નિશાંત નિયા નું બેગ લઈ ને આવ્યો. નિયા એ એમાંથી બેન્ડેટ કાઢી ને લગાવી દીધી. અને સેન્ડલ માંથી કાચ પણ કાઢી નાખ્યાં.
પણ જ્યારે નિયા બેન્ડેટ લગાવતી હતી ત્યારે,
"લાવ હું લગાવી આપુ" બોલી ને માનિક એ નિયા નાં હાથ માંથી બેન્ડેટ લઇ લીધી.
પણ નિયા ને એ નઈ ગમ્યું એટલે એને પાછી લઈ ને જાતે લગાવી દીધી.
થોડી વાર પછી, ડાન્સ સ્ટાર્ટ થવાનો હતો.
આદિત્ય વ્હાઈટ શર્ટ અને બ્લેક જીન્સ માં કોઈ હીરો થી કમ નહોતો લાગતો. અને એના હેર. એને આંખ માં આવી ને હેરાન કરતા હતા 😍.
નિયા હવે રેડી હતી. સાથે સાથે આદિત્ય અને નક્ષ પણ. અને નિશાંત અને તેજસ પણ રેડી હતા.
સ્ટેજ પર નામ બોલાયું એટલે વ્હાઈટ પડદા ની પાછળ નિયા અને આદિત્ય ઉભા હતા. કોઈ ને ખબર નઈ હતી આ કોણ હતું.
પણ બધા બોવ બૂમ પાડતા હતા. કોઈ રિયાલિટી શો માં પડદા ની પાછળ કોઈ ઊભું હોય એવું લાગતું હતું. સોંગ સ્ટાર્ટ થયું...
आधा इश्क, 🎶
आधा है, 🎼🎶
आधा हो जायेगा🎶
कदमो से मीलों 🎼🎼
का वादा हो जायेगा 🎶
સોંગ સાથે એ બંને એ છોકરી ને પ્રોપોસ કરે છે ત્યાં થી લઇ ને આખી લવ સ્ટોરી કહી દીધી. અને લાસ્ટ માં છોકરો છોકરી ને મારવાનો ટ્રાય કરે છે. અને પછી છોકરી સુસાઈડ કરે છે.
સોંગ પતવા ની સાથે બધી લાઈટ ઓફ થઈ જાય છે. અને એક ચેર પર એક છોકરો બેસેલો હોય છે. એ છોકરો બીજું કોઈ નઈ પણ નક્ષ હોય છે. પછી અચાનક લાઈટ નિયા પર પડે છે હવે એ રૂહ હોય છે એવું લાગે છે.
तू सफर मेरा है
तू ही मेरी मंज़िल
तेरे बिना गुज़ारा
ऐ दिल है मुश्किल
ये रूह भी मेरी 🎶
ये जिस्म भी मेरा ,🎵
उतना मेरा नहीं 🎼🎵
जितना हुआ तेरा 🎶🎶
तूने दिया है जो वो 🎼
दर्द ही सही तुझसे मिला है 🎵
तो इनाम है मेरा 🎼
मेरा आसमान ढूंढें 🎶
तेरी ज़मीं मेरी हर कमी 🎶🎵
को है तू लाज़मी 🎼🎶🎵🎼
કોઈ હોરર ડાન્સ ચાલતો હોય એવું લાગે છે. અને બધા આવું પેલી વાર જોતા હોય એમ બૂમ પાડતા હતા.
આ સાથે એ લોકો નો ડાન્સ પતી જાય છે. મિસ્ટર અને મિસ ફ્રેશર્શ નાં નામ બોલાય છે એ સાથે એમની પાર્ટી પતે છે.
બધા સાથે ફોટોસ પડ્યા પછી માનિક બોલ્યો,
"મારી જોડે બાકી રહ્યા."
નિયા બધા હતા એટલે કંઇ નાં કહી શકી અને જસ્ટ ફેક સ્માઈલ સાથે પિક પડાવ્યા. નિયા ને આજે ભૌમિક ની યાદ આવેલી પણ પછી ફોન કરી ને વાત કરી લેશે એમ કહી ને મન માનવી લીધું હતું.
જમવાના ટાઈમ પર નિયા એ માનિક ની ડિશ માંથી થોડું ખાઈ લીધું. પછી બધા બાર ઉભા હતા ત્યારે નિયા નાં ફોન માં કોઈ નો ફોન આવ્યો.
"હેલ્લો કોણ?" નિયા બોલી.
" મઝા આવી મને તને પગ માં વાગ્યું પણ પ્લાન મારો બોવ success નાં ગયો. તું ડાન્સ નાં કરી સક્તે તો વધારે ખુશ થાય. મને તારા થી કોઈ પ્રોબ્લેમ નથી પણ તારો ડાન્સ પાર્ટનર નક્ષ થી પ્રોબ્લેમ છે. એને મારું proposal accept નઈ કર્યું હતું ત્યારે કીધું હતું તું મને કંઇ નઈ કરી શકે ? પણ મે એને ચેલેન્જ આપ્યું હતું કોઈ પણ રીતે એક વાર તને હર્ટ કરીશ. અને આ એ જ બદલો હતો. હવે તને કોઈ નુકશાન નઈ પોહચડે એટલે ચિંતા નાં કરતી. અને નક્ષ ને કેજે હવે બરાબર થયું. " સામે થી કોઈ છોકરી બોલી.
"પણ તમે કોણ ? હું તમને નથી ઓળખતી?" નિયા આગળ પૂછે એ પેલા ફોન કટ થઇ ગયો.
નિયા ને પરસેવો બોવ થયો હતો. એને કંઇ ખબર નઈ પડતી હતી શું કરવું હવે.
"ઓ નિયા શું થયું. કોનો ફોન હતો" તેજસ એ પૂછ્યું.
નિયા એ ફોન પર પેલી છોકરી જે બોલી હતી એ બધું કીધું.
"ઓહ નો " નક્ષ બોલ્યો.
"નક્ષ કોણ હતી એ. તું ઓળખે છે ?" નિશાંત બોલ્યો.
"નિકિતા હસે. અમારા ક્લાસ માં છે. એક વાર એને મને પ્રપોઝ કર્યું હતું. પણ મને એ ગમતી નથી અને બીજા reason થી નાં પાડી હતી. ત્યારે એને મને કીધું હતું એક વાર બદલો લેશે એ. પછી હિસાબ બરાબર થશે."
"ઓહ " માનિક થી રીએકશન આપ્યા વગર તો ચાલે નઈ એટલે બોલ્યો.
"સોરી નિયા મારી લીધે તને ..." નક્ષ બોલવા જતો હતો એ પેલા.
"અરે સોરી નાં કેહ જે થવાનું હતું એ થઈ ગયું"
બસ થોડી વાત કરી ને બધા એમના ઘરે ગયા.
થોડા દિવસ માં વાઈવા સ્ટાર્ટ થવાના હતા એટલે બધા assignments લખવામાં buzy હતા.
નિયા અને પર્સિસ સોંગ ચાલુ કરી એ સાંભળતા સાંભળતા લખતાં હતા ત્યારે પર્સિસ એ પૂછ્યું,
"નિયા તને કોઈ ગમી જાય તો શું કરે"
"તો કંઇ નઈ. પણ કેમ આવું પૂછે છે"
"અરે એમજ આજે જેનિસ સાથે વાત થઈ એટલે . એ દિવાળી પછી જાય છે કેનેડા. એ એમ કહે છે હું મારા ઘરે કહી દેવ આપડા બંને નું"
"તો સારું ને " નિયા બોલી.
"હા સારું. પણ પછી હું મારા ઘરે કેમનું કહીશ."
"તારે વાર છે હજી કેહવાની " નિયા બોલી.
"નિયા તારા વાળો બોવ લકી હસે"
"કેમ "
"એને તને મનાવવા ટાઈમ નઈ બગાડવો પડે અને તું ઝગડો નઈ થવા દે."
"કેમ આવું બોલે છે. બધું બરાબર છે ને " નિયા ને કંઇ નાં સમજતાં પૂછ્યું.
"હા. આપડે 5 સેમ થી જોડે છે. મે હજી કોઈ દિવસ તને ઘર નાં સાથે ઝગડતા નથી જોઈ. "
"એવું મને નઈ ગમતું. " નિયા બોલી પછી એની જાતે જ હસવા લાગી.
"કેમ હસે છે આટલી બધી.?"
"કંઇ નઈ. આજે બાલ્કની માં ઊભી હતી ને ત્યારે કોઈ કપલ જતું હતું. અને એવી રીતે બેઠા હતા કે એની એક્ટિવા પાછળ હજી કોઈ બીજું પણ બેસી શકે."
"નિયા હોય એ. કપલ હસે"
"શું પણ. બધા ને બતાવવાનું કે કંઇ છે. કોઈ ને નાં બોલવું હોય ને તો પણ બોલે "
"હા એતો છે. નિયા તારો ડ્રીમ બોય કેવો હસે."
"મસ્ત એક દમ. તને જોઈ ને એવું થશે કાશ મને આ મળ્યો હોત😉" નિયા બોલી.
"બસ કર પગલી. મારે જોવો છે કોણ તને સહન કરવા વાળું છે."
પછી બંને મસ્તી કરતા કરતા assignment લખવા બેસી જાય છે.
11.45 વાગે,
"નિયા સૂઈ નઈ જવું તારે " પર્સિસ એ પૂછ્યું.
"સૂઈ જાવ આટલું જગ્યા તો 15 મિનિટ વધારે. માનિક નો બર્થડે છે તો વિશ કરી ને સુઈ જાવ ને. કાલે રજા છે એટલે જલદી ઉઠવાનું નથી."
"હા તું કરી ને સુઈ જજે. પછી ભૂલી જસે"
"હા એટલે જ ને"
"આ ટાઈમ શું ગિફ્ટ આપવાની તારા ફ્રેન્ડ ને " પર્સિસ એ પૂછ્યું.
"ગિફ્ટ તો નઈ પેલું બોક્સ વાળું કાર્ડ બતાવ્યું હતું ને એમાં એના પિક મૂકી ને આપ્યું."
"ગુડ"
બાર વાગે નિયા એ માનિક ને મેસેજ કરી ને બર્થડે વિશ કરી ને સુઈ ગઈ. પછી 12. 30 જેવું થયું હસે ત્યારે માનિક નો ફોન આવ્યો.
"હાઈ હેપ્પી બર્થડે "
"ફોન કરાય. મેસેજ કરી ને સુઈ ગયા તે."
"વિશ કરી દીધું ને."
"હા હવે હું તો મઝાક કરું છું. કાર્ડ મસ્ત છે. બોવ ગમ્યું બધા ને "
"હમ "
"શું કરે"
"ચાલ બાય " નિયા કંઇ બોલે માનિક એની પેલા ફોન મૂકી ને સુઈ ગઈ.
આમ એ લોકો નાં કોલેજ ના વાઈવા સ્ટાર્ટ થઈ ગયા હતા. નિશાંત અને તેજસ એ હજી હવે assignment લખવાનાં સ્ટાર્ટ કર્યા હતા.
એક દિવસ,
નિયા એના વાઈવા પતાવી ને ક્લાસ માં આવી. અને બાય કહી ને જતી હતી ત્યારે તેજસ બોલ્યો
"શું કામ છે બેસ ને થોડી વાર પછી મૂકી જઈશું."
નિયા એ પેલા નાં પાડી પછી હા પાડી.
પછી નિયા નિશાંત ને assignment લખવાનાં હેલ્પ કરતી હતી. એક પેજ નિશાંત લખતો અને એક નિયા. આમ બંને એ નિશાંત ને assignment પતાવી દીધું હતું.
નિશાંત વાઈવા આપવા ગયો ત્યારે નિયા તેજસ ને એક સવાલ રેડી કરાવતી હતી ત્યારે માનિક ગુસ્સે થઈ ને ત્યાં થી જતો રહે છે. ખબર નઈ કેમ..
આમ આ લોકો નાં internal વાઈવા તો મસ્ત ગયા હવે એક અઠવાડિયા પછી external વાઈવા સ્ટાર્ટ થવાના હતા એટલે એક અઠવાડિયું એ લોકો ને શાંતિ હતી.
એક વાર નિયા ઈશા સાથે ટેરેસ પર હતી ત્યારે માનિક નો ફોન આવ્યો,
"હાઈ વિધિ તો હવે મારા મેસેજ જોવે છે પણ reply નઈ આપતી. "
"કંઇ કામ માં હસે એટલે " નિયા એ કીધું.
"ઓનલાઇન હોય છે તો પણ નઈ આપતી" આટલુું બોલી ને રડવા લાગ્યો. અને અત્યાર સુધી માં જે બધું થયું હતું એ કહેતો હતો.
"તો તું વાત કરવાનું બંધ કરી દે" નિયા એ કીધું.
"એના વગર હું નાં રહી શકું. તને ખબર નઈ પડે એ. " માનિક બોલ્યો.
"પણ એની પાસે ટાઈમ નથી તો "
"કોઈ વાર હસે ને એ પાંચ મિનિટ વાત કરે ને તો પણ એવું થાય બોવ વાત કરી. પાંચ મિનિટ પણ બોવ છે." હજી માનિક રડી રહ્યો હતો.
થોડી વાર પછી નિયા એ આદિત્ય ને ફોન કર્યો.
નિયા આમ તો આદિત્ય ને કંઇ કામ હોય તો મેસેજ કરી દેતી યા તો કૉલેજ માં મળે ત્યારે પણ આજે ફોન કર્યો હતો.
"હાઈ " આદિ બોલ્યો.
"માનિક રડતો હતો"
"કેમ?"
"વિધિ reply નઈ આપતી એટલે"
"કંઇ કામ માં હસે એ એટલે" આદિ એ કહ્યું
"હા મે એજ કીધું એને તો કેહ છે ઓનલાઇન હોય છે તો પણ વાત નઈ કરતી. "
"ચાલ હું એને સમજાવું. " આદિત્ય એ કીધું.
"હા સારું બાય" નિયા કહી ને ફોન મૂકી દીધો.
પછી જ્યારે ગ્રૂપ કૉલ ચાલતો હતો ત્યારે એવું નક્કી થયું હતું કે માનિક એ એને ભૂલવી પડશે. એના જેટલાં પિક સેવ કર્યા છે એ ડિલીટ કરી નાખજે અને વિધિ ને મેસેજ નાં કરતો.
ત્યારે માનિક એ પ્રોમિસ આપી હતી નિયા અને આદિ ને કે હવે હું એની સાથે વાત નઈ કરું.
પછી તો બધું બરાબર ચાલતું હતું. અને હવે નિયા આદિત્ય અને માનિક એટલા સારા દોસ્ત બની ગયા હતા કે કંઇ પણ થાય એક બીજા ને કહી દેતા. પણ હજી નિયા અમુક વાત નઈ કહી શકતી.
External વાઈવા ચાલતા હતા ત્યારે,
નિયા અને આદિ એક બુક માંથી વાંચતા હતા. માનિક આગળ ની બેન્ચ પર બેસી ને વાંચતો હતો. નિશાંત બુક નાં પેજ ફેરવતો હતો અને મનન ફોન માંથી વાંચતો હતો.
એ બધા નાં વાઈ વા પતી ગયા હતા એટલે એ લોકો ક્લાસ બેસી ને વાતો કરતા હતા અને નિયા વાઈવા આપવા ગઈ હતી.
જ્યારે આવી ત્યારે તેજસ અને નિશાંત જતા રહ્યા હતા. આદિત્ય કંઇ વિચારતો હોય એવું લાગતું હતું અને માનિક હંમેશા ની જેમ મનન ની પાછળ પાછળ ફરતો હતો.
"નિયા canteen માં જઈએ કામ છે" આદિત્ય બોલ્યો.
"શું થયું?" નિયા એ પૂછ્યું.
"ત્યાં જઈ ને કહું" આદિ બોલી ને બેગ લઈ ને જતો રહ્યો.
માનિક એની પાછળ પાછળ ગયો.
"હું નથી આવતો ઘરે જવાનું છે મમ્મી નો ફોન આવ્યો એટલે " મનન બોલ્યો. અને એ અને નિયા સાથે નીચે ઉતરતા હતા.
ત્યારે નિયા ને કોઈ નો મેસેજ આવ્યો, "આજે તો કપલ સાથે છે." માનિક સિવાય કોઈ મેસેજ આવો કરી જ નાં શકે.
સાચું ને?
Canteen માં ગયા પછી,
આદિત્ય બેસેલો હતો થોડો ગુસ્સા માં હોય એવું લાગતું હતું. માનિક એની સામે બેઠો હતો અને નિયા આદિ ની બાજુ માં.
"શું થયું હવે તો બોલ?" નિયા બોલી.
"પૂછ ને આને શું કર્યું એ" આદિ ગુસ્સા માં માનિક સામે જોઈ ને બોલ્યો.
"મે શું કર્યું. મે કઈ નઈ કર્યું" માનિક બોલ્યો.
"જો નિયા આ. " આદિત્ય એ માનિક નો ફોન લઈ ને કંઇ બતાવતો હતો.
"શું છે મને પણ બતાવો" માનિક બોલ્યો.
"નિયા આપડી તે દિવસે વાત થઈ એ પછી પણ બધા મેસેજ કરેલા છે. અને એના ફોટો મોકલી ને પૂછે છે. ક્યો અપલોડ કરું ઈન્સ્ટાગ્રામ પર. આપડા ને પ્રોમિસ આપી હતી કે હવે મેસેજ નઈ કરે." આદિત્ય બોલતો હતો.
"એ તો ખાલી કાલે કર્યો હતો " માનિક એનો બચાવ કરતા બોલ્યો.
"શું કાલે? બધા દિવસ નાં સવાર નાં ગુડ મોર્નિંગ છે. અને આટલી બધી ચેટ છે વિધિ સાથે ની. " નિયા ને પણ ગુસ્સો આવતો હતો.
માનિક રડવા લાગ્યો આ બંને બોલ્યા એટલે. હવે શું થશે?
દોસ્તી તૂટી જસે?
માનિક એ જૂઠી પ્રોમિસ આપી હસે?
નિયા નો ડ્રીમ બોય કોણ હસે?
નિયા ને લવ થશે?