Mind: Relationship Friendship No - 22 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 22

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 22

જુલાઈ મહિનો સ્ટાર્ટ થઈ ગયો હતો. ભણવાનું પણ રેગ્યુલર થઈ ગયું હતું.

નિયા , આદિત્ય અને માનિક ની દોસ્તી હવે પેલા કરતા મસ્ત થઈ ગઈ હતી. દરરોજ યા તો 2 દિવસ પછી એ લોકો ગ્રૂપ કૉલ પર વાત કરતા મસ્તી મઝાક કરતા. નિયા ને વિડિયો કૉલ બોવ ઓછો ગમતો એટલે એ જો એ વિડિયો કૉલ ઉપાડે તો પણ બ્લેક આઉટ જ હોય.

એક દિવસ નક્કી થયું એ લોકો ને કાલે શનિવાર છે તો 11 વાગે છુટ્ટી ને વડતાલ જઈશું. નિયા ની ફેવરિટ પ્લેસ હતી એટલે એને નાં પણ નાં કીધું.

બીજે દિવસે,
કોલેજ પછી એ લોકો જવાના હતા. પર્સિસને પૂછ્યું પણ એને નાં પાડી. પછી મનન ને પૂછ્યું તો એ આવવા રેડી થયો.

મનન અને આદિત્ય, નિયા અને માનિક એક એક્ટિવા પર હતા. માનિક એ નિયા ને કીધું,

"નિયા કીધું હતું ને મનન તારા માં interested છે એટલે જ આયો બાકી અમે કેટલી વાર કહીએ તો પણ નાં જ આવે"

"એવું કંઇ નથી" નિયા ને એ સમજ માં નઈ આવતું હતું કે માનિક કેમ એવી રીતે બોલે છે એને નાં ગમતું હોય એવું.

પછી પોતાની જાતે બોલવા લાગી, "નિયા લાઈફ ને એન્જોય કરી લે આવા માં ધ્યાન નાં આપીશ. "

જ્યારે એ લોકો ત્યાં બેઠા હતા. ત્યારે મનન ફોન માં નિયા ને કંઇ બતાવતો હતો અને આદિ કોઈ ની જોડે વાત કરતો હતો એટલે એનું ધ્યાન નઈ હતું. હવે માનિક નિયા અને મનન ને સાથે જોઈ ને જલતો હોય કે પછી એને નાં ગમતું હોય શું હતું એ તો માનિક ને જ ખબર .

થોડી વાર પછી બોલ્યો,
"નિયા મને પણ બતાવ શું જોવે છે" માનિક બોલ્યો.

"નાં કંઇ નઈ"

"એતો પર્સનલ હોય વાત " આદિ બોલ્યો.

"પત્યું તારું" નિયા બોલી.

પછી થોડી મસ્તી મઝાક ચાલી પછી એ લોકો ઘરે ગયા.
નિયા આવી ને જમી ને સૂઈ જાવ એમ વિચારતી હતી ત્યારે,

"જાનેમન ફ્રી હોય તો ચાલ ને બિગ બજાર " પર્સિસ બોલી.

"કેમ ક્યાં ગયો જેનિસ" નિયા એ પૂછ્યું.

"હવે એ અહીંયા કેમનો હોય. એનું માસ્ટર પતી ગયું."

"ઓહ નો તો હવે તું આખો દિવસ અહીંયા હસે એમ ને😉" નિયા હંમેશા ની જેમ મસ્તી નાં મૂડ માં બોલી.

"ફ્રેન્ડસ છે મળીયે કોક વાર પણ હવે જેનિસ તો ત્યાં છે ને તો ..." પર્સિસ ને જેનિસ ની યાદ આવી ગઈ એટલે એ બોલતા બોલ્યા અટકી ગઈ.

"ચાલ આપડે જઈએ એમ પણ મને કાંટાળો આવે છે. " નિયા વાત ને વધારે કરવા કરતા અહીંયા જ પતે એમ ઈચ્છતી હતી.

બિગ બજાર માં,

"પર્સિસ તું ક્યારની ટ્રાય જ કરે છે કઈ લેવાનું છે કે નહિ" નિયા બોલી.

"હા આ છેલ્લી ટ્રાય જો નઈ ગમે તો આપડે બીજે જઈશું"

"ઓકે" નિયા ત્યાં વિચારતી હતી કોણ આવું હોય આટલા ટ્રાય કરે તો પણ એક નાં લે.

5 મિનિટ પછી,

"નિયા અહીંયા તો એક પણ નઈ ગમ્યા ચાલ ને બીજે જઈએ." પર્સિસ બોલી.

"જો આપ કહે" નિયા બોલી.

"નિયા તારે નઈ લેવા કપડાં" પર્સિસ એ પૂછ્યું.

"કેમ? કંઇ છે?"

"હા રક્ષાબંધન આવે છે ને એટલે "

"હા " નિયા બોલી.

"ઓહ સોરી " પર્સિસ ને યાદ આવ્યું કે નિયા ને કોઈ ભાઈ નથી એટલે એ બોલી.

"અરે કંઇ નઈ એમાં"

આમ બે ત્રણ જગ્યા એ ગયા પછી પર્સિસ એ કપડાં લીધા. પછી પાણીપુરી ખાઈને બંને ઘરે આવ્યા.

પર્સિસ જેનિસ સાથે વાત કરતા કરતા સૂઈ ગઈ અને નિયા માનિક નો ફોન આવ્યો હતો એટલે વાત કરતી હતી અને સાથે કાર્ડ નો ઓર્ડર હતો એ બનાવતી હતી.

ફોન મુક્યા પછી,

નિયા વિચારતી હતી, "આ કેમ મનન નું આવું કેહ છે. મનન એવો હોય એવું કોઈ દિવસ લાગ્યું નથી તો પછી માનિક કેમ એવું કેહ છે મનન તને લાઈક કરે છે અને આખો દિવસ ક્લાસ માં તારી બાજુ જ જોયા કરે છે. મે તો એવું કોઈ દિવસ નથી જોયું કે એ મારી સામે જોતો હોય તો પછી કેમ એ આવું બોલે છે" નિયા હજી વિચારો માં ખોવાયેલી હતી અને એનો ફોન વાઈબ્રેટ થતો હતો એ જોતા એને ફોન ઉપાડ્યો.

"હા બોલ ને નક્ષ"

"એક કાર્ડ બનાવવાનું છે પેલું બોક્સ વાળું બનાવ્યું હતું એવું. ફ્રેન્ડ ને આપવાનું છે કાલે. હું તને કેતા ભૂલી ગયો."

"ઓહ ભૂલી ગયો તો હવે શું થશે"

"નિયા બસ આવું નાં બોલ"

"😆😅 એવું કાર્ડ બનેલું પડેલું છે એક મારી પાસે લઈ જા "

"આ સારું થયું સાંજે લઇ જઈશ." કહી ને ફોન મૂક્યો.

સાંજે 5 વાગે,

"નિયા આજે કંઇ બનાવીએ જાતે મેગી નઈ બીજું કંઈ"

"હા ચાલ ઉપમા"

"નાં યાર એ તો આપડે થોડા દિવસ પેલા જ બનાવ્યો હતો"

"પાસ્તા"

"નાં એ પણ નહિ"

"બટાકા પૌંઆ " નિયા એક પછી એક જે એને આવડતું હતું એ બોલતી ગઈ

"હા આ ચાલશે પણ આ બટાકા ક્યાંથી લાવસુ?"

"કાંદા તો છે જ ને કાંદા પૌંઆ બનાવીશું."

"હા something ન્યૂ"

પછી બંને મસ્તી કરતા અને વાતો કરતા કરતા બનાવતા હતા. નિયા પૌંઆ બનાવતી હતી અને પર્સિસ એની બાજુ માં ઉભી ઉભી જોતી હતી.

થોડી વાર પછી,

"વાઉ યાર શું મસ્ત બન્યા છે?" પર્સિસ પેલી ચમચી ખાતા બોલી.

"Thank you એન્જિનિયરિંગ પેલા cooking ક્લાસ કર્યા હતા એટલે" નિયા બોલી.

"ચાલ ખાઈ લે હવે " પર્સિસ બોલી.

આમ નિયા હવે પેલા કરતા ખુશ રહેવા લાગી હતી. જ્યાંરે લાઈફ એન્જોય કરવા મળે ત્યારે કરી લેતી એવું કહીએ તો પણ ચાલે.

હવે તો કોલેજ માં પણ સારા ફ્રેન્ડ બની ગયા હતા. નક્ષ અને ભૌમિક તો હતા જ અને બીજા ક્લાસ નાં પણ.

થોડા દિવસ માં ભૌમિક પાછો આવવાનો હતો. એ કેનેડા ગયો પછી નિયા સાથે એક વાર જ વાત થઈ હતી. નિયા નક્ષ સાથે અમુક વાર જતી ઓપન માઇક હોય ત્યારે અને પછી બંને સાથે જમી ને આવતા.

અને આ બાજુ નિયા આદિત્ય અને માનિક ની દોસ્તી પણ સ્ટ્રોંગ થઈ ગઈ હતી. નિયા માનિક સાથે પણ સરખી રીતે વાત કરતી હતી હવે કેમકે એ ખોટા ઝગડા કરવા નઈ માંગતી હતી.

માનિક અમુક વાર નિયા ને મનન નું કહ્યા કરતો પણ નિયા ignore કરતી. આદિત્ય પણ નિયા ને મનન નાં નામ થી ચિડવતો પણ નિયા ને ખબર હતી એ મસ્તી માં બોલે છે પણ આ માનિક મસ્તી માં બોલ્તો હોય એવું નાં લાગતું.

એક વાર નિયા ને થયું હતું ચાલ હું મનન ને જ પુછી લેવ શું આ બધા બોલે છે એ સાચું છે? પણ પછી એને એવો વિચાર આવતો જો કઈ ઊંધું થશે તો બધા ની દોસ્તી બગડશે એટલે એ કઈ બોલતી નઈ.

આમ નિયા નો જુલાઈ મહિનો પણ મસ્ત ગયો. બે દિવસ પછી ઓગસ્ટ મહિનો સ્ટાર્ટ થવાનો હતો.

નિયા canteen માં આદિ , મનન લોકો સાથે બેઠી હતી. એ લોકો વાતો કરતા હતા. ત્યારે કોઈ બોલ્યું હાઈ. અને બધા બોલ્યા તું ક્યારે આવ્યો?

નિયા એ તો પાછળ જોઈ ને ઉભી થઇ ને મસ્તી માં મારે એમ એક ઝાપટ આપી ને બોલી, "કેનેડા જઈ ને તો માણસો ભૂલી ગયા હતા"

"અરે પાગલ તને ભૂલી જાવ એ તો થાય જ નહિ. " ભૌમિક બોલ્યો.

"બસ બસ નાટક નાં કરીશ હવે"

ભૌમિક ને બોવ દિવસે મળી ને નિયા બધા કરતા વધારે ખુશ હતી કેમકે એ લોકો બોવ મસ્તી કરતા અને નિયા અને ભૌમિક બોલવાનું ચાલુ કરે એમાં નક્ષ ની તો આવી જ બનતી.

"શું લાવ્યા ભાઈ ત્યાં થી?" તેજસ બોલ્યો.

"ઓહ હા સારું યાદ કરાવ્યું" ભૌમિક બેગ માંથી કંઇ નીકળતો હતો.

પછી એણે બધા ને થોડી ચોકલેટ આપી અને નિયા ને એક નાની બેગ જેવું આપ્યું.

"ઓહ વાઉ મસ્ત છે કોના માટે છે" માનિક થી પૂછ્યા વગર રહેવાય નહિ એટલે પૂછ્યું.

"નિયા માટે" ભૌમિક બોલ્યો.

"ઓહ thank you " નિયા બેગ ખોલતી હતી ત્યારે,

"ઓહ શું છે અંદર" માનિક બોલ્યો.

"મારો બોયફ્રેન્ડ જોવો છે તારે?" નિયા એ કહ્યું.

"લે તમારો બોયફ્રેન્ડ બેગ માં આવું જાય છે સારું કેહવાય" તેજસ મસ્તી માં બોલ્યો.

"સારું હવે જાડી બોલ ને શું છે એ" માનિક બોલ્યો.

"હું જાડી નથી. " નિયા બોલી.

"નિયા કેવું લાગ્યું. સાચું કહું ને તો બધા કરતા વધારે confusion હતું તારા માટે શું લેવ. Makeup પણ તને ગમતો નથી એટલે એ તો લેવાય નહિ. પછી આ નાનું બેગ દેખાયું એટલે લઇ લીધું. "

"મસ્ત છે. પણ આમાં nail paints અને થોડી લિપસ્ટિક અને બીજું કંઈ પણ છે" નિયા બોલી.

"હા એ દી એ જ મુક્યું છે તારા માટે "ભૌમિક બોલ્યો.

"Thank you so much " નિયા બોવ ખુશ હતી.

થોડી વાર એ લોકો બધા વાત કરતા હતાં. ભૌમિક ત્યાં શું કર્યું. કંઇ પ્લેસ જોઈ એ બધા નાં ફોટોઝ બતાવતો હતો. નિયા અને નક્ષ કોઈ નોવેલ ની ચર્ચા કરતા હતા.

"ચાલો જઈએ હવે મોડું થઈ ગયું છે" નિયા બોલી.

"હા ચાલો" માનિક તો બોલ્યા વગર રહે જ નહિ.

"નિયા આજે તો પાર્ટી હસે ને ભૌમિક પાછો આવ્યો એની" મનન બોલ્યો.

" એતો ભૌમિક ને ખબર" નિયા બોલી.

"હા ચાલ Mc'D માં જઈએ. તું પીજી પર જઈ ને ફ્રેશ થઈ જા પછી જઈએ." ભૌમિક બોલ્યો.

હા સારું. પછી બધા ગયા. નિયા ઘરે આવી ને ફ્રેશ થઈ ને તૈયાર થઈ ને બેસેલી હતી.

Mc'D માં

ભૌમિક ઓર્ડર આપી ને આવ્યો એને બેઠો ત્યાં નક્ષ બોલ્યો, "ભાઈ આ ને મે કેટલી વાર કીધું કે ચાલ બર્ગર ખાવા જઈએ તો બધી વાર નાં જ પાડી અને પછી કે શરમ નઈ આવતી ભૌમિક નથી અને બર્ગર ખાવો છે. "

"હા તો નક્ષ તું ભૌમિક વગર બર્ગર કેમનો ખાઈ શકે" નિયા બોલી.

પછી ત્રણ જના એ બોવ દિવસ પછી મળ્યા હતા એટલે વાત તો ખૂટતી નઈ હતી. બોવ ખુશ હતા એ લોકો મળ્યા પછી.

અચાનક નક્ષ ને કોઈ ફ્રેન્ડ નો ફોન આવે છે તો એ વાત કરતો હોય છે અને નિયા અને ભૌમિક snap પાડતા હોય છે. ત્યાં નક્ષ આવે છે.

"ભાઈ ચાવી તો મારી પાસે રહી ગઈ યશ ક્યારનો રાહ જોવે છે તો જવું પડશે" નક્ષ બોલ્યો.

"હા તું જા હું નિયા ને મૂકી ને આવું." ભૌમિક બોલ્યો.

નક્ષ નાં ગયા પછી નિયા અને ભૌમિક એ આઈસ્ક્રીમ પાર્લર પર જાય છે. બંને આઈસ્ક્રીમ ખાતા હોય છે ત્યારે ભૌમિક પૂછે છે.

"નિયા રિયાન સાથે શોટ આઉટ થઇ ગયું ને ?"

"હમ" નિયા કંઇ વધારે નઈ બોલતી.

"નિયા શું થયું. ત્યાં ગયા પછી બોવ ઓછી વાત થઈ ગઈ હતી પણ એક વાર રિયાન સાથે વાત થઈ ત્યારે એને કીધું હતું હમણાંજ નિયા સાથે વાત થઈ."

"હા એનો ફોન આવ્યો હતો સોરી કહેવા. મે કીધું it's okay"

"તને કંઇ ફરક નાં પડ્યો"

"ભૂમિ ફ્રેન્ડ છે મારો એ ગુસ્સા માં બોલ્યો હતો એ મને ખબર છે તો હું કેમ ગુસ્સે થાવ. "

"હા એતો છે "

"એને પછી એક વાર ફોન આવ્યો ત્યારે કીધું હતું જીમ જોઇન્ટ તો કર્યું છે પણ ઉઠાતું નથી. પછી બસ ખાલી 6 વાગે એને ફોન કરું ઉઠાડવા માટે એજ. બાકી કંઇ વાત નઈ થતી અને ખાલી ઈન્સ્ટાગ્રામ પર અમુક વાર પોસ્ટ શેર થાય એજ બાકી કંઇ નહિ."

"ઓકે જઈએ હવે " ભૌમિક બોલ્યો.

"હા ચાલ"

હવે થોડા દિવસ માં રક્ષાબંધન આવવાની હતી. અમુક ઘરે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. નિયા આ ટાઈમ પણ અહીંયા જ રેહવાની હતી.

થોડા દિવસ પછી

કૉલેજ પછી નિયા આદિત્ય, મનન, માનિક બધા સાથે ઉભી હતી. પર્સિસ આજે કૉલેજ થી જલ્દી જતી રહી હતી.

નિયા ને પૂજા દીદી નો ફોન આવ્યો.

"હા દીદી"

"નિયા તું ઘરે હોય તો જોને ઈશા શું કરે છે. ફોન નઈ ઉપાડતી એ"

"દીદી હું હજી ઘરે નઈ ગઈ પર્સિસ ને ફોન કરીને પૂછું."

"હા જલ્દી કર " પૂજા દીદી કંઇ ચિંતા માં હોય એવું લાગ્યું.

નિયા એ પર્સિસ ને ફોન કર્યો. "ઘરે હોય તો જોને ઈશા શું કરે છે"

"નિયા હું બહાર છું. ફ્રેન્ડ સાથે"

"હા સારું" કંઇ વધારે પૂછે એ પેલા નિયા ફોન મૂકી ને પૂજા દીદી ને ફોન કરે છે.

"દીદી એ બહાર છે કઈ કામ હોય તો બોલો"

"નિયા એ ક્યાર ની ફોન નઈ ઉપાડતી. મારું presentation પત્યા વગર હું આવી નઈ શકું. એના ઘરે થી ફોન આવે છે એટલે. "

"ઓકે હું જલ્દી ઘરે જાવ ને પૂછી ને કેવ."

"નિયા મારા ફ્રેન્ડ સાથે ચાવી મોકલવું છું. જો દરવાજો નાં ખોલે તો ખોલી ને જજે."

"હા તમે મોકલવો હું જલ્દી જાવ" નિયા બોલી

"યાર કોઈ મને જલ્દી મૂકી જાવ ઘરે કામ છે." નિયા બોલી.

"હું મૂકી જાવ" માનિક બોલ્યો.

"હમણાં તો મોડું થતું હતું તને " નિયા બોલી.

"હું મૂકી જાવ છું" મનન બોલ્યો.

"હા"

નિયા પોહચી ત્યારે પૂજા દીદી ની કોઈ ફ્રેન્ડ નીચે ઉભી હતી. નિયા ચાવી લઇ ને ઉપર ગઈ.

એને દરવાજો ખખડાવ્યો પણ નાં ખોલ્યો એટલે નિયા એ ચાવી થી દરવાજો ખોલી ને અંદર ગઈ.

અંદર જઈ ને નિયા ઈશા ને જોઈ ને શોક થઈ ગઈ.



...