Corona vibration (true event) in Gujarati Short Stories by Ajay Khatri books and stories PDF | કોરોના ની કંમ્પના (સત્ય ઘટના)

Featured Books
Categories
Share

કોરોના ની કંમ્પના (સત્ય ઘટના)

અરે આજે બાપુજી ની તબિયત વધુ ખરાબ લાગે છે.ચાલો હોસ્પીટલ લઇ ચેકપ કરાવી
લઇએ અરે આ કોરોના એ તો બધા ને હેરાન કરી નાખ્યા છે...

ડોકટર પાસે પહોંચતાજ તેઓ એ બાપુજી ને કોરોના રિપોર્ટ કરવા નું કહ્યું અને રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો આખો ઘર કોરેન્ટાઇન થયું

બાપુજી ને હોસપીટલ માં રખાયાં પણ તેમની તબિયત દિવસે ને દિવસે ખરાબ થવા લાગી બાપુજી આખી જીદંગી હરતાં ફરતા અને મનમોજી થઈ ને રહ્યા હતા.મિત્રો ને મળવું ચા ની મહેફિલ અને સરબત સોડા ની પાર્ટી વગર તો રહી ન શકે તેવો તેમનો સ્વભાવ આજે એક રૂમ માં કેદ થઈ ગયા હતા.રીટાયર થયા બાદ તો ગામ આખો પગે ફરી ને દિવસ વિતાવતા તેવા વ્યક્તિ આજે કેદ માં આવ્યા હતા...

ઓક્સિજન લેવલ ઘટતું જવાના કારણે આજે તેઓ નો જીવન દીપ બુજાયો...

અંતિમક્રિયા પણ કરવા ન મળી..
ઘર ના સહું દુઃખના દરિયા માં ડુબી ગયા... બા તો એકદમ ચૂપ જ થઈ ગયા ...

આજે સવાર માં અમે બને ભાઈ ઓ બાપુજી ની અંતિમવીધી માટે ભુદેવ સાથે વાત કરતા હતા ત્યાંજ બા સોફા પર થી ઢળી પડ્યા ભાઈ ને હું તો હવા ચક બની ગયા મેં મારી પત્ની ને પાણી લાવવા કહ્યું ભાઈ ની સાત વર્ષ ની દીકરી જલ્દી થી પાણી લાવી મોઢા પર પાણી છાટયું પણ બા તો જ્વાબજ ન આપે દાદી દાદી કરતી ભાઈ ની દીકરી રડવા લાગી... ભાઈ હવાચક થઈ ડોકટર ને ફોન કરે છે.. બાજુ માં રહેતા ડોકટર તરતજ પહોંચી આવે છે.પણ બા નું પ્રાણ પખીડું ઉડી ગયું હોય છે.અમે રડી રડી ને સ્તબધ થઈ ગયા.હું બા જે કાનુડા ની પૂજા કરતી એ લાલા ના ફોટા સમક્ષ ઉભો રહી જોતોજ રહ્યો..

ભાઈ જોર જોર થી રડી રહ્યો હતો બા મને મૂકી બાપુજી પાસે જતી રહી...

ઘર માં રૂદન સાંભળી આજુ બાજુ ના લોકો ઘરે આવી સમજાવવા લાગ્યા ભગવાન ની મરજી સામેં આપણું ન ચાલે..

બાપુજી બાદ બા નો બનાવ એ પણ માત્ર બે દિવસ માજ મારી હિંમત તોડી ચુક્યો હતો.હું મારા ભાઈ ને સમજાવી સકુ તેમ ન હતો...

ભાઈ તો બા - બાપુજી નો ખુબ લાડલો હતો. પણ કોરોના ના આવ્યા બાદ મારા પરિવાર નોતો ખોજ નીકળી ગયો હતો. બા ની અંતિમ ક્રિયા કરવા નો સમય આવ્યો લોકીક કાર્ય કરતા બાપુજી ની યાદ આવી એમના તો અંતિમ દર્શન પણ કરવા ન મળ્યા હતા. બે દિવસ માં બને વડીલો ની વિદાય અમારા આખાય કુટુંબ ને જનજોડી નાખ્યું હતું.

બાપુજી બાદ બા ની વિદાય અસહ્ય દુઃખ દાઈ પીડા ના ગાવ ભરાયા જ ન હતા ત્યાંજ ત્રીજા દિવસે ભાઈ ની તબિયત ખરાબ થઈ બા બાપુજી નો દુઃખ ભાઈ ખમી ન શક્યો હોસ્પિટલ પહોંચતા પહેલાજ રસ્તા માજ દેહ ત્યાગ કરી ભાઈ બા બાપુજી પાસે જતો રહ્યો. એની નાનકડી દીકરી ને એકલી મૂકી ભાભી ને એકલા મૂકી ભાઈ નો બનાવ વચ્ચે હું એકલો પડી ગયો .. કોરોના ને મનો મન કોષતો મારી કિસ્મત ને દોસ આપતો હું લડતો લડતો ભાઈ ની અંતિમક્રિયા કરી ઘરે આવ્યો ભાભી સામે જોવાની મારી તાકત ન હતી.ત્યાંજ ભાઈ ની ફૂલ જેવી દીકરી મારી પાસે આવી ને પૂછે છે કાકુ પપ્પા ક્યાં ..???

હું આ પ્રશ્ન નો જવાબ આપી ન શક્યો અને તેને ગલે લગાવી રડવા લાગ્યો..

અમારા પરિવાર ના ઉપર કોરોના રૂપી દાનવ ની નજર લાગી બાપુજી બા અને ભાઈ આમ ત્રણ વ્યક્તિ ના મૃત્યુ એ બધા ને વિચાર તા કરી દીધા અને મારી ભગવાન પ્રત્યે ની શ્રદ્ધા તૂટી ગઈ....

શબ્દ સંકલન
અજય ખત્રી