સંગાથ
બીજી તરફ ઘરે દાદા અનિરુદ્ધ , દાદી મંજૂલા , દાદા હરકિશન , અખિલભાઈ , નયનાબેન , હરેશભાઈ અને વાણીબેન બેસીને વાતો કરતા હતા. દાદા અનિરુદ્ધ અને દાદા હરકિશન એ નક્કી કર્યું હતું કે હમણાં બધાને જ આધ્યા અને સિદ્ધાર્થ ની સગાઇ ની વાત કરવી છે.
" મારે તમને બધાને એક વાત કરવી છે." દાદા અનિરુદ્ધ
"હા બોલો" બધા એકસાથે
" મેં આધ્યા ની સગાઇ કરવાનું વિચાર્યું છે." દાદા અનિરુદ્ધ
" ક્યારે ? અને કોની સાથે?" અખિલ ભાઈ
" હમણાં થોડા દિવસ પહેલા . તમે એ છોકરાને ઓળખો છો." દાદી મંજૂલા
"કોણ છે એ છોકરો?" નયનાબેન
" જણાવું છું થોડી વારમાં . હજુ કોઈ આવવાનું બાકી છે." દાદા અનિરુદ્ધ
" કોણ ? " બધા આશ્ર્ચર્ય થી પુછે છે.
(એટલીવાર માં જ બધાં બેઠેલા હતા ત્યાં એક વ્યક્તિ આવે છે.)
" પપ્પા આ અહીં શું કરે છે?" અખિલ ભાઈ
" કેમ હું ના આવી શકું? " એ વ્યક્તિ
" નયના સામાન પેક કર. આપણે હમણાં જ અહીંથી જઈએ છીએ. " અખિલ ભાઈ
" કેમ તમને મારું આવવું પસંદ ના પડ્યું?" એ વ્યક્તિ
" તે જે કર્યું છે એના પછી કંઈ બોલવા જેવું રાખ્યું છે ? " અખિલ ભાઈ
" ચૂપ ( ગુસ્સામાં)
એને મે બોલાવી છે. "દાદા અનિરુદ્ધ
" પણ પપ્પા" અખિલ ભાઈ
" તારામાં આધ્યા ને સગાઇ માટે મનાવવાની હિંમત છે?" દાદા અનિરુદ્ધ
" જો આધ્યા ને કોઈ સગાઇ માટે મનાવી શકે તો આ જ છે." દાદી મંજૂલા
" હું આધ્યા ને મનાવવા પહેલા છોકરાને ઓળખીશ. મારી સાથે જે થયું એ હું આધ્યા સાથે નહીં થવા દઉં એ સમજી લેજો." એ વ્યક્તિ
" હા , પહેલા છોકરાનું નામ તો સાંભળો." દાદી મંજૂલા
" સિદ્ધાર્થ અને આધ્યા ની સગાઇ નક્કી કરી છે." દાદા અનિરુદ્ધ
" ઠીક છે . મારે પહેલા સિદ્ધાર્થ ને મળવું છે અને મને યોગ્ય લાગે તો જ હું આધ્યા ને મનાવીશ. " એ વ્યક્તિ
આટલું કહીને એ વ્યક્તિ ત્યાં થી જતી રહે છે.
" પપ્પા " અખિલ ભાઈ
" મને ખબર છે તું શું વિચારે છે . " દાદા અનિરુદ્ધ
" અમારે જવું જોઈએ. તમે લોકો વાત કરો." દાદા હરકિશન
" ના બેસો , તમને પણ આધ્યા ની બધી વાતો ખબર હોવી જોઈએ." દાદા અનિરુદ્ધ
" તને એ જ સવાલ થાય છે ને કે નંદિતા આધ્યાને કેવી રીતે ઓળખે છે?" દાદી મંજુલા
" તને યાદ છે ઘણા વર્ષો પહેલા મે તને એક ફોન કરેલો કે આધ્યા ને તમારા લોકોના સંગાથ ની જરુરીયાત છે......." દાદા અનિરુદ્ધ
" કર્યો હશે. પણ મને યાદ નહીં." અખિલ ભાઈ
"૨૦ જાન્યુઆરી ૨૦૧૧" નંદિતા
( બધા એની તરફ જોતા રહે છે.)
" હા , ૨૦ જાન્યુઆરી ૨૦૧૧ એ આધ્યા કિડનેપ થઈ હતી. " દાદી મંજુલા ( આંખ માંથી આંસુ નીકળી આવે છે.)
" શું ?
તમે અમને કહ્યું પણ નહીં " નયનાબેન
" અમે ફોન કર્યો પણ તમે તો લંડન ફરવા ગયા હતા . તમને એમ લાગ્યું કે અમે તમને ગીફ્ટ માટે ફોન કર્યો છે. " દાદા અનિરુદ્ધ ( ગુસ્સામાં)
" ત્યારે નંદિતા અને એના પતિના કારણે જ આધ્યા ફરી મળી હતી." દાદી મંજુલા
"અખિલ આપણે એટલા બધાં લાપરવાહ કેવી રીતે હોઈ શકીએ ? " નયનાબેન
" આ ઘટના બાદ આધ્યા ખૂબ જ ડરી ગઈ હતી. એને સ્ટ્રોંગ બનવાની જરૂર હતી. એ સમયમાં નંદિતા અને રાજ એ આધ્યાને મદદ કરી. " દાદા અનિરુદ્ધ
" પણ નંદિતા અહીં ક્યાંથી આવી?" અખિલ ભાઈ
"મારા હસબન્ડ નું અહીં થોડા સમય માટે ટ્રાન્સફર થયું હતું અને એ દરમિયાન જ આ ઘટના બની." નંદિતા
" મને માફ કરી દે મારી દિકરી તને જ્યાંરે તારી માં ની જરૂર હતી ત્યારે જ હું નહીં હતી. નંદિતાબેન તમારો ખૂબ ખૂબ આભાર જ્યારે આધ્યા ને મારી જરૂર હતી ત્યારે તમે એની સાથે હતા." નયનાબેન ( રડી પડે છે.)
" ભાભી ભૂલ તો તમારા થી થઈ છે પણ તમે એ ભૂલ સુધારવા ખૂબ જ મોડું કરી નાખ્યું છે. આધ્યા તમને માફ કરી શકશે કે નહીં એ ખબર નહીં. આધ્યા આ ઘટના પછી આધ્યા એકદમ જ ડરી ગઈ હતી એણે હસવાનું- રમવાનું છોડી દીધું હતું અને એના માટે ખૂબ જ જરૂરી હતું કે કોઈ સતત એની નજીક રહે . મમ્મી પપ્પા ની ઉંમર થઈ ગઈ હતી તેથી અને બિઝનેસ માં પણ ધ્યાન આપવાનું હતું એના લીધે હું આધ્યા ને મારી સાથે લઈ ગઈ." નંદિતા
" તારી સાથે લઈ ગઈ ?" અખિલ ભાઈ
" હા ભાઈ , સોરી મિસ્ટર અખિલ મેં તમને કહ્યું એમ મારા હસબન્ડ નું થોડા જ સમય માટે અહીં ટ્રાન્સફર થયું હતું અને એ પછી અમે શાંતિ થી જીવન જીવવા અને લોકોની સેવા કરવા અમે બંને જોબ મૂકીને રાજના ગામ જવાના હતા." નંદિતા
( પાણી પીવા રોકાઈ છે.)
ક્રમશઃ