જંગલ વધારે ને વધારે જ ગાઢ થતું હતું... દૂર ક્યાંક કોઈ જાનવરના રડવાનો અવાજ આવતો હતો! બસ બધે ઝાડ જ હતા! ગ્રુપમાં બધા જ ડરી રહ્યાં હતાં. એ સૌમાં જેના ચહેરા પર જરાય ડર નહોતો નજર આવતો એ તો બસ સહયોગ જ હતો! ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ કોઈ ફિલ્મ સ્ટાર થી કમ નહોતો લાગી રહ્યો!
"હું લઈ જઈશ... તમને બધાને આ જંગલથી પાર..." સહયોગ એ કોઈ હીરોની અદાથી કહેલું!
"એક વાત પૂછું?!" નિશાંત એ પરવાનગી લેવા સહયોગ ને પૂછ્યું.
"હા... બોલ ને!" સહયોગ એ જેવું કહ્યું કે તુરંત જ નિશાંત બોલ્યો - "તને આ જંગલમાં જરાય ડર નહિ લાગતો?!"
"ના... હું કોઈનાથી નહિ ડરતો!" સહયોગ એ કહ્યું. "પણ આ બધા જ મારાથી ડરે છે!" એણે હળવેકથી જાણે કે ખુદને જ ના કહેતો હોય એમ કહ્યું!
"જુઓ આ જંગલ છે... અહીં કઈ પણ થઈ શકે છે! આવી તેવી ઘટનાઓ માટે તો આ જંગલ બહુ જ બદનામ થયેલું છે!" પૂર્વી એ બહુ જ ડરતા અવાજે બધાને કહ્યું.
"જુઓ તમને પેલું ઘર દેખાય છે..." સહયોગ એ બધાને ઈશારો કરીને એ રાતમાં સામે રહેલું ઘર બતાવ્યું.
"આપને બધા એ ત્યાં જ જવાનું છે..." સહયોગ એ ઉમેર્યું.
ત્યાર બાદ સૌ એ ઘર તરફ ચાલવા માંડ્યા! એ ઘર સુધી માંડ પહોંચી જ શકે એ પહેલાં જ ઋષભે કંઇક અનુભવ કર્યો! એણે કોઈએ એનું ગળું દબાવી દીધું હોય એવું મહેસુસ કર્યું! એણે ચીસ પડવાની કોશિશ કરી, પણ એનો અવાજ જ નહોતો નીકળી રહ્યો!
"આઆઆઆ ..." ઋષભ ની એક જોરદાર ચીસ પડી તો બધા એ પાછળ ફરીને જોયું! ત્યાં કઈ જ નહોતું! ત્યાં ઋષભ પણ નહોતો કે ના કોઈ અવાજ!
"આ જંગલ છે... અહીં જાનવર પણ ઘણા છે... જાનલેવા છે!" સહયોગ એ કહ્યું!
આગળનું જે એણે કહ્યું એ ક્યારેય કહેવાની હિંમત ગ્રુપમાં રહેલ કોઈની પણ નહોતી!
"મને લાગે છે કે એવા જ કોઈ જાનવર એ ઋષભને..." એની વાતને અર્ધેથી કાપતા જ પૂર્વી બોલી - "અરે એવું તો ના બોલ!" એ બહુ જ ડરી ગઈ હતી!
"તારે પણ જવું છે... ઋષભ સાથે!" એક જોરદાર ચીસ સાથે સહયોગ એ એક જ હાથે પૂર્વીના ગળાને દબાવીને એણે અધ્ધર કરી દીધી હતી!
"મેં તો પહેલાં જ કહેલું કે કોઈ અજાણ્યા પર આપને વિશ્વાસ નહિ કરવો!" નિશાંત બોલી રહ્યો હતો, પણ હવે બહુ જ લેટ થઈ જવાયું હતું!
"આ જંગલ મારું છે... હું પણ આ ઘરમાં મારા પ્યાર મારી નેહાને લઈને આવ્યો હતો, પણ સમાજના એ લોકોએ મને અહીં જ મારી જીવતો સળગાવી દીધો હતો! એ પછી તો નેહાએ પણ એના ઘર એ ઝેર પી લીધું હતું! મને જેમને સજા આપેલી એમનો જ છોકરો આ ઋષભ હતો! એણે પણ બીજી જાતિની પૂર્વી સાથે લગ્ન કરવા હતા... પણ મારા લગ્ન ના થયા તો હું એના કેવી રીતે થવા દઉં!" સહયોગ એ કહ્યું.
"પણ પ્લીઝ... મારી તો કોઈ ભૂલ જ નહિ ને! તમે પ્લીઝ મને તો છોડી દો!" નિશાંત એ લગભગ રડતા જ સહયોગ ને કહ્યું!
બીજા દિવસે સવારે નિશાંત ની આંખ ખુલી તો એણે જોયું કે સવાર પડી ગઈ હતી. એની આજુબાજુ દૂર દૂર સુધી કોઈ જ નહોતું, ના સહયોગ, ના ઋષભ કે ના પૂર્વી! એણે જલ્દીથી નીકળી જવું જ યોગ્ય માન્યું.
થોડી વાર ચાલ્યા બાદ એણે એક રસ્તો મળી ગયો જેનાથી એણે હવે આ જંગલથી બહાર નીકળી જવું હતું! થોડું બીજું ચાલીને એણે એક બસ પણ મળી ગઈ! એણે એક હાશ અનુભવી અને એ બસ એક વિચાર મનમાં પાક્કો કરી દીધો!
"ભલે ગમે તે થાય! મારા છોકરાઓનું મેરેજ તો હું એમની પસંદ ની છોકરી સાથે જ કરાવીશ... ભલેને એ ગમે તે જાતિની જ કેમ ના હોય!"