ બાલાસુર એના શબ માટે અહીં આવ્યો એ સફળ ન થયો .
----------------- (ક્રમશઃ) ---------------
લેખક : શિતલ માલાણી"સહજ"
જામનગર