Mind: Relationship no friendship - 14 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 14

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 14

"બોલ રિયા કેમ અત્યારે ફોન કર્યો" નિયા એ ફોન ઉપાડી ને પૂછ્યું.

"નિયા..."

"ઓય પાગલ કેમ રડે છે શું થયું. " નિયા ને રિયા રડતી હોય એવું લાગ્યું એટલે પૂછ્યું.

"નિયા મોન્ટુ ની યાદ આવે છે. બોવ ટ્રાય કર્યો એને ફોન કરવાનો પણ એને નંબર ચેન્જ કરી નાખ્યો છે. Snapchat, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક બધે સર્ચ કર્યો પણ નઈ મળતો. "

"રિયાન નાં કોઈ ફ્રેન્ડ નાં કોન્ટેક્ટ માં તો હસે ને?"

"નાં યાર કોઈ નાં કોન્ટેક્ટ માં નથી. ભાઈ એ બધા ને પૂછી લીધું. "

"ઓહ. એ ક્યાં છે."

"એ ક્યાં છે એ ખબર નથી. "

" મોન્ટુ નહિ રિયાન"

"ઓહ એ તો આ રહ્યોં અમે બંને સ્કૂલ નાં પિકનિક નાં પીકસ જોતા હતા એટલે યાદ આવી ગઈ." રિયા બોલી.

"હાઈ નિયા શું કરે?" રિયાન બોલ્યો.

" પિત્ઝા નો ઓર્ડર આપ્યો છે આવે એની રાહ જોવ છું." નિયા બોલી.

"બે વારે કેમ બાર" રિયાન બોલ્યો.

"સૂતી જ હોવ ને બે વાગે ચક્રમ"

"ઓહ હા નઈ હું પણ કેમ આવું પૂછું છું." રિયાન બોલ્યો.

"ભાઈ આ હંમેશા આપડે રડી એ ત્યારે હસાવી દે . આજે પણ આવું થયું."

"હા આપડું ડોરેમોન છે એ" રિયાન બોલ્યો.

"શું "

" નાની હાઇટ વાળા માણસો નાં હોય ડોરેમોન હોય" રિયાન બોલ્યો.

"હા બોવ સારું " નિયા બોલી.

"ચાલ તું પણ સૂઈ જા અમે પણ સૂઈ જઇએ. નિયા કાલે વિડિયો કૉલ કરીશ " રિયા એ કીધું.

"હા ગુડ નાઈટ" કહી ને નિયા સૂઈ ગઈ.



બીજે દિવસે સવારે

નિયા અને પર્સિસ નાસ્તો કરતા હતા. પર્સિસ ચા પીતા પીતા બોલી,

"શું કરે નક્ષ?"

"મને શું ખબર"

"તને જ ખબર હોય ને બીજા કોને ખબર હોય😉"

"હરામ ખોર બસ."

"😂😂 નિયા આજે તો સ્પેશિયલ ડેટ હસે ને ?" પર્સિસ બોલી.

"અમે 3 જ્યારે જોડે હોય એ ટાઈમ સ્પેશિયલ હોય અમારા માટે " નિયા બોલી.

"ઓકે પણ આમ મસ્ત લાગે તારી અને નક્ષ ની જોડે."

"હા બીજું કઈ " નિયા એ પૂછ્યું.

"બીજું તો હું મારી એક ફ્રેન્ડ નાં રૂમ પર જાવ છું. પછી અમે બાર જવાના છે તો રાતે જમી ને જ આવીશ."

"હા સારું. "


થોડી વાર પછી,

પર્સિસ ગઈ એટલે નિયા એ દરવાજો બંધ કરી ને અંદર ની રૂમ માં ગઈ.

ખડુસ ને ફોન કરું કે નાં કરું એ વિચારતી હતી ત્યાં જ ભૌમિક નો ફોન આવ્યો.

"બોલ ખડુસ"

"ઓય આવું નઈ બોલવાનું" ભૌમિક બોલ્યો.

"કેમ ખોટું લાગે?"

"નાં શું કરે નક્ષ" ભૌમિક બોલ્યો.

"તારી જોડે હોય છે તો તને ખબર હોય ને મને થોડી ખબર હોય."

"હા પણ લવ ને જ લવ ની ખબર હોય ને " ભૌમિક નિયા ને હેરાન કરવા બોલ્યો.

"હા બીજું કઈ"

"સોરી મસ્તી કરું છું. ખોટું તો નઈ લાગ્યું ને ?"

"હા બોવ લાગ્યું ખોટું તો"

"ઓહ રડતી નઈ સાંજે આઈસ્ક્રીમ આપવી દેવા." ભૌમિક બોલ્યો.

"હા સારું કેમ તે ફોન કર્યો એ તો કીધું નઈ " નિયા એ પૂછ્યું.

"અરે એ તો હા તારો પેલો ફ્રેન્ડ છે ને માનિક એનો મેસેજ આવ્યો હતો. તારું પૂછતો હતો "

"હે.. મારું શું પૂછ્યું."

"કેવી છે એ બધું. "

"એટલે"

"આપડી દોસ્તી અને એ બધું "

"ઓકે"

"નિયા એક વાત કહું " ભૌમિક એ પૂછ્યું.

"હા બોલ ને"

"માનિક ને આજે સવારે જોયેલો. હું ને નક્ષ ચાલવા ગયેલા ત્યારે. કોઈ એની ફ્રેન્ડ સાથે હતો. બંને હાથ પકડી ને ચાલતા હતા પછી ત્યાં ખૂણા માં બેસેલા હતા."

"ઓહ "

"નિયા તું એમ કેહતી હતી ને એને કોઈ ફ્રેન્ડ નથી "

"હા એ ને એવું કીધું હતું મને "

"ઓકે " ભૌમિક બોલ્યો.

"કાલે રાતે શું થયું હતું?" નિયા એ ડાયરેક્ટ સવાલ કર્યો.

"તને કીધું હતું ને મારા બેસ્ટ ફ્રેન્ડ નું એ યાદ આવ્યાં હતાં."

"ઓહ તે સર્ચ કર્યું ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ"

"હા પણ નઈ મળ્યું"

"ઓકે ટ્રાય કરજે"

"હા ચાલ બાય સાંજે તૈયાર રેહજે."

"હા"

ફોન મૂકી ને નિયા એ કાર્ડ બનાવ્યું. પછી એ નાં accout માં કોઈ નો મેસેજ હતો કાર્ડ માટે એટલે એને પિક મોકલવાના હતા.

નિયા એ બધા પિક મોકલ્યા પછી યાદ આવ્યું એને માનિક ને કાર્ડ આપ્યું છે એ પિક તો છે નઈ મારી પાસે.

એટલે નિયા એ મેસેજ કર્યો માનિક ને
"હાઈ તને બર્થડે પર કાર્ડ આપ્યું હતું એના પિક જોઈતા હતા. મોકલ ને "

થોડી વાર પછી માનિક નો ફોન આવ્યો,

"હાઈ એ કાર્ડ મમ્મી રૂમ સાફ કરતી હતી એટલે કંઇ ક મુક્યું છે પછી મોકલું શોધી ને"

"સારું"

"આજે તો સવાર માં કાકા નાં ઘરે આણંદ હતો ને તો સવાર સવાર માં એમને મને નાસ્તો લેવા મોકલ્યો હતો."

"તો" નિયા બોલી.

"ખાલી કહું છું. મસ્ત વાતાવરણ હતું બહાર "

"ઓકે " કહી ને નિયા એ ફોન મૂક્યો.

નિયા વિચારતી હતી ભૌમિક એ એને કોઈ છોકરી સાથે જોયો એને એ કેહ છે નાસ્તો લેવા ગયેલો શું ચક્કર છે આ .

મૂક ને નિયા તારે શું. જે હસે એ. નિયા એની જાતે એકલી એકલી બોલતી હતી.

પછી થોડી વાર પૂજા દીદી ને મળવા ગઈ. પછી જમી ને સૂઈ ગઈ.

4 વાગે ઉઠી ને બોર્નવિટા પીતા એ નોવેલ વાંચતી હતી પછી તૈયાર થઈ ને નક્ષ અને ભૌમિક ની રાહ જોતી હતી.

5.30 વાગે

"નિયા નીચે આવ. 2 મિનિટ માં આવું " નક્ષ ફોન કરી ને બોલ્યો.

નિયા રૂમ લોક કરી ને પૂજા દીદી ને બાય કહી ને નીચે ઉભી રહી ને રાહ જોતી હતી.


"ઓય જાનેમન કોની રાહ જોવે છે?" ભૌમિક આવતા ની સાથે બોલ્યો.

"મારા બોયફ્રેન્ડ ની"

"ઓહ યસ નક્ષ હજી નઈ આવ્યો."

" હા એજ ને"

"બસ બોવ નાટક નાં કર. ચાલ બેસ. એ આગળ ઊભો છે. તારી રાહ જોઈ ને"

"ઓકે" નિયા બોલી.


નડિયાદ પોહચી ગયા. પછી,

"પિત્ઝા ખાવાના કે બર્ગર" ભૌમિક એ પૂછ્યું.

"તારી મરજી તું જ બોલ હવે " નક્ષ બોલ્યો.

"હા મને બંને ચાલશે" નિયા એ કીધું.

"ભાઈ પેલું આપી દીધું કે હજી બેગ માં જ લઈ ને ફરે છે" નક્ષ એ પૂછ્યું.

"ઓહ સારું થયું યાદ કરાવ્યું. મારી જોડે જ છે." ભૌમિક બેગ માંથી કઈ કાઢતાં બોલ્યો.

"ઓહ nice " નિયા બોલી.

"અમૃતસર ગયેલો ને ત્યારે લઇ આવેલો પણ એક્ઝામ નાં ચક્કર માં આપવાનું રહી ગયેલું." ભૌમિક એ કીધું.

"નિયા મારતી નહિ આ કડા થી મને" નક્ષ બોલ્યો.

"હા " નિયા પંજાબી પેરે એ કડું જે ભૌમિક લાવ્યો હતો એ પેહરતા બોલી.

"ત્રણેવ નું સરખું થઈ ગયું"

પછી બધા MC'D માં ગયા. ભૌમિક ઓર્ડર આપવા ગયો. અને નિયા અને નક્ષ બંને સેલ્ફી પડતા હતા ત્યાં રિયા નો વિડિયો કૉલ આવ્યો.

નિયા વાત કરતી હતી પછી નક્ષ બાજુ ફોન કરી ને બોલી, આ જો નમૂનો.

"ઓહ હાઈ નક્ષ તમે બંને જ આવ્યા છો." રિયા એ પૂછ્યું.

"કોની જોડે વાત કરે છે નક્ષ બાજુ માં છે તો પણ " ભૌમિક ઓર્ડર આપી ને આવતા બોલ્યો.

"ભાઈ છોકરી છે" નક્ષ એ કીધું.

"ઓહ હાઈ આ નિયા બોવ હેરાન કરે છે એમને બે ને" ભૌમિક બોલ્યો.

એટલે નિયા એ ફોન માં કેમેરો ભૌમિક નો સાઈડ કર્યો.

2 મિનિટ માં રિયા એ કૉલ કટ કરી ને વોઇસ કોલ કર્યો.

"નિયા આ તો મોન્ટુ છે."

"વૉટ seriously" નિયા આશ્ર્ચર્ય થી બોલી.

"હા લાગે તો એવો જ છે."

"હું પાંચ મિનિટ માં કૉલ કરું" નિયા એ કીધું.

નિયા થોડું વિચારી ને ભૌમિક ને પૂછ્યું,
"ખડુસ તારા બેસ્ટ ફ્રેન્ડ નું નામ શું હતું?"

"હતું એટલે. નક્ષ અને તું બે જ છો અત્યારે તો" ભૌમિક બોલ્યો.

"અરે પેલા સુરત વાળા તું એ લોકો ને સર્ચ કરે છે એ"

"રિયા અને રિયાન "

"ટ્વિન હતા " નિયા એ પૂછ્યું.

"હા કેમ ઓળખે છે તું?" ભૌમિક બોલ્યો.

"રિયા અને રિયાન જરીવાલા" નિયા એ પાછું પૂછ્યું.

"હા પણ કેમ આટલું પૂછે છે."ભૌમિક થોડો ગુસ્સો કરતો હોય એમ બોલ્યો.

" ભૌમિક એ બંને પાછા મળી જાય તને મતલબ પાછા લાઈફ માં આવી જાય તો?"

"લાઈફ માં બધું મળી જાય."

"ઓહ અને હું એ લોકો ને સર્ચ કરી આપું તો?" નિયા બોલી.

"નિયા તારા લીધે જો એ લોકો પાછા મળતા હોય ને તો તું જે માંગે એ આપી દઈશ અને જે કેહ એ કરવા રેડી."
ભૌમિક બોલ્યો.

"ઓકે રાહ જો ફોન રીસિવ થાય એની."

નિયા કોઈ ને ફોન કરે છે ભૌમિક કદાચ ભગવાન ને પ્રાર્થના કરતો હતો કે એ મળી જાય અને નક્ષ પણ ભૌમિક ખુશ રેવો જોઈએ એ વિચારતો હતો. ત્યાં નિયા બોલી.

"હેલ્લો વિડિયો કૉલ કર ને. "

બસ આટલું બોલી ને નિયા એ ફોન મૂકી દીધો.

આ બાજુ ભૌમિક નાં દિલ ની ધડકનો વધતી જતી હતી.




શું આ એજ રિયા અને રિયાન છે જે ને ભૌમિક સર્ચ કરતો હતો?

આ જ રિયા અને રિયાન નો મોન્ટુ છે?

શું નિયા ખોવાઈ ગયેલા દોસ્ત ને પાછા ભેગા કરી શકશે?