Surprise - 2 in Gujarati Horror Stories by શિતલ માલાણી books and stories PDF | અચંબો - ૫

Featured Books
Categories
Share

અચંબો - ૫

આપણે આગળ જોયું એ મુજબ રચના સાવ વિચિત્ર હરકતો કરે છે..અને નરોતમ હજી બે દિવસ પછી એના ઉપાયની સલાહ આપે છે...હવે આગળ

આજની રાત વિનય અને એના પરિવાર પર ભારે છે કારણ કે રચના સુતી જ રહેશે કે પછી કોઈ હરકતો કરી બધાને ડરાવશે એ સવાલથી બધાની ઊંઘ હરામ છે.
રચનાને સુતી જોઈ વિનય એક હાશકારો અનુભવે છે પણ રચનાનું શરીર એકદમ તપ્યા જ કરે છે. વિનયને વિચાર આવે છે કે મીઠાંના પોતા મુકવાથી કદાચ રચનાને રાહત થાય એ આશયે એ બે બાઉલમાં પાણી લાવી રચનાના માથા પર ભીનો નેપ્કિન મુકે છે પણ આ શું ? રચના આંખો ખોલે છે.. એકદમ લાલઘૂમ આંખો સાથે એ મોંમાંથી વિચિત્ર અવાજ પણ કાઢે છે. એ પહેલા તો કશું સુંઘતી હોય એમ નાકને અડક્યા કરે છે. એ વિનયના હાથને પણ મચકોડી એને જમીન પર પાડી દે છે અને પોતે ચાર પગે મોટી છલાંગ ભરતી ભરતી મકાનના પાછલા હિસ્સાને ખુણે વાવેલ બદામડીના થડ પાસે બેસી જાય છે.ત્યાં લાંબા પગ કરી મુળના ભાગેથી જમીન ખોદવા માંડે છે.. જાણે એ કશું શોધતી હોય. એને થોડીવારમાં તો કેટલી બધી માટીનો ઢગલો કરી નાખ્યો છે..એ વિનય જોવે છે. એ ત્યાં જઈને રચનાને એમ કરતા રોકે છે પણ રચના તો એક આત્મા હતી એ થોડી માનવાની હતી. વિનયે એને ઘરમાં લેવાની કોશિશ કરી તો રચના પાછો હાથને ઝટકો મારી ઘરની અંદર લગાવેલા ઝુલા પર બેસી હિંચકાને એકદમ ગતિથી ઝુલાવે છે..જાણે કોઈ અદ્રશ્ય તાકાત આ બધું કરતી હોય એમ જ.
વિનયને નરોતમવાળી વાત યાદ આવે છે કે 'એના હાથની આંગળીની દોરી ખેંચવાથી એની તાકાત ઓછી થશે. એ હીંચકાને નિયંત્રણમાં કરી એની એ દોરને ખેંચે છે તો રચના થોડી શાંત થાય છે.' એને રૂમ બાજું ધકેલી વિનય એના પગ પાસે ઊભો રહી એને ધક્કો મારી સુવડાવવાનો પ્રયાસ કરે છે.
બા તો સતત હનુમાન ચાલીસા વાંચે છે અને અત્યંત ગભરાયેલા લાગે છે. વિનય એકલે હાથે થોડો સફળ થાય છે. રચના હાથ પગ ઉછાળતી અને ઘુરકિયા કરતી થોડીવારે શાંત થાય છે..
આમ શનિવાર પણ પસાર થઈ જાય છે. રચના કોઈને ઓળખતી નથી. એ ખાલી ગરમ પાણી પીને જ આ ચાર દિવસ કાઢે છે. બધી ખાવાપીવાની વસ્તુઓને ઢોળી નાંખી એ એનો ગુસ્સો વ્યક્ત કરે છે.. નરોતમે આજ રાત્રે બાર વાગ્યા પછી વિધી કરવાનું કહ્યું છે..
પડોશણ પણ રચનાની હાલત જોઈ વિચારે છે કે આ ઘરમાં તો કંઈ ઘટના નહીં ઘટી હોયને કે જેના ફળ આ રચના ભોગવે છે. વિનયનો પરિવાર પાંચ વર્ષથી જ આ જગ્યાએ રહેવા આવ્યો છે.. પડોશી પણ બધા જ એક બે વર્ષના અંતરે જ આ સોસાયટીમાં આવેલા છે એટલે કોઈને કશી ખબર નથી હોતી..
વિનય પણ ચિંતામાં ચાર દિવસથી ખાલી પાણી પીને જ જીવી રહ્યો હતો. રચનાને તો આખા દિવસમાં પાંચેક ચમચી ગરમ પાણી સિવાય શેમાં પણ રસ નથી. હાં, એ પાછળના વરંડામાં આવેલ બદામડી પાસે જવા છટપટાતી હોય છે. પણ શું કામ એ કોઈ જ સમજી શકતું નથી..

વિનયના બાળકો પણ હતપ્રભ બની ગયા છે. એનો નાનો દીકરો રચના પાસે જાય કે રચના એને વિસ્મયતાથી નિરખે છે પણ હડસેલો મારી દુર ધકેલી દે છે. એક વાત રચનાની નોંધપાત્ર હતી કે એ કોઈને ઓળખતી સુધ્ધાં નહોતી. એને પોતાનું આ ઘર છે એવો અહેસાસ છે પણ ઘરના સભ્યો એના નથી એ વાત નોંધનીય છે..

---------- (ક્રમશઃ) -----------

શિતલ માલાણી"સહજ"
જામનગર