Sapna Ni Udaan - 1 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 1

Featured Books
Categories
Share

સપના ની ઉડાન - 1

સૂરજ પોતાનું તેજ ફેલાવી રહ્યો હતો, પક્ષીઓ પોતાના મીઠાં સ્વર માં ગીતો ગાઈ રહ્યા હતા, ઠંડો ઠંડો પવન ફુંકાઈ રહ્યો હતો , એકદમ રમણીય સુંદર સવાર માં પ્રિયા બારી પાસે બેઠી ને કંઇક વિચારી રહી હતી.એવામાં અવાજ આવ્યો પ્રિયા! ઓ પ્રિયા! ચાલ જલ્દી ઉઠી જા , એમ કહી કલ્પના બેન રૂમ માં દાખલ થાય છે , અને જોવે છે તો પ્રિયા તો પેલેથી જ જાગી ગઇ હતી. તેમને પ્રિયા ને બોલાવી "પ્રિયા ઓ પ્રિયા તું શું વિચારે છો? અરે ઓ પ્રિયા !" પણ પ્રિયા કઈ જવાબ આપતી નથી.

પ્રિયા તો પોતાના વિચારો માં એટલી બધી ખોવાઈ ગઇ હતી કે તેને કંઈ ખબર જ ન હતી કે તેના મમ્મી તેને બોલાવી રહ્યા હતા.


તેના મમ્મી એ તેની પાસે આવી ને તેને હલાવી ને કહ્યું "પ્રિયા બેટા શું વિચારી રહી છે ? ક્યારની હું તને બૂમ પાડીને બોલાવી રહી છું ! તારું ઘ્યાન ક્યાં છે? " . પ્રિયા એકદમ પોતાના વિચારો ની દુનિયા માંથી બાર આવી અને જોયું તો તેના મમ્મી તેની સામે ઊભા રહીને તેને કંઇક કહી રહ્યા હતા. તેને તરત તેના મમ્મી ને કહ્યું " અરે! મમ્મી તમે અહીંયા વહેલી સવારે ! કંઇક કામ હતું ? તમે મને કહ્યું હોત તો હું જ તમારી પાસે આવી જાત ". મમ્મી થોડો ખોટો ગુસ્સો બતાવી બોલ્યા," એમ ! હું તને ક્યારની બૂમો પાડીને બોલાવી રહી છું એ સાંભળતી નથી ને મને એમ કહે છો કે મને બોલાવી લીધી હોત! શું થયું છે પ્રિયા હું ઘણા દિવસ થી જોવ છું તું કંઇક વિચારો માં ખોવાયેલી રહે છો. હું તારી માં છું પ્રિયા તું મને કહી શકે છો , અને કઈ છુપાવવી તો નઈ જ હું તને તારા કરતાં પણ સારી રીતે જાણુ છું, કંઇક તો છે જ , જે તું અમને કહી નથી રહી." મમ્મી ની વાત સાંભળી પ્રિયા ધીમેથી અને પ્રેમ થી બોલી " માં! હું જાણું છું કે તમે અને પપ્પા મને ખૂબ જ પ્રેમ કરો છો , તમને મારા ભવિષ્ય ની ખૂબ ચિંતા છે , પણ મમ્મી હું એન્જિનિયર બનવા નથી માગતી , મને ખબર છે પપ્પા નું સપનું હતું એન્જિનિયર બનવાનું જે તેઓ પોતાના નીજી કારણો ને લીધે પૂરું કરી શક્યા નહીં, અને પપ્પા મારા થકી એ સ્વપ્ન પૂર્ણ કરવા માગે છે, પણ હું શું કરું મમ્મી ! મારું સ્વપ્ન એ નથી, હું જીવન માં કંઇક એવું કરવા માગું છું જે મને સંપૂર્ણ આનંદ આપે , જેનાથી મને સંતોષ મળે, જેનાથી હું મારું અને મારા માતા પિતા નું નામ રોશન કરી શકું , જેનાથી હું આપડા આ શહેર માટે કંઇક કરી શકું . મમ્મી! જેમાં મને રસ જ નથી , જેમાં મને જ સંતોષ નથી એ કરી ને હું કેમ ખુશ રહી શકીશ ? મારા પપ્પા નું સ્વપ્ન કેમ પૂર્ણ કરી શકીશ?". ત્યાર પછી રુમ માં શાંતિ પ્રસરી ગઇ .

પ્રિયા અને તેના મમ્મી ને ખબર ન હતી કે તેમની આ વાત બીજું કોઇક પણ સાંભળી રહ્યું હતું, પ્રિયા ના પપ્પા હિતેશ ભાઈ પાછળ બારણાં પાસે ઊભા હતા . તે ધીમેથી આગળ આવી પ્રેમથી તેની દીકરી પાસે જઈ તેને કહ્યું " લાડો! મને ખબર ન હતી કે તું આટલા દિવસ થી આ વિચાર કરી રહી છે , બેટા! મારા માટે તો તું ખુશ રહે એ જ મારું સૌથી મોટું સ્વપન છે, બસ તે એક વાર મારી પાસે આવીને મને કહી દીધું હોત કે પપ્પા! હું એન્જીનીયીંગ બનવા નથી માગતી તો પણ હું ખુશી થી માની જાત , બેટા! તારું સ્વપ્ન એ જ મારું સ્વપન છે. બોલ બેટા! તું શું બનવા માગે છો?. આ સાંભળી પ્રિયા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેના પિતા ને વળગી ને રડવા લાગી.


પછી તેને તેના પપ્પા ને કહ્યું," પપ્પા! તમને ખબર છે તમે દુનિયા ના બેસ્ટ પપ્પા છો, પપ્પા ! થોડા દિવસ પેલા હું મારી સહેલી ઈશા સાથે બજાર માં ગઇ હતી . ત્યાં અમે જોયું તો એક જગ્યા એ ખૂબ ભીડ જમા થઈ હતી . અમે ત્યાં જઈ ને જોયું તો ત્યાં એક મેડિકલ કેમ્પ હતો, એક ડોક્ટર વારાફરતી ત્યાં આવેલા લોકો ને પોતાના સ્ટથોસ્કોપ વડે તપાસી રહી હતી. ત્યાં લોકો ની લાઈન લાગેલી હતી , જે તે ડૉક્ટર પાસે પોતાની તપાસ કરવા ઊભા હતા.

અમે ત્યાં ઉભેલી એક વ્યક્તિ ને પૂછ્યું, આ ડોક્ટર કોણ છે? અને તે અહી શું કરી રહ્યા છે? ત્યારે તે વ્યક્તિ એ અમને કહ્યું , 'આ ડોક્ટર તનિષા છે.તે દર મહિને આવા કેમ્પ નું આયોજન કરે છે જેમાં તે કોઈ પણ પ્રકાર ના નાણાં લીધા વગર મફત લોકો ને તપાસે છે અને જો કોઈ રોગ હોય તો તેમનો મફત ઈલાજ કરે છે.' આ જોઇ મને ખૂબ જ આનંદ મળ્યો. ત્યારથી મે વિચારી લીધું હતું કે હું ડોક્ટર બનીશ અને એ જ મારું સ્વપ્ન બની ગયું છે." આ સાંભળી પ્રિયા ના માતા અને પિતા ખૂબ જ ખુશ થયા .તેમને પ્રિયા ને ખુબ જ આશીર્વાદ આપ્યા અને પ્રિયા ને તેના સ્વપ્ન ના આકાશ માં ઉડવા માટે તેને પાંખો ખોલી આપી. હવે પ્રિયા તેના સ્વપ્ન ના આકાશ માં ઉડવા માટે તૈયાર હતી. પ્રિયા પોતાના સ્વપન ને કેવી રીતે પૂર્ણ કરે છે અને તેના જીવન માં કેવા પરિવર્તન આવે છે એ આપડે આગળ ના ભાગો માં જોઈશું.

To Be Continue...