*એ સમય સંજોગ*. વાર્તા.... ભાગ -૭
૨૦-૬-૨૦૨૦ ..... શનિવાર...
આગળ છઠ્ઠા ભાગમાં જોયું કે જીવ બચાવવા માટે રવીશ, ભારતી અને જય છૂપાં છૂપાતા પેહલા ટેમ્પો અને પછી લોડીંગ રીક્ષામાં મુસાફરી કરે છે....
આ બાજુ ગામવાળા આ લોકોને શોધવા મારાં મારાં ફરે છે...
આ બાજુ પેલા બાળક ની અંતિમ વિધિ પતી ગઈ...
મગનલાલ હવે બાલાસિનોર પહોંચવાની તૈયારીમાં જ હતા...
કારણકે રસ્તામાં ક્યાંય ઉભા નહોતાં રહ્યા અને એકધારી ગાડી ચાલી હતી...
આ બાજુ રવીશ કઠવાડા પહોંચી ગયા અને લોડીંગ રીક્ષા માં થી ઉતરીને એ ભાઈ ને રૂપિયા આપ્યા...
અને રોડ ઉપર ઉભાં રહ્યાં...
આવતાં જતાં વાહન તેજ રફતાર થી નિકળતાં હતાં...
ચાલતાં ચાલતાં થોડા આગળ આવ્યા...
ત્યાંથી શટલ રીક્ષામાં ઓઢવ પહોંચ્યા...
ઓઢવ આવ્યું એટલે રવીશ અને ભારતીએ હાશ નો ઊંડો શ્વાસ લીધો...
અને ત્યાંથી પ્રાઈવેટ રીક્ષા કરી અને પોતાની સોસાયટી નું એડ્રેસ આપ્યું...
ઘર આંગણે રીક્ષા ઉભી રખાવી અને રૂપિયા આપ્યા અને એ બન્ને જેવા પોતાના ઘરનો ઝાંપો ખોલ્યો એ સાથે જ ઘરના બધા જોવા લાગ્યા...
સોસાયટી નાં ભેગા થયેલા બધાં જ આવી ગયા હેમખેમ કહીને આશિર્વાદ આપ્યા...
અને કહ્યું કે કોઈ પૂન્ય આડું આવ્યું હશે તો આવડી મોટી મુસીબતમાં થી બહાર આવી ગયા...
અને જ્યાં..
ઘરમાં દાખલ થયા અને દરવાજા માં જ કાન્તાબેને બન્ને ને ગળે લગાડી દીધા ...
અને પછી તો રોકકળ ચાલુ થઈ ગઈ...
કોણ કોને શાંત રાખે એ પણ સમજાતું નહોતું...
આ જોઈ જય તો હેતબાઈ ગયો...
રવીશ જોડે પૂરી વાત જાણ્યા
પછી કાન્તાબેને કહ્યું કે તમે ત્રણેય જણાં નાહી લો અને કપડાં તમારાં ફેંકી દો...
ચલો કોઈ સારાં કર્મ આડાં આવ્યા હશે તો તમે ત્રણેય હેમખેમ છો...
પેલાં બાળક માટે દિલથી ખુબ જ દુઃખ થાય છે...
એને માટે હાલમાં તો પ્રાર્થના કરીએ અને તારાં પિતા આવે પછી કંઈ નિર્ણય લેશે...
નાહી ધોઈને એ લોકો એ ઘરનું પાણી પીધું ત્યારે હાશ થઈ...
આખા દિવસનો દૂધ વગર રહેલો જય રડવા લાગ્યો...
ભારતીએ ફટાફટ એને માટે દૂધ બનાવ્યું અને બીજી બોટલમાં ભરીને પીવડાવ્યું...
ત્યારે રાતના દસ થયાં હતાં...
ઘરમાં ખીચડી અને શાક બન્યું હતું એ ખાઈ લેવા કાન્તાબેને એ બન્ને ને બેસાડ્યા...
પણ બન્ને જણાં બે કોળિયા ખાઈને ઉઠી ગયા..
આખા દિવસમાં બનેલી ઘટના એમનો પીછો છોડતી નહોતી...
આંખો સામે એ જ બાળકનો ચહેરો તરવરતો હતો...
જે બન્ને નાં ખોળામાં જ જીવ છોડ્યો હતો ...
બન્ને ની હાલત ખરાબ થઈ ગઈ હતી...
રડવું પણ હતું પણ દિલ ખોલીને રડાતુ જ નહોતું...
પણ એક ગમગીની બન્ને નાં ચેહરા ઉપર દેખાતી હતી...
રવીશે ફોન કરીને વિનયભાઈ ને જણાવ્યું કે અમે અમદાવાદ અમારે ઘરે હેમખેમ પહોંચી ગયા છીએ....
તમે જમ્યા ને???
અમદાવાદ આવજો ઘરે... અને ફરી આભાર માન્યો....
આ બાજુ મગનલાલ એ પોલીસ સ્ટેશન પહોંચી અને બધીજ જાણકારી મેળવી અને તરતજ પાછાં અમદાવાદ આવવા નીકળ્યા...
ભારતીએ જય ને ખીચડી માં ઘી નાખીને ચાર પાંચ કોળિયા ખવડાવ્યા જેથી એ રાત્રે શાંતિથી સૂઈ શકે...
જય તો એની નાની નાની આંખોથી આ બધું જોઈ રહ્યો...
ભારતીએ જય ને એનાં રૂમમાં જઈને સૂવાડી દીધો...
હવે બધાં ભેગાં થઈને મગનલાલ ની પાછાં આવવાની રાહ જોઈ બેઠાં...
રાત્રે મોડા મગનલાલ આવ્યા અને પછી બધી વાતચીત કરીને સૂઈ ગયાં...
સવારે પોલીસ સ્ટેશનમાં શેરખાન ને મગનલાલે લઈ જઈને રજૂ કરી દીધો...
શેરખાન ને તો કસ્ટડીમાં લેવામાં આવ્યો...
પછી કેસ ચલાવવામાં આવ્યો...
શેરખાન ને તો સજા થઈ અને દંડ પણ થયો...
પણ રવીશને પણ દર મહિને કેસ ની સુનવણી માટે ગાડીમાં એ અને એનો પરિવાર હતો એટલે હાજર થવું પડતું ...
વીસ વર્ષ કેસ ચાલ્યો અને વીસ વર્ષે રવીશ નિર્દોષ જાહેર થયો...
આમ એક નાની અમથી બેદરકારી નું કેવું મોટું પરિણામ ભોગવવું પડ્યું...
આમ એ સમય સંજોગ થી બધાં બંધાઈને જીવી રહ્યા...
શીતલ નાં લગ્ન નિર્ધારિત તારીખે કરી દીધા...
ભારતીના ભાઈ ને ટેલિફોન કરીને બધી વાત કરીને લગ્ન નું આમંત્રણ આપ્યું હતું...
પણ એક કંકોત્રી આપવા જતાં જે ઘટના ઘટી ગઈ એનો બોજ હજુ પણ રવીશ ને ભારતીના દિલ પર છે...
હજુયે પણ એ સમય સંજોગ ને ભૂલી શકાય નથી અને હજુ પણ એ બાળક માટે પ્રાર્થના કરે છે કે જાણે અજાણે એક જીવ એમની ગાડી નીચે આવી જવાથી આ દુનિયા છોડી ગયો...
ભાવના ભટ્ટ અમદાવાદ....