Who is responsible for the old age home? in Gujarati Magazine by jadav hetal dahyalal books and stories PDF | વ્રૃદ્ધાશ્રમ માટે જવાબદાર કોણ?

Featured Books
Categories
Share

વ્રૃદ્ધાશ્રમ માટે જવાબદાર કોણ?

આ જગતમાં જો સાચો કોઇ પ્રેમ કરવાવાળુ હોય તો સૌથી પહેલા માતાપિતા હોય છે.માતા કે જે નવ મહિના કષ્ટ વેઠીને પછી પ્રસુતિ ની અસહ્ય વેદના સહીને સંતાન ને જન્મ આપે છે.એ પછી માબાપના જીવન નું કેન્દ્ર જ એનું બાળક થઈ જાય છે.માતા અનેક દુ:ખ સહન કરીને ય પોતાના સંતાન ને સુખ આપે છે .પિતા પોતાના કપડા ભલે ફાટેલા હશે તોય એના પુત્ર ને નવા કપડા પહેરાવશે.એ ટુટેલા ચંપલ સાંધીસાંધી ને ય ચલાવશે.પણપોતાના પુત્ર માટે રિબોક ના શુઝ લઇ આપશે.જેથી એના પુત્ર નો એની કોલેજમાં વટ પડે.અને એ જ પુત્ર એના લગ્ન થઈ ગયા બાદ ના અમુક વરસ માં જ્યારે માતાપિતા ની એને જરુર નથી રહેતી અને એને એવુ લાગવા માંડે છે કે માબાપ પાસે એને આપવા માટે કશું બચ્યું નથી ઉલ્ટા નું એમની દવા ઓ પાછળ એના રુપિયા ખર્ચાઇ જશે ત્યારે એ પોતાના જ માબાપ ને તરછોડી દે છે અને વ્રૃદ્ધાશ્રમ માં અથવા કોઇક રેલ્વેસ્ટેશને મુકી આવે છે.
આ બધું થાય ત્યારે દોષ હંમેશા એની પત્ની નો જ નીકળે છે.બધાના જ મનમાં ગ્રંથિ બંધાયેલી છે કે લગ્ન પછી એને માબાપ સાથે આવું કર્યું એટલે એની પત્ની એજ કાવાદાવા કરી કાન ભંભેરણી કરીને કરાવ્યું હશે.ખુદ માબાપ પણ એવું જ વિચારતા અને બધાને કહી સંભળાવતા હોય છે લગ્ન પહેલા તો અમારો દીકરો આવો નહતો .લગન પછી જ એ બદલાઇ ગયો.
પણ લોકો સમાજ અને ખુદ માતાપિતા પણ એ સત્ય સ્વીકારવા તૈયાર નથી હોતા કે આવું થયુ એના માટે દીકરા ની પત્ની કરતા દિકરો પોતેજ વધારે જવાબદાર છે.સોશિયલ મિડિયા માં આજકાલ એ મેસેજ બહુજ વાયરલ થયો છે કે કેમ લગ્ન પછીજ દિકરાઓ માબાપ ને છોડી દે છે લગ્ન પહેલા કેમ નહિ.અને બધા જ પરુષો આ મેસેજ નો સહારો લઇ ને દિકરા ઓ ને નિર્દોષતા નું સર્ટિફિકેટ આપી ને બધો જ દોષ નો ટોપલો પત્ની ઉપર ઢોળી ને પોતાની જવાબદારી માંથી છટકી જવા માંગે છે.અને એ કરવું વધારે સહેલુ છે કેમકે એ પોતાનું બધું જ છોડીને જે ઘરને પોતાનું ઘર બનાવવા માટે આવી છે એ ઘર માટે હંમેશા એ પારકી જણી જ રહેવા ની છે.
કેમ દરેક બાબતે સમાજ અને પુરુષો ને સ્ત્રી ઓ નો જ વાંક દેખાય છે .જો એની છેડતી થાય તો એનો વાંક,એની સાથે બળાત્કાર થાય તો એનો વાંક ,એનો પતિ ઘરમાંથી કાઢી મુકે તો એનો વાંક ,અને જો એનો પતિ એના માબાપ ને ઘેર કાઢી મુકે તોય એનો વાંક.
હું એમ નથી કહેવા માંગતી કે વડિલોને વ્રૃદ્ધાશ્રમ માં ધકેલવા બાબતે વહુઓનો કોઇ વાંક જ નથી હોતો.પરંતુ એના કરતા વધારે દોષ એ પુત્ર નો હોય છે.જે પોતે જાતે આ કામ કરે છે.કેમ કે માતાપિતા એના છે તો ઘડપણ માં એમને સાચવવા ની જવાબદારી વહુ કરતા દિકરા ની વધારે બને છે.આમે ય એના માબાપે એને પાળી પોષી ને મોટો કર્યો છે એની વહુ ને નહિ.એના માબાપે જે કંઈ પણ ત્યાગ કર્યા છે એ પોતાના પુત્ર માટે કર્યા હોય છે પુત્રવધુ માટે નથી કર્યા હોતા .તો ય બધા જ માબાપ ને સેવા તો વહુ પાસે જ કરાવવી હશે .પોતાનો પુત્ર એ બાબતે સહેજ પણ દુખી થાય એ એમનાથી પોષાતુ નથી હોતુ.
એક શ્રવણ કુમાર હતો એની ય પત્ની એ એના માતાપિતા ને છોડી દેવાનું કહ્યું હતુ.પણ શ્રવણે પોતાની પત્ની ને છોડી દીધી.એમ કહીને કે તારા જેવી તો ઘણીય મળી રહેશે પણ માતાપિતા બીજા નથી મળવાના એ હંમેશા અજોડ જ રહેવાના છે.અને પછી પોતાના આંધળા માતાપિતા ને તીર્થ યાત્રા કરાવા માટે એમને કાવડમાં બેસાડીને કાવડ ખભે ઉંચકીને ચાલ્યો હતો .
આજકાલ ના પુત્રો ને તો માબાપને સાચવવા માટે આટલુ દુખી નથી થવુ પડતું . તોય એમને સાચવવા ભારે પડે છે.કેમકે પોતાની ફરજ નો ભાર પત્ની પર નાખીને એને એ બધી પળોજણ માં થી છટકી જવુ્ં હોય છે .અને પત્ની જ્યારે સેવા કરીને કંટાળી જાય ત્યારે નાછુટકે એ પતિ ને કહે છે કે કાં મને પસંદ કરો અથવા તમારા માબાપ ને .એ સમયે એક પુત્ર તરીકે એની ફરજ બને છે કે પોતાની પત્ની ને એ જવાબદારીમાંથી મુક્ત કરી ને પોતે પોતાની ફરજ બજાવે પરંતુ બહુ ચાલાક અને હોશિયાર પુત્રો કે જેમને લાડ લડાવી ને એમના માબાપે આળસુ બનાવી દીધા હોય છે એ પુત્રો પોતાની જવાબદારી માંથી ભાગી છુટે છે .અને માબાપ ને તરછોડી દે છે.
પાછું નિર્દોષતા નું સર્ટિફિકેટ લેવાય આગળ આવી જશે અને બધાને સમજાવશે કે મારો તો કંઇ વાંક નહતો મને તો મારી પત્ની એ ચડાવ્યો હતો.કેમ ભાઇ કોઇ કહેશે કે કાગડો તારા કાન લઇ ગયો તો કાગડા પાછળ તારા કાન લેવા દોડીશ .તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઇ હતી તે પત્નીના ચડાવ્યે ચડી ગયો .એ તારા માબાપ છે એટલે તું એમને વધારે ઓળખે ને .પણ પોતાનો દોષ છે એ કબુલાત કરવા જેટલી હિંમ્મત એના નથી હોતી કેમકે એવું કબુલ કરવા જાય તો પોતાની ભુલ સુધારીને માબાપ ને પાછા લઇ આવવા પડે .અને જો પાછા લઈને આવે તો પોતાને એમને સાચવવાની જવાબદારી આવી પડે.