"આસ્તિક"
એક ઇચ્છાધારી લડવૈયો
અધ્યાય-4
પિતૃઓનું તર્પણ કર્યા પછી મુક્તિ પામતાં પિતૃઓએ મહર્ષિ જરાત્કારુને આશીર્વાદ આપતાં કહ્યું "અમે તારી આ તર્પણ વિધીથી મુક્તિ પામી રહ્યાં છીએ અમે પૂરાં જ્ઞાત છીએ કે મહર્ષિ જરાત્કારુ તમે અમારી મુક્તિ કરીને અમારી વર્ષોની પીડા દૂર કરી છે અમે જાણીએ છીએ કે તેમે અવતારી પુરુષ છો વિષ્ણુનાં અંશ છો. હજી જીવનમાં તમારે ઘણાં કામ બાકી છે અને ઘણાં બીજા જીવોને બચાવવાનાં છે અને તમારુ કાર્ય ખૂબ સારી રીતે પૂર્ણ થાઓ એવાં અમારાં આશીર્વાદ છે આપ પોતે ત્રિકાળજ્ઞાની છો આપને ભૂત-વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન છે.
આપનાં જીવનકાર્યમાં આગળ જતાં ઘણાં શુભકામ રાહ જોઇ રહ્યાં છે અને આપે સન્યાસ ઘારણ કર્યો છે પણ હવે તમારે અધૂરા કાર્ય પુરા કરવા સંસારમાં પ્રવેશ કરવાનો આવશે આમાંય કેટલાય જીવોનાં ઉધ્ધાર થશે. અમે પુત્રવિહીન પિંડદાન વિનાના અહીં મૃત્યુ પછી પણ છુટકારો ના થયો. તમે પણ લગ્ન કરી પુત્રપ્રાપ્તિ કરી તમારાં પુત્ર પાસે પિંડદાન કરાવો અને તમારાં મૃત્યુ પછી પણ બધી વિધિ થશે મુક્તિ થશે અને પિંડદાન થશે.
જરાતકારું મહર્ષિએ કહ્યું પણ મારું બ્રહ્મચર્યનું તપ બળ નાશ પામશે એનો ભય છે. પિતૃઓએ કહ્યું લગ્ન કરી પુત્ર પ્રાપ્ત કરો યોગ્ય સમયે પિંડદાન કરાવી પછી પાછું બ્રહ્મચર્ય પાળજો તમારું તપ ક્યારેય નહીં બળે અમારાં આશીર્વાદ છે. તમારે તમારાં નામની કન્યા સાથેજ લગ્ન કરવાનાં છે અન્ય કોઈ સાથે નહીં એનાથી જે પુત્રરત્ન પ્રાપ્ત થાય એ આખો નાગવંશ બચાવશે અને પિંડદાન કરી અમારી પણ સંપૂર્ણ મુક્તિ થશે માટે ઓ મહર્ષિ તમે નિશ્ચિન્ત પણે વિવાહ કરી સુખી થશો.
આ મોરા ગામ જે હજીરા સુરત નજીક આવેલું છે એ પૂણ્ય અને દૈવી પિતૃભૂમિ ગણાય છે અહીં કરેલું પિતૃઓનું તર્પણનું પુણ્ય ગયામાં હજારવર્ષ કરેલાં પુણ્ય બરાબર છે. આ મોરા ગામની ભૂમિ જરાતકારું ભૂમિ તરીકે ઓળખાશે.
આમતો પિતૃ તર્પણ માટે આખો શ્રાદ્ધ પક્ષ છે પરંતુ માગશર વદ તેરસ અને ચૌદશ આ બે દિવસ પિતૃતર્પણ માટે ઉત્તમ ગણાય છે જે અમાસ સુધી કરી શકાય છે. વળી આ મોરા ગામનો કૂવો જે 2000 વર્ષ જૂનો છે જેનું ઉપરનું લાકડું એટલું જ જૂનું અને પવિત્ર ગણાય છે. માગશર મહિનાનાં આ બે ત્રણ દિવસ કૂવામાં ગંગાની સરવાણી વહે છે અને કુવાની પાણીની સપાટી ઊંચી આવે છે. અહીં આ દિવસોમાં કરેલી તર્પણ વિધીનાં વસ્ત્રો અહીં મૂકીને જ જવાના હોય છે એવી માન્યતા છે.તાપિપુરાણમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ કૂવો રાજા મયૂર્ધ્વજે કુંડમાંથી ખોદાવેલો એ પણ ઉલ્લેખ છે.જરાતકારું નામની નાગરાજકુમારી જરાતકારું સાથે મહર્ષિના લગ્ન થાય છે. એમની યાદમાં અહીં નાગેશ્વર મંદિર પણ હયાત છે.
આપને અનુસરનાર જીવો તમારાં શિષ્ય થઇને જીવનમાં માંગેલું બધુ મેળવશો એવી આપની કૃપા રહેશે તમને સમર્પિત થઇ જીવનારા જીવોનું આપ સંરક્ષણ કરશો. આપની નિશ્રામાં થતાં ધર્મ કાર્યોથી પુણ્યસાળી જીવો મોક્ષ પ્રાપ્ત કરશે. બધીજ એમની ધારેલી માંગેલી ઇચ્છાઓ તમારાંથીજ પૂર્ણ થશે. આપ ખૂબ સુખી થાઓ અમારાં આશીર્વાદ છે.
આમ પિતૃઓ ખુશ થઇને આશીર્વાદ આપીને ત્રિલોકધામ ગયાં. જરાત્કારુ દેવે પછી એ પુણ્યશાળી ધરતીપર થોડો સમય વાસ કર્યો અને પાછળ જંગલની વાટ પકડીને લક્ષ્ય તરફ આગળ વધી રહ્યાં.
મહર્ષિ આમ ચાલતાં ચાલતાં અનેક તીર્થ નદીઓની જગ્યાએ પ્રવાસ કરીને ધરતીને ધન્ય કરતાં રહ્યાં.
એકવાર મહર્ષિ સવારનું ધ્યાનરૂપ પરવારીને મોટાં વડનાં વૃક્ષનીચે બેઠાં હતાં ત્યાંજ વાસુકીનાગ હાથ જોડીને એમની સમક્ષ પ્રગટ થયાં અને મહર્ષિને વંદન કરી એમની સ્તુતિ ગાઇન મીઠાં વચન કહેવાં લાગ્યાં.
મહર્ષિએ અચાનક વાસુકીનાગને પધારેલા જોઇને થોડાં આર્શ્ચય પામ્યાં મહર્ષિએ નાગરાજને આવકાર આપતાં કહ્યું "કહો નાગરાજ આપ અહીં પધાર્યા છો તો હું આપની શું સેવા કરી શકું ? મને જણાવો.
નાગરાજ વાસુકીએ કહ્યું મહર્ષિ જરાત્કારુ આપનું ખાસ કામ પડ્યુ છે અને એજ ખાસ વિનંતી સાથે આપની સમક્ષ હાજર થયો છું આશા છે કે આપ જરૂરથી કૃપા કરશો. હાલ ધરતી પર આપનાં જેવાં ઋષિ અને ત્રિકાળજ્ઞાની બીજા કોઇ નથી આપનાથી કાંઇ છુપુ નથી આવાં સતયુગનાં પવિત્રયુગમાં કોઇ અહીત થઇ રહ્યું છે અને ન્યાય વિરૂધ્ધ છે તો એ અહીત કર્મ છે એને આપજ દૂર કરી શકો.
મહર્ષિએ આશ્ચર્ય સાથે પૂછ્યું "કેમ આપ એવું કહી રહ્યાં છે કોનું શું અહીત થઇ રહ્યું છે ? કોણ અહીત કરી રહ્યું છે આતો દેવભૂમિ છે એમાં કોઇનું શું અહીત થઇ શકે ? તમે વિના સંકોચ મને જણાવો મારાથી બનતી બધીજ મદદ હું કરીશ તમે નિશ્ચિંત થઇને મને કહો હું વચન આપુ છું.
વાસુકી નાગે કહ્યું "આપનાં વચનથી હું સંતુષ્ટ થયો છું. મહર્ષિ રાજા ભગીરથને કર્મને આધીન લીલા પ્રભુએ કરી અને એમને તક્ષક નાગે ડંસ દીધો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે એમનાં મૃત્યુથી દુઃખી થયેલો પુત્ર જન્મેજય વેરવૃત્તિથી પૃથ્વી પરથી સર્પ-નાગનો નાશ કરી રહ્યો છે એણે સર્પયજ્ઞ આર્ધ્યો છે અને એ યજ્ઞમાં અનેક સર્પ નાગ સ્વાહા થઇ રહ્યાં છે તો એ યજ્ઞને બંધ કરાવી સર્પનાગને પૃથ્વી પરથી નામશેષ થતાં બચાવી શકો છો.
મહર્ષિએ કહ્યું "પણ નાગરાજ એમાં હું શું મદદ કરી શકું એ મને જણાવો મારી શક્તિમાં હશે તો હું જરૂર મદદ કરીશ.
નાગદેવ વાસુકીએ કહ્યું "મને ભગવાન શંકરે અને ઇન્દ્ર દેવતાએ જણાવ્યુ છે કે જરાત્કારુ મહર્ષિના પુત્ર દ્વારા જ આ સર્પયજ્ઞ અટકશે અને સર્પનાગનું નીકંદન નીકળતું અટકશે.
મહર્ષિએ કહ્યું "પરંતુ હું તો બ્રહ્મચર્ય પાળતો સંન્યાસી છું મને પુત્ર થવો અશક્ય છે તમે કોઇ બીજા તપસ્વી મહર્ષિ પાસે જાઓ જે સંસારી સાધુ હોય હું આમાં શું કરી શકું ?
વાસુકી નાગે હાથ જોડીને કહ્યું "દેવ તમેજ કરી શકો અને તમારોજ પુત્ર આ યજ્ઞ અટકાવશે એવી આકાશવાણી છે. આપ સંસારને સ્વીકારી લગ્ન કરો જેથી આપને પુત્ર રત્ન થાય અને આ નિરંકુશ સર્પ નાગની હત્યા અટકે એટલે મારી વિનંતી માન્ય રાખો અને અમારો વંશ બચાવો.
મહર્ષિએ વિચાર કરતાં કહ્યું કે મારી આકરી શરતો છે. મારી શરતોનું પાલન થશે તો જ હું આ કાર્ય કરવા સંમત થાઉ. નાગરાજ વાસુકીએ કહ્યું "ભગવાન આપ જણાવો હું તમારી બધી શરતો માનવા માટે તૈયાર છું બંધાયેલો છું એનાંથીજ અમારુ કુળ બચી જશે આપ જણાવો.
મહર્ષિએ કહ્યું "મારી પત્ની માટે તમે જે કન્યા પસંદ કરો એનું નામ મારાં જેવુંજ નામ જરાત્કારુ હોવું જોઈએ બીજી ખાસ મારી પત્નીએ મારાં બધાં આદેશનું પાલન કરવું પડશે જ્યારે એણે મારાં આદેશ-નિયમોનું પાલન નહીં કરે તો હું એનો એજ ક્ષણે ત્યાગ કરીશ.
વાસુકી નાગે કહ્યું દેવ તમારી બધીજ શરતો અમને માન્ય છે અને ખુશીની વાત એ છે કે મારી બહેનનું નામ જરાત્કારુ છે એ સંપૂર્ણ તમારે લાયક છે એ ખૂબ પવિત્ર અને સુંદર છે આપ એનો સ્વીકાર કરો અને એ તમારાં બધાંજ આદેશોનું ચૂસ્ત પાલન કરશે. આપ એનો સ્વીકાર કરી એની સાથે પ્રભુતામાં પગલાં પાડો તો અને તમારાં ઋણી રહીશું.
મહર્ષિ જરાત્કારુએ કહ્યું ભલે મને સ્વીકાર્ય છે અને હું સારાં મૂહૂર્તે તમારાં પાતાળ લોકમાં પધારીશ અને તમારી બહેન જરાત્કારુનું પાણીગ્રહણ કરીશ.
વાસુકીનાગ ખુશ થતાં પાતાળ લોક સિધાવ્યા અને મહર્ષિ જરાત્કારુ પવિત્ર શુભ દિવસે ધન્ય ઘડીએ પાતાળલોક ગયાં. ત્યાં વાસુકીનાગની ભગિની જરાત્કારુને મળ્યાં.
અત્યંત સુંદર અને પવિત્ર જરાત્કારુ રાજકુમારી સાથે મિલન થયું. મહર્ષિએ રાજકુમારી જરાતકરુને જોયા અને પ્રથમ નજરેજ પસંદ કરી લીધાં. એમનાં રૂપ સ્વરૂપમાં કેદ થઈ ગયાં.
વધુ આવતા અંકે ---- અધ્યાય-5