Surprise - 2 in Gujarati Horror Stories by શિતલ માલાણી books and stories PDF | અચંબો - ૬

Featured Books
  • हीर... - 28

    जब किसी का इंतज़ार बड़ी बेसब्री से किया जाता है ना तब.. अचान...

  • नाम मे क्या रखा है

    मैं, सविता वर्मा, अब तक अपनी जिंदगी के साठ सावन देख चुकी थी।...

  • साथिया - 95

    "आओ मेरे साथ हम बैठकर बात करते है।" अबीर ने माही से कहा और स...

  • You Are My Choice - 20

    श्रेया का घरजय किचन प्लेटफार्म पे बैठ के सेब खा रहा था। "श्र...

  • मोमल : डायरी की गहराई - 10

    शाम की लालिमा ख़त्म हो कर अब अंधेरा छाने लगा था। परिंदे चहचह...

Categories
Share

અચંબો - ૬

આગળ જોયું એમ રચના કોઈને ઓળખતી નથી અને પોતાની હરકતોથી બધાને ચિંતિત કરી દે છે નાના બાળકની આત્મા એના શરીર પર હાવિ થાય છે...હવે આગળ...

રવિવાર છે આજ ! રાત્રિનાઆઠ વાગી ચુક્યા છે. નરોતમ નવ વાગ્યે આવશે. બધા રચના માટે દુવા કરે છે કે 'એ પહેલાની જેમ જ સરસ જીવન જીવતી થઈ જાય.'
રચના પણ ઊઠી ગઈ છે. સતત પાંચ દિવસથી ગરમ પાણી પીવાથી એના મોંની બહાર લાલ ફોલ્લા પડયા છે આજ તો એ એક અર્ધી ગાગર જેટલું પાણી એકસામટુ જ પી ગઈ છે. બધા એને જોવે છે પણ એ બધાથી કોઈ સંબંધવિહીન હોય એવી રીતે જોવે છે..
નવ વાગ્યાને નરોતમ આવી ગયો છે. એ એની સાથે સિંદુર અને દરિયાઈ મીઠું લાવ્યો છે. થોડા રમકડા અને એક પોપટ ઘાટા લીલા રંગનો લાવ્યો છે. બધા લોકો કુતુહલતાથી એને જોવે છે. નરોતમે રૂમના ઊંબરે મીઠું વેર્યું અને સિંદુરથી બધી જગ્યાએ જમીન પર રેખાઓ ચિતરી છે. નરોતમે વિનયને એક ગ્લાસ પાણી, એક ગ્લાસ દુધ મંગાવી ઉંબરે મુકયા છે.. બધા નાના મોટા રમકડા પણ ગોઠવ્યા છે..એક પોપટ એને પોતાની પાસે થેલીમાં રાખ્યો છે..
રચના ગરમ દુધની સુગંધથી મોં મચકોડે છે એ દોડીને પાણીનો ગ્લાસ પીવા જાય છે કે તરત નરોતમ પાણીનો ગ્લાસ ઢોળી નાંખે છે. રચનાના પગ સિંદુરવાળા પાણીથી રંગાઈ જાય છે. એ એકદમ ચીસ પાડે છે કે નરોતમ એને ધકકો મારી રૂમમાં જ ધકેલી દે છે.

નરોતમ : "દુધ પી લે પછી અહીંથી જલદી નીકળી જા..."

રચના : "ના, ના..." ( દુધના ગ્લાસથી ડરીને પ્રતિક્રિયા આપે છે)

નરોતમ : "તો આ રમકડા લઈને જતું રહે..."

રચના : "નહીં જાવ.."(રમકડાને લાતો મારે છે )

નરોતમ હવે સમજીને જ થેલીમાંથી પોપટ કાઢી એને બતાવે છે તો રચના આંખો પહોળી કરી એ લેવા મથે છે અને ખુશ થઈ જાય છે..પણ, નરોતમ જેનું નામ........... એ પોપટને પકડી રાખે છે અને રચનાની આંગળીની દોરી ખેંચી બેસાડી દે‌ છે.. રચના પોપટ મેળવવા ધમપછાડા કરે છે. રચનાના બાળકો એની મમ્મીને આ સ્થિતિમાં જોઈ વિહવળ બને છે..બેય રડે છે એટલે પડોશણ એમની ઘરે લઈ જાય છે.
હવે વધે છે ત્યાં ત્રણ જ વ્યક્તિ......નરોતમ, બા અને વિનય.....બા નરોતમને આ કોણ બલા છે ? એ ખાસ પુછવાનું જણાવે છે...

નરોતમ રચનાને કહે છે કે "તારે આ પોપટ જોતો હોય તો તારા આવવાનું કારણ કહેવું પડશે.... મંજૂર હોય તો બોલ.."

રચના : "ના ના આપી દો..."( એમ‌ કહી ચીસો પાડે છે)

થોડીવાર પછી રચના જાતે જ બોલે છે "હું આ ઘરમાં રહેતો હતો...મારા બાપુએ દુધની દેગ મુકી તી...એ જમાનામાં દીકરીને દુધ પીતી કરતા હતા લોકો... બાપુએ સમી સાંજનું દુધ મુકેલું ત્યાં... એમ કહી બહારની જગ્યા બતાવે છે.. મને દુર રાખવા બાપુએ બહાર રમવા મોકલ્યો..અડધી રાતે હું જાગ્યો પણ ઘરમાં તો કોઈ નહોતું. બાપુના હાથમાં રડતી પુતળી હતી. કોઈ આવીને બાપુને એ પુતળી આપી ગયું અને બાપુએ એ રડતી પુતળીને ભઠ્ઠી પર તપતી દુધની દેગમાં નાંખી દીધીને એ સુઈ ગયા.... હું આખી રાત ઊંઘી ન શકયો.."

બાપુએ શું કર્યું એ જોવા હું બહાર નીકળ્યો કે મેં.... મેં.......એક મરેલા પોપટને જોયો.... હું એને પકડવા દોડયો ત્યાં તો પેલી રડતી પુતળીના છટપટવાથી પડેલા છીંટામાં હું લપસી પડયો ને હું પણ એ પુતળી ભેગો......

નરોતમ આ સાંભળીને મૌન થઈ વિનયની સામે જોવે છે.. વિનય પુછે છે કે "તે પહેલી માટી કેમ ખોદી...એ બોલ....!"

રચના : "ત્યાં હું છું હજી..."

નરોતમ : "હવે તું અહીંથી જવા માટે શું લેવાનો એ બોલ....!"

રચના : "નહીં જાવ .. હું છું હજી અહીં..."

નરોતમ ફટાફટ બદામડી પાસે જઈને દરિયાઈ મીઠું નાખીને હનુમાનચાલીસા તેમજ રામરક્ષા સ્ત્રોતનું પઠન કરે છે..અંદર રચના રડે છે ને ચીસો પાડે છે... થોડીવાર પછી... બધું જ શાંત........પહેલા જેવું જ....

આવી વાત કરી બા હજી કાંઈ બોલવા જાય છે દિક્ષાને ત્યાં તો ફોનની રીંગ વાગે છે...રચના બાને અંદર બોલાવે છે વાત કરવા ........

------------- (ક્રમશઃ ) --------------

લેખક : શિતલ માલાણી"સહજ"
જામનગર