Repent in love in Gujarati Short Stories by Riya Makadiya books and stories PDF | પ્રેમમાં પછતાવો

Featured Books
Categories
Share

પ્રેમમાં પછતાવો

આલિશાન બંગલાની બાલ્કનીમાં એકતા ઊભી હતી. પવન તેની લટો સાથે રમત કરી રહયો હતો. કંચનવર્ણી સંધ્યાનો અસ્ત થતો હતો. વિતેલા ત્રણ-ચાર દિવસની ઘટના હજુ તેના મનમાં વંટોળે ચડી હતી. તેને વિચાયુઁ પણ ન હતું કે, થોડા દિવસની મિત્રતા આજે આ ક્ષણ સુધી લંબાશે. તે વિચારતી હતી કે હજુ થોડા સમય પહેલાં તો તે અને આકાશ એકબીજાથી સાવ અજાણ હતા, અને ટૂંક સમયમાં જ એકબીજાની અત્યંત નજીક આવી ગયા હતા.

બે વર્ષથી બંંનેે એકજ કોલેજમાં સાથે ભણતા હતા. બંનેને એકબીજાનો પરિચય છ મહિના પહેલા સારી રીતે થયો હતો. એકતા દખાવે સુંદર, કોયલ જેવી મીઠી મધુર બોલી, રેશમી મુલાયમ વાળ, ગાલ પર પડતા આકર્ષક ખંજન, લચકતી કમર , પહેેેેેેેેેલી જ નજરે બધાને ગમી જાય તેવી, જાણે ભગવાને એકાંતમાં ઘડેલું અમૂલ્ય સોના જેવી હતી.

બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ. બંનેના સ્વભાવ પણ એકબીજા સાથે હળતામળતા હતા. કોલેજના સમય સિવાય બન્ને એકબીજા સાથે સમય પસાર કરતાં હતા. સમય જતા બંને એકબીજાની વધુ નજીક આવવા લાગ્યા. કોલેજના એક ફંક્શનમાં આકાશે એકતાને પ્રપોઝ કર્યું. પરંતુ એકતાને અચાનક જ ઝટકો લાગ્યો. તેને થયું કે આકાશ કેમ, આ હદ સુધી આવી ગયો હશે, તે વિચારતી હતી કે, "તે મારો સારો મિત્ર છે, જેની સાથે હું બધી વાત વિના સંકોચ કરી શકું છું.પણ, શું તે મારો જીવનસાથી બનવાને લાયક છે? તેને ત્યારે તરત જ ના પાડી દીધી.આકાશ ને બહુ જ અપમાનજનક લાગ્યું. તેમ છતાં બહાર નીકળીને તેને તરત જ તેની પાછળ જઈને પૂછ્યું, "શું એકુ કેમ તે આવું કર્યું? તું શરમાતી હતી એટલે તે ના પાડીને બાકી તું પણ પ્રેમ કરે જ છે મને સાચું ને ?

આટલા બધા પ્રશ્નો સામે એકતા પાસે કંઈ જવાબ ન હતો તે ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. તેણે ઘણું વિચાર્યું કે, કાલે હું તેણે સોરી કહી દઈશ અને કહીશ કે આપણે પહેલા વધુ એકબીજાને જાણી અને પછી આપણા સંબંધને વધારે સમય આપશું.

તેણે કાલે મળવા માટે whatsapp માં મેસેજ કરવાનું વિચાર્યું પણ તે મેસેજ કરવા ગઈ ત્યાં તો એ જુએ છે કે તેને બ્લોક કરી દીધી તેને તરત જ કોલ કર્યો અને આકાશે તેમાં પણ બ્લોક કરી દીધી ઘણા પ્રયાસો કર્યા આકાશ નો કોન્ટેક કરવા પરંતુ તે નિષ્ફળ નિવડી. તેને અંદાજ આવી ગયો કે તેને ભૂલ કરી તેનો જ આ ગુસ્સો છે. તે વિચારતી હતી કે મને કેમ આટલો પછતાવો થાય છે શું હું પણ..........? તે નિર્ણય નહતી કરી શકતી.
સમય જતાં તેને એહસાસ થયો કે તેને પણ આકાશ ગમવા લાગ્યો છે........

ઘરની બાલ્કનીમાં એકતા ને વિચાર આવ્યો કે થોડા દિવસ ની મિત્રતા કેટલા ક્ષણ સુધી લંબાઈ ગઈ જ્યારે તેને એહસાસ થયો ત્યારે બહુ સમય વીતી ગયો હતો.તે અત્યારે જે ઘરની બાલ્કનીમાં ઊભી હતી ,"આકાશે ત્યાંથી જ બે દિવસ પહેલા કુદીને આપઘાત કરી લીધો હતો,"હવે એકતા પાસે પસ્તાવા સિવાય બીજું કશું જ ન હતું.
આકાશની યાદમાં એકતાની કલમે લખાયેલ દુ:ખની લાગણી:

આભાર તારો કે, તુ મારી જિંદગીમાં આવ્યો,
અફસોસ કે, હું તને મારો ના બનાવી શકી,
આભાર તારો કે, તે મને અંતિમ ભેટ આપી,
અફસોસ કે, એ વિરહની વેદના મને અણગમી લાગી,
આભાર તારો કે, તારી સાથે વિતાવેલી યાદો મૂકતો ગયો,
અફસોસ કે, યાદો કરતાં વધારે મારી આયું માંગતો ગયો.

સમાપ્ત

વાતૉનો ઉદેશ્ય કોઈની લાગણીને દુભાવવાનો નથી, બસ વાતૉના શીર્ષકને સાબિત કરી અને અંત સુધી વાચકને જકડી રાખવાનો છે. લઘુસંવાદમાં લખાયેલ મારા આ પ્રયાસમાં પ્રતિભાવને ક્ષતિ આવકાર્ય છે.

riyamakadiya2506@gmail.com