હાલનાં અને વર્ષોથી ચાલી આવતી પરંપરાગત વિચારધારા ધરાવતાં આ રૂઢિચુસ્ત સમાજને એક ગ્રંથી બંધાઈ ગઈ છે. કે " સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ. " પણ આ ઉક્તિ ને ખોટી પાડીને શિક્ષિત બનેલી અને કેળવણી પામેલી સ્ત્રી જ સાચા અર્થમાં એક સાચા સમાજનું સર્જન કરી શકશે. આજે મારે હવે આ ખોટા રીતરિવાજો , દહેજપ્રથા નું દૂષણ, ખોટી રીતે થતાં અત્યાચાર ને મારકૂટ થી છૂટીને બહાર નીકળવું જ પડશે. મારી ' પલક ' માટે પણ મારે હવે અબળા નહીં પણ સબળા બનીને જ જીવવું પડશે.
આજે ધારા ખૂૂબજ દુ:ખી હતી. રોજેરોજ સાસુ નણંદ નાંં મહેણાં, સસરા ને જેેેઠની દહેેજ ની માંગ ને ઉપર જતાં રોજ રાત્રે સાસુની ચઢવણી થી એ માવડિયો ( ' નમાાલો ' જ જાણે )! વગર ગુનાએ ઢોર માર મારતો. આખા
દિવસ નાં ઢસરડાં પછી પણ પેેટનો ખાડો પૂરવા ના મળતો !
ત્રાસી ગઈ હતી હું !અને એમાંય દીકરી ' પલક ' ને જન્મ આપ્યો એતો જાણે કોઈની હત્યા કરવા જેેેેેેવો ગુનો ના
કર્યો હોય વંશવેલો આગળ વધાારવા માટે દીકરાની જ અપેક્ષા હતી બધાને ! પણ મારા ઉપર થતાંં અત્ય્યાચાર પછી મેં મનોમન નક્કી કર્યું કે હવે હું બીજીવાર માં નહીં બનુંં ! આ નરાધમો તો મારા સંતાનોને પણ ભરખી જશે !
હદ તો ત્ય્યારે થઈ ગઈ કે મારા જ વરે ને સાસુએ ભેગાં મળીને મને એક દિવસ મારા સસરા ને જેઠ ને હવાલે કરી દીધી . એક દીકરા ની આશા એ મને એ નરાધમો પાસે પીંખાવા મૂૂકી દીધી .પણ હતું એટલું જોર એકઠું કરી
ને પણ હુું એમની ચુુંગાલમાંંથી ગમેતેમ કરીને ભાગી છૂટી.
પલકને લઈનેે હુું ઓરડામાંંથી ભાગી, હાથમાં એક મોટી
લાકડી આવી અને એક હાથે પલકનેે છાતી સરસી ચાંપીને
બીજા હાથેથી એજ લાકડી નેે જોરથી ઘુમાવીને જેેઠ
અને સસરા ને માથામાં મારતી જ બહાર ની તરફ દોટ મૂૂકી
. એક જ શ્વાસે આઠ મહિના ની પલકને છાતીએ સાડીના
પાલવથી બાંધીને સીધી પહોંચી બસ સ્ટેન્ડે. અને જે બસ
મળી એમાં બેસી ગઈ. પાસે ફૂટી કોડીય નોતી . પણ ભગવાન ભરોસે હતી. કંડકટર ને દયા આવી નેે મને ટિકિટ આપી, પૈૈસા પોતેજ ભરી. દીધાં.
મારી બાજુમાં જ એક ભલા ને મોટી ઉંમર નાં બહેેન
બેઠા હતાં . કદાચ એમના અનુભવે જ એ મારી હાલતને
સમજી ગયા. પરિસ્થિતિ પામીને ધીરેથી મારી સાથે વાત ચીત કરી. બધી હકીકત જાણીને એ મને એમનાં જ
જાણીતાં એક ' નારી સુરક્ષા ગૃહમાં ' લઈ ગયા.
ત્યાં મારા વિશેે બધી જાણકારી આપીને મને
ત્યાં આશરો અપાવ્યો .ને કોઈપણ કામ હોય તો મને
બોલાવજે એમ કહીને એ મારી ભલામણ કરી પોતાના ઘરે
ગયા.
હું બહુ ભણેલી નોતી , એટલે નોકરી તો મળે
એમ નોતી, પણ મનમાં મક્કમ નિર્ધાર કર્યો હતો કે કાંંઇક
શીખીને પગભર થવુંં છે. અનેે મેં ડ્રાઈવીંંગ શીખવાનુુંં શરૂ
કર્યું. અભ્યાસ ની જરૂર નહીં ને છતાંય પગભર તો થઈ જ શકાય ને !
થોડા જ સમયમાં હુું સરસ ડ્રાઈવિંગ શીખી ગઈ. પછી બેેંંક ની લોન લઈને એક ઓટોરિક્ષા ખરીદી.
શરૂઆત માં. થોડી ઘણી તકલીફ પડી, કેમકે એક સ્ત્રી હોવાથી ઓટોરિક્ષા ચલાવવી એક મોટો પડકાર હતો
મારા માટે ! પણ , " માત્ર ને માત્ર મહિલા ઓ માટે આરક્ષિત ઓટો " આવું બોડૅ લગાવીનેે રીક્ષા ચલાવતી થઈ ગઈ. કોઈપણ કામ કરવામાં શરમ શેની વળી ? અનેે
એકલી મહિલા ઓ માટે ની રીક્ષા એટલે કોઈની છેેેડતી
કે પરેશાની નો ડર જ નહીં.
આજે પલક પાંચ વર્ષની થઈ ગઈ છે. નેે હું રીક્ષા
ચલાવીને મહિને ૨૦,૦૦૦ રૂપિયા ની આવક મેળવુુંં છું
બધોજ ખર્ચ બાદ કરતાં પણ પાંચ હજાર વધે છેે નેે
એ હું પલકનાં. નામે બેેંંકમાં જમા કરાવું છું. ભલે હવે હું
ભાડાંના મકાનમાં રહુંં. છું પણ સ્વમાન થી જીવુંં છુંં. મારી
પલકને સારા સંસ્કાર આપીનેે ખૂબજ ભણાવીને ડોકટર
બનાવીશ હુું !
જો હું તે દિવસે બળવો કરીને. ના ભાગી હોત તો આજેપણ મારા શરીર નાં સોદાગરો ની વચ્ચે ભીંસાાતી ને પીંંખાતી હોત ! પણ ના. !
હુું એક અબળા નહીં પણ સબળા બનીને
જીવવા માંંગતી હતી જે મેેંં સિદ્ધ કરી બતાવ્યું છે.
દીપિકા ચાવડા, ' તાપસી. '