Losted - 40 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ - 40

Featured Books
Categories
Share

લોસ્ટેડ - 40

લોસ્ટેડ 40

રિંકલ ચૌહાણ
એક જ દિવસ માં બબ્બે મૃત્યુ નો આઘાત કોણ જીરવી શકે?
ફરી એક વાર રાઠોડ હાઉસ માં રોકકળ ચાલું થઈ, લોહીના ખાબોચીયામાં મોન્ટી નું મૃત્ત શરીર પડ્યું હતું.
ચાંદની અને મીરા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી, જીજ્ઞાસા એ બન્ને ને સંભાળી રહી હતી. આરાધના બેન કંઈ બોલ્યા ચાલ્યા વગર એકીટશે તેમના દીકરા ના મૃત્ત શરીર ને જોઈ રહ્યા હતાં, જયશ્રીબેન તેમને આઘાત માંથી બાર લાવવા નો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યાં હતાં.

આધ્વીકા મોન્ટી ના મૃત શરીર નજીક જઈને બેઠી અને તેના હાથ થી મોન્ટી ની ખૂલ્લી આંખો બંધ કરી.
"મારી આંખો ની સામે તું આ દુનિયા માં આવ્યો અને જતો પણ રહ્યો, તારી ભૂલો કે તારા ગુના એ હકીકત ક્યારેય નહી બદલી શકે કે હું તને કેટલો પ્રેમ કરું છું. કદાચ તે થોડી હિમ્મત બતાવી હોત, ભાગવા ને બદલે આ મુશ્કેલીનો સામનો કર્યો હોત, કદાચ......" આધ્વીકા ધ્રુસકે ધ્રુસકે રડી પડી, તેને રડતી જોઈ જીવન અને જીજ્ઞાસા ની હીમ્મત પણ તૂટી ગઈ. પાંચેય ભાઈબહેન એકબીજા ને ગળે મળી ક્યાંય સુધી રડતાં રહ્યાં

રાહુલ એ ફોન કરી પોલીસ અને ડૉં. ને બોલાવી લીધા, પોલીસ મોન્ટી ની લાશ ને પોસ્ટ મોર્ટમ માટે લઈ ગઈ. તેના શરીર માં ગણી ન શકાય એટલા કાચ ઘુસી ગયા હતા, આખું શરીર લોહીથી ખરડાઇ ચૂક્યુ હતું.

"રાહુલ...." આધ્વીકા રાહુલ પાસે વાત કરવાના ઇરાદા થી આવી.
"તું ચિંતા ના કર, હું સંભાળી લઈશ. પોલીસ સ્ટેશન માંથી કોઈ જ પુછપરછ માટે નહીં આવે." રાહુલ તેની મન ની વાત સમજી ગયો.
આધ્વીકા એ આભાર સૂચક સ્મિત આપ્યું.

સવાર સુધી આ વાત મીડિઆ ની હેડલાઇન બની ચૂકી હતી, દેશની અગ્રણી કંપનીમા ની એક રાઠોડ એમ્પાયર્સ ની માલિકણ હોવા ના કારણે આધ્વીકા છાશવારે હેડલાઇન્સ માં છવાયેલી રહેતી. પણ આજે રાઠોડ પરિવાર માં એક જ દિવસે થયેલ બબ્બે મૃત્યું ચર્ચા નું કારણ હતાં.

"આ બધું મારા કારણે થયું છે, મે જો આ આત્મા ને બાબા પાસે થી આઝાદ ન કરાવી હોત તો મોન્ટી આજે આપણી વચ્ચે હોત." જીજ્ઞાસા ને રહી રહી ને પસ્તાવો થતો હતો.
"તારી કોઈ ભૂલ નથી જીજ્ઞા, તે એ જ કર્યું જે મે તને કીધું હતું. મેં જ તને કીધું હતું એ આત્મા ને આઝાદ કરાવવાનું, મારા કારણે મોન્ટી નું મૃત્યુ થયું છે...." આધ્વીકા ને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો.

"શું બોલી તું? તું એ આત્મા ને આપણા ઘર માં લાવી હતી, કેમ? મારા દિકરાએ તારું શું બગાડ્યું હતું? તારા કારણે મારો મોન્ટી આ દુનિયા માં નથી, તેની મોત નું કારણ માત્ર અને માત્ર તું છે. હું તને ક્યારેય માફ નહીં કરુ, ક્યારેય નઈ." આરાધના બેન ના આંસુંઓનો બાંધ તૂટી ગયો.
"ભાભી તમે રડો નહી, તમે આમ હિમ્મત હારી જશો તો ચાંદની નું શું થશે? જુઓ આ છોકરીઓ સામે, મીરા અને ચાંદની કેટલી ગભરાઇ ગઇ છે. ભાભી એ બન્ને બાળક છે હજુ, એમને તેમની મા અને માસીની જરૂર છે." જયશ્રીબેન એ આરાધના બેન ના આંસું લુંછ્યા.

જીગર ની અંતિમક્રિયા પૂરી થઈ, સગાંવહાલાં આશ્વાસન આપી પોતપોતાના ઘરે ગયાં. છેલ્લા કેટલાક સમય થી ઉપરા છાપરી ઘટેલ ઘટનાઓ એ બધા ના મન પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો.

"રાહુલ મારી સાથે ચાલો, જલ્દી." આધ્વીકા ને અચાનક જ કંઈ યાદ આવ્યું હોય એમ તે ઉતાવળ માં ઘર ની બહાર જવા નીકળી.
રાહુલ સમજી ગયો કે કંઈક ગંભીર બાબત છે, તે કંઈ પૂછ્યા - ગાછ્યા વગર તેની પાછળ ચાલ્યો. બન્ને ક્યાં જાય છે એ વિચારથી પરિવાર ના લોકો અસંમજસમાં પડી ગ્યાં પણ ઘર માં સૌથી વધુ અધિરાઇ રયાન ના ચહેરા પર હતી. અને આધ્વીકા માટે રયાન ની આ લાગણીઓ જીજ્ઞાસાને હેરાન કરી હતી.

વીસેક મીનીટ પછી આધ્વીકા ની કાર એક આલિશાન બંગલા આગળ આવીને ઊભી રહી ગઈ. ગાડીમાંથી ઊતરી આધ્વીકા એ રીતસર ની દોટ મૂકી, રાહુલ ઘર ની નેમપ્લેટ વાંચી. મોંઘી તકતી માં સુંદર અક્ષરે લખેલું હતું 'ખાન વિલા'.
બન્ને ખાનવિલા માં દાખલ થયાં ત્યારે ખાનવિલા માં દિવાનખંડ માં હાજર દંપતિ પોક મૂકી હતી.
"આ બન્ને તો રાશિદ ખાન અને હસીના ખાન છે. સાહિલ ખાન ના માતા-પિતા, હું આમને પાલનપુર સિવિલ હોસ્પિટલ માં મળ્યો હતો. પણ આ લોકો રડી કેમ રહ્યા છે? અને આપણે અહીં કેમ આવ્યા છીએ?" રાહુલ એ આધ્વીકા ને પૂછ્યું.

આધ્વીકા રાહુલને કોઈ જવાબ આપ્યા વગર રાશિદ ખાન અને હસીના ખાન તરફ આગળ વધી. આધ્વીકા અને રાહુલ ત્યાં પહોંચ્યા ત્યારે તેમની આંખો ખુલ્લી ની ખુલ્લી રહી ગઈ.
જમીન ઉપર લોહીથી ખરડાયેલો સાહિલ નો મૃતદેહ પડયો હતો, તેના શરીરમાં પણ મોન્ટી ના જેમ જ કાચના અસંખ્ય ટુકડાઓ હતા.
"આંટી......" આધ્વીકાએ હસીના બેન ના ખભા પર હાથ મૂક્યો.
"આધ્વીકા બેટા જો ને મારા દીકરા સાથે શું થઈ ગયું?" હસીના બેન આધ્વીકા ને જોઈ ફરીથી રડવા લાગ્યા.
"આ બધું??" રાહુલ એ રાશિદભાઈ ને પુછ્યું.
"સાહિલ ઘણા સમયથી કોમામાં જ છે, પણ હમણાં 5 મિનિટ પહેલાં અચાનક તે ઉઠ્યો. અને હવામાં ઉછળાઈ નીચે પડ્યો, એક કડાકા સાથે બારી તૂટી, કાચના ટુકડા પણ તેમની જાતે હવામા ઉછળ્યા અને સાહિલ ના શરીરમાં ઘૂસી ગયા. અમારી આંખોની સામે અમારો એકનો એક દીકરો મરી ગયો." રાશિદભાઈ રડવા લાગ્યા.

આધ્વીકા ની નજર સામેની દિવાલ પર પડી; ત્યાં મોટા અક્ષરે લોહી થી લખેલું હતું,"લોસ્ટેડ"

ક્રમશઃ