હા એ દિવસે નિયા રડી હતી કેમકે એના મમ્મી બોલ્યા હતા એને હેર કટ કરાવ્યા એટલે.
પણ આટલું બોલ્યા હતા એટલે નિયા રડી હતી એવું નઈ હતી પણ એના મમ્મી એવું બોલ્યા હતા, "નિયા કોઈ દિવસ તે અમારા માટે કંઇ કર્યું જ નથી. કેટલી મેહનત કરીએ છે તારી માટે તે કોઈ દિવસ સારું રીઝલ્ટ નઈ આપ્યું. કોઈ દિવસ અમારા સપનાં પૂરાં કર્યાં છે તે. જ્યારે હોય ત્યારે બુક વાંચ્યા કરે શું થવાનું છે એમાં તારું? કાગળ ફાડી ને બનાવવાથી લાઈફ માં કંઇ નઈ થાય." આ બોલ્યા હતા એટલે નિયા રડી હતી.
કેમકે એના મમ્મી ને નઈ ગમતું હતું કે નિયા નોવેલ વાંચે.
નિયા એના મમ્મી પપ્પા નાં સપનાં ને લીધે એન્જિનિયરિંગ માં એડમિશન લીધું હતું.
પણ નિયા એ બધા માં બોવ ધ્યાન નાં આપતી. એ એની લાઈફ માં નાની નાની વસ્તુ માં ખુશ રેહવાનું સિખી ગઈ હતી.
નિયા જ્યારે આણંદ આવી હતી ત્યારે એના ઘરે થી એમ જ હતું કે એ ત્યાં એકલી નઈ રેહ. કોઈ દિવસ એકલી નઈ રહી એટલે અને કોઈ જોડે એનું બોવ બનતું નથી.
પણ થયું એનાથી ઊંધું.
નિયા અહીંયા આવી ને વધારે ખુશ રેહવા લાગી. કોઈ પણ પરસ્થિતિમાં ખુશ રેહતા શીખી ગઈ .
જે છોકરી એક્ઝામ પેલા ચિંતા માં રેહતી હતી એ આજે બિન્દાસ રેહતિ થઈ ગઈ.
અમુક વાર તો એવું લાગતું નિયા મોટી થઈ ગઈ.
એક દિવસ સાંજે નિયા ગેલેરી માં બેસેલી હતી ત્યારે નક્ષ નો ફોન આવ્યો.
"ઓહ તે ફોન કર્યો મને ?" નિયા ફોન ઉપાડતાં બોલી.
"હા શું કરે છે તું ?" ભૌમિક બોલ્યો.
"આ નક્ષ નો નંબર છે તો પછી તું કેમ ?" નિયા નંબર જોતા બોલી.
"કેમ એના માંથી ફોન ના કરાય " ભૌમિક બોલ્યો.
"કરાય ને "
"મારો ફોન ચાર્જ માં મૂક્યો છે એટલે. હું અને નક્ષ સાથે જ છે. ફોન સ્પીકર પર જ છે. " ભૌમિક બોલ્યો.
"હા " નક્ષ એ કીધું.
"સોરી નિયા" ભૌમિક અને નક્ષ સાથે બોલ્યા.
"કેમ ? " નિયા ને ખબર ના પડી આ લોકો સોરી કેમ કહે છે એટલે પૂછ્યું.
"તારી બર્થડે પર ફોન નઈ કર્યો હતો ને એટલે" નક્ષ બોલ્યો.
"સોરી યાર મેસેજ કર્યો હતો પણ ફોન કરવાનો ટાઈમ નાં મળ્યો. અને પછી હું ટ્રેકિંગ પર ગયેલો એટલે ભૂલી ગયો. " ભૌમિક બોલ્યો.
"ઓકે " નિયા બોલી.
"તું ગુસ્સે નથી અમારા પર " નક્ષ એ પૂછ્યું.
"તમે કોઈ કામ માં વ્યસ્ત હોય તો જ ફોન નઈ કર્યો હોય ને. મેસેજ તો કર્યો છે ને એ બોવ છે મારા માટે " નિયા બોલી.
બસ આમ એ લોકો એ બોવ દિવસ પછી ફોન પર વાત કરી. હજી સુધી મળ્યા તો નઈ હતા.
ફેબ્રઆરીમાં એ લોકો ની કોલેજ નું annual ફંકશન હતું પર્સિસ નિયા ને છેલ્લા અઠવાડિયા થી કેહતી હતી શું કરીશ આ ટાઈમ ?
આ ટાઈમ પર્સિસ પણ ડાન્સ માં રહી હતી ગ્રૂપ ડાન્સ માં. નિયા નું હજી કંઇ નક્કી નઈ હતું કેમકે એનાં મમ્મી ને નઈ ગમતું હતું નિયા ડાન્સ કરે એ. અને નિયા ડાન્સ માટે ગાંડી હતી. એ ડાન્સ ને મેહસૂસ કરતી હતી. હવે જોઈએ નિયા ડાન્સ કરશે કે નહિ.
જાન્યુઆરી પૂરો થવામાં 5 દિવસ બાકી હતા.
2 દિવસ પછી day's ચાલુ થવા નાં હતા એટલે હવે લેક્ચર પેલા બે જ હતાં.
લેક્ચર પત્યા પછી નિયા બહાર જતી હતી ત્યારે નક્ષ નો ફોન આવ્યો, "canteen માં આવ કામ છે"
નિયા પર્સિસ ને કીધું તું જા હું આવી જઈશ અને પછી નિયા canteen માં ગઈ.
પણ ત્યાં તો નક્ષ , આદિત્ય, ભૌમિક, નિશાંત, તેજસ અને
માનિક પણ હતા. નિયા વિચારતી હતી આ બધા કેમ અહીંયા.
"હાઈ નક્ષ કંઇ કામ હતું" નિયા ત્યાં જતા ની સાથે બોલી.
"આઈએ મોહતરમા આપ કા હી તો ઇંતજાર થા" ભૌમિક બોલ્યો.
"ઓહ કેમ એવું શું કામ હતું?"
"ડાન્સ " માનિક ને વચ્ચે બોલ્યા વગર તો ચાલે જ નહીં એટલે બોલ્યો.
"હે ?" નિયા બોલી.
"Annual આવે છે મેડમ" નક્ષ બોલ્યો.
"અરે આમ ગોળ ગોળ વાત નાં કર સીધું બોલ શું કામ છે." નિયા બોલી.
"તારે ડાન્સ માં રેહવાં નું છે બસ આજ કામ હતું " ભૌમિક એ કીધું.
"નાં હું નઈ રેવાની"
"કેમ ? કંઇ પ્રોબ્લેમ છે?" માનિક એ પૂછ્યું.
"નાં"
"નિયા તું ડાન્સ માં રેસે તો જ નક્ષ રેસે હવે વિચારી લે" ભૌમિક એ કીધું.
5 મિનિટ થઈ હજી નિયા કંઇ ખોવાયેલી હતી. એક શબ્દ પણ એ બોલી નઈ હતી.
"નિયા ભૌમિક સાથે જા ને કામ છે એને બેગ અહીંયા મૂકી રાખ અમે અહીંયા જ છે" નક્ષે કીધું.
"શું કામ છે અહીંયા બોલ ને" નિયા બોલી.
"જા ને યાર કામ છે અહીંયા બોલાય એવું નથી " આદિત્ય બોલ્યો.
નિયા આગળ વાત વધારે નાં ચાલે એટલે એ ભૌમિક સાથે બહાર ગઈ.
"તું અહીંયા પાર્કિંગ માં કેમ લઇ આયો?" નિયા બોલી.
"નિયા મને ખબર છે કેમ તું નાં પાડે છે ડાન્સ માં રેહવાની?" ભૌમિક એ કીધું.
"યાર ..." નિયા આગળ કંઇ નાં બોલી સકી. કદાચ એ બોલવા માંગતી હતી પણ નાં બોલાયું.
"જો નિયા મને રિયા અને રિયાન એ કીધું છે તું ડાન્સ માં કેમ નઈ રેતી. પણ અત્યારે તારી લાઈફ એન્જોય નઈ કરે તો ક્યારે કરશે. અને તું ડાન્સ કરી શકે છે નઈ આવડતો એવું કંઇ નથી."
"પણ"
"હા તારા મમ્મી પપ્પા ને નઈ ગમતું એજ ને."
"હા"
"ઓકે એક વાર ફોન કરી ને પૂછી લે નાં કેહ તો અમે કોઈ તને ફોર્સ નહિ કરીએ પણ એક વાત તારા દિલ ની વાત સંભાળજે એ શું કેહ છે એ. "
"મને ગમે છે પણ"
"નિયા તું કરી શકે છે બીજા નું નાં વિચાર બોલવા વાળા તો બોલી ને જતા રેહસે. લાઈફ તો તારી છે ને " ભૌમિક એ કીધું.
નિયા કોઈ ને ફોન કરતી હતી.
"દાદી, ડાન્સ માં રહું હું? " નિયા ફોન પર દાદી ને આ પૂછ્યું.
"બેટા તને ગમે છે ને એ કર. તારા મમ્મી પપ્પા ને હું સમજાઈ દઈશ. તું ચિંતા નાં કર બેટા."
"સારું દાદી પછી ફોન કરું"
ફોન મુક્યા પછી,
"ભૌમિક તારે પણ ડાન્સ માં રહેવાનું હોય તો હું વિચારું"
નિયા બોલી.
"ઓય શું બોલે છે આ તું "
"મને ખબર છે તું એક સારો ડાન્સર છે રિયા એ કીધું છે મને "
"ઓહ નો" ભૌમિક માંથા પર હાથ રાખતા બોલ્યો.
"શું થયું હવે?"
"કંઇ નઈ"
"જો તું ડાન્સ કરશે તો મારી હા અને તારી હા માં નક્ષ ડાન્સ કરશે એ ખબર છે ને?" નીયા આંખ મારતા બોલી.
"આવી રીતે નાં ફસાવાય"
"ચાલો હું જાવ હવે વિચાર તું"
"જાવ વાળી હું આવું છું. તારા નક્ષ માટે મારે ડાન્સ કરવો પડશે."
"ઓહ બોવ જલ્દી માની ગયો તું"
Canteen માં
"નક્ષ ભૌમિક પણ ડાન્સ કરશે. " નિયા ત્યાં જઈ ને બોલી.
"What?" નક્ષ અને તેજસ બંને સાથે બોલ્યા.
"હા તમને ખબર નાં હોય તો કહી દવ એ સારો ડાન્સર છે."
"આ છોકરી તો કંઇ પણ કરાઈ શકે" ભૌમિક બોલ્યો.
"રિયા એ મને કીધું હતું મને કંઇ ખબર નઈ હતી." નિયા બોલી.
"નિયા રિયા ને પૂછી જોજે ભૂમિ શું કરે એ" નક્ષ કોઈ દિવસ મસ્તી નાં કરે પણ આજે બોલ્યો.
"હા ઓય ભાભી થાય એ ભૂમિ નાં કેવાય." નિયા બોલી.
"નોબી અને સિઝુકા તમારા બંને નું પત્યું બોલવાનું" ભૌમિક બોલ્યો.
"આ સિઝૂકા નું શું ચક્કર છે?" તેજસ બોલ્યો.
"એ બંને જેટલાં શાંત લાગે એટલા છે નહિ. પણ બોવ માસુમ છે એ બંને ની વાત એ લોકો ને જ ખબર પડે એને એ બંને નું નામ પાડ્યું છે સીઝુકા અને નોબિતા" ભૌમિક એ કીધું.
બસ આમ એ લોકો નો પ્રેક્ટિસ ચાલતી હતી. અને day's સેલિબ્રેશન ચાલતુ હતું. Day's માં તો બોવ કંઇ રસ નઈ હતો પણ એ લોકો એન્જોય કરતાં પિક તો એટલા પડવા નાં કે કોઈ હદ નહિ.
Annual ની 2 દિવસ ની વાર હતી.
નિયા , નક્ષ અને ભૌમિક પ્રેક્ટિસ કરતા હતા. આ ટાઈમ એ ત્રણ હિપ હોપ ડાન્સ કરવાનાં હતા. સવાર નાં પ્રેક્ટિસ કરતા હતા એ લોકો આજે.
નિશાંત, તેજસ અને આદિત્ય એમાં ગ્રૂપ ડાન્સ ની પ્રેક્ટિસ માં લાગ્યું હતું. મનન લેપટોપ માં સોંગ કટ કરતો હતો.
થોડી વાર પછી,
"હવે બોવ થઈ પ્રેક્ટિસ " નિયા આજે પેલી વખત આવું બોલી.
"રેડબુલ શું થયું આજે?" ભૌમિક બોલ્યો.
"હા શું થયું " નક્ષ પણ બોલ્યો.
"કંઇ નઈ થયું આજે નાસ્તો નઈ કર્યો હતો એટલે "
"ઓહ કેમ " નક્ષ બોલ્યો.
"ખાવા ની સમજ નઈ પડતી તને છે એક કીડી જેટલી એક તો " ભૌમિક થોડું ગુસ્સા માં હોય એમ બોલ્યો.
"બસ યાર કંઇ લઇ આવ ને canteen માંથી પ્લીઝ "નિયા નો અવાજ પણ આજે ધીમો લાગ્યો હતો.
"હા વેજ પુલાવ લઇ આવું અને ટ્રોપિકાના બીજું કંઈ?" ભૌમિક બોલ્યો.
"ચિપ્સ જેવુ કંઇ લઇ આવજે." નક્ષ બોલ્યો.
નિયા જ્યાં એ લોકો પ્રેક્ટિસ કરતા હતા ત્યાં પાછળ 5 - 6 બેન્ચિસ હતી એ ત્યાં જઈ ને બેસી ને earphones લગાવી ને બેન્ચ પર માથું રાખી ને ક્યારે સૂઈ ગઈ કોઈ ને ખબર નઈ.
થોડી વાર પછી,
"શું ચાલે ?" તેજસ આવતા ની સાથે બોલ્યો.
"ક્યાં નિયા અને ભૌમિક?" આદિ એ પૂછ્યું.
"એ પાછળ સોંગ સાંભલે છે. ભૌમિક canteen ગયો છે " નક્ષ એ કીધું.
પછી બધા ત્યાં બેઠા હતા અને વાતો કરતા હતા. પણ નિયા નું ધ્યાન નઈ હતું આ લોકો આવ્યા છે એમ. એ તો સૂઈ ગઈ હતી.
થોડી વાર માં નિશાંત અને ભૌમિક આવ્યા.
"ચાલો ભૂખ લાગી છે " આવતા ની સાથે ભૌમિક બોલ્યો.
"ભાઈ નિયા ને તો બોલાવ" નક્ષે કીધું.
ભૌમિક એ નિયા ને બૂમ પાડી પણ એને સાંભળી નહિ એટલે નિયા જ્યાં હતી ત્યાં ગયો. નિયા નિયા કીધું પણ નિયા એ કંઇ જ જવાબ નાં આપ્યો.
ભૌમિક એ નિયા ને હલાવી ત્યારે એ કેટલા દિવસ ની નીંદ પૂરી કરી ને જાગી હોય એમ જાગી.
નિયા નાં ફેસ પર પરસેવો થઈ ગયેલો હતો અને એની આંખ પણ લાલ લાગતી હતી.
નિયા "5 મિનિટ માં આવું " એમ બોલી ને બેગ લઈ નેં બહાર જતી રહી.
પછી જ્યારે નિયા આવી ત્યારે,
"શું થયું નિયા? ઠીક છે ને તું?" ભૌમિક બોલ્યો.
"હા યાર કંઇ થયું?" બધા બોલ્યા.
"નાં કંઇ નઈ થયું મને નીંદ આવી ગયેલી એટલે "
પછી બધા નાસ્તો કરતા હતા. ત્યારે
માનિક આવ્યો.
"મને તો યાદ કરો કોઈ વાર " પછી નિયા ની સામે જોઈ ને કીધું, "એકલા એકલા ચિપ્સ ખાવાની"
"વચ્ચે મુકેલી છે ખાઈ લેવાની " નિયા એ કીધું.
થોડી વાર પછી બધા વાત કરતા હતા ત્યારે ટિક ટોક ની વાત નીકળી.
એમાં એક કપલ ડાન્સ હતો તો એ જોઈ ને આદિત્ય બોલ્યો, "મારે પણ આ શીખવો છે"
"અરે બોવ સહેલો છે આ તો" નક્ષ બોલ્યો.
"ઓકે બતાવ તો અમને કરી ને " ભૌમિક બોલ્યો.
"કપલ ક્યાંથી લાવું?" નક્ષ બોલ્યો.
"આ નિયા છે જ ને"
નિયા અને નક્ષ કપલ ડાન્સ કરતા હતા બધા જોવા માં વ્યસ્ત હતા અને ભૌમિક વિડિયો ઉતારવામાં.
"નિયા હાડકા છે ને શરીર માં કે એમજ છે." નિશાંત બોલ્યો.
"હા છે "
પછી નિયા આદિ ને અમુક સ્ટેપ શીખવાડતી હતી ત્યારે નિશાંત બોલ્યો , "ભાઈ આટલું નઈ આવડતું"
"ઓહ તને આવડે છે તો તું આવ" નિયા એ કીધું.
"નાં હવે મસ્તી કરું છું તમે ચાલુ રાખો શીખવાનું."
થોડી વાર પછી
"ભૌમિક તું કર તો હવે" નક્ષ બોલ્યો.
ડાન્સ કર્યો પછી નિયા બોલી, "કપલ ડાન્સ માં બંને ની આંખ એક બીજા સામે હોવી જોઈએ આજુ બાજુ નાં જોવાનું હોય"
પણ ભૌમિક થી એ થતું જ નઈ હતું.
એ દિવસે બધા એ બોવ મસ્તી કરી. અને મસ્તી વાળા snap પણ પડ્યા.
પછી એ લોકો નીચે ઉતરતા હતા ત્યારે,
નિયા નાં ફોન માં મેસેજ આયો.
"સોરી કઈ વધારે જ બોલાઈ ગયું મારા થી . ખાઈ લેજે સવારે પણ કંઇ ખાધુ નઈ હતું."
નિયા મેસેજ જોઈ ને ખુશ થઈ ગઈ. સવાર ની જે સ્માઈલ ગાયબ હતી એ પછી આવી ગઈ.
"જીજુ નો મેસેજ આયો લાગે છે" તેજસ બોલ્યો.
"નાં"
પછી નિયા પીજી પર આવી ને ફ્રેશ થઈ ને પૂજા દીદી ને મળવા ગઈ.
નિયા ની સ્માઈલ કેમ સવાર થી ગાયબ હતી?
કેમ નિયા એ સવાર માં નાસ્તો નઈ કર્યો હતો?
સોરી નો મેસેજ કોણે કર્યો હશે?