કાવ્ય: : ૦૧
સવાર ની પ્રાર્થનાં..
મળ્યો છે મહામૂલો માનવ દેહ મને
એ તો છે પુર્વભવના કર્મોને આધીન
પીડા મારી છે પૂર્વભવના કર્મોને આધીન જાણી કરતો રહું બેહિસાબ સદકાર્યો ગણત્રી વગર
પીડા વધે મારી જો સમતા ચિત્ત ધરી સમજુ
વધુ સત્કર્મ કરવાનો આવ્યો વારો મારો
હે પ્રભુ જાણતા અજાણતા
ના બંધાઈ મારાથી કોઈ માટે પૂર્વગ્રહ
ના બંધાય મારાથી કોઈ અંતરાઈ કર્મ
હે પ્રભુ જાણતા અજાણતા
ના કરું હુ કોઇની બૂરાઈ
ના કરું હુ કોઈ અધર્મ કર્મ
હે પ્રભ માનસિક ને શારીરિક શક્તિ
આપજો એવી ખપાવી પૂર્વભવના કર્મો
કરતો રહું હુ સતકર્મો જીવનભર
હે પ્રભુ માનવદેહરૂપે કર્મ બંધાવજો એવા કે સત્કર્મ કરવાં ફરી ફરી મળે મહામૂલો માનવદેહ મને...
કાવ્ય : ૦૨
એક ડોક્ટર ની ડાયરી....
નથી સહેલું ડોક્ટર થવુ
લોઢા ના ચણા ચાવવા
બરાબર છે ડોક્ટર થવુ
ડિગ્રી લેતા લીઘી છે કસમ
માનવતા છે પરમોધરમ
નહી આવવા દઉં સેવામાં
નાતજાત ના વાડા
ભાતભાત ના આવે વિવિધ દર્દી
હું ખરા ખંત થી દરદીની
સારવાર કરતો રહીશ
ખોટુ કદી કરીશ નહિ
હું માનવસેવા મારા જીવન પર્યંત
સાચી લાગણીથી કરતો રહીશ
રાત હોય કે દિવસ
ઠંડી હોય કે ગરમી
મન કદી ખાટું કરીશ નહી
દર્દી ની સેવા માં કદી
પાછીપાણી કરીશ નહી
પહેર્યો છે માનવતા નો ભેખ
મારું શ્રેષ્ઠ પ્રદાન
ડોક્ટર બની
આપતો રહીશ
લોકો માને અમને
જીવ બચાવવા માં
ભગવાન તોલે
તે વાત માં ખરો ઉતારવા
હુ કોશિષ કરતો રહીશ
કાવ્ય : ૦૩
શરીર...
મસ્તક, મોઢું, ગરદન
હાથ, પેટ અને પગ
શરીર ના છે મુખ્ય અવયવ
હાડ, માંસ પેશી, લોહી
ચામડી અને પાણી છે
શરીર ના મુખ્ય ઘટક
ભગવાને બનાવ્યું
સુંદર માનવ શરીર
એક એક અવયવ અને
ઘટક છે અતી અગત્યના
જેટલુ છે કુદરતી
તેનુ મહત્વ છે અધિક
ખોટ જો હોય કોઈ પણ એક ની
તો સમજાય એનું મહત્વ
સાચવજો તમારી જાતને
ઘરેણાં કરતા અધિક
કરોડો રૂપિયા ખર્ચતા નથી બનતું
ઈશ્વરે આપેલું સુન્દર શરીર
કાવ્ય : ૦૪
શરાબ... બરબાદી નુ દ્વાર
શરાબ દેખાય સ્થિર બોટલ માં
થાય ગડબડ જ્યારે જાય પેટ માં
નશો ચડે એનો ધીમે ધીમે
પહોચાડે મન ને સ્વર્ગ માં હોલે હોલે
ભુલાવે દુઃખ દર્દ બધા ચપટી માં
કરે મન ને હળવું પલભર માં
જો વધે માત્રા શરાબ ની
ડોલે મન અને તન ભાન ભૂલી
લાગે જો શરાબની લત
કરે રૂપિયો બરબાદ ફટાફટ
શરાબ ના નશા મા
ઘણા કુટુંબ થયા પાયમાલ
આન બાન અને શાન
બધું બરબાદ કરે શરાબ
મિત્રો શરાબનો નશો સારો નહી
જાણજો શરાબ તો છે
બરબાદી નું મોટુ દ્વાર
કાવ્ય : ૦૫
તારી ચાહત....
જોયા તમને ને એકતરફી પ્રીત થઈ
તમને પામવા ની મારી ચાહત થઈ
મારા મનમસ્તિક ઉપર
ઈજારો છવાયો તારો
મારા હૃદયમંદિર માં
તુ જ છો છવાયેલી
આકાશ માં જોઉં તો વાદળો વચ્ચે
છુપાયેલા ચાંદ માં ઝલક દેખાય તારી
તળાવ કિનારે બેઠો હોઉં વીચાર માં
ને શાંત પાણી માં તસવીર દેખાય તારી
નદી ના ખળ ખળ વહેતા નીર માં
મધુર હાસ્ય સંભળાય તારું
આંખ બંધ કરું તો
સ્વપ્ન માં દેખાય તું
જ્યાં જ્યાં નઝર કરુ
ત્યા બસ દેખાય તુ અને તું
તને પામવા ની ચાહતમાં
ભાન ભૂલ્યો મારુ
પૂછ્યું નહી તમને
મુજ સંગ પ્રીત છે કે નહિ...
કાવ્ય : ૦૬
શા-હિ
બંધ આંખોના સ્વપ્ન માં તું
અંધારીરાત પછીની સવાર તું
અમાવાસ્યા એ તારા ની ચાદર તું
મારી આંખ નું કાજલ તું
મારા શ્વાસ ની સુગંધ તું
મારા હોઠ ઉપર ની લાલી તું
હૃદય ની ઊર્મિ નો સાદ તું
મારા ધબકારા નો નાદ તું
હાથના ત્રોફાવેલા છૂંદણા માં તું
મારા હાથ ની હસ્તરેખા માં તું
હું વાંસ તો તું છે વાંસળી
સૂર નો તાલ હું તો સંગીત તું
મારા અસ્તિત્વનું કારણ તું
જીંદગી નો છેલ્લો પડાવ તું
તું રહેજે હમેશા મારી...
તારા વિના ભાસે નહીં
કોઈ "દિશા" જીવવા ની
તું મારી.... ને હું તારો .....
તારા વગર "હિરેન" છે અધૂરો..
કાવ્ય : ૦૭
મારી દીકરી.....
પરી જેવી નાજુક છે મારી દીકરી
ઊછરી છે રાજકુમારી ની જેવી..
છે એ લક્ષ્મી નો સાક્ષાત અવતાર
હસે તો ફૂલડાં વેરાઈ હજાર...
માંગે પાણી તો ખીર છે ખવડાવી
પાપા ના પ્યાર મા એ તો છે ઊછરી..
કર્યા છે બધા કોડ આજ સુધી પૂરા
આવવા નથી દીધા આંસુ આંખ માં એના ..
આજ સુધી પારકી થાપણ ની જેમ છે સાંચવી,
ઉછેરી છે દીકરી ને ભરપૂર સંસ્કાર થી ..
આંખ ના પલકારામાં થઈ એતો મોટી
આવી વિદાય વેળા ની વસમી ઘડી..
ભગવાન તે શું કામ બનાવ્યો દુન્યવી દસ્તૂર કે
બાપ-દીકરી ને થવું પડે એકબીજા થી અલગ,
હતો હું પહેલાં પથ્થર દીલ એ સારું હતું,
તે દીકરી આપી થયો હું નરમ દીલ...
વળાવી મારી લાડલી દીકરી ને સાસરે
રહી નહીં સકું હું એકપણ ઘડી ....
કાવ્ય : ૦૮
હાસ્ય નથી મળતું વેચાતું...
ગરીબો ના મોઢા ઉપર ક્યારેય થાક
જોવા મળતો નથી
ગરીબો ના હાસ્ય માં કયાંય કપટ
જોવા મળતું નથી
તવંગર ના મોઢા ઉપર ક્યારેય નિર્દોષ
હાસ્ય જોવા મળતું નથી
રૂપિયા થી ખરીદી શકાય
બધું આ દુનિયા માં
હે ભગવાન તારો આભાર કે
બજાર માં હાસ્ય વેચાતું મળતું નથી..