ભાગ - 31
હોસ્પિટલના ગાર્ડનમાં બેઠેલા વેદે, રીયાનો હાથ પકડી બોલેલા એ શબ્દો,
કે
રીયા, સંતાન પ્રાપ્તિ માટે આપણને ડોક્ટર સાહેબે,
સ્પર્મ-ડોનરનો જે વિકલ્પ બતાવ્યો છે, એના વિષે આપણે શ્યામને વાત કરીએ, એ ના નહી પાડે, અને પછી આપણે શ્યામને આ ડોક્ટરથી મળાવી દઈશું.
વાચક મિત્રો, હું ચાલુ વાર્તામાં થોડો વિરામ લઈને,
વેદ અને રીયાની હાલની મનોસ્થિતિ, અને વેદના નિખાલસ, નિર્ણય વિશે, આપણી આ વાર્તાના પાત્રો, રીયા અને વેદ દ્રારા કંઇક વિશેષ પ્રકાશ પાડવા માંગુ છું.
વેદ દ્વારા બોલાયેલા શબ્દો સાંભળી, થોડીવાર માટે રીયા બિલકુલ અવાચક થઈ, વેદ સામે જોઈ રહે છે.
રીયાને આજે વેદ પ્રત્યે, વેદના વિચારો પ્રત્યે, વેદની ભાવનાઓને લાગણીઓ પ્રત્યે, અનહદ માન થઈ ગયું છે.
અત્યારે વેદે, કેટલી નિખાલસતાથી અને સહજતાથી,
સાથે-સાથે વેદના મારા માટેના, તેમજ શ્યામ માટેના, પૂરેપૂરા વિશ્વાસ સાથે આ વાક્ય બોલ્યુ હતું.
રીયાને આ સમયે, પ્રભુને બે હાથ જોડી પ્રાર્થના કરવાનું મન થઈ આવ્યું છે, કે હે ભગવાન
હું તારો જેટલો ઉપકાર માનું, એટલો ઓછો છે, કેમકે
તે મને જીવનસાથીના રૂપમાં વેદ, અને મિત્રના રૂપમાં શ્યામ જેવો મિત્ર આપ્યો છે.
મા-બાપ સંતાનને જન્મ આપે છે. એમાય, સંતાનમાં જો દીકરી આપી હોય, તો
એક દીકરીને એની અડધી જિંદગી, મતલબ યુવાવસ્થા સુધી મા-બાપ પાસે કે સાથે રહેવાનું હોય છે.
આ સમયગાળામાં દીકરીને, વ્હાલ, પ્રેમ, સાળ-સંભાળ,
આ બધું જ અવશ્ય અને અઢળક મળવાનું જ છે, અને મળે જ છે.
દરેક મા-બાપ પોતાની શક્તિ પ્રમાણે, અને કદાચ એનાથી પણ વિશેષ, પોતાની દીકરીને આ બધું આપતા જ હોય છે.
બાકી આ સમયે,
એ દીકરીની સાથે-સાથે, તે દીકરીના મા-બાપનું પણ એક સપનું હોય છે કે,
દીકરીને એની બાકીની જિંદગી જેની સાથે પસાર કરવાની છે તે વ્યક્તિ,
મતલબ એનો જીવનસાથી સારો મળી રહે.
રીયાને તો આજે વેદ માટે, અનહદ માન થઈ રહ્યું છે, અને વેદ તેમજ શ્યામની મિત્રતા જોઈને રીયાને આજે ખુશી થઇ રહી છે.
અત્યારે વેદ માટે પણ એ વાત બહુ મોટી કહેવાય કે,
સંતાન પ્રાપ્તિ માટે ડોક્ટરે જણાવેલ વિકલ્પોમાંથી, એણે જે વિકલ્પ પસંદ કર્યો, અને એ વિકલ્પના ભાગ રૂપે એણે
બેધડક અને દિલથી પોતાના મિત્ર શ્યામનું નામ લીધુ.
રીયા વેદને, આ વાતમાં પૂરેપૂરો સહકાર આપે છે.
તેઓ બંને સમય આવ્યે, આજ રસ્તા પર ચાલશે, એની તૈયારી પણ બતાવે છે.
આ બાજુ શ્યામ, તેના નવા ઘરમાં અને હોટલમાં વ્યવસ્થિત સેટ થઈ ગયો છે.
સાથે-સાથે હોટલની નાનામાં નાની વાતમાં પણ શ્યામ દિલચસ્પિ લઈ, પૂરેપૂરી પ્રમાણિકતાથી તેનું કામ કરી રહ્યો છે.
સમય જતા વેદ અને રીયા, આ વાત શ્યામને જણાવવાનું નક્કી કરે, એ પહેલા વેદ એના પપ્પાને આ વાત જણાવે છે, અને રીયા તેની મમ્મીને.
કેમકે, એ બન્ને જાણે છે કે
વેદના પપ્પા, આ વાત રીયાના પપ્પાને કહ્યા વગર નહીં રહે, અને રીયાની મમ્મી, આ વાત વેદની મમ્મીને કહ્યા વગર નહી રહે.
પછી તેઓ, આ વાત શ્યામને કરે છે.
શ્યામને લઈને વેદ, ડોક્ટર પાસે જાય છે, ડોક્ટર શ્યામની શારીરિક તપાસ કરી, પોઝીટીવ રીપ્લાય આપે છે, એટલે વેદ અને રીયા, ડોક્ટરની સારવાર ચાલુ કરે છે.
સમય જતા વેદ અને રીયા, શ્યામ થકી એક બાળકના પિતા બને છે.
વેદ અને રીયાના મમ્મી પપ્પાને પણ આજે પોતાના સંતાનો પ્રત્યે, અને એ લોકોની મિત્રતા પર ખૂબ ગર્વ થાય છે.
હા, આ વાત શ્યામના પીતા પંકજભાઈને ખબર નથી, એમને તો એટલી જ ખબર છે કે વેદ અને રીયાને આજે સંતાન પ્રાપ્તિ થઈ છે, બાળકનો જન્મ થયો છે.
કોના થકી બાળક પ્રાપ્ત થયુ છે ?
એ વાતથી શ્યામના પપ્પા અજાણ છે.
સમયને જતાં વાર લાગતી નથી, બાળક બે વર્ષનું થવા આવ્યુ છે.
આ લોકો જે શહેરમાં રહે છે, દિવસે-દિવસે એ શહેર પણ વિકસી રહ્યું છે, એટલે શેઠ હસમુખલાલના મગજમાં એક વિચાર આવે છે કે,
પોતાનો દીકરો અજય, અને પંકજભાઈનો દિકરો શ્યામ
કે જે બંને હાલ પૂરી પ્રમાણિકતાથી અને મહેનતથી હોટલ સંભાળે છે, તો એક નવી હોટલ બનાવું, જેથી બંને પોતપોતાની એક-એક હોટેલ સ્વતંત્ર સંભાળે.
હસમુખલાલ પોતાનો આ વિચાર, અજય અને શ્યામને જણાવે છે, અને નવી હોટલ આધુનિક બનાવવી છે, અને જૂની હોટલને પણ આધુનિકતામાં convert કરવી છે.
નવી હોટલ બનતા લગભગ બે વર્ષ થાય, ત્યાં સુધી હસમુખલાલનું માનવું એમ છે કે, અજય અને શ્યામ વિદેશ જઈને હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી આવે.
શેઠની આ વાત, શ્યામ તેના પપ્પાને જણાવે છે.
બાકી ભાગ - 32 માં.