story in Gujarati Poems by Amisha Malvaniya books and stories PDF | મધ્યમ વર્ગ

Featured Books
Categories
Share

મધ્યમ વર્ગ

મધ્યમ વર્ગ

" અરે .....આ...કોરોના તો બધાનો જીવ લઈને રહેશે."
" એક તો આવી મોંઘવારી અને એમાંય આ લોકડાઉન.... હવે આ ઘર નો ખર્ચ કંઇ રીતે કાઢવો ? કંઇ જ ખબર નથી પડતી."
" મનુભાઈ સાવ નિરાશ થઈને બોલ્યા....."

" તમે ચિંતા ન કરો, બધુજ થઈ પડશે, ઉપરવાળો બેઠો છે ને બધુંય એમના પર છોડી દો. તમે ચિંતા માં ને ચિંતા માં તમારી તબિયત ખરાબ કરશો." મનુભાઈ નાં પત્ની ભાવના બહેન બોલ્યા"

લીમડાની મીઠી છાયાએ મનુભાઈ ભગવાન નું નામ લેતા હતાં.
લોકડાઉન હતું એટલે નોકરી એ તો જવાનું નહોતું. મનુભાઈ ખાંડ નાં વેપારી ને ત્યાં નામું લખવા જતા હતાં. મનુભાઈ ને મહિને ₹૧૦૦૦૦ મળતા હતાં.
આટલા ઓછા પગાર માં ઘરખર્ચ કાઢવો ખૂબ મુશ્કેલ હતો. તે અા લૉકડાઉન માં ઘરખર્ચ કેમ કાઢવો તેમ વિચારીને ખૂબ દુઃખી હતાં. મનુભાઈ વિચારોમાં એકદમ મગ્ન થઈ ને બેઠાં હતાં.

થોડીવારે રસોડા માંથી અવાજ આવ્યો " સાંભળો છો! ચાલો જમવાનું બની ગયું છે! ચાલો આપણે સાથે જમી લઈએ , અલા... તમને કવ છું ! સાંભળો છો જમવાનું ઠરી જશે ચાલો જલ્દી" એમ ભાવના બહેન ની બીજી બૂમ સાંભળી ને મનુભાઈ વિચારો માંથી બહાર આવ્યા. હે મને કંઇ કીધું? હા ' સ તો તમને j ક્યારની જમવા બોલાવું છું, પણ તમે વિચારો માં એટલા બધા મગ્ન હતાં કે કંઇ સાંભળતાં જ નોતા. ચાલો હવે, આપણે જમવા બેસીએ થોડીવાર માં તમારો લાડલો પણ આવશે.
( લાડલો એટલે મનુભાઈ નો દીકરો દર્શન)

મનુભાઈ અને ભાવનાબેન જમવા બેઠા. ત્યારે બહારથી અવાજ આવ્યો " પપ્પા - મમ્મી હું આવી ગયો, દર્શન બોલ્યો". મનુભાઈ કહે આવી ગયો મારો લાડલો , ચાલ હાથ મોં ધોઈ ને જમવા બેસી જા.

દર્શન લોકડાઉન હોવાથી ઘરે જ હતો, શાળા એતો જવાનું નોહતું. દર્શને ધોરણ નવ નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે તે બોર્ડમાં પ્રવેશ મેળવવા નો હતો. સ્કૂલો બંધ હોવાથી તે ઓનલાઈન જ પોતાનો અભ્યાસ કરતો હતો. તે ભણવા માં ખૂબ મહેનત કરતો હતો.
મનુભાઈ અને દર્શન જમી ને ખાટલા પર બેઠાં હતાં. બંને વાતો કરતા હતા. દર્શન કહે " પપ્પા તમને ખબર છે મારો મિત્ર છે ને યશ ! તેના પપ્પાએ તેને ઓનલાઈન અભ્યાસ કરવા માટે લેપટોપ લઈ આપ્યું. મનુભાઇ
ચૂપ - ચાપ દર્શન ની વાત સાંભળતાં હતાં. દર્શન ને થયું પપ્પા કેમ મારી સામે જોવે છે અે પણ કંઇ બોલ્યા વગર?

દર્શન કહે " પપ્પા ! ઓ પપ્પા! શું થયું ? તમે કેમ કંઇ બોલતા નથી? કંઇ નહિ બેટા," મનુભાઈ એ કહ્યું."

પપ્પા મને ખબર છે તમને એમ થતું હશે કે યશ જેમ હું પણ તમારી પાસે લેપટોપ માંગીશ? ના, પપ્પા હું તમારી પાસે કંઇ જ નહિ માંગુ.હું મોબાઈલ સિવાય કોઈ બીજા સાધન નો ઉપયોગ અભ્યાસ માટે નહિ કરું, અને મોબાઈલ તો મારી પાસે છે એટલે તમારે મારા અભ્યાસ માટે બીજો કોઈ ખર્ચ કરવાનો રહેશે નહીં. મને ખબર છે કે તમે આ કોરોના ને લીધે ખૂબ ટેન્શન માં છો અને પાછી તમારી નોકરી પણ બંધ છે, અને આપણી એટલી બધી ઈન્કમ પણ નથી જેનાથી તમે કંઇ ઇન્વેસ્ટ શક્યા હોય! આપણે તો થોડું ઘણું ઇન્વેસ્ટ કરીએ એ પણ આ લોકડાઉન માં અનાજ લાવવાં માં ખર્ચવા પડે, હવે તો કોને ખબર આ લોકડાઉન ક્યારે ખુલે!

સાવ સાચું કહ્યું બેટા! આ લોકડાઉન માં સૌથી વધારે જો ખરાબ પરિસ્થિતિ હોય તો એ છે આપડા જેવા મધ્યમવર્ગી ની!

" ગરીબો ને તો સરકાર અનાજ અને પૈસા ની સગવડ પૂરી પાડે છે.અને તે બીજા પાસે માંગી પણ શકે છે.અને બીજી બાજુ જોઈએ તો અમીર લોકો ! તેમની પાસે આવક પણ વધારે હોય છે તેથી તે લોકો ને પૈસા બાબત ની કોઈ મુશ્કેલી પડતી નથી , તેમના પર લોકડાઈન ની કોઈ અસર થતી નથી. તે લોકો ખૂબ શાંતિ થી ઘર માં સમય પસાર કરી શકે કોઈ પણ ચિંતા વગર , અને રહી વાત આપણાં જેવા મધ્યમ વર્ગ નાં લોકો ની કે જેઓને આ મોંઘવારી માં ઘરખર્ચ કેમ કાઢવો ! ધીરે ધીરે બેરોજગારી પણ વધવાની છે , હવે તો આ કોરોના જાય તો સારું!

દર્શન કહે ,પપ્પા તમે ચિંતા ન કરો , બધું સરખું થઈ જશે, સારું ચાલો હવે તમે આરામ કરો ચિંતા કર્યા વગર , હું મારું હોમવર્ક કરવા બેસું. હા! બેટા તું તારો અભ્યાસ કર આ બધું તો ચાલ્યા જ કરશે!

ફળિયા માં ખાટલો ઢાળીને મનુભાઈ સૂતા હતાં. સૂતા સૂતા તેઓ વિચારતા હતાં કે " હવે તો આ અનાજ પણ પૂર્ણ થવા આવ્યું, ભાવના કહેતી હતી કે ઘરની બીજી સામગ્રી પણ પૂરી થવા આવી, અને દર્શન ની સ્કૂલની ફી પણ ભરવાની છે . હે ભગવાન! આ બધું હું કેવી રીતે પૂરું કરીશ! આટલા બધા પૈસા ની સગવડ કેમ કરીશ?અને ક્યાંથી કરીશ? અત્યારે તો મારો પગાર પણ નથી આવતો જેથી હું ઘરવખરી લાવી શકું અને ફી પણ ભરી શકું!
( મનુભાઈ આંખો બંધ કરીને વિચારતા રહ્યા.)

થોડીવાર પછી એકદમ મનુભાઈ ઊભા થયા અને બોલ્યા," લાવ ને પેલા રામજી પાસે જાવ અને તેને કવ કે મારે થોડા પૈસા ની જરૂર છે તો તું થોડી સગવડ કરી આપીશ! પછી મનુભાઈ કહે " અલી ઓય સાંભળે છે? એ...હા શું બોલો? હું બાર જાવ છું , માટે થોડું કામ છે એટલે આવું જ છું હમણાં ચિંતા ન કરતી. હા ! પણ જલ્દી આવજો , નહિતર હમણાં ૫:૦૦ વાગે પોલીસ વાળા ની ગાડિયું ફરશે. હા! સારું આવું જ છું હમણાં મનુભાઈ એમ કહી ને જાય છે.

" કેમ છો રામજીભાઈ ? મજામાં?
" કોણ? રામજીભાઈ બોલ્યા"
" અરે....!હું છું મનુભાઈ !
" આવો... આવો ...મનુભાઈ તબિયત પાણી સારા ને?
" હા! હો સારા , પણ આ કોરોના ક્યાં જીવવા દે!
" કેમ ભાઈ શું થયું? આટલા ચિંતા માં કેમ છો? હું કઈ મદદ કરું?
" હા ! એટલે જ તમારી પાસે આવ્યો છું, મારે થોડી પૈસા ની તંગી છે અને આ લોકડાઈન માં પગાર પણ આવતો નથી , હવે ઘરખર્ચ માટે પૈસા ની જરૂર છે , તમે મને થોડા ઉછીના પૈસા આપશો? પછી માટે સગવડ થાય એટલે પાછા આપી દઈશ. હા ! કેટલા જોઈએ છે ? રામજીભાઇ એ કહ્યું"
૩૦૦૦૦ જેટલા જોઈએ છે. રામજીભાઈ કહે સારું હું પૈસા લઈને આવું તમે બેસો!

( રામજીભાઈ રૂમ માં પૈસા લેવા ગયા. અને પૈસા લેતા લેતા મન માં બોલે છે.)
અરે......રે ... આ મે ક્યાં પૈસા ની હા પાડી!આ પૈસા હું તેમને આપુ તો ખરા પણ એ પૈસા પાછા ક્યારે આપશે? અને...... ન...આપ્યા તો.....હા! પાડતા તો પડાઈ ગઈ પણ....., સારું હેલો ને અત્યારે પૈસા આપુ પછી બે - ત્રણ દિવસ માં પાછા માંગી લઈશ!હમમ....
( પૈસા લઈને રામજીભાઈ બહાર જાય છે.)

આ લો મનુભાઈ ત્રીસ હજાર રૂપિયા.
આભાર! તમારો રામજીભાઈ આ કપરી સ્થિતિ માં તમે મારી મદદ કરી.
ના ના એમાં શું સંબંધી જ દુઃખ નાં સમયે કામ આવે!( મોઢું બગાડતા રામજીભાઇ બોલ્યા")

( મનુભાઈ ને ક્યાં ખબર હતી કે રામજીભાઈ મોઢે જ મીઠાં હતાં.પૈસા તો તેમને કેવા ખાતર આપ્યા છે એ પણ કચવાતા જીવે!)

મનુભાઈ પૈસા લઈને ઘરે પાછા આવ્યા.
આવી ગયા તમે? ભાવનાબહેન બોલ્યા"
હા! આવી ગયો, એક ગ્લાસ પાણી લાવજે તો...મનુભાઈ બોલ્યા"
( ભાવના બહેન પાણી નો ગ્લાસ લઈને આવે છે.)

આ...લ્યો પાણી! ક્યાં ગયા હતા તમે? ભાવના બેને પૂછ્યું;
ક્યાંય નય વડલે સુધી ગયો હતો આટો મારવા , પણ તમે તો કંઇક કામે ગ્યાતા ' ને ? એતો હું મારી નોકરી નું કામ હતું એટલે ગયો તો , ઠીક એમ હતું એમ કહી ભાવના બહેન રૂમ માં ગયા.મનુભાઈ ઝાડવાં નીચે બેઠા હતા!

થોડા દિવસ પછી મનુભાઈ નાં મોબાઈલ ની ઘંટડી વાગી..... મનુભાઈ
એ ફોનમાં જોયું તો રામજીભાઈ નો ફોન હતો, તેમને ફોન ઉપાડ્યો, રામજીભાઇ કહે રામ....રામ.... મનુભાઈ કેમ છો? મજામાં મનુભાઈ કહે; બોલો રામજીભાઈ , હા! મનુભાઈ તમારે પૈસા ની સગવડ થઈ ગઈ છે? મનુભાઈ કહે, રામજીભાઇ હજી તો દસ દિવસ થયા છે આટલા ઓછા સમયમાં પૈસા ની સગવડ કેમ થાય? મારે તો અત્યારે પગાર પણ નથી આવતો, તો હું કેમ પૈસા તાત્કાલિક કેમ આપું?
" રામજીભાઈ કહે તમે ગમે તે કરો પણ મારે પૈસા જોઈએ છે, હું કાલે લેવા આવીશ પૈસા, એમ કહી રામજીભાઈ એ ફોન મૂકી દીધો!
મનુભાઈ એકદમ ચિંતા માં આવી ગયા. હવે...હવે મારે શું કરવું? ક્યાંથી બધા પૈસા પાછા આપું? મને તો એમ હતું કે રામજીભાઈ થોડા સમય માટે પૈસા નહિ માંગે પણ..... અને એમાં પણ કાલે જ પૈસા માગ્યા છે!
મને એમ કે રામજીભાઈ સંબંધી છે તો એ મારા પર વિશ્વાસ કરશે! એમને તો પૈસા ની કંઇ કમી નથી છતાં પૈસા ની માંગણી કરી! કંઇ વાંધો નું "હાથી નાં
દાંત ખાવાના અલગ અને બતાવવા નાં અલગ હોય " એજ તો ખૂબી છે આ જમાના ની બધા સંબંધ ખોખલા છે ખાલી બતાવવા ના!" કંઇ વાંધો નહિ હું એમના પૈસા કાલે પાછા આપી દઈશ!
પણ...કંઇ રીતે પાછા આપુ? ( મનુભાઈ દુઃખી થઈ ને બોલ્યા)

મનુભાઈ એ વિચાર્યું કે હવે મારે દર્શન જોડે વાત કરવી પડશે!
અત્યારે લોકડાઈન હોવાથી તે સ્કૂલે પણ ની જતો અને ઘરે જ અભ્યાસ કરે છે તો હું તેને કવ કે તું અભ્યાસ છોડી દે!

( મનુભાઈ ને કેવું પણ નથી ગમતું કે દર્શન ભણવાનું છોડી દે પણ શું કરે તે પણ મજબૂર છે બીજો કોઈ રસ્તો નથી તેમની પાસે, આમ દુઃખી થઈ ને મનુભાઈ દર્શન ને બોલાવે છે.)

થોડીવાર પછી મનુભાઈ એ દર્શન ને બોલાવ્યો " દર્શન! ઓ દર્શન બેટા! જરા અહીંયા આવ તો , અે હા...પપ્પા આવું! દર્શન આવ્યો , શું પપ્પા કંઇ કામ હતું મારું? ના કંઇ કામ તો નોહતી પણ....પણ શું પપ્પા બોલો શું વાત છે? મારે તારી સાથે વાત કરવી છે ! હા બોલો ને પપ્પા,! બેસ અહીંયા મનુભાઈ એ કહ્યું" હા પપ્પા બોલો શું વાત છે ? તમે આટલા ચિંતા માં કેમ છો?

" બેટા ! હું દસ દિવસ પહેલા આપણાં સંબંધી રામજીભાઈ પાસે થી ત્રીસ હજાર રૂપિયા લીધા હતાં.કેમ પપ્પા ત્રીસ હજાર? દર્શને પૂછ્યું" બેટા મારે ઘરખર્ચ અને તારી સ્કુલ ફી માટે પૈસા ની જરૂર હતી, અને એટલા માટે હું તેમની પાસે પૈસા લેવા ગયો.તેમને મને ત્રીસ હજાર રૂપિયા આપ્યા પણ ખરા પણ.....આજે તેમનો ફોન આવ્યો કે મારે કાલે બધા પૈસા પાછા જોઈએ છે, પણ ..તેમાંથી અડધા પૈસા મે ઘરખર્ચ માં વાપર્યા અને હવે તેમાંથી તારી ફી ભરવાના પૈસા વધ્યા છે, પણ હવે મને લાગે છે કે મારે હવે તે ફી નાં જે પૈસા વધ્યા છે તે પણ પાછા આપી દેવા પડશે , પણ જો હું તે પૈસા આપુ તો તારું ભણવાનું છૂટી જાય તેમ છે ,ફી વગર તો કોઈ ભણાવશે નહિ, હવે શું કરું તે જ સમજાતું નથી. " પપ્પા તમે ચિંતા ન કરો હું મારું ભણવાનું છોડી દઈશ
પણ તમે આ પૈસા તેમને પાછા આપી દો, મનુભાઈ થોડીવાર કંઇ બોલ્યા નય ,તેમની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા!

બેટા દર્શન હું શું કરું મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, હો મારો પગાર આવતો હોત તો હું તારો અભ્યાસ મુકાવેત જ નય! કંઇ વાંધો નય પપ્પા તમે મારી ચિંતા ન કરો , તમે પૈસા પાછા આપી દો.

" પપ્પા સારું હું આ વર્ષે ભણવાનું છોડી દવ છું , પણ પપ્પા તમે પૈસા ઉધાર લીધા તે પહેલાં મને કેવાય ને હું ત્યારે જ મારું ભણવાનું છોડી દેત , અત્યાર સુધી જે ખર્ચો થયો મારી બુક્સ નો તે પણ ન થાત, આપડે મારી ૬ મહિના ની ફી જ ન ભરેત, કંઇ વાંધો નય બેટા!" મનુભાઈ એ કહ્યું"

બીજા દિવસે રામજીભાઈ પૈસા લેવા આવ્યા.
" મનુભાઈ ઘર માં છો કે..... હા! રામજીભાઈ આવો...આવો...બેસો!

ના ' રે નાં મારી પાસે બેસવા નો ટાઈમ નથી મને મારા પૈસા આપો , મારે મોડું થાય છે! અરે .... રામજીભાઈ બેસો તો ખરા હું પૈસા લઈને આવું!
( મનુભાઈ પૈસા લઈને આવ્યા.)
રામજીભાઈ મારી પાસે ૧૫૦૦૦ ની સગવડ થઈ છે તો અત્યારે અડધા આપું પછી હું બીજા પૈસા આપી દઈશ. લ્યો...મને ડર હતો એજ થયું, અત્યારે તો કોઈ ને પૈસા અપવામાય ભલાય નથી! રામજીભાઈ કટાક્ષમાં બોલ્યા"
" પણ રામજીભાઈ મે ક્યાં પૈસા આપવાની ના પાડી હું અડધા અત્યારે આપું બીજા સગવડ થાય ત્યારે આપીશ!
" સારું તમે છો એટલે પૈસા લઈ લાવ છું મારે બે - ત્રણ દિવસ માં બીજા પૈસા જોઈશે!
સારું ત્યારે રામ....રામ... ( રામજીભાઈ પાછા જાય છે.)

" દર્શન કહે પપ્પા આ.... આતો આપડા સંબંધી છે તોય આવી રીતે વાત કોણ કરે? એ પણ એટલા ગુસ્સા માં! આપડે અડધા પૈસા આપ્યા તોય !
કંઇ નહિ બેટા! જવા દે ,હવે હું બીજા પૈસા ની સગવડ કરું " મનુભાઈ એ નિરાશ થઈ ને કહ્યું"

મનુભાઈ પાછા ફળિયા માં ખાટલો ઢાળીને બેસી ગયા. જ્યારે પણ મનું ભાઈ ફ્રી થાય એટલે પેન અને કાગળ લઈને બેસી જાય. તે કંઇક લખતા હોય છે શું એતો ખબર નહીં.

" મનુભાઈ એટલા બધા ચિંતામાં હતાં, કે તેમની પાસે પૈસાની સગવડ થઈ શકે તેમ નહોતી . હવે રામજીભાઈ પૈસા આપવા કેમ? અને ક્યાંથી કાઢું બીજા પંદર હજાર!

રાત્રી નો સમય હતો મનુભાઈ સુતા હતાં.અચાનક તે બેઠાં થયા અને કહે " હવે મારી પાસે એક જ રસ્તો છે અે પણ ભગવાન તમારી પાસે આવવાનો! હે ભગવાન! હું તમારી પાસે આવું તો છું પણ મારા ઘર ની સંભાળ તમારે રાખવાની રહેશે! એમ બોલતા જ મનુભાઈ બીજા રૂમ માં ગયા અને પંખા સાથે દોરડું બાંધી ને ફાંસી નો ફંદો પોતાના ગળામાં લટકાડીને
જે ટેબલ પર ઊભા હતા તે ટેબલ ને ધક્કો મારીને આત્મહત્યા કરી લીધી!

ધમમમ.......અવાજ આવતા ની સાથે જ ભાવનાબેન અને દર્શન રૂમમાં ગયા ત્યાં જોયું તો મનુભાઈ પંખે લટકાઈ રહ્યા હતા. ભાવનાબેન અને દર્શન મનુભાઈ નું માથું ખોળામાં લઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા, " તમે આ શું કર્યું? તમે આવું પગલું કમ ભર્યું? તમને અમારો જરા પણ વિચાર ન આવ્યો?એવી તો શું મુશ્કેલી પડી કે તમે.........( ભાવનાબહેન ખૂબ રડવા લાગ્યા)

" મમ્મી, પપ્પા એ ઘર ખર્ચ માટે આપડા સંબંધી રામજીભાઈ પાસે થી ત્રીસ હજાર રૂપિયા લીધા હતા, તેમને ૧૫૦૦૦ તો પાછા આપી દીધા પણ બીજા પંદર હજાર આપી શક્યા નહિ! અને આ ટેન્શન થી તો મે પણ મારું ભણવાનું છોડી દીધું અને તે ફી માં પૈસા થી પંદર હજાર ચૂકવ્યા! મને લાગે છે આ ટેન્શન થી જ પપ્પા અે આવું પગલું ભર્યું હસે!....( દર્શન રડવા લાગ્યો)

દર્શન તે પણ મને વાત ન કરી આટલું બધું થઈ ગયું , મને કંઇ ન કીધું?
પપ્પા એ મને નાં પડી હતી મમ્મી".
( બંને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. અને તેમના સંબંધી સાથે મળીને મનુભાઈ ની અંતિમક્રિયા કરી!)

થોડી વાર પછી મનુભાઈ અંતિમક્રિયા કરીને દર્શન અને સગા- સંબંધીઓ ઘરે પાછા ફર્યા. "દર્શન તેના પપ્પા જ્યાં સૂતા હતા ત્યાંથી બધો સમાન કબાટ માં મુકતો હતો ત્યારે તેણે જોયું તો તેમના અોશિકા નીચે એક ચિઠ્ઠી પડી હતી દર્શને તે ચિઠ્ઠી ખોલી અને વાંચી.

" ચિઠ્ઠી માં લખ્યું છે.....

પ્રિય ભાવના અને મારો લાડલો દર્શન

મને માફ કરજો હું તમને આમ એકલા નિઃ સહાય મૂકીને જાવ છું, પણ હું શું કરું મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. હું મારી જિંદગી કંટાળી ગયો હતો. જો હું તમારી સાથે રહેત તો પણ તમારી માટે કંઇ ન કરી શકેત , હું સાવ નકામો હતો તમારી કંઇ મોટો અહેસાન પણ નહોતો કરતો હું , તમને કોઈ સગવડ આપી શક્યો નહિ!


પ્રિય ! ભાવના મને માફ કરજે હું તારો સુહાગ નો ચાંદલો ભંગાવી રહ્યો છું, પણ તું હિંમત ન હારતી અને દર્શન નું ધ્યાન રાખજે!

બેટા દર્શન મે તારો અભ્યાસ મુકાવ્યો, sorry બેટા ! હું દુનિયાનો સૌથી ખરાબ બાપ હસ જેને પોતાના દીકરા ના હાથ માંથી ચોપડી મુકાવી, આ બધા અપરાધ થી હું ખૂબ પરેશાન હતો અને આ ધૂંધળા સંબંધો જોવા કરતા સારું કે હું ઈશ્વર ને પ્યારો થઈ જાવ. બેટા તારી ધ્યાન રાખજે!


મનુભાઈ એ છેલ્લે ચિઠ્ઠીમાં આ વિશ્વાસ વગરના સંબંધો નો અહેસાસ કરાવ્યો છે જે કવિતા રૂપે અહી મૂક્યો છે


" ધીરે ધીરે એવું તો શું ? થાય છે કે
વિશ્વાસ નાં અે સંબંધો તૂટતાં જાય છે

અબઘડી હતાં જે શ્વાસ ની નિકટ આજ
તે જ હદય થી દુર થતા જાય છે

બાળપણમાં રહ્યા હમેશાં જેની સાથે આજ
તે સંબંધો માં જ ગાંઠ બનતી જાય છે

કરતા જ્યાં હળવાશ ની મીઠી વાતો આજ
એજ વાતો કડવી લાગતી જાય છે"

ચિઠ્ઠી વાંચીને ભાવનાબહેન અને દર્શન ખૂબ રડવા લાગ્યા. બંને એકબીજા નો સહારો બન્યા.



સારાંશ :-
કોરોના ની અા મહામારી માં ઘણા એવા લોકો છે જે પરિવાર
વગર નાં બન્યા, એતો હકીકત જ છે કે
" ગરીબો માંગી શકે
અમીરો વાપરી શકે,
પણ મધ્યમવર્ગી ખાલી વિચારી શકે...

એનો મતલબ એમ છે કે લોકડાઉન માં ગરીબો ને સહાય મળે તે માટે તેઓ સરકાર પાસે પોતાના હક નું માંગી શકે છે, અમીરો પાસે પૈસા હોવાથી તે વાપરી શકે છે, તેને કોઈ મુશ્કેલી આવતી નથી. અને રહી વાત મધ્યમ વર્ગની તો તે ક્યાં જાય? કોની પાસે હાથ ફેલાવે?, અને ઉધારી કે તો પણ મનુભાઈ ની જેમ પૈસા ન ચૂકવી શકવાથી આત્મહત્યા ને રસ્તે વળે છે.મધ્યમ વર્ગ નિ:સહાય અને લાચાર છે.

" માફ કરજો કડવું છે પણ સત્ય છે!"