અંક -2// loaded કારતુસ
"""""""""""""""""""""""""""""""""
લોખંડનાં બે ઇંચ જાડા તાર પર આઠેક વર્ષની માસૂમ કન્યા ભીનાં કપડાંની જેમ સુકાઈ રહી હતી.
અને જાણે એને વરસાદી વાવાઝોડાથી બચાવવા માટે નહીં પણ પોતાનું જઘણ્ય કૃત્ય છુપાવવા માટે કે પછી આસાનીથી કોઈની પણ નજરમાં ન આવે એમ બાળકી પર બારદાન અને જાડી રજાઈ સૂકવેલી હતી જે દિલ્હીનાં કમોસમી વરસાદથી રક્તરંજીત થઈ ગઈ હતી.
હવેલીની અટારીએ બે દિવસથી હવામાં તરતી એ માસુમિયત ચિત્કાર કરી રહી'તી અને આસપાસનાં 400 - 500 મીટરનાં અંતરાળમાં કોઈનાય કાને એની ચીસ પડી નહીં, આશ્ચર્યની બાબત કહેવાય!
IG નાઈક સામે હાજર થતાં CBI એજન્ટ માધવને અને દિગંબર કુટ્ટીએ જોરથી જમણો બૂટ પછાડી એકસાથે જ સેલ્યુટ કર્યું અને મૂક ભાવે IG શ્રીશાંત નાઈકે અભિવાદન કરવા સાથે શેકહેન્ડ માટે પોતાનો હાથ આગળ ધર્યો. વારાફરતી માધવને અને ત્યારબાદ કુટ્ટીએ ઈંગ્લીશ સ્ટાઇલમાં અભિવાદન કર્યું.
"દિગંબર કુટ્ટી! ઘટનાનો જાણભેદુ કોણ છે? એની આઈડિયા! કોણે જાણ કરી હતી આપને?" IG નાઈકે પોતાની આગળી - વેગળી શૈલીમાં પૂછતાછ શરૂ કરી દીધી.
સર, પેટ્રોલિંગ માટેનો આ ઇલાકો જેમને હસ્તક હતો એ જોગી સરે આ એરિયાની તફતીશ કર્યા બાદ DIGને જે અંડર કવર રિપોર્ટ આપ્યો. એનાં આધાર પર CBIને આ કેસ હસ્તગત કરવામાં આવ્યો. એટલે એજન્ટ માધવન સાથે દક્ષિણ તરફથી (હવેલીની પાછળનો વિસ્તાર ઈશારાથી બતાવતાં) અહીં આવ્યો ત્યારે તીવ્ર દુર્ગંધથી માથું ફાટવા લાગ્યું. એટલે ઝડપભેર ઉપર આવીને ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દીધું, તેમ ફોરેન્સિક લેબ પર અને ફોટોગ્રાફરને પણ ફોન કરી દીધો. એ પછી શબવાહિકાને જણાવ્યા બાદ આપને જાણ કરવામાં આવી.
વેરી ગુડ જોબ મિ. (દિગંબર કુટ્ટીનાં ચેસ્ટ પર એમની સરનેમ વાંચવાનો ડોળ કરતાં IG નાઈક સરે થોડો સમય CBI એજન્ટને ઓબ્ઝર્વ કરી લીધો.) 'મશાલ', રાઈટ.
"જી સર. થેંક્યું સર."
કો. રેડ્ડી અને બીજા બે કોન્સ્ટેબલને તાર પરથી મૃતકની લાશ ઉતારવાનું કામ સોંપી IG નાઈકે CBI એજન્ટ દિગંબર કુટ્ટીની જ પૂછપરછ કરવા લાગ્યા ત્યારે ક્ષણભર તો એવું જ લાગ્યું કે જાણે અહીં તફતીશ કરવા નહીં પણ પોતાનાં કૉલેજ ટાઈમનાં કોઈ ખાસ મિત્ર સાથે આમજ બીચ પર લટાર મારવા નીકળ્યા હોય અને માહોલ એકદમ જ મજાકનો ચાલી રહ્યો હોય!
"એ. કુટ્ટી, આ 'મશાલ' નામ રાખવા પાછળનું કંઈ ખાસ કારણ કે પછી કોઈ હિડન સિક્રેટ તો નથી ને!" ખંધુ હસીને IG નાઈક સરે પીઠ ફેરવી લીધી.
"જી નહીં, સર! બ્રિટિશર્સનાં યુગમાં પૂર્વજો જે કાર્ય કરતા હતાં એમાં મશાલ વાપરતા હતાં શાયદથી. બસ, ત્યારથી જ એ 'તખલ્લુસ' બની ગયું અમારા ખાનદાનનું. -
કેમ પૂછવું પડ્યું! એની પ્રોબ્લેમ સર?" - કંઈક ખચકાટ સાથે CBI એજન્ટ કુટ્ટીનાં એકધારા સવાલોથી નાઈક સાહેબની તંદ્રા તૂટી હોય એવું લાગ્યું.
"નો, નો, નથિંગ સિરિયસ. ડોન્ટ બી પેનિક. યુ હેવ ડન ગુડ જોબ." કહી 'મશાલ' નામ ક્યાંક સાંભળ્યું હોય એવું યાદ કરવામાં દિમાગ લગાવનાર IG નાઈક એજ ગડમથલમાં ત્યાંથી પાછા ફર્યા ત્યાર સુધીમાં ફોરેન્સિક લેબનાં ડૉ. સરતાજ પાલ અને એમની આસિસ્ટન્ટ પ્રિન્સિએ આવીને કામ શરૂ કરી દીધું હતું.
ત્રણેવ કોન્સ્ટેબલે 'ડુ નોટ એન્ટર ધ પોલિસ ઇન્વેસ્ટિગેશન લાઇન' લખેલ યેલ્લો બેલ્ટ ટેરેસ પર લોખંડી તાર ફરતેનાં એરિયામાં બાંધીને એને કોર્ડન કરી દીધો. અને એ પછી ફોરેંન્સીક લેબનાં ટેક્નિશિયન પ્રિન્સી વતી ટેરેસ પરનાં ફોટાઓ લેવાનું શરૂ થયું. અને એમની બીજી ટીમે ફિંગરપ્રિન્ટસ જમા કરવાની કાર્યવાહી આરંભી.
એડવાન્સડ શબવાહિકા પણ હાજર થઈ ચૂકેલી હતી. બસ, દોઢેક દિવસ કે એથી વધુ ટાઇમથી લાશ હવામાં લટકેલી હોવાથી અકડાયેલી હાલતમાં હતી એટલે થોડી મશક્ક્ત વધારે કરવી પડી રહી હતી. તથા એ પ્રયત્નો દરમ્યાન પણ દરેકની આંખો નમ થયેલી હતી, પણ મનમાં તો દરેકના જ્વાળામુખી ભભૂકી રહ્યો હતો કે જાણે ભૂલથી જો એ ખૂની કોઈનાં હાથમાં લાગી ગયો તો કાનૂન તો કોર્ટ કચેરી, કેસ, દલીલો, વિટનેસિસ, સબૂતો, ગવાહો, જિરહ, દલીલબાજી કર્યા પછી સજા સુણાવશે; જ્યારે અહીં તો તલવાર મળી જાય તો એક ઘા ને બે કટકા કર્યા બાદ પોતાનો રોષ શાંત કરવા એ ગુનેહગારનાં સો ટુકડા કરવા થનગની રહેલા હાથો સળવળી રહ્યા હતાં.
લાશને જમીન પર સુવડાવી ફોટોગ્રાફરે ફ્લેશ લાઈટ ઓન કરી અલગ અલગ એંગલથી કંઈ કેટલાંય ફોટાઓ પાડવાનું શરૂ કરી દીધું.
આસપાસનાં લોકો વડે લાશની શીનાક્ત કરવાની કોશિશ કરી પણ કોઈ એને ખાસ ઓળખી શક્યું નહીં. તેમજ નાક નકશા પ્રમાણે એ લોકલ પણ નહોતી લાગી રહી. કદાચ મણિપુર કે મિઝોરમ સાઈડની હોય એવું લાગ્યું.
ત્રણેવ કોન્સ્ટેબલે એ બાળકીની લાશને સફેદ કપડામાં લપેટી શવપેટીમાં સંભાળીને મૂકી ત્યારે લાકડા જેવા થઈ ગયેલા હાથ - પગ તણાયેલા પણછની જેમ પાછળ તરફ વળેલા અને માથું કંઈક અંશે ભિન્ન લાગ્યાં. તેમજ ચીંથરેહાલ કપડામાં એનાં પેટ પર જમણી બાજુએ બે અને ડાબી બાજુએ એક એમ ત્રણેક ઘા પણ દેખાયાં જેમાંથી વહેલા રક્ત સાથે બાકીનાં વસ્ત્રો ચોંટેલા હતાં અને ચહેરો ઉસ્તરા જેવા ધારદાર બ્લેડનાં ઘાવથી બહુ બિભત્સ રીતે તરડાયેલો હતો. તેમજ દોઢેક દિવસની કાલાવધિમાં રક્ત કાળું પડીને ઠેર ઠેર ગંઠાઈ ગયેલું હતું.
બીજી તરફ મૂક બનેલાં પ્રેક્ષકોને દૂરથી જ ઓબ્ઝર્વ કરીને પોતાની એક્ટિવ સિકસ્થ સેન્સનાં આધારે CBI એજન્ટ માધવને IG નાઈક સર પાસે આવી એમનાં કાનમાં કંઈક નવું જ ગતકડું કહ્યું કે તરત જ કોન્સ્ટેબલ મુર્થીનાં ડંડાને વશ થઈ પરાણે તેમજ ધીમી ગતિએ પાછળ હટી રહેલા પચાસેક પ્રેક્ષકોના ટોળામાં એક ચહેરો આછેરો જાણકાર લાગ્યો. એ સતર્ક થઈ ભાગવા જાય એ પહેલાં તો એજન્ટ કુટ્ટીએ એને ઘેરી લીધો. એ પણ કોઈ કાચો ખિલાડી નહોતો લાગી રહ્યો. એટલે શાંત રડતો બેસી રહેવાને બદલે છટપટાહટમાં એ ચહેરો છટકી ગયો. કુટ્ટી સર એની પાછળ દોડ્યા. અહીં હોન્ટેડ હવેલી આસપાસની વાંકીચૂકી ગલીઓથી બેખબર કુટ્ટી બે-એક કિ.મી. દૂર જઈ કેટલીક ક્ષણોમાં પાછો ફર્યો. પણ બીજી તરફથી દોડીને CBI એજન્ટ માધવને એને પકડીને નાઈક સર સામે હાજર કર્યો.
બે હાથ જોડી કરગરવાની સ્ટાઈલમાં એ બબડવા લાગ્યો: "સા'બ, મૈંને કુછ નહીં કિયા. મૈં તો બસ આપકે જોકર વાલે લુક કો દેખ રહા થા. વો ક્યા હૈ નાં સર, મુઝે અપની નાટક કંપની કે કલ વાલે 'લાઈફ હેઝ ટૂ બી રિવાઇન્ડ' નાટક મેં વૈસા હી ગેટઅપ કરને કા થા નાં ઇસલિયે." એ જાણકાર શકલ વાળો બીજો કોઈ નહીં ભાસ્કર હતો. 'મુરગન' નાટક કંપનીમાં મેકઅપ મેન તરીકે કામ કરનારો આર્ટિસ્ટ.
કંઈક અંશે શંકાસ્પદ લાગવા છતાં પણ વોર્નિંગ આપી ભાસ્કરને જતો કર્યા બાદ એક શાતિર ગુનેહગારની લીડ મહામહેનતે મળી હોય અને એ હાથમાંથી ઝુંટવાઈ ગયાનો અહેસાસ થયો IG નાઈક સરને. અને યકાયક બધાં કોન્સ્ટેબલની સિટ્ટી પીટ્ટી ગુલ થઈ ગઈ. કશું સૂઝે ન સૂઝે જેવી હાલત નિર્માણ થઈ.
ફરી એકડે એકથી શરૂ કરી નવી દિશા, નવો દાવ સમજવાનો હતો અને એ પ્રમાણે કાર્યવાહી બદલવાની હતી. એ જવાબદારી ઉઠાવતામાં IG નાઈક સાહેબે CBI એ. માધવનને અને એ. કુટ્ટી ઉર્ફ 'મશાલ'ને ઈશારો કરી હવેલીની બહાર નીકળી વેન તરફ આગળ ચાલતાં જતાં પોતાની પાસે આવવા કહ્યું.
ત્યાં એમનાં સેલ ફોનમાં રિંગ વાગી. ફ્લૅપ ઓપન કર્યા વગર જ ફોન રિસીવ કર્યો. ત્યાં સામે છેડેથી જે પણ કહેવાયું એનાં પ્રત્યાઘાત રૂપે IGએ કેવળ "હું? અત્યારે? કેમ? આટલી ઉતાવળ શા માટે? મારી શી જરૂરત છે? જાતે પણ કામ થઈ શકે છે ને? હા, હા, રડ નહીં હવે. ઈમોશ્નલ ડ્રામા છોડ. હા બાબા હા, આવું છું. પહેલી ફ્લાઇટ પકડીને આવું છું. ખુશ. ચલ હવે ફોન મૂક. ડ્યુટી પર છું. ચલ બાય." કહી ફોન કટ કર્યા વગર જ ક્લાઉન ગાઉનમાંનાં ફ્રન્ટ પૉકેટમાં મોબાઈલ મૂક્યો અને સામે ઊભેલાં બંન્ને CBI એજન્ટ સામે ભોંઠા પડેલા ચહેરે "સૉરી ગાય્ઝ!" કહી વાત આગળ ચલાવવા આતુર થઈ ગયાં.
"એ. મશાલ એન્ડ માધવન આ કેસ તમને બંન્નેવને DIGએ સોંપ્યો જ છે. તો મારી કંઈ ખાસ જરૂરત રહેતી નથી. તેમ છતાં હું પર્સનલી આમાં ઇંટ્રેસ્ટેડ છું. તો જો આપ બંન્નેવને તફતીશ દરમ્યાન જે પણ લીડ મળે એની જાણ અગર મને કરો તો આઈ'લ બી મોર હેપ્પી. એન્ડ આઈ વિલ ઓલ્સો ટ્રાઈ ટુ હેલ્પ યુ આઉટ.
® તરંગ
19/01/21
★★★ loaded કારતુસ ★★★
ક્રમશઃ (2)