નિયા રિઝલ્ટ જોઈ ને એક દમ શોક હતી. એને maths 3 માં બેક હતી.
"નિયા તારું રિઝલ્ટ તો બતાવ " પર્સિસ બોલી.
"ઓય આતો પોસીબલ જ નથી રેચેક માં નાખ તું" પર્સિસ નિયા ની રિઝલ્ટ જોતા બોલી.
"હા નાખી દેવા"
"હું ઘરે ફોન કરીને આવું" એમ બોલી પર્સિસ અંદર ની રૂમ માં ગઈ.
નિયા હજી સોફા પર બેસી ને વિચારતી હતી ઘરે કેમનું કેશે.
ત્યાં રિયા નો ફોન આવ્યો.
"હાઈ રિયા "
"હાઈ નિયા સોરી રિયાન કંઇ પણ બોલ્યો તને એ"
"અરે તું કેમ સોરી કેહ છે "
"નિયા મને નઈ ખબર કે હવે તું બોલીશ કે નહિ મને તારી ફ્રેન્ડ"
"ઓય ઓય બસ આપડી દોસ્તી નું કંઇ નઈ થવાનું "
"સાચે ને" રિયા ખુશ થતાં બોલી.
"હા"
"નિયા પણ તારો અવાજ જુદો આવે છે આજે કંઇ થયું છે?"
"હમ નાં "
"બોલ કંઇ થયું છે "
"હમણાં રિઝલ્ટ આવ્યું. Maths 3 માં આવી"
"જૂઠું નાં બોલ તે તો રિયાન ને કરાવ્યું હતું એ પાસ થઈ ગયો અને તું. નાં તું ખોટું બોલે છે."
"જો મોકલ્યો પિક તને " નિયા બોલી.
"ઓય આ નાં હોય રિચેક કરાવ"
"હા"
"નિયા ઘરે કીધું તે"
"નાં એજ વિચારું છું શું કહું એ"
"તું કંઇ દે ચાલ. હું રાતે ફોન કરીશ. "
નિયા એ પેલા ઘરે ફોન કર્યો.
"હલ્લો મમ્મી"
"હા બોલ" રિયા ના મમ્મી બોલ્યા.
"મમ્મી રિઝલ્ટ આવી ગયું. Maths 3 માં બેક આવી."
"ઓહ સરસ બીજા ને શિખવાડવામાં આવે એમાં કંઇ નવાઈ નથી."
"મમ્મી આવું નાં બોલો"
"તારે ક્યાં એમ પણ મારું સંભાળવું હોય છે. હેર પણ પોતાને ગમે એવા કરાવવાના. ડાન્સ કરવા માં રહો એટલે આવા જ રિઝલ્ટ આવશે "
"મમ્મી "
"મારે કંઇ સંભાળવું નથી તારા પપ્પા ને કઈ દેજે રિઝલ્ટ ગર્વ થશે એમને તો . અને દાદી ને પણ કહી દેજે બોવ સપોર્ટ કરે છે ને તને " બસ આટલું બોલતા રિયા નાં મમ્મી એ ફોન મૂકી દીધો.
નિયા એ એના પપ્પા ને ફોન કર્યો.
"જય શ્રી કૃષ્ણ પપ્પા મારું રિઝલ્ટ આવી ગયું."
"હા શું આવ્યું"
"Maths 3 માં આવી બીજા બધા માં સારું છે."
"સારું "
"પપ્પા રીચેક માં નાખવું છે મારે મને નઈ લાગતું એમાં ફેલ થાવ."
"સારું ભૌમિક ને પૂછી જો જે નખાય કે નઈ ચેક કરવા માં "
"હા સારું"
નિયા ને બોવ દુઃખ થતું હતું. એને એટલું બધું રડવાનું આવતું હતું પણ રડી નઈ સકતી હતી એવી હાલત હતી એની.
સાંજે 7 વાગે,
"નિયા કંઇ તો ખાઈ લે મને પર્સિસ એ કીધું તે કંઇ નઈ ખાધું" પૂજા દીદી બોલ્યા.
"હા એને કંઇ નઈ ખાધું ક્યાર ની ચૂપ ચાપ બેસેલી છે" પર્સિસ એ કીધું.
પૂજા દીદી અને પર્સિસ નાં કેહવાથી નિયા જમી ને સુઈ ગઈ.
આજે 11 વાગ્યા પછી સુવા વાળી છોકરી 8 વાગ્યા માં સૂઈ ગઈ.
9 વાગે માનિક નો ફોન આવ્યો.
"યાર મને તો વિશ્વાસ નઈ થતો તારું આવું રિઝલ્ટ આવશે?"
"જે આયું છે એ છે "
"તારું અને આદિ નું રિઝલ્ટ જોઈ ને જેટલી ખુશી હતી એ ગાયબ થઈ ગઈ."
"હમ"
"રી ચેક કરાવવાની"
"હા "
"રડીસ નહિ મે મારા આંસુ રોકી રાખ્યા છે." માનિક બોલ્યો.
"કોઈ રડતું નથી હવે ફોન નાં કરીશ હું સૂઈ ગઈ છું."
"મારે તને એકલી નઈ રેહવા દેવી"
"વૉટ" નિયા ને કંઇ સમજ નાં પડી એટલે પૂછ્યું.
"તું ત્યાં રડતી હસે તારી જોડે રેહવાનું મન થાય છે."
"શું કઈ પણ બોલે છે તું"
"તને નઈ સમજાય" આટલુું બોલી ને માનિક એ ફોન મૂકી દીધો.
થોડી વાર પછી રિયા સાથે વાત કરી એને. પછી ભૌમિક, નક્ષ અને રિયા સાથે વિડિયો કૉલ પર વાત કરી. આજે નિયા ની સ્માઈલ બોવ જુદી હતી.
બીજે દિવસે નિયા એ રીચેક નું ફોર્મ ભરી દીધું. પણ નિયા બોવ બદલાઈ ગયેલી હોય એવું લાગતું. બોવ ઓછું બોલતી. ચૂપ ચૂપ રહ્યા કરતી. કામ પૂરતી વાત કરતી.
રિઝલ્ટ આવ્યા પછી 15 દિવસ સુધી તો એના મમ્મી એ એની સાથે વાત નઈ કરી હતી. દાદી નિયા ને હવે દિવસ માં બે ત્રણ વાર ફોન કરતા.
કેમકે ખાલી અમુક લોકો ને જ ખબર હતી નિયા ની હાલત અત્યારે કેવી હસે. એમાંથી એક દાદી હતા. નિયા નાં મમ્મી ને નિયા નું રીઝલ્ટ વધારે જોઈતું હતું. બીજું કંઈ નઈ. પણ એના ગમે એટલા વધારે આવે નિયા ને બોલતા.
દાદી ને અમુક વાર નિયા ની ચિંતા થતી કેમકે નિયા એ એનું બાળપણ એવું કાઢ્યું. પછી પણ એવું જ બધું ચાલતુ. નાની હતી ત્યારે થી કોઈ વાર પણ એ બોવ ખુશ નઈ રહી હોય.
નિયા નાં દાદી એને બોવ કેતા, "સોના તારી ખુશી ની નજર કેમ આટલી જલ્દી લાગી જાય છે." આ સાચું હતું કેમકે નિયા જ્યારે બોવ ખુશ હોય ત્યારે થોડા ટાઈમ માં એવું કંઇ થઈ જતું કે એની ખુશી દુઃખ માં બદલાઈ જતી.
નિયા એના ફ્રેન્ડ જોડે રહી ને થોડી ખુશ રેતી . એટલે એની દાદી કહેતા એને બેટા એ લોકો સાથે બાર જ્યા કર સારું લાગશે તને પણ.
હવે તો નિયા ને કોઇ ની એક પણ વાત નો ફરક નઈ પડતો હતો. એ એનું કામ માં જ ધ્યાન આપતી. પણ એક વાત તો હતી નિયા ને રિઝલ્ટ આવ્યા પછી એક વાર પણ એ રડી નઈ હતી.
હા કોઈ વાર આંખ માં પાણી આવી જાય પણ એ એની જાત ને જ કેહતી હોય એમ બોલતી, " નિયા એમાં રડવાનું નાં હોય મેહનત કર્યા રાખવાની કોઈ વાર તો સારું રિઝલ્ટ આવશે જ."
માર્ચ સ્ટાર્ટ થઈ ગયો હતો.
હવે સેમેસ્ટર 4 ની મીડ સેમ એક્ઝામ પણ ચાલુ થવાની હતી. આદિત્ય, માનિક અને નિયા ગ્રૂપ સ્ટડી રાતે કરતા હતા.
હવે તો એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ હતી. આજે છેલ્લું પેપર હતું. નિયા નું ખબર નઈ કેમ એ પેપર સારું નઈ ગયું.
પેપર પત્યા પછી,
આદિત્ય, માનિક અને નિયા બિગ બજાર માં ગયેલા. અને પછી એની બાજુ માં એક ચિત્ર પ્રદર્શન હતું એ જોવા ગયેલા.
સાંજે આવી ને નિયા જમી ને બેસી હતી. ત્યારે,
"હાઈ નિયા" નક્ષ નો મેસેજ આવ્યો.
"હાઈ"
"કાલે સાંજે રેડી રેજે ક્રેમોહોલિક કેફે માં જવાનું છે."
"કેમ ત્યાં?"
"ત્યાં ઓપન માઇક સ્ટાર્ટ થાય છે. દર રવિવારે હોય છે. આપડી એક્ઝામ ચાલતી હતી એટલે તને કીધું નઈ હતું તો આવીશ ને તું."
"હા"
"ઓકે ગુડ નાઈટ"
બીજે દિવસે સાંજે
ક્રેમોહોલીક કેફે
"વાઉ મસ્ત કેફે છે. " નિયા અંદર જતા બોલી.
ક્રેમોહોલિક કેફે ગાર્ડન કેફે જેવું હતું. આજુ બાજુ લાઈટ હતું. નિયા ને ગમે એવું કેફે હતું.
એક પછી એક બધા ઓપન માઇક પર બોલવા આવતા. કોઈ હસાવતા તો કોઈ રડાવતા તો કોઈ એની લવ સ્ટોરી કહેતા. પછી નામ બોલ્યા સ્ટેજ પર,
નિયા સુરતી
નિયા ને તો એવું જ હતું કોઈ બીજુ હતું. પછી નક્ષ એ કીધું નિયા તને જ બોલાવે છે.
"મને કેમ ?"
"મે તારું નામ લખાવ્યું હતું?"
"મને નઈ આવડતું બોલતા અને આવડતું હોય તો પણ બોલવું શું.?" નિયા થોડી ડરી ગઈ હતી.
"નિયા ફોન માંથી જોઈ ને બોલી શકે છે. તે લાઈફ પર લખ્યું છે એ બોલી જા."
"નાં યાર"
ત્યાં સ્ટેજ પર પાછું નામ બોલાયું, "નિયા સુરતી કમ ઓન ધ સ્ટેજ"
"યાર આને કેહ મને નઈ આવડતું"
"નિયા તું કરી શકે છે. બસ ખાલી મારી સામે જોજે. બીજું કોઈ બેઠું છે કે નહિ એ નાં વિચારતી"
"ઓકે" કહીંને નિયા સ્ટેજ પર ગઈ.
"બેસ્ટ ઓફ લક dear" કહી ને એ છોકરો નિયા નાં હાથ માં માઇક આપી ને જતો રહ્યો.
નિયા બોલવાનું સ્ટાર્ટ કરે એ પેલા આજુ બાજુ ની લાઈટ ઓફ થઈ ગઈ અમુક અને નિયા પર ફોકસ થાય એવી લાઈટ સ્ટાર્ટ થઈ."
"લાઈફ " નિયા એ બોલવાનું સ્ટાર્ટ કર્યું. નક્ષ ની સામે જોતી હતી પેલા.
"લાઈફ મે કભી સમજોતા કરના પડે તો કોઈ બડી બાત નહીં હે,
જીતતા વહી હે જિસમેં જાન હોતી હે,
અડગ તો મુર્દે કી પહચાન હોતી હે." આ બોલ્યા પછી બધા તાળીઓ પડવા લાગ્યા અને નિયા જે થોડી નર્વસ હતી એ ખુશ થઈ ગઈ.
પછી નિયા એ છેલ્લે બોલ્યું,
"ચેહરે કી હસી સે હર,
ગમ ચુરા લો...
બોહોટ કૂચ બોલો પર,
કુછ નાં ચૂપાઓ...
ખુદ નાં રૂઠો પર,
કભી સબ કો મનાઓ...
રાઝ હે યે ઝીંદગી કા,
બસ જીતે ચલે જાઓ
બસ જીતે ચલે જાઓ..."
Thank you
આટલું કહી ને નિયા સ્ટેજ પર થી નીચે આવી.
"મને કેહ બીક લાગે અને પછી તો બોલવાનું ચાલુ કર્યું તો રૂકી પણ નહિ"
"Thank you so much નક્ષ"
"કેમ "
"આ મારું ડ્રીમ હતું"
"મતલબ?"
"એક વાર ઓપન માઇક પર બોલવું"
"ઓહ ચાલ આ છેલ્લું પરફોર્મન્સ છે પછી રિઝલ્ટ આવશે."
"સારું"
બંને એ પછી સેલ્ફી લીધી અને નક્ષ એ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ને તરત જ માનિક નો નિયા પર ફોન આવ્યો.
"કહી ને નઈ જવાતું બહાર ફરવા જાય છે તો"
"પછી કરું" આટલુું કહી ને નિયા એ ફોન મૂકી દીધો.
"તો હવે કોણ બનશે આજ નું વિનર " સ્ટેજ પર પેલો છોકરો આવી ને બોલ્યો.
"નિયા તારું નામ આવશે" નક્ષ નિયા ને હેરાન કરતા બોલ્યો.
"કેમ તે સેટિંગ કરેલું છે એની જોડે કે તને કહી દે 😉" નિયા બોલી.
"બસ સાવ આવું નઈ"
"વિનર છે વિશાલ પટેલ"
"જો નિયા જોકર આવ્યો "વિશાલ ને સ્ટેજ પર જતા જોઇને નક્ષ બોલ્યો.
"આમ નાં બોલાય કોઈ ને "
"ચાલ જઈએ પતી ગયું."
"હા "
"અને એક સ્પેશિયલ વિનાર છે જેને આ ઓપન માઇક નાં જજ ને બોવ ઇમ્પ્રેસ કર્યા છે એ છે નિયા સુરતી"
પેલો છોકરો બોલ્યો.
"ઓહ પાર્ટી આજે નિયા આપશે" નક્ષ બોલ્યો.
નિયા સ્ટેજ પર જઈ ને ગિફ્ટ લઇ ને આવી.
"નિયા મને બોવ ભૂખ લાગી છે અને પર્સ ભૂલી ગયો છું"
"ઓહ ખોટું ના બોલ. પાર્ટી આપી દઈશ. મને ખબર છે તું પર્સ લઇ ને આવ્યો છે. પેટ્રોલપંપ પર કોને કાઢ્યું હતું.🤨" નિયા આંખ ઊંચી કરતા બોલી.
"હા હવે મસ્તી કરું છું"
બંને જણ પછી ઢોસા ખાવા ગયા.
"ચાલ બાય " નિયા પીજી આવતા બોલી .
"કેટલા દિવસે તું ખુશ થઈ. ખુલી ને હસતા જોઈ તને આજે"
"હમ બોવ દિવસ પછી ખુશી મળી હોય એવું લાગ્યું આજે"
"હા ચાલ બાય"
આજે નિયા એટલી ખુશ હતી કે કોઈ હદ નહિ.
અને ખુશી માં એ જલ્દી સૂઈ ગઈ.
Next Sunday
આજે નિયા , નક્ષ અને ભૌમિક ત્યાં જવાના હતા. એ પેલા એ લોકો આઈસ્ક્રીમ ખાવા ગયા પછી ત્યાં ગયા.
આજે નિયા દોસ્તી પર બોલવાની હતી.
નિયા શાંતિ થી બેસેલી હતી. અને બધા નું સંભાળતી હતી. ભૌમિક આજુ બાજુ કોઈ સારી છોકરી દેખાય જાય એ રીતે જોતો હતો. અને નક્ષ કંઇ રીતે બોલે એ જોતો હતો.
નિયા સ્ટેજ પર ગઈ અને આ ટાઈમ પેલા તો એની નજર ભૌમિક અને નક્ષ પર ગઈ. ભૌમિક એનો વિડિયો ઉતરતો હતો. અને નક્ષ સંભાળતો હતો.
લાઈફ કરતા દોસ્તી પર નિયા ને વધારે સારો રિસ્પોન્સ મળ્યો હોય એવું લાગતું હતું. અને આજે નિયા ડરી ને નહિ એક દમ બિન્દાસ રહી ને બોલતી હોય એવું લાગતું હતું.
ભૌમિક અને નક્ષ નિયા ને આવી ખુશ જોઈ ને ખુશ હતા.
નિયા આવી ને કીધું, "માનિક હતો ત્યાં તમારી પાછળ"
"શું બોલે છે નિયા?" નક્ષે એ કીધું.
ત્યાં કોઈ પાછળ થી બોલ્યું,
"હાઈ નિયા મસ્ત બોલી તું તો"
શું નિયા રી ચેક માં maths 3 માં પાસ થશે?
આ ડ્રીમ પૂરું થયું એવી રીતે નિયા નાં બધા ડ્રીમ પૂરા થશે?
શું માનિક જ હસે પાછળ થી બોલવા વાલો?