The Corporate Evil - 48 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-48

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-48

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-48
ક્યારથી સાંભળી રહેલી નીલાંગીએ નીલાંગને સીધુંજ પૂછી લીધુ કે તો તું શું છે ? તું પણ રાક્ષસ છે ? તું પણ પુરુષ જ છે ને ? તારા પર પણ મારે વિશ્વાસ કેટલો કરવાનો ?
નીલાંગીનાં પ્રશ્નને સાંભળી નીલાંગ બીલકુલ વિચલીત ના થયો એણે કહ્યું તેં આ સારો પ્રશ્ન કર્યો. તારી આજ સોચ તારે સમજવાની છે. હું પુરુષ છું પણ એવો નથી હું તારો પુરુષ છું આ પુરુષ જમાતમાં હું પણ એક પુરુષ રહ્યો પણ હું તારી કેર લઊં છું તને સાચો પ્રેમ કરું છું. મને તારી ચિંતા છે. તને પૈસાની જરૂર છે સમજુ છું અને આ શ્રોફની નોકરીમાં વચ્ચે તારાં બાબા અને એમનાં મિત્ર છે એટલે હું નિશ્ચિંત હતો પણ તું શ્રોફને ત્યાં નોકરી કરે છે અને જેવી રીતે કામ કરે છે એટલે મને પ્રશ્ન થાય છે તારાં ઉપર શંકા નથી.
નીલો એકવાત સ્પષ્ટ સાંભળી લે પુરુષ સમોવડી થવાનો જે સ્ત્રીઓ સ્વપ્ન જુએ છે એ સમોવડી નથી થતી એની જાતની પાત્રતા ગુમાવે છે. ગીવ એન્ડ ટેકની આ વ્યવસ્થામાં અનાયાસે કે જાણ બહાર એ આ ચક્રવ્યુહમાં ફસાય છે એને પૈસા મેળવી ગર્વ થાય છે પણ એક સમય એવો આવે છે કે એ વિષચક્રમાં ફસાઇ ચૂકી હોય છે એ કોઇને સાચી વાત કહી નથી શકતી જાતેજ વેંઢાર્યા કરે છે છેવટે બધુજ ગુમાવે છે.
ઇન્ડસ્ટ્રીનાં ભેડીયાઓનાં રૂપરંગ કોઇ જાણી શકતું નથી સારાં હોવાનો ડોળ અને આપેલી લાલચમાં ફસાવીને એ લોકો સ્ત્રીનું બધુંજ લૂટી લે છે. આમાં કોઇ કીસ્સા બહાર આવે છે અથવા દફન થઇ જાય છે. મારો કહેવાનો અર્થ એવો નથી કે દરેક સ્ત્રી સાથે આવું થાય છે કે બધાં પુરુષો એવું કરે છે પણ પુરુષ એવું પ્રાણી છે જેનો ભરોસો નાજ થાય. અને ઘણી સ્ત્રીઓ સામે ચાલીને આવું સ્વીકારે છે બિન્દાસ હરે છે ફરે છે જાત લૂંટાવી જલ્સા કરે છે એમને ચરિત્ર જેવું કંઇ હોતુંજ નથી. એતો એમાંજ પરમ સુખ સમજે છે એવી સ્ત્રીઓની આમાં વાતજ નથી બધાં જુદી જુદી ખોપડીનાં હોઇ શકે....
હું મારી વાત કરુ તો હું તારી સાથે સબંધ રાખવાનો હોઉ ફક્ત તનેજ પ્રેમ કરતો હોઊ એવી સંપૂર્ણ પવિત્ર પાત્રતા મારી હોય અને તેં પણ મને સંપૂર્ણ સ્વીકાર્યો હોય પછી હું તારી કેર લેવાનોજ પ્રશ્ન પૂછવાનોજ તને જેવું લાગે એવું મને કોઇ ફરક પણ નહીં પડે કે તું શું વિચારે છે મારે માટે... હું પુરુષ તારાં ઉપર આધીપત્ય પ્રેમનું દાખવવાનોજ સ્ત્રીએ અંતે કોઇને કોઇ પુરુષનો આધાર હોયજ છે અને પુરુષને પ્રેમ માટે સ્ત્રીનો.. પણ બંન્ને વચ્ચે કોઇ સમજણ ના કેળવાય તો એ સંબંધ તૂટી જાય છે. હું તારો પુરુષ છું તું મારી સ્ત્રી હું તને કોઇ પર પુરુષમાં ફસાય એ નહીં સહી શકું તને ખબર પણ નહીં પડે કે તું કોઇની જાળમાં ફસાઇ રહી છું જો રખે ને તારી પાત્રતા સ્હેજ પણ ઓછી થઇ હું પુરુષ તારો સ્વીકાર નહીં કરું એ પણ નક્કી સમજજે. મારાં વિચારો સ્પષ્ટ છે હું તને બીલકુલ અંધારામાં નહીં રાખું.
તારે પૈસાની જરૂર છે એનાં માટે નોકરી... એ કર પણ અમુક મર્યાદાઓ સાથે કરવી પડશે ભલે પૈસા ઓછા મળે મને તારું આવુ કોઇનામાં ઇન્વોલ્વમેન્ટ માન્ય નથીજ. હું તને સાથ આપીશ પૈસા આપીશ બધીજ મદદ કરીશ ખૂબજ કાળજી લઇશ માત્ર તનેજ પ્રેમ કરીશ પણ કોઇજ છૂટછાટ નહીં આપી શકું તને મંજૂર હોય તોજ આગળ વધીએ નહીતર હજી મોડું નથી થયું આપણે છૂટા થઇ જઇએ આમ હું મારી સમજણમાં કોઇ બાંધછોડ નહીં કરું.
નીલાંગી નીલાંગને શાંતિથી સાંભળી રહી હતી એ ઊંડા વિચારોમાં પડી ગઇ હતી. ત્યાં નીલાંગે બીજુ પાન કાઢ્યું ફરીથી અડધું અડધું ખાવા મોઢામાં મૂક્યું નીલાંગીને કહ્યું લે તારાં ભાગનું ખાઇ લે એમ કહી એનું મોટુ એને ધર્યુ. નીલાંગી એ તરફ વધી થોડું ખાધુ અને પછી ચહેરો પોતાનો હટાવી લીધો એ પાન ના ખાઇ શકી એણે કહ્યું બસ બસ તું ખાઇ લે મને ચક્કર આવે છે. સાચું કારણ એ પાનનાં રસ સાથે ગળી ગઇ.
ક્યાંય સુધી બંન્ને જણાં ચૂપ થઇ ગયાં. કોઇ કંઇ બોલ્યુ નહીં નીલાંગે કહ્યું" તને એવુ લાગતું હશે કે હું વધારે પડતો પઝેસીવ છું તારાં માટે એટલે આવું બોલું છું પણ હું કબૂલુ છું પઝેસીવ છું પણ મેં જે કહ્યું છે એ તદ્દન સત્ય છે અને તું પણ ઘણી હુંશિયાર છેજ તને અનુભવ થયાંજ હશે તે પણ અન્ય પુરુષોને મળ્યાં જ હશે મેં સ્પષ્ટ કર્યું છે હવે તારે વિચારીને નિર્ણય લેવાનો છે.
નીલાંગી ક્યારથી નીલાંગને સાંભળી રહી હતી એણે પછી મોં ખોલ્યું એ બોલી જો નીલાંગ મને પણ પુરુષોને માપતા આવડે છે શ્રોફે મને કોર્પોરેટ ડીલીગ માટે ખાસ એપોઇન્ટ કરી છે સાથે સાથે વિશ્વાસમાં રહેવાં કબૂલાત કરાવી છે હું વિશ્વાસ તોડી ના શકું અને મને એનાં સારાં પૈસા મળે છે એમાં ક્યાંય મારે એવી બાંધછોડ કરવાની નથી આવતી કે મારા પર કોઇ ડાધ લાગે. મને થોડાં પૈસા કમાઇ લેવા દે પછી હું સામેથી બધું છોડી દઇશ આવો મળેલો ચાન્સ હું ખોવા નથી માંગતી સામે કોણ માણસ છે એ મને મતલબ નથી મારે કામ અને સામે પૈસા બસ એમાં મારે મારી આબરુ કે શરીર નથી વેચવાનું અને જે દિવસે મને એવું લાગ્યું કે હું તારે લાયક નથી રહી તને મોઢું નહીં બતાવું...
નીલાંગે કહ્યું "હું તને પ્રેમ કરુ છું ટાઇમપાસ નથી કરતો તને મેળવવા માટે રાહ જોઇ રહ્યો છું લગ્ન કરવા માંગુ છું. તું તારી રીતે કામ કરે ગમે તે ટ્રાન્ઝેકશન કરે એમાં ન કરે નારાયણ તારી આબરૂ લૂંટાય અને તું મને મોઢું ના બતાવે વાહ ત્યારે ત્યાં સુધી રાહ જોવી છે ? મને જોવડાવવી છે ? આતે કેવો ન્યાય ? હું તારી ઓફીસ ના આવી શકુ. તને ફોન ના કરી શકું આટલી બધી પાબન્દીઓ પાળવાની ?
નીલાંગીએ કહ્યું "નીલુ એવું નથી તું સમજતો નથી હું ફક્ત તારી છું તનેજ સમર્પિત છું પ્રોફેશનલ કામ કરતાં હોઇએ તો થોડાં નિયમો તો હોયજ નેં ? નોકરી પછી હું તારીજ છું ને તું કહે ત્યાં આવવા તૈયાર છું બધુજ મારું સમર્પિત કરી લુંટાવવા તૈયાર છું હું પણ તને એટલોજ પ્રેમ કરુ છું થોડો સમય આપ મને પ્લીઝ મને કામ કરવા દે... પ્લીઝ સમજ મને મારી પાત્રતા 1% ઓછી નહીં થવા દઊં જે દિવસે લાગ્યું હું છોડી દઇશ મારાં તનને અભડાવવા નહીં દઉ નહીં મારું મન એવી ગંદી કોઇ વસ્તુ સ્વીકારે આઇ પ્રોમીસ....
નીલાંગે કહ્યું "તારી મરજી પણ મેં મારી બધીજ વાત સ્પષ્ટ કરી છે જેની સાથે સવારથી સાંજ સુધી રહો કામ કરો બીજા કલીગ્સ હોય બોસ સાથે જવું આવવું પડે લાગણીનાં બીજ રોપાય એમાં છૂટછાટ શરૂ થાય અને પછી... હું આવુ કશુંજ સ્વીકારી શકું એમ નથી નીલો એક એકદમ અઘરો પ્રશ્ન કરું ? સાચે જવાબ આપીશ ?
નીલાંગીએ કહ્યું "હાં પૂછને વિના સંકોચ જે પૂછવું હોય એ પૂછ તારાં સમ હું સાચાંજ જવાબ આપીશ.
નીલાંગે કહ્યું "ઓફીસમાં તું કામ કરે ચા કોફી સોફ્ટટ્રીક બધુ ઓફર થાય પીવાય સમજુ છું પણ આતો આપણી માયાનગરી મુંબઇ છે એમાં બીયર, શેમ્પેઇન, હાર્ડડ્રીક બધું ઓફર થયું પીવાય એ બધુ સ્વાભાવિક છે અને એ ફોરવર્ડ અને ફેશન પણ ગણાય છે એનાં માટે કોઇ સંકોચ પણ નથી અનુભવતું... તેં આજ સુધીમાં તારાં કોઇ કલીગ, કલાયન્ટ કે બોસ જોડે પીધું છે ?
નીલાંગી નીલાંગની સામેજ જોઇ રહી શું બોલવું ના ખબર પડી એને યાદ આવી ગયું કે મેં તો આજેજ પીધી હતી શેમ્પેઇન એ પણ અમોલ સાથે એકાંતમાં એનીજ ઓફીસમાં... હવે શું જવાબ આપવો ? એની આંખોમાં નિલાંગની પ્રશ્નોતરીથી નારાજગી હતી એની જગ્યાએ આંખો ભીની થઇ ગઇ એ નીલાંગથી ઘણું બધુ છૂપાવતી આવી હતી એણે કહ્યું "કેવો પ્રશ્ન કરે છે ? તારી સાથેજ પીઉં છું બીજા કોની સાથે પીવાની ? નીલુ હવે બહુ પ્રશ્નો જવાબ થઇ ગયાં પ્લીઝ હવે ઘરે જઇએ તારી વાત સાંભળી સમજી ગઇ છું પણ હવે માનસિક પણ મને ખૂબ થાક લાગ્યો છે હવે પ્લીઝ ઘરે જઇએ.
નીલાંગીની આંખમાં કારમાં કાળો લીસોટો આવી ગયો સમજાઇ ગયુ હોય એમ બોલ્યો "યસ ચાલો હવે ઘરે જઇએ મારે આગળ વાત પણ નથી કરવી નથી કોઇ પ્રશ્ન કરવા.
બંન્ને જણાં ઉભા થઇ ગયાં નીલાંગી બીજી ટીન ખોલી એક શ્વાસે મોઢે માંડી દીધુ અને ટીન ગંદી રીતે ફેંકી દીધુ. બંન્ને જણા પછી કંઇ જાણ વાત કર્યા વિના રેસ્ટોરેન્ટ પાસે આવી બાઇક લીધી અને બેસીને ઘરતરફ જવા નીકળી ગયાં.
આખા રસ્તે બંન્ને જણાં કંઇ બોલ્યા નહી નીલાંગે એને ઘરે ડ્રોપ કરીને કંઇ બોલ્યા વિના ત્યાંથી નીકળી ગયો.
નીલાંગી ઉતરીને નીલાંગને ભીની-આંખે જતો જોઇ રહી મનમાં હૃદયમાં અસસ પીડા હતી કે એ સાચુ ના બોલી શકે. બોલત તો અત્યારેજ... નીલાંગ દેખાયો ત્યાં સુધી એ ઉભી રહી પછી લથડતાં પગે ઘરમાં આવી.. કોઇ સાથે વાત કર્યા વિનાં એનાં રૂમમાં જતી રહી. એણે ફોનમાં મેસેજ ટોન આવ્યો સાંભળ્યો ફોનમાં મેસેજ જોયો અને....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-49