Heir (Part-2) Last part in Gujarati Short Stories by Gor Dimpal Manish books and stories PDF | વારસદાર (ભાગ-૨) છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

વારસદાર (ભાગ-૨) છેલ્લો ભાગ

શ્રી ગણેશાય નમઃ
જય શ્રી કૃષ્ણ

આપણે જોયું કે પ્રવિણભાઇ ની ઇચ્છા પૂરી થાય છે. ઘરે પુત્રરત્ન નો જન્મ થયો છે. અને રેખા નાં લગ્ન થાય છે. હવે આગળ.....
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


રેખા હવે વીસ વરસ ની થઇ હતી, ઘરના કામકાજ મા માહિર હતી પણ ઉચ્ચ અભ્યાસ ની ઈચ્છા તેની અધૂરી રહી હતી. સારા અને પોતાના સ્ટેટ્સ ને અનુરૂપ એવા મોહનભાઈ નાં પુત્ર રાજ સાથે રેખા નાં લગ્ન થયા. રેખા પોતાના પરિવાર માં સુખી હતી. તેની સમજસુજ , ડહાપણ અને કાર્યકુશળતા જોઈ ઘરના બધાં સદસ્યો ની તે માનીતી બની ગઈ. જે સુખ અને પ્રેમ તેના પિતા પાસે થી નહોતા મળ્યા તે તમામ સુખ, સન્માન અને સ્નેહ અહી તેના સસરા પાસે થી અને ઘરના અન્ય સભ્યો દ્વારા મળ્યા હતા. અને રાજ તો તેને ખુબ ચાહતો હતો તેનીી બધી જ ઇચ્છાઓ પૂરીી કરતો હતો.

થોડા દિવસ પછી રેખાને સારા દિવસો રહ્યા હતા પણ એક વાતની ચિંતા તેણે સતત રહેતી હતી કે પોતાનું પ્રથમ સંતાન જો દીકરી હશે તો શું આ બધા લોકો તેની આવકારશે કે નહીં! પણ રિયા ના જન્મથી તો બધા જ લોકો આનંદથી ઝૂમી રહ્યા હતા દીકરીનો જન્મ એટલે સાક્ષાત લક્ષ્મીજી નું આગમન . અને તે નાનકડી રિયા નુ સ્વાગત પણ ખૂબ ઉત્સાહથી ભેર થયું હતું.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

વિંશાલ પણ હવે મોટો થયો હતો, પ્રવીણભાઈ ની ઈચ્છા હતી કે તે હવે પિતા નો કારોબાર સંભાળે. પણ બાળપણ થી લાડકોડમાં ઉછરેલો અને પોતાની મળજી થી જીવનારો વિશાલ હવે સ્વચ્છંદી થઇ ગયો હતો. બસ પિતાના રૂપિયાથી તે પોતાના મિત્રો સાથે જલસા કરવામાં આખો દિવસ- રાત ઘર ની બહાર જ રહેતો. રેખાની બીજી બે બહેનો પણ પરણી ગઈ હતી અને સુખી હતી. દિવસો પસાર થતા હતા અને પ્રવીણભાઈ ની મુશ્કેલી વધતી જતી હતી. ૨૦૨૦ નાં નવવષૅ ની શરૂઆત થઇ અને હવે વિશાલ ૨૩ વરસ નો થયો હતો. પણ દેશમાં એક વિકટ સમસ્યા આવી. કોરોના ની મહામારી આખા દેશમાં પગપેસારો કરી રહયો હતો. લોકડાઉન ની પરિસ્થિતિ આખાયે ભારત માં હતી કોરોના નો ભય ચારેબાજુ ફેલાયો હતો. શરૂઆતના સમયમાં વિશાલ ઘરે રહી બધાં જ નિયમો નું પાલન કરતો પણ બે મહિના પછી પોતાના સ્વભાવ મુજબ ઘરની બહાર નીકળી ફરી મોજમસ્તી ની દુનિયામાં રચ્યો પચ્યો રહેતો અને અચાનક એક દિવસ તેણે પણ કોરોના એ પોતાના સકંજા માં લઇ લીધો અને અનેક સારવાર બાદ પણ ડોકટરો એ વિશાલ ને બચાવી ન શક્યા. પ્રવીણભાઈ એ પોતાનો વારસદાર, તેમનો પુત્રરત્ન વિશાલ ને કાયમ માટે ખોઈ બેઠા. ઘર ફરી નિરાશા નાં અંધકાર માં ઘેરાયો. હવે તો પ્રવીણભાઈ ની તબિયત પણ નરમગરમ રહેતી. આજે વિશાલ નાં મૃત્યું ને બે મહિના થયા હતા. આ પ્રકૃતિ નાં થપાટ થી પ્રવિણભાઇ ના સ્વભાવ મા પરિવર્તન આવ્યું હતું . તેમને આજે રેખા ને ફોન કરી પોતાનાં કરેલ વ્યવહાર બદલ માફી માંગી અને રેખા ને અને તેની બહેનો ને સમાન ભાગે પોતાની તમામ મિલકત વહેચી વિગત વાત કરી છેલ્લે એટલુજ કહી શક્યા, 'હવે તું જ મારો દીકરોો.. મારી મિલકત નો વારસદાર....!'

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

રેખા પોતાનાં અતીત ના એક પછી એક પાના ફેરવતા ફેરવતા પોતાના વિચારો માં ખોવાયેલી હતી ત્યાંજ ગેટ માંથી ગાડી અંદર આવી રહી હતી. તેના અવાજ થી રેખા વિચારોના તંદ્રા માંથી બહાર આવી અને ઘડિયાળ સામે જોયું તો સાડા ચાર વાગ્યા હતા. તે પોતાનો ચહેરો ધોઈ ધીમે ધીમે બહાર આવી ત્યાં સુધી તો તેને મન માં એક નિશ્ચય કરી લીધો, હું મારાં પિતા નો દિકરો બનીશ પણ વારસદાર નહીં.....!!


પૂર્ણ..

જય શ્રી કૃષ્ણ

તમારો પ્રતિભાવ આપવા વિનંતી 🙏